15 એપ્રિલ 2026

હીરાની વીંટી - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

હીરાની વીંટી

----------------------------------------------------------------------------

        મારી નવી બનાવેલી હીરાની વીંટી મળતી નથી, કોઈએ જોઈ છે ?” મુકેશે સવારે ચ્હાના ટેબલ પર બેસતા જ પૂછ્યું.

        મેં કાલે તો તારા હાથમાં જોઈ હતી, એટલીવારમાં જાય ક્યાં ?” મુકેશના મમ્મી મંજુલાબેને ચિંતિત સ્વરે કહ્યું.

        કાલે રાત્રે મારુ ધ્યાન ગયું, ત્યારે જ ખબર પડી. મુકેશે જવાબ આપ્યો.

        આપણે ઘેર બીજું તો કોઈ આવેલ નથી, ફક્ત રાત્રે કામવાળા માધવીબેન જ વાસણ કરવા આવ્યા હતા. બધે ફરી જોઇ લઈએ, ક્યાંક મુકાઇ ગઈ હશે કે પડી ગઈ હશે તો મળી જશે. મુકેશના પત્ની મોનાએ સુચન કર્યું.

        મુકેશ અને મોનાના લગ્ન ત્રણ વરસ પહેલા ધામધુમથી થયા હતા. હજુસુધી કોઈ બાળક હતું નહી. તેમની સાથે મુકેશના મમ્મી મંજુલાબેન રહેતા હતા, જ્યારે તેના પિતાનું પાંચ વરસ પહેલા અવસાન થયેલું. ઘર ખાધેપીધે સુખી હતું. મુકેશને સારી નોકરી હતી.

        મુકેશને હીરાની વીંટીનો શોખ હતો. તેના લગ્નમાં જમાઈને સોનાની ચેઇન સાસરેથી આવી હતી. તેની સાથે મુકેશને હીરાની વીંટી પહેરવાનો શોખ થયો. તેના સોની આગળ જઈ ડિઝાઇન પસંદ કરી. રીયલ ડાયમંડના ભાવ બધી ગયા હોવાથી ભાવ એંશી હજાર થશે સાંભળી મુકેશ અને મોના ઠરી ગયા. પણ મુકેશને તો વીંટી પહેરવી જ હતી.

        તેણે પિતાના વારસામાં આવેલા સારી બ્લ્યુચીપ કંપનીના શેર વેચીને એંશી હજાર ભેગા કરી લીધા. બંને જણા ખુશ થઈ ઓર્ડર આપી આવ્યા. પાંચ દિવસે વીંટી બનીને આવી ત્યારે મુકેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેના મમ્મી મંજુલાબેને સલાહ આપી વાર તહેવારે અને પ્રસંગોએ જ પહેરજે, પણ મુકેશ માન્યો જ નહીં. તેણે તો રોજિંદા ઉપયોગમાં વીંટી પહેરવાનું ચાલુ કરી દીધું.

        ત્રણે જણાં આખું ઘર ફેંદી વળ્યા, એકેએક વસ્તુઓ ટેબલ, ખુરશી, સોફા વિગેરે બે વખત ચેક કરી જોયા, પણ વીંટી ના મળી, તો ગઈ ક્યાં ? બેન્કના લોકરમાં તો નહિ મૂકી આવ્યા હોઈએ ને ! પણ કાલે તો બા એ વીંટી જોઈ છે, પછી તો બેંકમાં ગયા જ નથી.

        મુકેશ અને મોનાને તેમની કામવાળી માધવી પર શંકા ગઈ. આધેડ ઉંમરના માધવીબેન વરસોથી તેમના ઘેર કામ કરતાં હતા. તેથી મંજુલાબેને બચાવ કરતાં કહ્યું, માધવીબેન આવું કામ કરે જ નહીં. તે હાથના ચોખ્ખાં છે, તમે ખોટી શંકા કરો છો.

        તો બા, વીંટી જાય ક્યાં ? મુકેશને હવે માધવીબેન પર શંકા પ્રબળ બની. તેના સિવાય તો રાત્રે ઘરે કોઈ આવ્યું જ નથી.

        સવારના દશ વાગ્યે માધવીબેન કામ પર આવ્યાને મુકેશે તેમને આડે હાથ લીધા. માધવીબેન, તમે મારી હીરાની વીંટી ક્યાં મૂકી છે ?”

        સાહેબ રાત્રે કામ કરતાં મેં તો જોઈ જ નથી. માધવીબેન રડમસ થઈ ગયા.

        તમે જ ચોરી છે, સાચું બોલો, નહિતર અમારે પોલીસ બોલાવવી પડશે. પોલીસ પાસે જ તમે સાચું બોલશો. હવે મુકેશ વધારે ગરમ થઈ ગયો. એક વખત શંકા જાગે પછી મન તેના વિષે જ સાચુંખોટું વિચારવા લાગે છે.

        સાહેબ, પોલીસ ના બોલાવો, એ લોકો અમારા જેવા ગરીબ લોકોને મારી મારીને હેરાન કરી મૂકે છે. હું બાળબચ્ચાંવાળી રઝળી પડીશ. માધવીબેન રડી પડ્યા.

       મુકેશ, આવું ખોટું આળ તપાસ વગર ના મુકાય, માધવી આવું કરે જ નહીં. મંજુલાબેને તેમની કામવાળીનો પક્ષ લીધો. તેમણે ગરીબ માધવીબેન પર દયા આવી રહી હતી.

        પણ હવે તો મુકેશ વધારે મક્કમ થઈ ગયો અને પોલીસનો નંબર લગાવવા મોબાઈલ હાથમાં લીધો.

        સાહેબ, તમે કહેશો એટલા મહિના હું મફત કામ કરી આપીશ, પણ મને બચાવો.” હવે માધવીબેન કરગરી પડ્યા.

        મુકેશનું લાલચુ મન વિચારે ચડ્યું, આ કામવાળી સારી લાગમાં આવી છે.

        તમારે ત્રણ વરસ મફત કામ કરવું પડશે, મંજૂર છે ? કઠોરતાથી મુકેશે કહ્યું.   

        મુકેશ, ગરીબબેન પર દયા કર, બિચારાં વગર પગારે ખાશે પીશે શું ? મંજુલાબેને સમજાવતાં કહ્યું, પણ મુકેશ અને મોના માન્યા જ નહીં. માધવીબેન પણ ફસાઈ ગયા. તેમણે ત્રણ વરસ મફત કામ માટે હા પાડવી પડી.  

        અઠવાડીયા પછી વોશબેઝીન ભરાતાં તેની ડ્રેનેજ ટ્યુબ ખોલીને સાફ કરતાં અંદરથી હીરાની વીંટી મળી આવી. મુકેશ અને મોના વીંટી મળતા ખુશ થઈ ગયા, પણ તેમણે તો કામવાળી પર ચોરીનું આણ મૂકી દીધું હતું. તેથી વિચારમાં પડી ગયા. ત્રણ વરસ મફત કામવાળી કામ કરે તે કોને ના ગમે ?

        હવે આપણે માધવીબેનને જાણ કરી તેનો પગાર ચાલુ કરી દઈએ. દયાળુ મંજુલાબેને કહ્યું.

        બા, ડોશી મફત કામ કરે છે તો કરવા દો ને. મુકેશનું લાલચુ મન પગાર બચાવવા નફ્ફટ અને દયાહીન બની ગયું હતું. જ્યારે લાલચ માણસના મન પર સવાર થઈ જાય છે, ત્યારે સાચુંખોટું, સારું નરસું વિગેરે મનમાથી દૂર થઈ જાય છે.

        હું આજથી જ ખાવાપીવાનું છોડી દઉં છું. આપણે ગરીબબેન પર અન્યાય કરી રહ્યા છીએ. મંજુલાબેન મક્કમ બની ગયા. મોટી ઉંમરના મંજુલાબેન હવે ભક્તિ અને આધ્યાત્મ તરફ વળી ગયા હતા. ગરીબ કામવાળી પરનો અન્યાય સહન ના થવાથી તેમણે ગાંધીજીનો ઉપવાસનો માર્ગ અપનાવ્યો.

        બે દિવસ વિતી ગયા મંજુલાબેન કંઈપણ ખાધાપીધા વગર નબળા પડી ગયા હતા. તેની જીભ સુકાતી હતી. તે ઉભા થઇ બાથરૂમ જવા ગયા અને નબળાઈથી ચક્કર આવતા પડી ગયા. મુકેશ અને મોનાએ દોડીને બા ને બેઠા કર્યાં.

        "આ શું, કામવાળી માટે જીવ જોખમમાં મુકે છે." મુકેશભાઈએ બા ને સમજાવતા કહ્યું.

        "મારાથી આ ગરીબ માધવીબેનની હાલત જોવાતી નથી. બિચારા વગર પગારે નાનાં બાળુડાંને ખવડાવશે શું ? હું મારા ઉપવાસ છોડવાની નથી." કહીને મંજુલાબેન મક્કમ બની ગયા.

        મોનાને પણ બા ની વાત સાચી લાગી. તેણે મુકેશને સમજાવતા કહ્યું, આપણી વીંટી તો મળી ગઈ, હવે કામવાળીને સજા કરવાનો કોઈ અર્થ નથી." અંતે મુકેશનું પણ હૃદય પરિવર્તન થયું. તેને પણ માધવીબેનની દયા આવી.

        બીજે જ દિવસે તેમણે વીંટી મળી ગયાની વાત કરી અને માધવીબેનનો પગાર ચાલુ થઈ ગયો.

        મંજુલાબેનના મુખ પર ગરીબબેનને મદદ કર્યાનો આનંદ ઝળકી રહ્યો હતો.

        લાસ્ટ સ્ટ્રોક : સાચી હકીકત બહાર આવે ત્યારે લાલચનો અંત લાવી ગરીબ અબળાને મદદ કરવાથી આંતરિક મન સુખ અને સંતોષ પામે જ છે, એમાં શંકાને સ્થાન નથી.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

હીરાની વીંટી   - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories