29 ઑક્ટોબર 2023

શ્ર્રધ્ધા -ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 શ્ર્રધ્ધા -ગુજરાતી ટૂંકી બોધ વાર્તા


જુલાઇ મહિનાની વરસાદી સાંજ અમદાવાદ એરપોર્ટ ઉપર નમવાની તૈયારીમા હતી.‘‘અમદાવાદ થી  દિલ્હી જતી ફલાઈટ તૈયાર થઈ ગઈ છે. ર્બોર્ડિંગ પુરૂ થવામાં છે.’’ તેવું એનાઉન્સ થયું કે એક નાની દશ વરસની બાળકી રીમાને, એકલી જોઈ બધા મુસાફરો  અચરજ પામી રહયા હતા.આટલી નાની બાળકીને એકલા ફ્લાઇટમાં ડર નહીં લાગતો હોય ?

પ્લેને ઉડાન ભરતા જ અંદર રહેલી એર હોસ્ટેસ આપતિજનક સમયે લેવાની તકેદારી અને દરવાજા પોતાના હાથની એકશન થી સમજાવી રહી હતી. બધા મુસાફરો વિચારતા હતા કે ફકત સવા કલાકની ઉડાનમાં શું આપત્તિ આવી પડવાની છે. રીમા તો એકલી નચિંત બનીને બધાને જોઈને સ્મિત આપી રહી હતી.

ભાવિના ગર્ભમાં શું છુપાયું છે. તે કોને ખબર પડે છે? ન જાણ્યુ જાનકી નાથે  સવારે શું થવાનું છે. હજુ તો પંદર મિનિટની ઉડાન થઈ હશે ત્યાં તો માઈકમાંથી  સુચનો ચાલુ થઈ ગયા.

‘‘દરેક જણા પોતાના સીટ બેલ્ટ ટાઈટ બાંધી દે, આપણું પ્લેન વાદળોની વચ્ચેથી મુસિબતમાં જઈ રહયું છે.’’ એર હોસ્ટેસની સુચનાથી આખા પ્લેનના દોઢસો મુસાફરો ગભરાઈ ગયા.

ત્યાં તો આંચકા સાથે પ્લેન ગડથોલા ખાવા લાગ્યું. પ્લેનનાં ક્રૂ મેમ્બરોએ ખતરાની જાણ કરતાં બધા મુસાફરો પોતપોતાના ભગવાનને યાદ કરવા લાગ્યા. મોતનો ડર દરેકના મુખ પર સ્પષ્ટ દેખાતો હતો.

એક માજી ને તો મોતના ડરથી છાતીમાં દુ:ખાવો ઉપડયો. બીજા એક કાકાને દમનો એટેક આવી ગયો. તેનો શ્વાસ ધમણની જેમ ચાલતો હતો. તેને ખિસ્સામાથી પંપ કાઢીને લેવાનો ચાલુ કરી દીધો.

દરેકની નજર સામે જ મોત ઉભું હતું. અંદર કોક પીટમાંથી પાઈલેટ કપુરે  જાહેરાત કરી 

‘‘સૌ સાવધાન રહેજો , આપણે કટોકટી ભર્યા સમયમાં પસાર થઈ રહયા છીએ, કયારે શું થશે તે કહેવાય તેમ નથી.’’

સહુ પ્રવાસી ના જીવ તાળવે બેસી ગયા. મનસુખભાઈ ને યાદ આવ્યું, ‘‘ તેમની કરોડોની મિલકત નું તેમણે હજું વસિયત જ નથી કર્યું, ને આમ અચાનક મરવાનું  આવે તો? ’’ તેમણે મનોમન નકકી કરી લીધું ધરે પહોચીને પહેલું કામ વીલ બનાવશે. ખન્ના સાહેબ વિચારતા હતા લોકરની ચાવી તો હું ધરમાં બધાને બતાવતા ભુલી જ ગયો છું, હવે કઈ થશે તો લોકર ખુલશે કઈ રીતે? માલતીબેન વિચારતા હતા, આમ અચાનક મોત આવી જાય તો, આવતા અઠવાડીયે મારા દિકરાના લગ્ન રખડી પડશે. વિમાનના  દરેક માણસ જાણે કે પોતાનો અંત નજીક છે તેમ વિચારી, હવે શું થશે તેની ચિંતા માં પડી ગયા હતા.

દરેક જણાં આંખો બંધ કરી ને ભગવાનને પ્રાર્થના કરી રહયા હતા, અમને બચાવજો, પ્રભુ અમને બચાવજો. મારીયાબેન તેના ગોડને, પોતાને બચાવી લેવા પ્રેયર કરી રહયા હતા તો સુખવિંદરસીંહ ગુરૂદ્રારા ના ગ્રંથસાહેબ ને યાદ કરી રહયાં હતા. હવે શું થશે, હવે શું થશેની ચિંતા દરેકના મગજને કોરી ખાતી હતી.

વિમાન હજુ પણ ગોઠમડા ખાતું હતું, ફકત નાનકડી રીમાં શાંત ચિત્તે આરામથી બેઠી બધાને જોઈ રહી હતી.

પંદર મિનિટના આવા હાલક ડોલક વિમાન અંતે વાદળમાંથી બહાર આવતાં શાંત થવા લાગ્યું.

હાશ બચી ગયાની લાગણી બધા અનુભવી રહયા. ધીમેધીમે વિમાન સ્થિર થતાં કોકપીટ માંથી સુચના આવી ‘‘હવે તમે સેઈફ (સુરક્ષિત ) છો, પોતાના સીટ બેલ્ટ છોડી શકો છો. ’’

મનસુખલાલ ,માલતીબેન, ખન્ના સાહેબ બધા એ હાશ અનુભવતાં રીમા સામે જોઈ પૂછયું ‘‘ તું તો એકલી આવી છે, તને બીક નો’તી લાગતી’’

‘‘ ના જરા પણ નહીં’’ રીમા એ જવાબ આપ્યો.

 ‘‘ કેમ? ’’ બધાને નવાઈ લાગી

        ‘‘મને  વિશ્વાસ હતો કે વિમાનને કાંઈ નહીં થાય ’’ રીમાએ નચિંતપણે જવાબ આપ્યો.

        ‘‘આટલો બધો વિશ્વાસ કેમ?’’ માલતીબેન ને નવાઈ લાગી.

        ‘‘કારણ કે આ વિમાનના પાઈલોટ મારા પપ્પા જ છે. મને અંદર મુકતાં તેણે કહેલું, કે હું તને દિલ્હી ઉતરીને લેવા આવીશ. એટલે ચોકકસ , વિમાનને દિલ્હી  સુધી લાવવાના જ હતા.’’ રીમાના ચહેરા પરનો વિશ્વાસ બધા જોઈ રહયા.

        પોતાના જીવનના ચાલક માટે જેને  આટલો બધો વિશ્વાસ હોય તેને બીક કયારેય લાગતી નથી. આપણે પણ આપણા જીવનનું  ચાલકબળ પરમ કૃપાળુ  પરમાત્માને સોંપી નિશ્ચિંત થઈ જઈએ, કે એ કયારેય અધવચ્ચે ડુબાડશે નહીં તેવા વિશ્વાસ સાથે, તો પછી મોતનો ડર કયાં રહેવાનો છે??

      વાત નચિંત બનીને પરમકૃપાળુ ભગવાનને જીવનની દોર સોંપીને સુખી થવાની છે, પરંતુ બેફિકરાઈ, આળસ, અસત્ય,બેવફાઈ,ગુનાખોરીથી જીવવાની નથી, તો ધ્યેયપ્રાપ્તિ કયારેય નહીં થાય, પછી તો ભગવાન પણ મદદે નહીં આવે.




If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 શ્ર્રધ્ધા  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories