મોનાનો એકરાર
-----------------------------------------------------------------------------------------------------------------------------
"તારા બબુચક પતિથી છુટા થવા તે શું વિચાર્યું છે ?? જાણીતા ગુજરાત ફિલ્મનાં નિર્માતા મયંક કોટક તેની બાંહોમાં રહેલી ગુજરાતી ફિલ્મની દેખાવડી હિરોઈન મોના ઠાકરને પૂછી રહ્યા હતા.
છેલ્લા બે વર્ષમાં મોનાએ હરણફાળ ભરી હતી. દેખાવડી તો હતી જ, તેમાં તેના છેલ્લા બે ગુજરાતી પિક્ચર હિટ થતા તે ગુજરાતી ફિલ્મની પ્રખ્યાત હિરોઈન બની ગઈ હતી. તેને તેની છઠ્ઠી ઇન્દ્રિયથી જ્ઞાન મળી ગયું હતું કે જો સારા પિક્ચરમાં કામ મેળવવું હોય તો નિર્માતાને ખુશ કરવા જ પડે છે. તેમાં છોછ કે શરમ રાખવાથી આગળ ના વધાય.
મહિનાથી તે કરોડપતિ યુવાન નિર્માતા મયંક કોટકનો બેડરૂમ ગરમ કરી રહી હતી. મયંકના હાઈ બજેટ પિકચરો છેલ્લા બે વરસથી હિટ જતા હતા. તેથી તેની ફિલ્મમાં હિરોઈન બનવા બધી હિરોઈન તલસી રહી હતી. તેની અને મોનાની કેમીસ્ટ્રી જામી ગઈ હતી. બંનેને એકબીજાની ગરજ હતી. મોનાને કામ મેળવવાની તો મયંકને શરીરસુખથી કામ મેળવવાની, પણ મોનાનો પતિ માસુમને વચ્ચેથી કાઢવો કઈ રીતે તેની યોજના બંને વિચારી રહ્યા હતા.
મોનાના ચાર વરસ પહેલા સહકારી બેન્કના સાદા કર્મચારી માસુમ ઠાકર સાથે લગ્ન થાય, ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તે આટલી સફળ હિરોઈન બની જશે. દેખાવ તો સુંદર હતો જ અને કામ કેવીરીતે મેળવવું તેની કોઠાસૂઝ તેનામાં સારી હતી. માસુમ બિચારો તેને ખુશ રાખવા બહુ જ પ્રયત્ન કરતો , પણ મોનાને તેનામાં જરાય રસ નહિ. તે તો મહત્વાકાંક્ષાનાં ઘોડા ઉપર જ ઉડતી રહેતી. વધારે ને વધારે પૈસા ભેગા કરી તેને અમદાવાદમાં મોટો બંગલો અને મોંધી લક્ઝરી ગાડી લેવા હતા. માસુમનો પગાર તો તેને મન સિંગચણા હતા, બિચારો માસુમ ! તેને ખુશ રાખવા જેટલી દોડાદોડી અને ખર્ચ કરે, તે કાંઈ મોનાની નજરમાં આવતા જ નહિ.
મોનાને હવે માસુમ પતિ તરીકે ખટકવા લાગ્યો અને તેને કઈ રીતે દુર કરવો, તેના વિચારોમાં તે ડૂબી ગઈ. માસુમ મોનાને પ્રેમ કરવા જાય કે સબંધ કરવા પ્રયત્ન કરે તો તેને ઠુકરાવી દેતી.
"જો તું છૂટાછેડાની કાર્યવાહી કરીશ, અને માસુમ હા નહિ પાડે તો કેસ પાંચથી દશ વરસ ખેંચાઈ જશે અને આપણે એક થઈને મોજ કરી શકીશું નહિ." મયંકે તેની માશુકાને સમજાવતા કહ્યું. મોના મનમાં મયંક જેવા કરોડપતિ સાથે લગ્ન કરવા મળશે, તેના આનંદમાં ડૂબી ગઈ.
"તો મારે કરવું શું ?" મોના હવે ગૂંચવણમાં પડી ગઈ, બંને ખુબ વિચારણા, મથામણ કરી પણ કઈ સુઝ્યું નહિ.
અંતે મયંકે સુઝાવ આપ્યો, "મારો અંગત માણસ ફક્ત બે લાખમાં સોપારી લઇ કામ પતાવી આપશે, તારો વરથી કાયમ છુટકારો. બોલ શું કરવું છે ?"
"ના, ના, સાવ એવું ના કરાય, એ મને ખુબ જ પ્રેમ કરે છે, ફક્ત આપણને મિલનમાં નડે છે, એટલે આવો કાયમી ઉકેલ ના કરાય." મોનાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
"એ સિવાય આપણું કાયમી સાથે રહેવાનું શક્ય જ નથી. એક મ્યાનમાં બે તલવારો ન રહી શકે. માટે બીજી કોઈ હિરોઈન શોધવી પડશે." મયંકે કડક સ્વરે કહ્યું.
"સારું, સારું." મોના સોપારી આપવા તૈયાર થઇ ગઈ. તેને પાછુ ફિલ્મોમાંથી કામ જતું રહેશે, તેનો મનમાં ડર પેસી ગયો.
મયંકે પોતાના કીલર રાજુ બટાટાને બોલાવી યોજના સમજાવી. કાલે એ મોના માટે હીરાનો હાર લેવા શીલજનાં બંગલે જવાનો છે, ત્યારે રસ્તામાં મોટી વાનથી એક્સીડેન્ટ કરી પતાવી દેવાનું નક્કી થયું. બાનાનાં એક લાખ પણ મયંકે ચૂકવી દીધા.
બે દિવસ પછી મોના કાયમી મારી થઇ જશેના વિચારે ખુશ થતો મયંક મોનાને હાઇવેનાં બંગલે ગાડીમાં મુકવા ગયો. મોનાને ઉતારી, તે ગાડી વાળતો હતો ને બંગલા બહાર બે મવાલીઓ સૌંદર્યવાન મોનાને પકડી ઘસડવા લાગ્યા. દુરથી મયંકે આ જોયું.
મયંક ગભરાયો, "આ લફરાંમાં ક્યા પડવું ?" વિચારી તેણે ગાડી ભગાવી. મોના તેને જોતી રહી ગઈ.
મોનાની બુમોથી અંદરથી માસુમ દોડતો બહાર આવી પડકાર ફેંક્યો."છોડી દો, મારી મોનાને."
પણ મવાલીઓએ મોટું રામપુરી ચપ્પુ કાઢી વાર કર્યો. માસુમે હાથથી વાર રોકી જોરદાર ફેંટ મવાલીને મારતા તે પડી ગયો. આ જોઈ બીજો મવાલી ભાગ્યો. તેની પાછળ પહેલો મવાલી પણ ભાગ્યો.
મોના પ્રેમભરી નજરે માસુમને જોતી રહી. તેના હાથમાં ચીરો પડવાથી લોહીની ધાર વહેતી હતી. જેને મારવા મેં સોપારી આપી, તે મને બચાવવા જાનની બાજી લગાવી ગયો.
મોનાએ દોડી, પોતાની સાડી ફાડી તેનો પાટો બનાવી માસુમને બાંધી દીધો. માસુમને તત્કાલ ડોકટર પાસે લઇ જઈ ટાંકા લઇ લીધા.
બીજા દિવસે માસુમ હીરાનો હાર લેવા જતો હતો, પણ મોનાએ ના પાડી, "તને આટલો જખમ છે, આરામ કર, મને હારની અત્યારે જરૂર નથી."
"મને વાંધો નથી. તારે પહેરવો હોય તો લઇ આવું."
"ના, મારે એ પહેરવો જ નથી," મોનાએ કહ્યું.
માસુમને નવાઈ લાગી, કાલ સુધી હાર માટે ઝગડો કરતી મોનાનું મન એકદમ કેમ બદલાયું?
તેણે રડમસ અવાજે કહ્યું, "મારી કોઈ ભૂલ તો નથી થઇ?"
મોના આ સાંભળી રડી પડી.,"ભૂલ તો મેં કરી છે, જેમાંથી હું બચી ગઈ." કહીને મોનાએ પેટછુટી બધી વાત કરી દીધી. એકરાર કરીને તે એકદમ હલકી ફૂલ થઇ ગઈ.
પોતાને
માટે જાન કુરબાન કરનાર ગમે તેવો સરળ, સાહજિક અને બબુચક હોય પણ તેને છોડાય જ નહિ, એ
જ્ઞાન તેના ચહેરા પર ચમકી રહ્યું હતું.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મોનાનો એકરાર- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories