પૈસા કરતા પ્રેમ અગત્યનો છે
અવની ત્રણ મહિનાથી પિયર પોતાના ઘેર પરત આવી ત્યારે તેના માબાપ અને નાની બહેન અવંતી શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અમલ સાથેનું ત્રણ વરસનું લગ્નજીવન જાણે કે એક દુ:ખોનો મહેલ જેવું લાગતું હતું.
અવનીને પ્રેમ કોલેજના ફ્રેન્ડ અશોક સાથે હતો, પણ અશોકની જ્ઞાતિફેર અને આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવાથી અવનીના માબાપે ચોખ્ખી ના પાડી દીધી. અશોકે અવનીને ભાગી જઈને લગ્ન કરવા ઉક્સાવી પણ કોણ જાણે કેમ અવની પોતાના ઘરને, માબાપને છોડીને ભાગી જવાનું સાહસ ના કરી શકી. અશોક અંતે શાંત થઇને બેસી ગયો.
જ્ઞાતિના પૈસાદાર ઘરનો અપૂર્વ અવનીના માબાપને અવની માટે યોગ્ય મુરતિયો લાગ્યો. એકનો એક દીકરો, મહેલ જેવું ઘર, દોમ દોમ સાહ્યબી, પાંચ નોકર ચાકરની હાજરી, બે મોટી લક્ઝરી ગાડીઓ અને હેન્ડસમ અપૂર્વને જોઈ માબાપે મંજુરીની મહોર મારી દીધી. વંઠી ગયેલો અપૂર્વ દારૂ અને સુંદરીની લતમાં ચડી ગયેલો નબીરો હતો. પણ તે તો તેના ધન દૌલતના પરદા હેઠળ હોવાથી ખબર જ ન પડે ને ! અવનીને સુહાગરાતે જ અપૂર્વ પુરેપુરો નશામાં ધુત થઈને આવ્યો, ત્યારે જ ખબર પડી ગઈ કે તેના માતા પિતા પૈસાદાર ઘર જોઇને ભૂલ ખાઈ ગયા છે, પણ હવે થાય શું ? તેના માતાપિતાને પણ પસ્તાવો થયો, પણ છોકરાની અંદરની માહિતી તો ક્યાંથી ખબર પડે, કહી મન મનાવ્યું.
અપૂર્વની મારઝૂડ, દારૂની બુરી લત, અને છેવટે બીજી યુવતીઓ સાથેના ગેરવ્યાજબી સબંધોથી તંગ આવી અંતે અવની પતિનું ઘર છોડીને કાયમ માટે પિયર આવી ગઈ. તેને તેના પ્રેમી અશોકની યાદ આવી પણ અફસોસ ! અશોકના પણ લગ્ન થઇ ગયા હતા.
તેની નાની બહેન અવંતી પણ સ્વરૂપવાન યુવતી બની ગઈ હતી. કોલેજના ફાઈનલ યરમાં તેની આંખ અમલ નામના હેન્ડસમ યુવાન સાથે લડી ગઈ. બંને ધીમે ધીમે ફ્રેન્ડમાંથી પ્રેમી બની ગયા. અમલ ભણવામાં ખુબ હોંશિયાર, પણ તેના પપ્પા સામાન્ય કારકુન હતા. ઘર સામાન્ય, પોળનું જુનું મકાન, પણ માણસો પ્રેમાળ.
અમલ અવંતીને ખુબ જ પ્રેમ કરતો હતો, અને તેની વ્યક્તિગત કાળજી પણ બહુ જ લેતો હતો.
અવંતીએ માબાપને અમલ સાથેના પ્રેમની વાત કરી અને લગ્ન માટે રજૂઆત કરી, પણ તેની મમ્મી ઉછળી પડ્યા. "શું કરે છે, અમલના પપ્પા ? તેનું ઘર ક્યાં છે ? તેની જ્ઞાતિ કઈ છે ?
"મમ્મી, મારે અમલ સાથે લગ્ન કરવાના છે, તેના પપ્પા સાથે નહિ, તે એક સામાન્ય કારકુન છે અને તેઓ પોળનાં મકાનમાં રહે છે." અવંતીએ સમજાવતા શાંતિપૂર્વક જવાબ આપ્યો.
"પણ બેટા આવા સામાન્ય કુટુંબમાં તું નહિ રહી શકે, તારા માટે અમે એક પૈસાદાર કુટુંબનો આપણી જ્ઞાતિનો જ એકનો એક છોકરી શોધી કાઢ્યો છે." તેની મમ્મીએ તેને લલચાવતા કહ્યું.
"મમ્મી, પ્રેમ વગરના પૈસા શું કામના ?" અવંતીએ ફોડ પાડતા કહ્યું.
"તને ખબર તો પડે નહિ, અમે જેમ કહીએ તેમજ તારે કરવાનું છે." તેના પપ્પા જોરથી બરાડ્યા.
હજુપણ તેના મમ્મીપપ્પા પૈસાદાર અને તેમની જ જ્ઞાતિના છોકરાનો આગ્રહ રાખતા હતા.
અવંતી રડતી રડતી અંદર જતી રહી. તેની મોટી બહેન અવની આ સાંભળીને સહેમી ગઈ. તે મનોમન વિચારતી હતી, "અરે રે ! મારી આ હાલત જોઇને પણ મમ્મીપપ્પા સમજતા નથી."
બીજા દિવસે સવારે અવંતી નહાતી હતી, ત્યાં તેના ફોનમાં રીંગ વાગી, અવની તે લેવા ગઈ અને બંધ થઇ ગઈ, પણ તેમાં મેસેજ દેખાયો. " અવંતી, કાલે રાત્રે ગુજરાત મેલમાં આપણે ભાગીને મુંબઈ જઈ લગ્ન કરવાના છે. રાત્રે નવ વાગે જેટલા રૂપિયા અને સામાન આવે તે લઇ આવી જજે. તારો જ, અમલ."
અવની આ વાંચીને ગરમ થઇ ગઈ. ભાગી જઈને લગ્ન ? મમ્મી પપ્પાને કહેવા દે, ત્યાં પાછી વિચારે ચડી, જવા દે, નહીતર મારી જેવા હાલ થશે. તેનો પ્રેમી અમલ તેને પ્રેમ તો કરે જ છે ને ! તે શાંતિપૂર્વક પોતાના રૂમમાં જતી રહી.
શનિવારની સાંજે અવંતીએ રાત્રે ૮ વાગે હેન્ડબેગ ભરી અને જતાં
મમ્મીને કહ્યું, "મમ્મી, હું મારી બહેનપણીને ઘેર વાંચવા જાઉં છું, રાત્રે
ત્યાં રોકાઈને કાલે ઘરે આવીશ."
"પણ આ થેલી ભરીને શું લઇ જાય છે? મમ્મીએ પુછ્યું.
"મમ્મી, એ તો હું રાત્રે પહેરવાના કપડા લઇ જાઉં છું."
મમ્મીપપ્પાને ખ્યાલ પણ ક્યાંથી આવે કે અવંતી શેના માટે જઈ રહી છે ?
અવંતી નવ વાગ્યે અમદાવાદ સ્ટેશને પહોંચી ગુજરાત મેલમાં અમલ તેની રાહ જોતો એસ - 3 બોગીમાં ઉભો હતો. "કોઈને શક તો નથી ગયો ને ?" અમલે ચિંતા કરતા પુછ્યું.
"ના, નાં, હું ખોટું બોલીને સાચવીને આવી ગઈ છું, સાથે પાંચ હજાર રૂપિયાનો જ મેળ પડ્યો છે." અવંતીએ ગભરાતાં કહ્યું.
"બસ, આટલા જ રૂપિયા ?" અમલ પણ ફક્ત સાત હજારનું જ મેનેજ કરી શક્યો હતો. મુંબઈમાં બાર હજાર રુપીયાતો ફક્ત બે જ દિવસમાં ઉડી જશે. પછી શું કરીશું ? ક્યાંથી પૈસા લાવીશું ? બંને ચિંતામાં પડી ગયા.
બંને બારી પાસે જ બેઠા હતા, ત્યાં તેમણે અવનીને તેમની તરફ આવતા જોઈ ગભરાઈ ગયા.
"દીદીને ક્યાંથી ખબર પડી કે આપણે ભાગી રહ્યા છીએ ? અમલે ગભરાતા કહ્યું.
"ખબર નહિ." અવંતીએ મોં છાપા પાછળ છુપાવી દીધું. મનમાં
પ્રાર્થના કરતી હતી, "દીદી જોઈ
ન જાય તો સારું."
ત્યાં તો પાછળથી દીદીનો હાથ પડ્યો, અવંતી ધ્રુજવા લાગી. હવે દીદી મને મમ્મીપપ્પા પાસે લઇ જઈ માર ખવડાવશે. અવનીએ શાંતિથી કહ્યું, "લે, આ તારા માટે, મારી પાસેના દસ હજાર રૂપિયા અને આ સોનાનાં કંગન લાવી છું, તું તારા પ્રેમી અમલ સાથે લગ્ન કરી ઘર વસાવ, એવા મારા આશીર્વાદ છે. હું બે ત્રણ મહિનામાં આપણા મમ્મી પપ્પાને મનાવી લઈશ."
"દીદી, તું મહાન છે." કહેતા અવંતી અને અમલ દીદીના પગે પડી ગયા. ગુજરાત મેલની વ્હીસલ વાગતા ધીમે ધીમે ચાલવા લાગી.
અવની દોડીને નીચે ઉતરતા બોલી, "સંભાળીને રહેજો, પ્રેમ આગળ
પૈસાની કોઈ વિસાત નથી."
બંને બહેનો સમજી ગઈ હતી કે, પ્રેમ વગર પૈસા શું કામના ?
ગુજરાત મેલને બે મીનીટમાં મુંબઈ તરફ જતા અવની અશ્રુઓ સાથે જોઈ
રહી. રડતી આંખે તેના હાથે નાની બહેનનું ભલું કર્યાનો આનંદ તેના મુખ ઉપર ચમકી રહ્યો
હતો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પૈસા કરતા પ્રેમ અગત્યનો છે - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories