સારસ બેલડી -
સહેરના સૌથી
ધનવાન ગણાય તેવા શેઠ ગુણવંતરાય નો એકનો એક છોકરો સાહિલ કોલેજ પૂરી કરીને
ગ્રેજ્યુએટ થયો, કે તરતજ અનેક છોકરીઓના
માબાપ ની લાઇન લાગી ગઈ. સાહિલને આવા ગોઠવાયેલા લગ્નમાં કોઈ રસ નહતો. તેનેતો પસંદ
હતી અલ્લડ, બિન્દાસ,દેખાવડી, પણ નમણી છોકરીમાં, જે હજુ સુધી તેની નજરમાં આવી
નહોતી. કોલેજમાં હતો ત્યારે પણ છોકરીઓ તેની
આસપાસ લબડ્યા કરતી, પણ તેને આવી સામેથી લબડ્યા કરતી
છોકરીમાં જરાપણ રસ ના હતો. હજુ સુધી સાચો પ્રેમ એટલે શું,
તેની એને અનુભૂતિ થઈ નહોતી. લૈલા-મજનું, શિરીફરહાદ, હીરરાંઝા, આવા
અનેક પ્રેમીઓ ના નામ તેણે સાંભળ્યા હતા, પણ ખરેખર પ્રેમ
એટ્લે શું તેનો અહેસાસ હજુ સુધી તેને થયો ન હતો. પ્રેમની સાચી અનુભૂતિ માટે તેના
દિલમાં હતું, કે જેને જોતાં વેત દિલના તાર ઝણઝણી ઊઠે, મન નોમોરલો નાચવા લાગે અને દિલની ધડકન વધી જાય તેવી છોકરી જ તેના દિલની
રાણી બની સકશે.
એક દિવસ તેના પપ્પાએ ફાઇવસ્ટાર હોટલમાં તે
ગ્રેજ્યુએટ થયો તેના માનમાં મોટી પાર્ટી રાખી હતી. ગુણવંતરાયએ તેના દીકરાને કહ્યું
“ સાહિલ, બ્લ્યુ પેલેસ હોટલમાં આપણે ચારસો માણસોની
પાર્ટી રાખેલી છે, તેની તૈયારી માટે એક વખત હોટલમાં જઈને બધુ
ફિક્સ કરી આવ. ખર્ચની કોઈ ચિંતા નથી, પણ વ્યવસ્થા બરાબર હોવી
જોઈએ,આપણું નામ બગડે નહીં.”
“ઓકે,પપ્પા, હું હમણાં જ રૂબરૂ જઈને બધુ
નક્કી કરી આવું છુ.” સાહિલે જવાબ આપ્યો, અને હોટેલ જવા નીકળી
ગયો. રિસેપ્સન ટેબલ પર પહોચતાજ તેના દિલના તાર ઝણઝણી ઉઠ્યા. એક સુંદર યુવતી,
કે જેણે લાલ સાડી પહેરી હતી, મોટી ચમકદાર આખો, લંબગોળ મજાનો ચહેરો, દાડમની કાળી જેવા દાંત, લાલ ચટાહ હોઠ, જાણે સુંદરતા નું પેકેજ તેને આવકારી
રહ્યું હતું. “યસ, સર, હું આપની શું
સેવા કરી શકું ?” મીઠોમધૂરો અવાજ ! આહા ! સાહિલ તેને જોતો જ
રહી ગયો. હું જેના સપનાઓ જોતો હતો તે આજ
છે કે શું? બે મિનિટ તો તે કઈ બોલી જ ના શક્યો, પછી અચાનક યાદ આવતા બોલ્યો, “હું શેઠ ગુવંતરાય નો
પુત્ર છુ, આજે રાત્રે અમારી પાર્ટી ની વ્યવસ્થા જોવા આવેલ
છુ.”
“હા, હા, ચાલો તમને બધુ બતાવી દઉં,
જો કોઈ ફેરફાર હોય તો મને કહી દો, હું તે પ્રમાણે કરી આપીશ.
“કહીને તે છોકરી, સાહિલને પોતાની સાથે આવવાનુ કહી ચાલવા
લાગી. સાહિલ તો મદહોશ બની ગયો હતો,તેણે તરત પુછ્યું, “તમારું નામ શું છે?” “મારું નામ સુરુચિ છે, “તેને પણ કરોડપતિ બાપના એક ના એક બેટા સાથે
વાતો કરી,દોસ્તી કરવાની મજા પડી. ધીમેધીમે આ દોસ્તી જામવાં
લાગી.
સાહિલ અને સુરુચિ ની મહેનતે પાર્ટી ની
રંગત બદલી નાખી, ચારે તરફ વાહ, વાહ, થવા લાગી. સાહિલને પણ હવે દીવસરાત બસ સુરુચિના
જ સપના આવવા લાગ્યા. કોઈ ને કોઈ કારણ શોધી તે હોટેલ બ્લૂ પેલેસ પહોચી જવા લાગ્યો.
જાય ત્યારે સુરુચિ માટે કઈ ગિફ્ટ તો હોયજ. સુરુચિને પણ કરોડપતિ છોકરા જોડે દોસ્તી
સામે કોઈ વાંધો જ ન હતો. રોજ રોજ બહાર ફરવા તો જવાનુ જ અને ઉપર થી લટકા માં જુદી
જુદી ગિફટો પણ મળે, ટાઈમપાસ માટે આનાથી બીજું સારું શું હોય
શકે? સાહિલ તેને ખરા દિલથી પ્રેમ કરતો હતો, ત્યારે સુરુચિ માટે ફક્ત ટાઈમ પાસ કરવા સિવાય કઈ નહીં !બંને વચ્ચે
પ્રેમનો એકરાર તો થયોજ નહીં.
મહિનાથી સાહિલના વર્તનમાં ફેરફારથી તેની
મૉમને શક પડ્યો, “ શું વાત છે બેટા,કઈ પ્રેમનું ચક્કર તો નથીને ?” “ હા મમ્મી, તારી વાત સાચી છે, હું અને સુરુચિ એકબીજાના ગાઢ
પ્રેમમાં છીએ. “ કહેતા સાહિલનો ચહેરો લાલ થઈ ગયો.
“ અમારે હવે સુરુચિના માબાપને મળવું
પડશે. “ તેની મમ્મીએ કહ્યું અને બધી વિગત જાણી લીધી. બીજે જ દિવસે તેણે શુકન ની સાડી ખરીદી લીધી, અને સાંજે બધા ઉપડ્યા સુરુચિ ને ઘેર. સાહિલનો ઉમંગતો માતો
જ ન હતો. તે તો ભવિષ્યના સુરુચિ સાથે
સંસારના સપના જોવા લાગ્યો.
સુરુચિ ને ઘેર તેની મમ્મી જ હતી. તેણે
પૂછતા કહ્યું, “ સુરુચિ અને તેના પપ્પા તો સગાઈની
તૈયારી માટે ગયા છે,” આવતી કાલે તો તો તેની સગાઈ હોટેલના
મેનેજર સાથે થવાની છે, તમને ખબર નથી ?”
સાહિલ અને તેના માબાપ તો આ સાંભળી સડક થઈ ગયા. “ તમે બંને તો ખાલી મિત્રો જ હતાને!
તેને મેનેજર સાથે છેલ્લા એક વરસ થી પ્રેમ હતો. તમને કઈ કહયુજ નથી ?” તેની મમ્મીને નવાઈ લાગી.હવે કઈ પણ કહેવાનો કોઈ અર્થ નહતો. બધા વિલા મોં એ
પરત થઈ ગયા.
સાહિલનું દિલ તૂટીને ચૂરચૂર થઈ
ગયું. હવે તેને પ્રેમ, મહોબ્બત, ઈશ્ક, ના નામ થી જ નફરત થઈ ગઈ. કોઇપણ પ્રેમ નું નામ
લે તો તેને ગુસ્સો આવી જતો હતો. “આ દુનિયામાં પ્રેમ બ્રેમ જેવુ કઈ છેજ નહીં, આ બધુ જુઠ છે, ફરેબ છે, ધોખો
છે,” કહેતા કહેતા તેની આંખો લાલ થઈ જતી, ચહેરો ખેચાઈ જતો હતો. કોઈ પણ પ્રેમીપંખિડા ને જોઈ તે ગુસ્સે થઈ જતો, એટ્લે સુધી કે કોઈ પણ પ્રાણી કે પંખીને પ્રેમ કરતાં જુએ તો ગુસ્સે ભરાઈ
તેને મારવા દોડતો. એક દિવસ તેના ઘેર ચકાચકીને પ્રેમ કરતાં જોઈ તે બંને ને મારવા
દોડ્યો, પણ તેની માતાએ રોકતા ચકોચકી બચી ગયા, નહિતર એકનું મોત નક્કી હતું.
નિરાશ, ભગ્ન સાહિલને મૂડમાં લાવવા તેના મિત્રો તેને નળસરોવર લઈ ગયા. વહેલી
સવારમાં દુનિયાભર ના પંખીઓને જોવા સહુ હોડીમાં બેસી નીકળી પડ્યા. સરોવરની વચ્ચે એક
ટાપુ જેવી જગ્યામાં એક સારસ બેલડી એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી પ્રેમક્રીડા માં
મશગુલ હતું. તેને જોતવેત સાહિલ ગુસ્સે થઈ
ગયો, એક મોટો પથ્થર તેને મારવા ઉપાડી લીધો. તેના મિત્રો એ
બહુ રોક્યો, પણ સાહિલ માને તોને,એણે તો
પથ્થર મારી દીધો, માદા સારસને, માથામાં
જોરદાર ઘા વાગતા માદા તરફડીને નીચે પડી, અને એક મિનિટમાં
શાંત થઈ ગઈ. “ અરેરે સાહિલ, તે આ શું કર્યુ ?” બધા મિત્રો એ તેને ઠપકાર્યો, “ હવે નર તેના પ્રેમ
માં જીવ દઈ દેશે.”
“ખોટી વાત છે, પ્રેમ જેવુ કઈ હોય જ નહીં,એમાય આવા પંખીમાં તો નહીજ
“ સાહિલે પોતાનો બચાવ કર્યો.
સરોવરમાં ચક્કર મારીને પરત ફરતા જોયું, તો નર માદાની લાશ પાસે બેસીને પોતાનું માથું પટકી ચીસો પાડી
રહ્યો હતો, પાંચ મિનિટ માં તો લોહીલુહાણ નર સારસ માદાની બાજુમાજ
ફસડાઇ ગયો, અને તરફડી ને મૃત્યુ પામ્યો. બધાના મોં માથી
હાયકારો નીકળી ગયો, સાહિલ પણ પસ્તાઈ ગયો, “ અરેરે! મે આ શું કર્યું? મે એક પ્રેમી બેલડીને
ખંડિત કરી નાખી? આ નર સારસે મને પ્રેમ એટ્લે શું તે શીખવાડી
દીધું,” અને તેનું હ્રદયપરીવર્તન થયું.
હવે તે બધાને પ્રેમ નો સંદેશો આપતો
ફરે છે. અને કહે છે,” પ્રેમ જ જિંદગી નું
સર્વસ્વ છે. તેને તછોડશો નહીં. પ્રેમ વગરની જિંદગી નકામી છે. “
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
સારસ બેલડી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories