08 જૂન 2026

મોબાઇલથી મિલન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

મોબાઇલથી મિલન

-------------------------------------------------------

        "તમારે ત્યાં મોબાઈલ રીપેર થાય છે, આ મોબાઈલની સર્કીટ ગઈ લાગે છે, જરા જોઈ આપોને " કહેતા પંદર વરસનો તિમિર મોબાઈલ રીપેરર મયંકની નાની દુકાને આવતાવેંત બોલ્યો.

        મોબાઈલ હાથમાં પકડતા જ મયંકને લાગ્યું, અરે ! આ તો જાણીતો છે. તરત જ તેમણે તેનું કાળું કવર કાઢીને પાછળ જોયું તો ઝીણા અક્ષરે વિથ લવ કોતરેલું દેખાયું અને તેના દિલના તાર ઝણઝણી ઉઠ્યા, મનમાં બબડ્યો,"આ તે જ મોબાઈલ છે જે હું કેટલા વખતથી શોધતો હતો.

        "આ મોબાઈલ રીપેર થઇ જશે, પણ હજાર રૂપિયા થશે." મયંકે જવાબ આપ્યો. "આટલા બધા રૂપિયા કેમ ?" તિમિરે આશ્ચર્યથી પુછ્યું "આ સર્કીટ મોંઘી આવે છે ? પણ આ મોબાઈલ છે કોનો ?" મયંકે ખુલાસાથી કહ્યું.

        "જવા દો ને વાત ! આ મોબાઈલ મારા મૌસમી ફોઈનો છે. તે તો આ મોબાઈલ જોતા વેંત રડવા જેવાં થઇ જાય છે, તેમને આ મોબાઈલ ખુબ જ પ્રિય છે." તિમિરે કહ્યું.

        "હેં, મૌસમીનો છે ! સારું તો તો ફક્ત બસોમાં કરી આપીશ, પણ તેને લેવા મોસમી ફોઈને જ મોકલજે હો !" મયંકે ખુશ થતા કહ્યું.

        તિમિરને નવાઈ લાગી, આટલા બધા રૂપિયા ઘટાડી નાખ્યા, કેમ ? અને ફોઈને કેમ રૂબરૂ બોલાવે છે ? કેટલીક વાતો ક્યાં બધાને સમજાય તેવી હોય છે. તેણે વિચાર કરતા કહ્યું, "સારું કાલે કેટલા વાગે મોકલું ?"

        "બપોરે ત્રણ વાગે મોકલજે. બપોરના એકાંતમાં દુકાનમાં શાંતિથી વાત થાય એટલે વિચારીને મયંકે કહ્યું. મોબાઈલને ખોલતા મયંકના મનમાંથી દશ વરસ ઉડી ગયા, અને તે બાવીસ વરસનો કોલેજીયન બની ગયો.

       

        રાજકોટની એમ.વી.આર્ટસ કોલેજના સેકન્ડ બી.એ.નાં વર્ષમાં તેના ક્લાસમાં સુંદર દેખાવડી મૌસમીનું આગમન થયું. બધા છોકરાઓનું ધ્યાન મૌસમી તરફ ખેંચાયું, પણ મૌસમી તો કોઈની સામે નજર પણ નાં કરે. મયંક દેખાવડો અને હાઈટ બોડી વાળો યુવાન હતો. વેલેન્ટાઈન ડે પર મયંકે સુંદર ફૂલોનો બુકે આપતા કહ્યું, તું મારી વેલેન્ટાઈન બનીશ ? પણ મૌસમી જવાબ આપ્યા વગર જતી રહી. તેના પપ્પા રાજકોટ સોની બજારમાં મોટી જવેલરીની દુકાન ધરાવતા હતા. કરોડોનો વેપાર હતો. દશ માણસોનો સ્ટાફ હતો. જયારે મયંકનાં પપ્પાનો ભક્તિનગરમાં પાનનો ગલ્લો હતો. સામાન્ય વેપાર હતો, માંડ ઘરનો ખર્ચો કાઢતા.

        અને તેને એ અષાઢી સાંજ યાદ આવી ગઈ. જોરદાર વરસાદ અને પવન સાથે કોલેજ છૂટી, પણ મૌસમીને લેવા ગાડી ન આવી શકી. તે રોડ પર ચાલવાં લાગી.અચાનક પાછળથી બે લફંગાઓ તેનું પર્સ ઝુંટવીને દોડવા લાગ્યા. મૌસમીએ બુમો પાડી, "ચોર, ચોર" પાછળ જ બાઈક પર મયંકે આ જોયું અને બાઈક ભગાવી લફંગાની પાછળ ! બાઈકના એક જ ધક્કાથી મવાલી પડ્યો, તેના હાથમાંથી પર્સ દુર ફેંકાઈ ગયું. મયંક દોડીને તે લઇ લીધું, ત્યાં તો બીજા મવાલીએ તેને મોં પર જોરદાર ફેંટ મારી. મયંકનો દાંત તૂટી જતાં લોહી વહેવા લાગ્યું. લોકો મારામારી જોઈ દોડ્યા અને મવાલીઓ પલાયન થઇ ગયા.

        મયંકે ખુબ જ નમ્રતાથી મૌસમીને પર્સ આપતા કહ્યું, " સાચવજો. "તેના મોંમાંથી લોહી નીકળી રહ્યું હતું. મૌસમી તેની સજ્જનતા, હિંમત અને બહાદુરી પર ફિદા થઇ ગઈ. પછીથી તો બંને કોલેજમાં સાથે ને સાથે ફરવા લાગ્યા. તેમની જોડી આખી કોલેજમાં પ્રખ્યાત બની ગઈ.

        મયંકે આ વરસે વેલેન્ટાઇન ડે પર છ મહિના સુધી બચત કરી સુંદર મોબાઈલ ખરીદ્યો તેના પાછળ તેણે દિલથી "વિથ લવ" કોતરાવ્યું અને કાળું કવર ચડાવી મૌસમીને આપતા પ્રેમનો એકરાર થઇ ગયો. સાંજે બંને ઉપડ્યા પિક્ચર જોવા, પણ બહાર નીકળતા રોડ પર તેમને મૌસમીના પપ્પા જગમોહનભાઈ જોઈ ગયા.

        વાત ઉડતી ઉડતી પહોચી તો હતી જ, મૌસમીના પિતા જગમોહનભાઈ પાસે. એક પાનવાળાના છોકરાના પ્રેમમાં પાગલ મૌસમી પર એ સાંજે તે બહુ જ ગરમ થઇ ગયા. તરત જ તેમણે મૌસમીને તેના મામાને ઘેર અમદાવાદ મોકલી દીધી. ત્યાં ને ત્યાં એવન જ્વેલરના એકમાત્ર પુત્ર મનીષ સાથે તેના ઘડિયા લગ્ન કરી દીધા.

        મયંકે આખા રાજકોટમાં બહુ તપાસ કરી, જાણવા મળ્યું કે તેને અમદાવાદ મામાને ઘેર મોકલી દીધી છે, પણ કોઈએ તેને મૌસમીનું એડ્રેસ કે નવો મોબાઈલ નંબર ન આપ્યા. મયંકે પણ તેની શોધમાં રાજકોટ છોડી અમદાવાદમાં ધામા નાખ્યા. આટલા મોટા અમદાવાદમાં મૌસમીને શોધવી ક્યા ? તેણે આઈ. ટી. આઈ. માં મોબાઈલ રીપેરીંગનો કોર્ષ કરી નાની દુકાન રીલીફ રોડ પર ખોલી. દરરોજ સાંજે તે દુકાન બંધ કરી જુદાજુદા એરિયામાં શોધ કરતો, પણ એડ્રેસ વગર મૌસમી મળે કઈ રીતે ? એમને એમ દશ વરસ વીતી ગયા. મયંકની આશા છૂટવા લાગી. તેને ઘરેથી પણ લગ્ન માટે દબાણ વધતું ગયું. મયંક નિરાશ થઇ ગયો, પણ તે બીજું કોઈ સાથે લગ્ન કરવા તૈયાર ન થયો તે ન જ થયો. અચાનક મૌસમીની ખબર મળી જતા તે ખુશ થઇ, તૈયાર થઇ દુકાનમાં બેઠો ત્રણ વાગવાની રાહ જોતો ઉંચો નીચો થઇ ગયો. ત્યાં તો દુરથી મૌસમીને જોઈ, નબળી, અશક્ત, સફેદ સાડીવાળી મૌસમીને જોઈ ચમકી ગયો. મૌસમી પણ મયંકને ઓળખી જતા રડી પડી. "શું થયું? આમ સફેદ સાડીમાં કેમ ?" મયંકે પણ રોતલ અવાજે પુછ્યું.

        મારા પપ્પાએ તત્કાલ મને અમદાવાદ મોકલી મનીષ સાથે લગ્ન કરાવી દીધા, પણ તે દારૂડિયો નીકળ્યો. લીવર ફેઈલ થવાથી તેનું બે મહિના પહેલા મોત થઇ ગયું. સાસરેથી હું મારા ભાઈને ઘેર આવી ગઈ. પણ તારી યાદમાં આ મોબાઈલને જોતા જ તારી યાદથી ઉત્તેજિત થઇ જતી. એમાંને એમાં મેં ગુસ્સામાં તેને પાણી ભરેલી ડોલમાં ફેંકી દીધો અને તે ચાલતો બંધ થઇ ગયો." કહેતા તે ખુલ્લા દિલે રડી પડી.

        "બહુ સારું થયું, આ મોબાઈલે જ આપણો મેળાપ કરાવ્યો. તને શોધવામાં મેં દસ વરસ કાઢી નાખ્યા. હું હજી તારી યાદમાં કુંવારો છું અને તને અપનાવવા તૈયાર છું." કહીને મયંકે તેનો હાથ પકડી લીધો. મૌસમી પણ ખુશ થઇ ગઈ. લગ્ન પછી ડ્રોઈંગરૂમનાં શોકેસમાં બંનેએ તે મોબાઈલને સાચવીને મુકેલ છે, અને દરેકને તે બતાવી દિલથી ખુશ થાય છે. વાહ મોબાઈલ વાહ ! તે તો બે વિયોગી પ્રેમીઓનો મિલાપ કરાવી દીધો.

લાસ્ટ સ્ટ્રોક : કેટલીક વખત અનાયાસે મનગમતું કામ થઇ જાય છે, તેથી નિરાશ થયા વગર કર્મ કર્યાં કરો.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

મોબાઇલથી મિલન - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories