ખોટા દેખાડાની જરૂર શું છે ?
અમદાવાદ એરપોર્ટ પર મુંબઈ જતા એરજેટ કંપનીના પ્લેનનું બોર્ડીંગ થઇ ગયું હતું. એરહોસ્ટેસ બહાર બેઠેલ પેસેન્જરોમાં બુમો પાડી રહ્યા હતા, “લાસ્ટ કોલ ફોર મુંબઈ ફ્લાઈટ.”
બાસઠ વરસના સાદા કપડામાં રાજેશભાઈ કાપડિયા ઝડપથી ચાલતા ફ્લાઈટમાં અંદર પ્રવેશી બોલ્યા, “સોરી, ઓફિસમાં કામ હોવાથી મોડું થઇ ગયું.
“આટલા બધા શું કામ હોય કે છેલ્લી ઘડી સુધી અવાય નહિ” એરહોસ્ટેસ મેરી ચિડાઈને બોલ્યા.
ઈકોનોમી ક્લાસમાં છેલ્લી સીટ બચી હતી, તેમાં ચિડાઈને બેસાડ્યા.
મેરી અને જેની બંને દેખાવડી એરહોસ્ટેસ પ્લેનમાં આંટા મારી રહી હતી. રાજેશભાઈ ઉતાવળે આવ્યા હોવાથી હાંફી રહ્યા હતા. ફ્લાઈટ ટેક ઓફ કરતી હોવાથી બંને એરહોસ્ટેસ જરૂરી સુચના આપી રહી હતી. અમદાવાદથી મુંબઈ ફક્ત ૫૦ મીનીટની જ ઉડાન હતી.
“એક ગ્લાસ પાણી મળશે” રાજેશભાઈએ વિનંતી કરતા કહ્યું.
“હજુ હમણાં જ ઉડાન ભરી છે અને પાણી ? મફતમાં નહિ મળે, એક ગ્લાસના પચાસ રૂપિયા થશે” ચિડાયેલી મેરી ગુસ્સામાં બોલી.
“આટલા બધા રૂપિયા પાણીના ? હું નહિ આપું.” રાજેશભાઈએ શાંતિથી કહ્યું.
“સાવ ચીકણો માણસ છે, તેને ટાળવા મેં આમ કર્યું.” મેરી તેની કલીગ ક્રુ મેમ્બેર જેનીને કહી રહી હતી.
“બિચારાને તરસ લાગી હોય તો પાણી તો આપ. સીનીયર સીટીઝન લાગે છે.” જેનીએ કહ્યું.
“જવા દે ને, આવા લુખ્ખાઓને તો આમ જ લટકાવાય.” મેરીએ હસતા કહ્યું. તે વિચારતી હતી, આવા કડકાઓએ તો ટ્રેનમાં જ મુસાફરી કરવી જોઈએ.
ચાલુ ફ્લાઈટે રાજેશભાઈ પોતાનું લેપટોપ ખોલી બેલેન્સશીટ સ્ટડી કરવા લાગ્યા.
મેરી ખંધુ હસતા જેનીને તાળી આપતા બોલી, “જેની, જો પેલો લુખ્ખો આપણને ઈમ્પ્રેસ કરવા ખાલી ખાલી લેપટોપમાં જોઈ રહ્યો છે. તેને ઈંગ્લીશ વાંચતા યે આવડતું નહિ હોય.... હા..હા..હા....
દશ મિનીટ પછી માઇકમાંથી એનાઉન્સ થયું હવે હાઈ ટી સર્વ કરવામાં આવશે. છેલ્લી સીટ સુધી આવતા મેરીના જગમાંથી અર્ધો કપ જ ચાહ નીકળી. રાજેશભાઈએ વિનંતી કરી, “આખો કપ ચાહ તો આપો.”
“સોરી, સર, ચાહ આટલી જ છે, સેન્ડવીચ ખલાસ થઇ ગઈ છે.” મેરી હવે રાજેશભાઈને હેરાન કરવાના મુડમાં હતી. તે ધારત તો નવી ચાહ અને સેન્ડવીચ લાવીને આપી શકત. પણ તે આવા સાદા, સરળ સીનીયર સીટીઝનને હેરાન કરવાના મૂડમાં હતી.
મુંબઈ લેન્ડીંગ વખતે એનાઉન્સ થયું, “આજે બપોરે એક વાગે આપણી કંપનીની જનરલ બોડી મીટીંગ હોવાથી આપણી કંપનીના બોર્ડ મેમ્બર અને આપણી ફ્લાઈટમાં આવી રહેલા સેક્રેટરી વીઆઈપી ગેસ્ટના સ્વાગત માટે એરપોર્ટ આવી રહ્યા છે.”
બધા પેસેન્જરો વિચારમાં પડી ગયા, આ બધું અમને જણાવવાની શી જરૂર છે ? કોણ હશે આ વીઆઈપી ગેસ્ટ ?
પ્લેન લેન્ડ થયા પછી બધા પેસેન્જરો બહાર આવી રહ્યા હતા. અમદાવાદથી કંપનીના બીજા નંબરનું શેર હોલ્ડીંગ ધરાવતા મેમ્બર આવવાના હોવાથી ડાયરેક્ટર અને સેક્રેટરી હારતોરા લઈને સ્વાગત કરવા તૈયાર હતા.
ફર્સ્ટક્લાસના બધા પેસેન્જરો ઉતરી ગયા, પણ મહેમાન દેખાયા નહિ. બધા વિચારમાં પડી ગયા, આ ફ્લાઈટમાં નહિ આવવાના હોય ? પણ તેમણે તો આ ફ્લાઈટ જ જણાવી હતી.
ઈકોનોમી ક્લાસમાં એકપછી એક પેસેન્જર બહાર આવી રહ્યા હતા. છેલ્લે રાજેશભાઈને જોઈ ડાયરેક્ટર ઓળખી ગયા, "અરે ! આ જ છે, આપણી કંપનીના મુખ્ય શેરહોલ્ડર" અને હારતોરા કરી સ્વાગત કર્યું. ક્રુ મેમ્બરો શિસ્તમાં ઉભા રહી ગયા.
“સાહેબ, અમને જાણ કરવી હતી ને, ફર્સ્ટક્લાસની વ્યવસ્થા કરી આપત ને.” ડાયરેકટરે માખણ મારતા કહ્યું.
“ના, ના, મને ઈકોનોમી ક્લાસમાં પણ ફાવે છે ખોટી ફર્સ્ટક્લાસની શું જરૂર છે ? મને આવા ખોટા દેખાડા કરવા ગમતા નથી” રાજેશભાઈ નમ્રતાથી બોલ્યા.
“સાહેબ, આ વખતે વોટીંગમાં અમને ફેવર કરજો. તમારા વોટનું સૌથી વધારે વેઇટેજ છે. નહીતર મેનેજમેન્ટ બદલાઈ જશે.” સેક્રેટરી વિનંતી કરતાં બોલ્યો. ક્રુ મેમ્બેરો ગભરાયાં, નવું મેનેજમેન્ટ ખરાબ આવશે તો ?
મેરી અંદરથી ધ્રુજી રહી હતી, મેં આ શેઠ સાથે બેહુદુ વર્તન કરેલ છે, હવે તે મને નહી છોડે.
રાજેશભાઈએ સાહજીકતાથી કહ્યું, “મેં તમારી કામગીરી બેલેન્સશીટમાં જોઈ લીધી છે. સંતોષકારક નફો છે, હું તમને જ ફેવર કરીશ.” મેનેજમેન્ટ બદલવાની જરૂર નથી.
બધા ખુશ થઇ ગયા. ડાયરેક્ટરે કહ્યું, “સર, તમારા માટે તાજ હોટલમાં સ્યુટ બુક કરાવેલો છે.”
“ના, મારે આજે રાત્રે ઘેર પહોચવું પડશે, કાલે આવી જ બીજી કંપનીની મીટીંગમાં જવાનું છે. આવી મારી પાસે બીજી પિસ્તાલીસ કંપનીઓના હોલ્ડીંગ છે” રાજેશભાઈએ નમ્રતાથી જવાબ આપ્યો.
રાજેશભાઈએ કંપનીની લક્ઝરી ગાડીમાં બેસવાનો ઇનકાર કરી, પોતાના માટે ઉબેરની ટેક્ષી બોલાવી અને મીટીંગ અટેન્ડ કરવા ઉપડી ગયા.
છેલ્લે જતાં હતા, ત્યારે ડાયરેક્ટરે વિનંતી કરી, "મુકેશભાઈ, અમારા સ્ટાફને કંઈ કહેવું છે."
મુકેશભાઈએ હસતા હસતા કહ્યું, "આપણા માટે ગ્રાહક જ સર્વોપરી છે, ગ્રાહકને તમારી સેવાથી સંતોષ થશે તો ચોક્કસ કંપનીનો કારોબાર અને નફો વધશે. આપણા માટે તમામ ગ્રાહકો સમાન હોવા જોઈએ. કપડા અને ઠાઠમાઠથી નહિ, પણ દરેક ગ્રાહકની સમાનતાપૂર્વક અને સંતોષકારક સેવા કરો અને સીનીયરોનો આદર કરો."
આમ કહી તેમણે વેધક નજરે મેરી અને જેની સામે જોયું, બંને સહેમી ગયા.
રાજેશભાઈ કંઈ પણ બોલ્યા વગર પોતાને માટે આવેલ ટેક્ષીમાં બેસી ગયા.
અબજોપતિ મુકેશભાઈની સાદગી અને કર્મની અગ્રીમતાને તમામ કર્મચારી મનોમન વંદી રહ્યા હતા. મેરીના મનનો ડર નીકળી ગયો. તેણે તમામ ગ્રાહકોની સમાનભાવે સેવા કરવાની ગાંઠ વાળી.
ખરેખર અબજોપતિ બનવા ખોટા રૂઆબ કે ઠાઠમાઠની જરૂર નથી, સાદગી અને સાહજિકતા છોડ્યા વગર તમારી લક્ષ્ય પ્રાપ્તિની ઝંખના અને કર્તવ્યનિષ્ઠા જ તમને સફળ બનાવે છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ખોટા દેખાડાની જરૂર શું છે ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories