26 માર્ચ 2026

સો ડોલર - ગુજરાતી લઘુ બોધ વાર્તા


સો ડોલર

-----------------------------------------------------------------------------------------------------------------------------

સર, આજે આપ રીટાયર્ડ થઇ રહ્યા છો, તો આપની ત્રીસ વર્ષની કેરિયરમાં કોઈ નોંધપાત્ર બનાવ જણાવશો આજે માલવશેઠ બેંક ઓફ ઇન્ડિયા માં મેનેજર પદે થી વય મર્યાદાને લીધે રીટાયર્ડ થઇ રહ્યા હતા.

માલવશેઠે ઊભા થઇ બોલવાનું ચાલુ કર્યું, દોસ્તો, મારી આટલી લાંબી કેરીયરમાં મેં અનેક લોકોને મદદ કરી છે, લોન અપાવી છે, પણ હું તે યુવક મનસુખ પંચાલ ને ભૂલી શકું તેમ નથી. તે તરવરિયા યુવકના ચહેરા પર અજબ આત્મવિશ્વાસ ચમકતો હતો. તેણે વિનંતી કરતા કહ્યું, સર, હું મોટો પ્લાન્ટ નાખી રહ્યો છું, તેને માટે મેં મારું બાપદાદાનું ઘર ગીરવે મૂકીને લોન માંગી છે, મુશ્કેલી એ છે કે, મારે કોઈ વડીલ ગેરન્ટર થઇ શકે તેવા નથી. મેં બધી બેંકોમાં ટ્રાય કરી, પણ ગેરન્ટર બનવા કોઈ તૈયાર નથી. તમે મારા ગેરન્ટર બનશો? હું ક્યારેય લોન પરત કરવામાં પાછો નહી પડું, હું તેના આત્મવિશ્વાસને જોઈ વિચારમાં પડી ગયો. જો તે લોન ના ભરે તો મારે ત્રીસ લાખની લાયાબીલીટી આવે તેમ હતી, પણ મેં તેને મદદ કરવા વિચારીને સહી કરી દીધી. આજે તેની પંચાલ એન્જીનીઅરીંગનું દુનિયાભરમાં નામ છે, અમેરિકામાં તેનો કરોડોનો માલ એક્સપોર્ટ થાય છે.

સહુએ તાળી પાડીને સાહેબના આ હિંમતભર્યા નેક કામને વધાવી લીધું.

સમય પંખીની માફક ઊડી રહ્યો હતો. માલવશેઠ અને માલતીબેનનો એકનો એક દીકરો વલય અમેરિકાના જર્સીમાં સેટ થઇ ગયો હતો. તેણે ઊનાળામાં બંનેને અમેરિકા આવવા રીટર્ન ટીકીટ મોકલી આપી.

માલવ અને માલતી ખુશ થતા અમેરિકાની તૈયારી કરવા લાગ્યા. માલતીબેન કહે,આપણે ચાર,છ મહિના રહેવું છે, દીકરા અને વનિતાવહુ સાથે.                       

તું તો વનિતાવહુનો ચીકણો અને ઝગડાળું સ્વભાવ જાણે છે, તેથી વધારે રહેવામાં માલ નથી. માલવભાઈ બોલ્યા

અચાનક વલયની કંપની મંદીમાં આવી જતા, તેને છૂટો કરી દીધો. ઘર ફક્ત વનિતાના પગાર પર જ ચાલવા લાગ્યું. તેની જોબ સામાન્ય સેક્રેટરીની હતી, પગાર પણ ઓછો, માંડ માંડ ઘર ચાલે.

બે માણસોનો વધારો થતા ઘર ચલાવવામાં અને હાઉસની લોન ભરવામાં મુશ્કેલી વધવા લાગી. વનિતા વહુની ચીકણાહટ અને કચકચ વધવા લાગ્યા. માલવભાઈને ચશ્માં પડી જતા કાચ તૂટી ગયા, પણ નવા ચશ્માના ડોલર વનિતા વહુએ ન આપતા કહ્યું ઇન્ડિયા જઈ નવા બનાવડાવી લેજો, ત્યાં સુધી ચશ્માં વગર ચલાવી લો.

અમેરિકાના ગુજરાત ટાઈમ્સ પેપરમાં માલવભાઈ મનસુખભાઈ પંચાલના ન્યુઝ વાંચતા ગદગદ થઇ ગયા. તેનું રવિવારે એડીશનની ખ્યાતનામ હોટલમાં સફળ ઉધોગપતિ તરીકે બહુમાન થવાનું હતું. આ સમાચાર વાંચી માલવભાઈએ માલતીબેનને ખુશ થઇ કહ્યું. રવિવારે આ સમારંભમાં હાજરી આપવી પડશે, છેક એડીસનની હોટલમાં છે.

"કેમ આટલે દુર જવાની શી જરૂર છે ?" માલતીબેને પૂછ્યું.

" આ એ જ મનસુખ પંચાલ છે, જેને મેં લોન માટે ત્રીસ લાખની જવાબદારીમાં સહી કરી હતી." માલવે કહ્યું.

પણ.....રવિવારે તો વનિતાની ફ્રેન્ડની બર્થડે પાર્ટી હતી. તેથી તેણે વલયને તેમને મુકવા જવાની નાં પાડી દીધી. વલય લાચાર હતો, અત્યારે તે કમાતો નહોતો. અંતે તેમણે ટેક્ષીમાં એડીશન પહોંચવાનું નક્કી કર્યું, પણ ટેક્શીભાડાના સો ડોલર જોઈએ ને ! ત્યાં વનિતાએ કચકચ કરી દીધી. ત્યાં નહી જાવ તો ચાલશે, સો ડોલર મફતના થોડા આવે છે. ખોટા ખોટા ખર્ચા કરો છો.

માલવભાઈ ગમ ખાઈ ગયા. તેણે કહ્યું, “મારે જવું જ છે, અંતે સો ડોલર ઇન્ડિયા પહોંચી પરત કરવાનું નક્કી કરી, કચવાતા હૈયે વનિતાએ સો ડોલર આપ્યા. માલવભાઈ વિચારે ચડ્યા. એકના એક દીકરા પાસેથી સો ડોલર ઉછીના લેવાના, પણ શું થાય ? અત્યારે તો વહુનું જ રાજ હતું.

ઝાકઝમાળ સમારંભમાં અંતે મનસુખભાઈ પંચાલે બોલતા કહ્યું, આજે હું જે કાઈ છું તે બેંક ઓફ ઇન્ડિયાનાં મેનેજર માલવ શેઠને લીધે જ છું, જો તેમણે મારામાં વિશ્વાસ મૂકી સહી ના કરી હોત, તો હું આજે દરદર ભટકતો હોત. હું તેમનો ઋણી છું.

શ્રોતામાથી માલીનીબેને બુમ પાડી આ રહ્યા માલવશેઠ

મનસુખભાઈએ ખુશ થઇ તેમને માન સહિત સ્ટેજ પર લઇ આવ્યાં.

મનસુખભાઈએ હાજર તમામ મેદની સામે માલવભાઈને વંદન કરતા કહ્યું.

"વડીલ આપણી આ મદદને હું આજીવન ભૂલી શકું તેમ નથી. તમારી એક સહીને લીધે જ મને મોટી લોન મળી ગઈ અને આજે હું કરોડોનું ટર્નઓવર કરી રહ્યો છું. આપણું આ ઋણ આજીવન ભૂલી શકાય તેમ નથી. મને મળેલા પચાસ હજાર ડોલર હું આપને અર્પણ કરીને ઋણમુક્ત થવા માંગુ છું." આટલું કહીને આદરપૂર્વક તેણે બેગ માલવભાઈને સોંપી દીધી.

માલવભાઈ ગદગદ થઇ ગયા. તેમણે એ ડોલર સ્વીકારવાની ના પાડી દીધી. અંતે બહુ રકઝક પછી તેમણે ઓગણપચાસ હજાર નવસો ડોલર અમદાવાદની અંધ કન્યા શાળાને ડોનેટ કરી દીધા.

ચારે તરફથી તાળીઓના ગડગડાટ વચ્ચે બધા વિચારમાં પડ્યા, માલવભાઈએ આટલી મોટી રકમ ડોનેટ કરી, પણ સો ડોલર કેમ રાખી લીધા??

બધાને આ વાત સમજાય તેમ ન હતી, માલતીબેન સમજી ગયા.

ઘરે પહોંચી માલતીબેને બધી વાત કરતા વલય અને વનિતા આશ્ચર્ય પામ્યા, પપ્પાનું આટલું બધું નામ, આટલી બધી શાખ !

વનિતા બોલી, “પપ્પા, એ ડોલર રાખી લેવા હતા ને!”

માલવભાઈ દુ:ખી હૃદયે બોલ્યા, “વહુ, મારું ત્યાં મનસુખભાઈએ યાદ કરીને બહુમાન કર્યું, એજ મોટી વાત છે. એને તો મેં ફક્ત સહી જ કરી આપી હતી, જ્યારે વલય માટે તો અમે જીવનભર મહેનત કરી છે, તેને તો અમે જોઈતી તમામ વસ્તુઓ લઇ આપી છે, ભણાવી ગણાવી તૈયાર કરેલ છે."

“લ્યો, આ તમારા સો ડોલર પરત” સો ડોલરની નોટ ઉપરના પ્રેસીડન્ટ ડોળા કાઢી જોઈ રહ્યા હતા. વલય અને વનિતા તેમની માનસિકતા બદલ નીચું જોઈ ગયા.

ઘરડા માબાપને અમેરિકા બોલાવી ડોલર ગણતા સંતાનોએ સમજી લેવાની જરૂર છે કે પોતાના સંતાનો અને આનંદ માટે હજારો ડોલર ખર્ચ કરી શકાય છે, પણ તેમને ભણાવી ગણાવીને તૈયાર કરી અમેરિકા મોકલનાર માબાપનાં ખર્ચ કરતા કેમ અચકાઈ જાય છે.?

 ------------------------------x--------------------------------x-------------------------------------x--------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સો ડોલર  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories