અહેસાન -
ગુજરાત એક્ષ્પ્રેસ અમદાવાદનું સ્ટેશન છોડી ધીમે ધીમે ગતિ પકડી રહ્યો હતો.ઝાડ,ઘરો અને મકાનો જાણે પાછળ છુટી રહયાં હતા. ડબ્બામાં અપડાઉન કરનારાઓની ભીડ હતી.
ડબ્બામાં બારી પાસે બેઠેલી યુવતીને લોકો નીરખી રહયા હતા. ગોરોવાન, લાંબા વાળ,નકશીદાર નાક અને ચહેરો લેટેસ્ટ ફેશનના ગોગલ્સ અને શરીર પણ માપસરનું ઝીરો ફીગર બધાને આકર્ષવા પુરતું હતુ.
સામેની સીટ પર બેઠેલો અનુજ તેને તાકી રહયો હતો. નડિયાદની ઇનફ્રાટેક કંપનીમાં તે સોફ્ટવેર એન્જીનીયરની નોકરી કરી રહયો હતો.દરરોજ અમદાવાદથી નડિયાદ ટ્રેનમાં અપડાઉન તેનો એક વરસનો ક્રમ હતો.
કોલેજકાળ દરમ્યાન કોઈપણ યુવતીએ તેની સામે પણ જોયું નહોતુ,તેથી તે થોડો નર્વસ પણ હતો.ભારે નંબરના જાડા ગ્લાસના ચશ્મા, ખેડોળ ચેહરો, કાળો વાન અને ચીબુ નાકા કોણ તેની સામે જુએ ? કોણ તેને ભાવ આપે? સારી નોકરી મળ્યા પછી તેના માં બાપે પણ કન્યા શોધવા પ્રયત્નો કર્યા હતા,પણ હજીસુધી તો સફળતા મળી ન હતી.પણ હજુ યે અનુજે પ્રયત્ન છોડ્યાં નહોતા.
“ તમે અમદાવાદના છો? શું નામ છે?” અનુજે દાણા ફેકવા તે યુવતીને પૂછ્યું.
“ હે,મારૂ નામ અમી છે.અમદાવાદમાં જ પાલડી ચાર રાસ્તા પાસે જ રહું છું.” તે યુવતિ પણ જાણે ખુશ હતી.
આહ
! કેટલો મીઠો અવાજ છે?
અનુજ મનમાં વિચારતા,વિચારતા
અમીના પ્રેમમાં પડી ગયો.
“મારું નામ અનુજ છે, હું
પણ પાલડી ચાર રાસ્તા પાસેજ રહું છું.નડિયાદમાં
ઇનફ્રાટેક કંપનીમાં સોફ્ટવેર એન્જીનીઅર ની નોકરી
કરું છું.”
અનુજે મીઠા અવાજે કહ્યું.
“બહુજ સરસ ,આપણે નજીક જ રહીએ છીએ, એટલે મળતા રહીશું” અમીને પણ અનુજની વાતોમાં રસ પડી ગયો. મનોમન તેને પણ અનુજનો યુવાન અવાજ અને વાતચીતની રીત ગમવા લાગ્યા હ્તા.
“તમે શું ભણેલા છો?” અનુજે આગળ અંગત સવાલો ચાલુ કર્યા.
“મેં બારમાં પછી સંગીતનો કોર્સ કરેલો છે,અને હવે સંગીતના ગ્રુપમાં કાર્યક્રમો આપું છું” અમીએ જવાબ આપ્યો.
“અરે વાહ !પોતાના પગ ઉપર ઉભેલી આપકર્મી છોકરી મને ગમે છે”અનુજે તેની વાતને અનુમોદન આપ્યુ.
પછી બન્ને જણા અલકમલકની વાતો પર અડી ગયા.સંગીત તેના રાગ આલાપ ઉપર ચર્ચા ચાલી.પહેલીજ મુલાકાતમાં બન્ને એકબીજાને ગમવા લાગ્યા.
ત્યાંતો નડિયાદ સ્ટેશન આવવાનો સમય થઇ ગયો.અનુજ ઉભો થયો,“ચાલો,મારૂ સ્ટેશન આવી ગયુ.”
“મારે તો વડોદરા મારા મામાને ઘેર જવાનું છે.”અમી પોતાની સીટ ઉપર જ
બેઠી રહી.
અનુજ
ઉતરીને અમીને યાદ કરતો પોતાની ઓફિસે પહોંચી ગયો.વાહ,કેટલી
સુંદર છોકરી ! કેટલા મસ્ત અવાજ ! પછી
મારા જેવા બેડોળ ચહેરાવાળા ને પણ પ્રેમ કરે છે,પછી
શું જોઈએ?
અનુજે
રાત્રે ઘેર પહોંચી તેના મમ્મી-પપ્પાને અમીની વાત કરી. છેલ્લા
બે વરસથી કોઈ છોકરી હા જ નહોતી પાડતી,
આ છોકરી દેખાવડી પણ
છે અને છતાં અનુજને પસંદ કરે છે,એ સાંભળી તેના માબાપ ખુશ થઇ ગયા. તેના
મ્મ્મી તો ભવિષ્યમાં ઘેર સુંદર વહુ આવશે,તેના વિચારોમાં ખોવાઈ ગયા.
અનુજ
ખુબજ ખુશ હતો. મોડે મોડે પણ સારી છોકરી મળી છે,તે વિચારે તેનો આનંદ સમાતો ન હતો. તેણે તો મિત્રમંડળમાં પણ અમીની વાત કરવા માંડી.
બન્ને
જણા મોબાઈલથી એકબીજા સાથે પ્રેમાલાપમાં ખોવાઈ જતાં તો કલાક ક્યારે નીકળી જતો,તે
ખબર જ ન પડતી. હવે બન્ને એકબીજાને અમદાવાદમાં મળવા
અધીરા થઇ ગયા હતા.અનુજે ફોનમાં કહ્યું “કાલે રવિવારે આપણે સાંજે છ વાગે કોફી પીવા ભેગા થઈએ.” કોફી ડે
હોટલમાં સાંજે છ વાગે મળવાનો પ્રોગ્રામ નક્કી થઇ ગયો.
અનુજ
તો અધીરાઈમાં પોણા છ વાગે કોફીડે હોટલ પહોંચી બહાર આંટાફેરા મારી રહયો હતો. ખરેખર
છ વાગે ધીમે પગલે લાકડીને સહારે,ગોગલ્સ પહેરેલી અમીને આવતી જોઈ અનુજ
ભાગી પડ્યો. ”આરે
! આ તો પ્રજ્ઞાચક્ષુ છોકરી છે કે શું ? તેણે
દુરથી અમીને બુમ પાડીને બોલાવી “અમી, હું
અહીં જ તારી રાહ જોઉં છું.”
આમતેમ
ફાંફાં મારતી અમીને પાસે આવતાં જ અનુજે કહ્યું” તને બિલકુલ દેખાતું જ
નથી,એતો મને ખબર જ નહી.”
“ના,થોડાં
થોડાં પડછાયા જેવું દેખાય છે, બે વરસ પહેલાથી જ
આ બીમારી થઇ છે. આંખોની નસ સુકાવાથી ધીમે ધીમે બધું
દેખાવાનું ઓછું થતું ગયુ છે, હવે ફક્ત માણસોના પડછાયાજ દેખાય છે. ડોકટરે
ગોગલ્સ પહેરી રાખવા કહ્યું છે, પહેલી વખત ટ્રેનમાં મળ્યા ત્યારે પણ મેં
ગોગલ્સ તો પહેરેલા જ હતા,એટલે મને એમ કે તને ખબર હશે.” અમીએ રડવા જેવા અવાજે કહયુ .
“ કોઈ વાંધો નહી,ચાલો
કોફી પી લઈએ” અનુજે અમીને હાથ પકડીને ખેસાડી તેને
મનમાં વિચાર્યું,બીજું બધું તો સારું છે, તો
ઓછું દેખાય એમાં શું વાંધો છે? આમેય તે તો અમીને પહેલી નજરે પ્રેમ કરતો
હતો ને, તેણે પોતાના મનને મનાવી લીધું. તેણે
આગલા રવિવારે બન્નેના વડીલો ને મેળવી લગ્ન માટેનો ઈશારો કરી દીધો.
અમી
પણ પોતાની પરિસ્થિતિ જાણવા છતાં પ્રેમ કરતાં અનુજના પ્રસ્તાવથી ખુશ થઇ ગઈ. તેને
અનુજના બેડોળ ચહેરા કરતાં તેનો પ્રેમ વધારે સ્પર્શી ગયો.
ઘરે
જઈ અમીએ પણ પોતાના માબાપને અનુજના પ્રસ્તાવની વાત કરી.આ
સાંભળી તેની મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા.”હું મારી અંધ છોકરીની કેટલી ચિંતા કરતી
હતી?”
તેના મમ્મી-પપ્પા ખુશીના માર્યા ભગવાનનો આભાર માનવા લાગ્યા.
બન્નેના
વડીલો બીજા રવિવારે અમીને ઘેર ચા-પાણી માટે અને સગપણની વાતો માટે ભેગા
થવાના હતા. રવિવારની સાંજે અમીને ઘેર આવી પહોંચેલા અનુજના માબાપ અને અનુજ, તેનું
ઘર અને કુટુંબ જોઈ ખુશ હતા. સામાન્ય વાતચીત પછી અમીની મમ્મીએ અમીને
ચા લાવવા કહ્યું.
મમ્મીના
હાથ પકડી ધીમે પગલે ચા લઈને આવતી અમીને જોઈ અનુજના માબાપ ભોંઠા પડી ગયા.”અરે ! અનુજે
આવી અંધ કન્યા પસંદ કરી ??”
તેની
મમ્મી અનુજને બાજુમાં રૂમમાં લઇ ગઈ અને ખીજાઈને બોલી “તને બીજી કોઈ નહી ને આવી અંધ કન્યા મળી?”
“મમ્મી મને પણ અઠવાડિયા પહેલા જ
ખબર પડી. અમી દેખતી નથી તો શું થયું, હું
તેને પ્રેમ કરું છું .” અનુજે જવાબ આપ્યો.
રૂમનું
બારણું બંધ કરેલું પણ થોડું ખુલી ગયું હતુ, એ બાજુ ઉભેલી અમી સરવા કાને તમામ વાતચીત
સાંભળતી હતી.
અનુજની
મમ્મી ચિડાઈને બોલી “તારા જેવા સારૂં કમાતા છોકરાને દેખતી
બીજી ઘણી કન્યા મળી જાત ,તે ઉતાવળ કરી.”
હવે
અનુજ પણ ગરમ થયો.”મમ્મી મને તો ઘણી કન્યા મળત પણ આ
બિચ્ચારી આંધળી છોકરીને કયો છોકરો મળત ??”
આ
સાંભળીને અમીના હાથ કાંપી ગયા,તેના હાથ માંથી
લાકડી પડી ગઈ. મને બિચ્ચારી ગણી મારી ઉપર અહેસાન કરી
લગ્ન કરવા માંગે છે,” મારે આવા લગ્ન નથી કરવા, ભલે
હું કુવારી મરી જતી.”આવુ કહી ઝડપથી
અંદરના રૂમમાં જતાં તેને ગોથું આવી ગયુ.
અનુજે
બહાર આવી બુમો પાડી “અમી મારાથી ભૂલમાં બોલાઈ ગયુ, હું
તને જ પ્રેમ કરૂ છું .”
“મારેતો પ્રેમ જોઈએ છે, કોઈનો
અહેસાન નથી જોઈતો,” કહેતી કહેતી ધીમી ચાલે હાથ ફફોસી
દીવાલથી બચતી અમી રસોડામાં જતી રહી, તેની ખુદ્દારી સહુ જોઈ રહયા.
અમીના
માબાપની આંખોમાં થી આંસુની ધાર નીકળી રહી હતી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
અહેસાન - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories