મોના બચી ગઈ
-----------------------------------------------------------------------------------------------------------------------------
ઉનાળામાં વેકેશન ચાલુ થતાં જ ટ્રેનો અને એસ.ટી બસોમાં
ભીડ ઉભરાવા લાગી હતી. કોલેજના ત્રીજા વરસમાં ભણતી મોના પણ પોતાને ઘરે જવા તૈયારી
કરવા લાગી. અમદાવાદની ડેન્ટલ કોલેજમાં તે અભ્યાસ હોસ્ટેલમાં રહીને કરી રહી હતી. પેપરો
સારા જવાથી મોના ખુશ હતી. હાશ ! હવે એક જ વરસ બાકી છે, પછી તો તે ડેન્ટીસ્ટ બની
જવાની હતી.
તેનું ગામ સાબરકાંઠા જીલ્લામાં હિમતનગરથી આગળ
હતું, ત્યાં માત્ર રાજ્યની એસ.ટી. બસ જ જતી. મોના તેના માબાપનું એકનું એક સંતાન
હતી. તેના બાપાને ગામમાં જમીન અને ખેતી હતા. મધ્યમ વર્ગીય સુખી નાનું કુટુંબ હતું.
ઘરે જવાના આનંદમાં તેણે પપ્પાને મોબાઈલ જોડ્યો.
"હલ્લો, પપ્પા કેમ છો ? મજામાં, મમ્મી કેમ છે ?"
"બેટા, મજામાં, પેપરો કેવા ગયા છે ?"
પપ્પાએ પુછ્યું.
પપ્પા, સરસ ગયા છે, ચોક્કસ પાસ થઇ જઈશ. હવે ઘરે
આવું છું, વેકેશન પડી ગયું છે"
"ક્યારે આવે છે ?" પપ્પાએ પુછ્યું.
"શનિવારે બપોરની એસ.ટી. માં અહીંથી નીકળીશ.
પણ આપણું ગામ આવતાં રાત પડી જશે. તમે લેવા આવશો ને ?" મોના બોલી.
"હા,હા, કેમ નહીં ? તારી બસ આપણા ગામ નજીક
આવે ત્યારે મોબાઈલથી જાણ કરી દેજે."
એસ.ટી. સ્ટેન્ડ પર પણ સારી એવી ભીડ હતી. તે માંડ
માંડ ચડી અને સીટ મેળવી બેસી ગઈ. આખી બસ મુસાફરોથી ફૂલ હતી. બસ ચાલુ થતા તેણે
ચારેય તરફ નજર ઘુમાવી. બે સીટ છોડીને બેઠેલો એક યુવક તેને તાકી રહ્યો હતો.
કસાયેલું શરીર, ઘઉંવર્ણો વાન, આકર્ષક ચહેરો અને
શાંત પણ ગંભીર ચહેરો એ યુવકને મક્કમ લુક આપી રહ્યા હતા. તે જાણે મોનાને કઈ કહેવા
માગતો હોય તેમ હોઠ ફફડાવી રહ્યો હતો.
મોનાને પહેલી નજરે તો પોતાને તાકી રહેલો યુવક
ગમવા લાગ્યો, પણ પછી ખ્યાલ આવ્યો, આવા જ છોકરાઓ ગભરૂ છોકરીઓને પ્રેમની જાળ માં ફસાવી દે છે, અને તેણે
નજર ફેરવી લીધી.
એસ.ટી. અમદાવાદથી હિમતનગર હાઈવે પર દોડી રહી
હતી. અડધા કલાક સુધી મોના તેના મમ્મી પપ્પાને યાદ કરતી ખુશ થઇ ગઈ. મને છ મહીને
જોઇને બન્ને કેટલા ખુશ થશે? સ્ટેન્ડ આવતાં બસની સ્પીડ ઘટતાં તેના વિચારો તૂટી ગયા.
પાછી તે મનથી બસની અંદર આવી ગઈ. અચાનક તેની નજર પાછળ જતા, તે યુવક તેને જ તાકી
રહ્યો હતો. હવે મોના ગભરાઈ નક્કી આ યુવક મને ફસાવવા પેંતરા કરી રહ્યો લાગે છે.
આટલું બધું મને ઘુરવાની શી જરૂર છે ? તેણે નજર હટાવીને આગળ જોવા લાગી.
મોના હવે તે યુવક વિશે જ વિચારવા લાગી. તેણે
સાંભળ્યું હતું કે આવા અજાણ્યા યુવકો જ યુવતીને લલચાવી રસ્તામાં એકાંતનો લાભ લેતા
હોય છે. તેણે વિચાર્યું, હું તો મારું ગામ આવતા ઉતરી જઈશ, પછી મારે ગભરાવાની શી
જરૂર છે ? પાછા પપ્પા પણ લેવા આવવાના જ છે ને !.
દહેગામ આવતા બસ ઉભી રહી. તેણે નીચે ઉતરવું કે
નહીં, એ જ વિચારતી હતી. પણ પાછળ જોતા પેલો યુવક તો હજી તેની તરફ તાકી રહ્યો હતો.
તે ગભરાઈને બેસી ગઈ. તેણે વિચાર્યું, જવા દેને ! અહીં ચા પીવા નથી ઉતરવું.
ત્યાં તો તેની આગળની સીટમાં તેના જ ગામનો યુવક
પ્રતિક ચડ્યો. તેને હિમત આવી, હાશ ! બસ ચાલુ થઇ ગઈ.
તેણે ધીમેથી બુમ પાડી "હાય પ્રતિક ! કેમ છે
?" પ્રતિક મોનાને જોતા જ ખુશ થઇ ગયો. તેની સાથે જ શાળામાં ભણતી મોના તેને ખુબ
ગમતી. પણ તે મોનાને પોતાનો પ્રેમ જતાવવાની હિમત કરી ના શક્યો. આ તો સામેથી મોના
બોલાવે છે. વાહ, વાહ ! મારા નસીબ ખુલી ગયા. તેણે પણ ખુશ થઈને "હાય મોના
" કહ્યું.
તેની બસ હિંમતનગર આવી ત્યારે અંધારું થવા આવ્યું
હતું. ત્યાતો મોનાનો મોબાઈલ રણકી ઉઠ્યો, "મોના, તારા પપ્પાને પથરીનો સખત
દુઃખાવો ઉપડ્યો છે, તે તને લેવા નહીં આવી શકે. તું સાચવીને આવી જજે, બેટા."
"સારૂં" મોનાએ કહ્યું, પણ સ્ટેન્ડથી
તેનું ગામ દોઢ કિ.મી. અંદર હતું, વચ્ચેનો રસ્તો એકાંત અને વેરાન હતો. મોના ગભરાવા
લાગી.
તેનું ગામ આવતા મોના ઉભી થઇ, પાછળ પેલા યુવક પણ
ઉભો થયો હવે મોના ગભરાઈ. રાત અમાસની હોવાથી કાળી ડીબાંગ બની ગઈ. એકાંતવાળા રસ્તે
તે ઉતરી અને સામેથી પ્રતીકને બોલાવી તેની સાથે વાતો કરવા લાગી. તેને તો સામેથી
એકાંતમાં મોનાનો સંગાથ મળી ગયો હતો. પ્રતીકને તો ક્યારનો મોનાને લપટાવવાના જ
વિચારો આવતા હતા.
આગળ જતાં એકાંત આવતાં પ્રતીકે મોનાનો હાથ પકડી
લીધો અને છેડવા લાગ્યો. મોના હડબડાઈ ગઈ, "પ્રતિક, આ શુ કરે છે ?" પ્રતિક
હસ્યો, "હું ક્યારનો તને ચાહતો હતો, પણ આજે આવી તક જવા ના દેવાય. ચાલ
એકાંતમાં અંધારાનો લાભ લઇ આનંદ કરીએ."
મોના ગભરાઈ, પ્રતિક મોનાને દબોચી આગળ વધવા ગયો,
ત્યાં પાછળથી એક જોરદાર ફેંટ તેના ચહેરા પર પડી. પેલો અજાણ્યો છોકરો પ્રતીકને બે ફેંટ મારતાં પ્રતિક
ભાગી ગયો. તે વિચારતો રહ્યો, આ કોણ અજાણ્યો માણસ મોનાની મદદે આવી ગયો.
"બહેન, મારૂ નામ શરદ છે. હું અહીં બાજુના
ગામમાં જ રહું છું. મને આ યુવક પર શંકા હતી જ, તેથી હું એક સ્ટેન્ડ વહેલા ઉતરી
ગયો." શરદે પોતાની ઓળખાણ આપતા કહ્યું.
મોના થરથર ધ્રુજી રહી હતી. "બહેન, મારી
નાની બહેન માનસી નો ચહેરો અસ્સલ તારા જેવો જ હતો, હું તેને બહુ જ ચાહતો, પણ તેના
પર બળત્કાર થતાં જ તેણે આત્મહત્યા કરી લીધી. મને તું મારી નાની બહેન જેવી જ લાગી,
એ કહેવા જ હું તક શોધી રહ્યો હતો. હવે તારે ગભરાવાની કોઈ જરૂર નથી, તારો ભાઈ તારી
સાથે જ છે." શરદે પ્રેમથી કહ્યું.
તેણે મોનાની બેગ લઇ લીધી, અને તેના ઘર સુધી મૂકી
ગયો. મોનાને અચાનક ભાઈ મળ્યાના આનંદથી આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહયાં હતા. તેણે
શું ધાર્યું અને શું બની ગયું? જીવનમાં કેટલીક વખત કેટલું બધું અણધાર્યું બની જાય
છે !
"હવે આ નાની બહેનને મળવા આવતા રહેજો,
શરદભાઈ." મોનાએ રડતાં અવાજે કહ્યું.
"ચોક્કસ આવીશ, બહેન, તારા દરેક પ્રસંગ હાજર
થઇ જઈશ. રાખડી બંધાવવા પણ આવીશ." કહેતા શરદ ચા પીને ઉભો થયો. મોનાના માબાપ પણ
રડતી આંખે તેને જોઈ રહ્યા.
લાસ્ટ સ્ટ્રોક : પહેલી નજરે જ કોઈ પણ
વ્યક્તિ માટે સારી કે ખરાબ ધારણાઓ બાંધવી નહીં. સમય જતાં જ સાચા-ખોટાની ખબર પડી
જાય છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મોના બચી ગઈ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories