સંસારત્યાગ - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
’’અનુરાગ, તું તો એવો ને એવો જ રહયો, દશ મિનિટ માટે પણ બેબીને સાચવી નથી શકતો, અને રડાવ્યા કરે છે.’’ અનુરાધા છણકો કરતાં બોલી.
શું જવાબ આપવો એજ અનુરાગને સુઝયુ નહી.
બારબાર વરસના લગ્નજીવન થી અનુરાગ હવે કંટાળી ગયો હતો. પોતાની સરસ ચાલતી પ્રોવીઝનની દુકાન, સુંદર શુશિલ, કહયાગરી પત્ની અનુરાધા અને ચાર વરસની પ્યારી દિકરી આરીયા બધુ જ સરસ હોવા છતાં જાણે કે તેને જીંદગીથી કંટાળો આવતો હતો.
પાત્રીસ વરસની જીંદગીમાં કેટલાં કાળા ધોળાં, ટેક્ષા બચાવવા સાચું ખોટું, સંસાર ચલાવવા કરવી પડતી દિવસ રાતની મહેનતથી તે ઉબાઈ ગયો હતો. આટલા બધાથી કયારે છુટકારો થશે ? મોક્ષનો માર્ગ કયારે મોકળો થશે. મોત પછી હું ભગવાનને શું જવાબ આપીશ?
માણસને એક સરખું સુખ મળતું હોય તો પણ કેટલીક વખત તે દુ:ખી કેમ થતો હશે?
ધીમેધીમે તેને સંસાર અસાર લાગવા માંડયો હતો. દુનિયા નાશવંત લાગવા લાગી હતી. ભોગ વિલાસની જીંદગી જાણે કે બોજ બની ગઈ હતી. તેની પત્ની પણ આ બદલાવથી ચિંતિત હતી.
શ્રાવણ મહિનાના સોમવારે સવારે તે સુખાનંદ બાબાના આશ્રમમાં પહોચી ગયો,ત્યારે બાબાનું વ્યાખ્યાન ચાલુ હતું. અનેક કરોડપતિઓ અને રાજકારણીઓ શિશ નમાવીને ગુરૂજીને પગે લાગતા હતા. મહાત્માજી ભોગવિલાસ, રાગદ્ઘેષ, મોહમાયા ત્યાગ કરી સંયમવાળું યૈાગિકજીવન માટે અનુરોધ કરી રહયા હતા.
અંદરથી સુંદર ફરાળી પકવાનોની સુગંધ, સુંદર ફળોના ઢગલા, ખુશનુમા સુગંધિત ધાર્મિક વાતાવરણથી અનુરાગ અભિભુત થઈ ગયો.
બાબાએ વાત આગળ ચલાવી રાજકુમાર સિધ્ધાર્થ રાજપાટ, મોહમાયા, ભોગવિલાસ વગેરે અનેક સુખો, પત્ની પુત્ર વિગેરે બધું છોડી તપ કરવાનો નિર્ણય કર્યો. રાત્રે આ બધું છોડતા તેમનો જીવ ચાલતો ન હતો, પણ મન મકકમ કરી એકજ ઝાટકે બધું છોડી ચાલી નીકળ્યા, જેને મહાભિનિષ્કમણ કહેવામાં આવે છે.
જંગલમાં જઈ વરસો સુધી અધોર તપ કર્યું અને અલૈાકિક જ્ઞાન મેળવી ભગવાન બુધ્ધ કહેવાયા.
અનુરાગ આ સાંભળીને ખુશખુશ થઈ ગયો. મારે પણ જીવનનો ઉધ્ધાર કરવા કંઈક કરવું જ પડશે, એમ વિચારતો તે દુકાને ગયો, પણ કામમાં તેનું મન લાગ્યુ જ નહી આજે રાત્રે જ મારે સંસાર ત્યાગ કરી, તપ કરવા સંન્યાસી બનવું જ પડશે.
રાત્રે વિચારમગ્ન પણ ઉદાસ ચેહરે જમતાં અનુરાગને જોઈ અનુરાધા વિચારમાં પડી ગઈ. ઉભા થતાં અનુરાગે આરીયા ને વહાલ કર્યું. જાણે કે હવે પછી મળવાનાજ ના હોય તેવા ચહેરાના ભાવ સાથે કહયું ’’તમે બંન્ને કાંઈ ભુલચુક થઈ હોય તો માફ કરજો.’’
અનુરાધા વિચારમાં પડી ગઈ, શેની માફી ? શું કરવા ધારે છે આ અનુરાગ ? પણ કાંઈ કહે નહીં તો શું ખબર પડે? શંકા કુશંકા ભરેલા મન સાથે બધા સુઈ ગયા. પણ અનુરાગને ઊંધ આવે કયાંથી?
રાત્રે સાડાબાર વાગે તે ધીરેથી ઉઠયો, ધરમાં હતા તે બધાં દશ હજાર રૂપિયા,બેંકના કાગળો, ચેકબુક, પાસબુક, દુકાનની ચાવી, ગાડીની ચાવી વિગેરે બધુંજ અનુરાધાની બાજુમાં ધીમેથી મુકી દીધું.
જવું ના જવું તેની ગડમથલ માં તે ગુંચવાઈ ગયો. પણ પત્નીની ટકટક, રોજની દોડાદોડ અને સાંસારિક જીવનનના કાળાધોળાથી કંટાળીને તે છુટવા માગતો હતો.
ચિઠ્ઠી લખવીકે નહીં તેની અસંમજમાં વિચાર્યું, ’’ત્રણ ચાર વરસ પછી મહાત્મા બનીને આવીશ, ત્યારે જ બધો ફોડ પાડીશ. અત્યારે કાંઈ લખવું નથી.’’
ભારે હૈયે રાત્રે એક વાગ્યે ઘર છોડી, ગિરના જંગલોમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો, પાલડીથી રાત્રે બે વાગ્યાની બસ પકડી પહોચીં ગયો જુનાગઢ. ચાલતાં ચાલતાં ભવનાથના મંદિરે પહોચ્યો, ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. મંદિરના ભાવિકોની ભીડનો લાભ લેવા તડકામાં પણ ભિખારીઓની લાઈન લાગી હતી.
એક આધેડ ઉંમરની આંધળી ભિખારણને પોતાની સાત આઠ વરસની દિકરી સાથે ભીખ માગી કરગરતાં જોઈ તેને પોતાની આરીયા યાદ આવી ગઈ .’’ આહા ! સંસારમાં કેટલા બધાં દુ:ખી માનવો છે, મારે કાંઈકતો કરવું જ પડશે.
સારા ઘરની ભિખારણ લાગતી હોવાથી તેની બાજુમાં બેસીને તેને પૂછયું’’ શું થયું બેન આટલી નાની દિકરીને લઈને દુ:ખી થઈ ભીખ કેમ માગે છે?’’
ટગરટગર થતી બેબસ આંખોમાંથી ટપક ટપક આંસુ નીકળી ગયા. ’’શું વાત કરૂ ભાઈ, અમે સુખી ઘરના માણસો છીએ. આ બેબીના પપ્પાની સરકારી નોકરી હતી. સુખી સંસાર હતો, મારી પણ ડાયાબીટીસની દવાઓ ચાલતી હતી.’’
’’તો થયું શું ? ’’ અનુરાગને નવાઈ લાગી.
’’ભાઈ,એ જ કરમની કઠળાઈ છે ને ! આ બેબીના પપ્પાને ચાર મહિના પહેલા વૈરાગ્યનો રંગ લાગી ગયો. એક બાબાની જોડે અમને છોડીને હિમાલય જતાં રહયાં. બે મહિના બાદ અમને ખાવા પીવાના પણ ફાંફા પડવા લાગ્યા. મારી દવા બંધ થઈ જવાથી આંખો જતી રહી અને બેબીનું ભણવાનું રખડી પડયું. પેટ ભરવાના અને રહેવાના જ ઠેકાણાં ના હોય તો ભીખ માંગવા સિવાય કરવું શું? ’’ ભિખારણ જવાબ આપતાં હીબકે હીબકે રડી પડી.
અનુરાગ ચમકી ગયો. છ મહિના પછી મારી આરીયા અને અનુરાધાના પણ આ જ હાલ થશે કે શું ? તે વિચારે કાંપી ગયો. ખાધાં પીધા વગર એક કલાકની મથામણ પછી તેણે વિચાર બદલ્યો.મોક્ષાની વાત પછી પહેલાં મારા ઘરવાળાનું શું? બહુ મનોમંથન બાદ તેણે ફરી પાછી અમદાવાદની વાટ પકડી.
બીજા દિવસે સવારે સાત વાગે તે ધેર પહોંચ્યો ત્યારે તેની દિકરી અને પત્ની રડી રડીને અડધાં થઈ ગયાં હતા. સગાવહાલાં અને પડોશી ભેગા થઈને તેમને આશ્વાસન આપી રહયાં હતા.આરીયા તો તેના પપ્પાને જોતાં વેત વળગી પડી. સ્વર્ગ અને મોક્ષાનો એક સાથે અનુભવ થઈ ગયો.માંડમાંડ બધાને પાતે જુનાગઢ દર્શન કરવા ગયો હતો, તેમ સમજાવી બાથરૂમ ગયો, ત્યારે રેડીયો પર ગીત વાગી રહયું હતું.
’’ સંસાર સે ભાગે ફીરતે હો, ભગવાનસે તુમ કયા પાઓગે’’
સવારનો ભુલ્યો રાત્રે ઘેર આવે તો ભુલ્યો ના કહેવાય, એમ વિચારી અનુરાધા પણ હર્ષના આંસુ વહેવડાવી તેને ચોંટી પડી.
અનુરાગને ખ્યાલ આવી ગયો કે સંસારમાં રહીને પોતાની ફરજ નિભાવવી એપણ એક તપસ્યા જ છે ને ,પછી મોક્ષા અને સ્વર્ગ માટે સંસારત્યાગની જરૂર કયાં છે?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
સંસારત્યાગ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories