હૃદય પરિવર્તન
--------------------------------------------------------
મુન્નો મવાલી ગુસ્સાથી લાલચોળ બની ઘરમાં ઘૂમી રહ્યો હતો. તેનો કરડો ચહેરો લાલઘૂમ બની ગયો હતો. આજ સવારથી જ તેની એકની એક દીકરી આહનાએ તેના પ્રેમી અજય ભટ્ટ સાથે ભાગી જઈને લગ્ન કરી લીધા હતા, તેવા સમાચાર તેના ચમચા બંટીએ આપ્યા હતા.
મુન્નાનું મૂળનામ મનોહરસિંહ ભાવસિંહ જાડેજા, પણ વરસોથી લુખ્ખાગીરી અને દાદાગીરી કરતો હોવાથી તેનું નામ મુન્નો મવાલી પડી ગયું હતું. તેનો મૂળ ધંધો જ મારામારી, લૂંટમાર, હપ્તા ખાવા વિગેરે બની ગયા હોવાથી આખા રાયખડ અને બહેરામપુરા વિસ્તારમાં તેના નામ માત્રથી લોકો ધ્રુજી ઉઠતાં. એકાદ બે ખૂન પણ તેના નામે બોલતા, પણ પુરાવાના અભાવે અને પોલીસને હપ્તા ખવડાવવાથી તેનો વાળ પણ વાંકો થઈ શકે તેમ ન હતો.
મુન્નાને ત્રણ દિવસ પહેલા જ આહના સાથેની વાતચીત યાદ આવતા તે ખિન્ન બની ગયો.
આહનાએ ગભરાતા ગભરાતા કહ્યું, “પપ્પા, હું મારી સાથે ભણતા અજય ભટ્ટ સાથે પ્રેમમાં છું, અમે એકબીજાને લગ્ન કરવાના કોલ આપેલા છે.”
સાંભળતા જ મુન્નો ગુસ્સે થઈ ગયો, “બેટા, આપણે દરબાર અને એ લોકો બ્રાહ્મણ, બે નો મેળ જ ના પડે. હું તારે માટે સરસ દરબાર છોકરો શોધી કાઢીશ.
“પણ અમે તો લગ્નનું નક્કી કરી રાખ્યું છે. અજય હાઇટબોડીવાળો કસરતીયલ માચોમેન જેવો છે. જો તમે હા નહીં પાડો તો અમે ભાગી જઈને લગ્ન કરીશું.” આહનાએ મક્કમતાપૂર્વક જવાબ આપ્યો.
મુન્નાએ તેના કોલેજ જવા પર પ્રતિબંધ મૂકી દીધો. તેના બંને ચમચાને ચોકન્ના કરી દીધા. “આજે સવારે તે બહેનપણીને મળવા જવાનું કહીને ક્યારે પહેરેલે કપડે ભાગી ગઈ તે ખબર જ ના પડી.” તે મનમાં બબડ્યો.
ત્યાં તો બંટી ચમચાએ અજય સાથે ભાગી જઈ લગ્ન કરી લીધાના સમાચાર આપતા મુન્નો ક્રોધથી રાતોપીળો થઈ ગયો. “હું અજયને છોડીશ નહીં, ગમે ત્યારે હાથમાં તો આવશે જ ને.” તે મનમાં બબડ્યો.
તેણે બંને ચમચાઓને આખા શહેરમાં દોડાવ્યા, પણ અફસોસ બંને ભાગેડુઓના કોઈ જ સગડ ન મળ્યાં. સમયનું પંખી ઊડી રહ્યું હતું. વચ્ચે એક બે વખત આહનાએ અજયના કહેવાથી બંનેના આશીર્વાદ લેવા આવવા કહેવડાવ્યું, પણ મુન્નો તો ગુસ્સામાં જમાઈના હાથપગ તોડવાની વાતો જ કરતો રહ્યો. તેથી મળાયું જ નહીં.
વચ્ચે વચ્ચે ખબર આવતા રહ્યાં, બંને સુખમાં જીવન ગુજારે છે. અજયે બે બી.એચ.કે.નો સુંદર ફ્લેટ સાઉથ બોપલમાં ખરીદ્યો છે. મુન્નાને સંતોષ થયો, કઇં નહીં, જમાઈ સ્વભાવનો તો સારો લાગે છે. તેનો ગુસ્સો નરમ પડ્યો. પણ તે તેની દીકરીને ભગાડીને લગ્ન કરેલા, તેથી જમાઈને સીધો કરવાની વાત તો તેના મનમાં હતી જ !
અચાનક તેના ચમચાએ એક દિવસ ખબર આપ્યા, “બોસ, મે બંનેને સાઉથ બોપલમાં શોપિંગ કરતાં જોયા છે.” અને મુન્નો સાબદો થઈ ગયો. તેના મનમાં હજી જમાઈને સીધો કરવાનો ગુસ્સો જ ઉભરાતો હતો. રૂબરૂ મળે તો વાત છે.
મારે જાતે જઈને તપાસ કરવી પડશે, પછી જ અજયને સીધો કરીશ. વિચારીને મુન્નો મવાલી રવિવારે સવારે એકલો નીકળી પડ્યો. હું એકલો જ બસ છું, આવા ચોકલેટી ભાગેડુ જમાઈને મારવા માટે, વિચારીને કોઈપણ હથિયાર લીધા વગર મુન્નો બોપલ જવા નીકળી પડ્યો.
તેનાં ધંધાદારી હરીફ સલિમ બિલ્લીને ખબર મળ્યા, બંને ટપોરીઓ વચ્ચે બાપે માર્યા વેર હતા. એકબીજાના એરીયામાં હપ્તા ને ગુંડાગીરીમાટે હરીફાઈ થયા કરતી. તેથી હંમેશા બંને પોતાના ચમચા અને હથિયાર વગર એકલા બહાર નીકળતા જ નહીં. આજે એકલો મુન્નો બોપલ જવા નીકળ્યો છે. “ આ તક ઝડપી લેવા જેવી છે, મુન્નાને સીધો કરવાની” વિચારી તે ઉપડયો બોપલ તેના ચમચાને લઈને. આજ તો સીધા કર દુંગા સાલે કો, અકેલા હી હૈ ઔર ખાલી હાથ હૈ વિચારીને સલીમ બિલ્લી તેના ચમચા સાથે નીકળી પડ્યો.
ચાલતા જતાં મુન્નાને અચાનક સામે સલિમ બિલ્લી અને તેનો ચમચો હોકી સાથે મળતા અટકી ગયો. મેં અહી એકલા આવવાની ભૂલ કરી, વળી મારા પાસે હથિયાર પણ નથી, વિચારતા મુન્નો ગભરાયો.
સલિમે હોકી ઊંચી કરી ફટકારવા જતો હતો, ત્યાં મુન્નો કરગરી પડ્યો, “આજ રહને દે, મેં મેરી બેટી ઔર દામાદ કો મિલને આયા હું.”
“મુન્ને, તું બેટી કો મિલને નહીં, દામાદકો મારને આયે હો, મુઝે સબ માલૂમ હૈ, આજ મે છોડુંગા નહીં.” કુટિલ હસતાં સલિમ બિલ્લીએ પડકાર્યો. તેને બધી વાતની ખબર હતી.
ત્યાં તો પાછળથી એક ઊંચો કસરતીયલ યુવાને આવીને એક જ ફેંટથી સલિમને ગબડાવી દીધો. તેના ચમચાએ પાછળથી જોરદાર ફટકો મારતાં યુવકનો પગ તૂટી ગયો. તે પડતાં પડતાં પણ ચમચાને જોરદાર ફેંટ માટી ભગાડી દીધો. બંને ગુંડા ઊભી પૂંછડીએ ભાગ્યા. તેમણે લાગ્યું આ વળી કોણ મુન્નાને બચાવવા આવ્યું ? મુન્નો પણ આ સોહામણા યુવકને જોતો રહ્યો. પગ ઉપર હોકીનો જોરદાર ફટકો પડવાથી હાડકું તૂટી જતા તે પડ્યો.
યુવકે પડતાં પડતાં કહ્યું, “પપ્પા, અહી એકલા કેમ આવ્યા છો, અમને કહેવું હતુંને, અમે મળવા આવી જાત. હું જ તમારો જમાઈ અજય ભટ્ટ છું, હું તમને ઓળખું છું.” કહેતા અજય નીચે પડી ગયો.
"વાહ, કેટલી શાલીનતા" પપ્પા માટે જાન કુરબાન કરનાર હેન્ડસમ જમાઈને મુન્નો જોતો જ રહી ગયો.
ગમે તેવા દુર્જન, નિષ્ઠુર ગુંડા પણ સામેવાળા સજ્જનતા અને શાલીનતા બતાવે તો ઠંડા પડી જાય છે, એમાંય આતો પોતાનો એકનો એક જમાઈ હતો. મુન્નાનો ગુસ્સો અને આક્રોશ તરત જ ગાયબ થઈ ગયા.
“શું વાત કરે છે ?" મુન્નો ચકરાઇ ગયો, હું જ મુરખો હતો કે આવા સજ્જન સુંદર જમાઈને મારવા નીકળ્યો હતો. તેણે વાત બદલી, “બેટા, હું અહીથી નીકળ્યો હતો, મને થયું કે તમને બંનેને મળતો જાઉં. મારે તમારે નવા ઘેર આવીને મારી દીકરી આહનાનાં હાથની ચ્હા પીવી હતી.” કહેતા મુન્નો જમાઈની હાલત જોઈ રડમસ થઈ ગયો.
અજય પહેલી વખત સસરાને મળતો હોવાથી ઊભો થઈ પગે લાગવા ગયો, પણ તૂટેલા પગે ગબડી પડ્યો. ઘવાયેલા અજયનાં નિર્દોષ મોં પર સસરા માટે માન અને ખાનદાની ટપકી રહ્યા હતા.
મુન્નાએ દોડીને જમાઈને ટેકો આપી ગળે લગાવી દીધો. દૂરથી આહનાએ આ દ્રશ્ય જોતાં તેની આંખમાથી હર્ષ અશ્રુની ધારા વહેવા લાગી. કેટલું સમજાવવા છતાં પપ્પા પોતાના જમાઈને માફ કરતાં ન હતા. અને આજે એક મિનિટમાં ગળે લગાડી દીધો. !
આટલા વખતે પપ્પાનું હ્રદય પરીવર્તન જોતાં તેનો આનંદ મનમાં સમાતો ન હતો.
લાસ્ટ સ્ટ્રોક :- ગમે તેવો દુર્જન માણસ જ્યારે પોતે ફસાઈ જતા બચી જાય છે, ત્યારે તેનું હૃદય
પરિવર્તન થાય છે. લાતો કે ભૂત બાતો સે નહિ માનતે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
હૃદય પરિવર્તન - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories