જોયું, આને કહેવાય દોસ્તી
-----------------------------------------------------------------------------------------------------------------------------
ન્યુયોર્કથી અમદાવાદ વાયા મુંબઈની ફ્લાઈટ લેઈટ
હતી. સાંજે સાડા સાત વાગે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા પછી નીરજ અને નમન થાકી ગયા
હતા. તેમણે એ.સી. ઉબેર બોલાવી અને સીધા આશ્રમરોડની રેડ ડાયમંડ હોટલ પર પહોચી ગયા. તેમણે
અમેરિકાથી જ ઓન લાઈન સ્યુટ રૂમ બુક કરાવી હતી.
રૂમમાં પહોચતા જ અંદરથી ભેજની વાસ આવી રહી હતી,
બેડ પણ વ્યવસ્થિત નહોતો. નમને તરત જ બેલ મારી રૂમ સર્વિસબોયને બોલાવ્યો.
"યસ સર, શું સેવા કરી શકું ?" હોટલ
બોયે પુછ્યું.
"આ બેડ પણ વ્યવસ્થિત નથી, રૂમમાંથી ભેજની
ગંદી વાસ પણ આવે છે." નમન ગુસ્સે થઇ બોલ્યો.
"સર, હું તાત્કાલિક બીજા રૂમ માટે વ્યવસ્થા
કરું છું." બોયે કહ્યું.
"જા તારા ઇનચાર્જ ને બોલાવી લાવ. અમારે
કમ્પ્લેન કરવી પડશે."
"હું અમારા ઇનચાર્જ તેજસ સર ને બોલાવું
છું." કહીને બોય ગયો.
પાંચ મીનીટમાં તેજસ રૂમમાં આવી માફી માંગતા
બોલ્યો. "સર, હું રૂમની વ્યવસ્થા કરું છું." પણ તે નીરજ અને નમનને જોઈ
ખચકાઈ ગયો. નમન પણ તેજસ ને જોતો જ રહી ગયો.
તેજસ વિચારવા લાગ્યો, આટલા અમીર એનઆરઆઈ દોસ્તો જોડે હું ઓળખાણ કાઢીશ, તો બધા તેના પર હસવા લાગશે, આવી ઔકાતનો દોસ્ત !!
તેજસે દોડાદોડી કરી બીજા ફ્લોર પર સરસ સ્યુટની વ્યવસ્થા કરી આપી. તેજસ બન્ને અતિતિથીઓને ઓળખી ગયો. વિચારમાં તે પંદર વરસ પહેલાની વિદ્યાર્થી અવસ્થામાં પહોચી ગયો. તેની સ્કુલમાં એક જ બેંચ ઉપર બેસતા તેના સ્કુલમિત્રો અત્યારે આટલી મોંઘી સ્યુટમાં અમેરિકાથી પ્રવાસી તરીકે આવ્યા હતા. તેજસના પપ્પા સામાન્ય કટલરી નાની દુકાન ચલાવતા. અચાનક તેમનું હાર્ટઅટેકથી અવસાન થતા, તેજસને દુકાન સંભાળવા અભ્યાસ છોડવો પડ્યો. ફક્ત દશ ધોરણ પાસ તેજસને બીજી કોઈ નોકરી મળે તેમ ન હતી. બે વરસમાં દુકાનમાં ખોટ જતા બંધ કરવી પડી. મહિના પછી હોટેલના માલિકની ઓળખાણ તેના કાકાએ કાઢી, તેને માંડમાંડ રેડ ડાયમંડ હોટેલમાં રૂમ સર્વિસની નોકરી મળી, અને ધીમે ધીમે ઇનચાર્જ બની ગયો.
નીરજ અને નમનના પપ્પા પહેલેથી જ ઉદ્યોગપતિ હતા.
પૈસાના જોર પર બન્ને અમેરિકા જઈ ખુબ કમાયા હતા, અને હવે ઇન્ડીયામાં અમદાવાદ
ગાંધીનગર હાઈવે પર મોટી ફાઈવસ્ટાર હોટલ શરુ કરવા જ આવ્યા હતા.
તેજસને બન્ને મિત્રોને પોતાની ઓળખાણ આપતા શરમ
આવતી હતી. શું મોં લઈને ઓળખાણ કરે ? સાવ આવી હલ્કી જોબ ? તેથી તે મોઢું
છુપાવીને નીચી મુંડી રાખીને વાત કરતો.
તેજસ ભણવામાં હોશિયાર હતો. ત્રણે સાથે વાચતા હોય,
તો તેજસ સહુથી પહેલા જવાબ લખી કાઢતો. નમન અને નીરજ તેની પાસેથી ગણિત અને ફીઝીક્સ
શીખતા. દાખલા અને સમીકરણો પર તેજસની માસ્ટરી હતી. નમન કહ્યા કરતો, આપણે ત્રણ મોટા
થઈને પણ સાથે જ બીઝનેસ કરશું, કમાઈશું, તેજસ તું અમને કોલેજમાં પણ આવી જ રીતે
શીખવાડતો રહીશ ને ! અમે તારો સાથ ક્યારેય છોડીશું નહીં.
પણ સંજોગો અને સમય આગળ હોશિયારી ક્યાં કામ આવે
છે ? અત્યારે પણ તેજસ બન્ને સાહેબોની સવલતો સાચવતો, યસ સર, યસ સર, કહ્યા કરતો, પણ
પોતાનો ચહેરો અને ઓળખાણ છુપાવતો.
ત્રણ દિવસમાં નીરજ અને નમનનું કામ પૂરું થતા
ચેકઆઉટ સમયે તેમણે રૂમ સર્વિસ બોયને, આયાને, અને વેઈટરને બોલાવી પાંચસો, પાંચસો
રૂપિયા ટીપ આપી. દુર ઉભો તેજસ જોયા કરતો હતો. મનમાં બબડ્યો મેં આટલી સેવા કરી , પણ
ટીપ કાંઈ નહીં ! શું થાય ? જેવું નસીબ ! તો પણ સોજન્ય દાખવી તેજસ બન્નેને મુકવા
ટેક્સી સુધી ગયો. બન્ને ઉપડી ગયા, પછી વિચારે ચડ્યો, કેવા દોસ્તો છે, મને ઓળખ્યો જ
નહીં! પૈસા આવતા, ડોલર વરસતા માણસો જૂની દોસ્તી, જુના સંબંધો બધું ભૂલી જાય !
સુદામાને તો તેના બાળપણના મિત્રએ આવકારી કેટલી બધી આગતા સ્વાગતા કરી હતી !
તે પાછો આવતો હતો, ત્યાં આયાએ આવી એક કવર
આપ્યું, "પેલા બન્ને સાહેબો તમને આપવાનું કહી ગયા છે."
તેજસ કવર ખોલી અંદરનો પત્ર કાઢી વાંચતા ખચકાઇ
ગયો.
"તેજસ્યા, તું અમારાથી ઓળખાણ છુપાવી દુર
ભાગે છે, પણ અમે બન્ને તને પહેલે દિવસે જ ઓળખી ગયા હતા. પણ બધાની વચ્ચે તારું
અપમાન અને નીચાજોણું ના થાય, એટલે અમે પણ ઓળખતા જ નથી, એવો દેખાવ કરતા રહ્યા.
સ્કુલમાં આપણે સાથે ને સાથે રમતાં, જમતાં અને વાંચતા, એ બધું ભુલાઈ કઈ રીતે ?
દોસ્ત, અમે અહીં હાઈવે પર સેવન સ્ટાર હોટલ શરૂ
કરવા જ આવ્યા હતા. કુલ એકસો વીસ કરોડનું રોકાણ અને સાઈઠ લકઝરીયસ રૂમની હોટલ આવતા
મહીને ચાલુ થઇ જશે. તને ટીપ ન હોય તેજ્સ્યા ! આપણે તો સાથે રમીને ભણીને મોટા થયા
છીએ. અમને તારી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો હતો. તારા પપ્પાના ગુજરી જવાથી તારે
ભણવાનું છોડી દેવું પડ્યું હતું, તેની અમને ખબર છે. તું મહેનત કરીને ગુજરાન ચલાવે
છે. કોઇપણ કામ નાનું કે હલકું નથી હોતું, દોસ્ત!
તેથી આ અમારી પેરેડાઈઝ હોટલના જનરલ મેનેજર તરીકે
એપોઇન્ટ કરેલ છે, બીજા કાગળમાં એપોઇન્ટમેન્ટ લેટર છે. પગાર મહીને ત્રણ લાખ રૂપિયા
ઓછા પડે તો કહેજે, વધારી દઈશું. આપણે તો જોડે રીસેસમાં લંચ ખાનારા છીએ. છ મહિના
પછી અમે આવીએ, ત્યારે આપણે સાથે લંચ કરીશું. પછી તો એક મેનેજરની ઓળખાણમાં મો નહીં
છુપાવાયને ! લી. આપણી સ્કુલના જીગરી દોસ્તો - નીરજ અને નમન
પત્ર વાંચતાં તેજસની આંખોમાંથી ગંગા જમના વહેવા
લાગ્યા. સુદામાને ઘેર પહોચી ઝુપડીને બદલે મહેલ જોઈ આંનદ થયો હતો, તેનાથી પણ વધારે
આનંદથી તેજસ ઝૂમી ઉઠ્યો. તે બોલ્યો, "વાહ, દોસ્તો, વાહ ! આજ સાચી
દોસ્તી!"
લાસ્ટ સ્ટ્રોક :- બચપણની દોસ્તી મોટા થઈને
પણ, સ્ટેટસનું અભિમાન રાખ્યા વગર નિભાવી જાણે એ જ સાચા દોસ્તો, આવા દોસ્તોથી જ
સમાજ ગર્વ અનુભવે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
જોયું, આને કહેવાય દોસ્તી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories