કર્તવ્યનિષ્ઠા -
“સાહેબ,
હું વરસોથી પોલીસખાતામાં સર્વિસ કરૂ છું. હવે છેલ્લે નિવૃતિના સમયે મને પોરબંદરથી
અમદાવાદ બદલી આપો.મારો એકનો એક દીકરો અમદાવાદની કોલેજમાં છેલ્લા વરસમાં ભણી રહયો છે. મારા પતિ પણ તેની
પાસે ભણાવવા રહે છે.” એસ. પી. મમતા ઠાકુર ગુજરાત રાજ્યના
ગાંધીનગરમાં સચિવાલયમાં આવી ગૃહમંત્રીને વિનંતી કરી રહયા હતા.
“પણ અમદાવાદ માટે તો
બધાની ડિમાન્ડ છે, હું તમને ક્યાંથી મુકુ ?”
ગૃહમંત્રી પટેલ સાહેબે સામે પ્રશ્ન કર્યો.
“મારે હવે નિવૃતિના
છેલ્લા બે વરસ્જ બાકી છે, અને સરકારી ધોરણ મુજબ છેલ્લે
કર્મચારીને તેના કુટુંબ સાથે રહેવા બદલી આપવામાં આવે છે.” મમતા ઠાકુર કરગરતા
બોલ્યા.
“સારું વિચારીશું” કહીને મંત્રીએ તેમને
જવા કહયું. પોલીસખાતામાં મમતા ઠાકુરનો દબદબો હતો. તેમની કાર્યનિષ્ઠા માટે આખા
રાજયમાં નામ હત. ભલભલા મરબંધી હોય કે કરોડપતિ,પણ કોઇની શેહ શરમ રાખ્યા વગર તે ગુનેગારને પકડી દઈ અંદર કરવામાં
માહિર હતા. ખ્યાતનામ ગુંડાઓના તેમના હાથે એંકાઉંટર થયા હતા. તેથીજ ગુનેગારોમાં પણ તેમના નામની રાડ બોલતી
હતી. રાજકારણીઓના કાળાધોળા કામ પણ અમદાવાદથી થતાં હોઈ બધા તેને દૂર રાખવામાં જ
ભલાઈ સમજતા. અને એટલેજ તેને ભરુચ, આહવાડાંગ, પોરબંદર, વિગેરે
જગાએ પોસ્ટીંગ મળતું હતું. હાઇકોર્ટના હુકમથી છેવટે ગૃહમંત્રનાલય
ઓર્ડરો આવ્યા અમદાવાદમા ગુનાખોરી બહુજ વધી ગઈ છે, તેથી સખત કર્ત્યવ્યનિષ્ઠ પોલીસ અધિકારી મૂકવામાં
આવે.તેથી મમતા ઠાકુરને અમદાવાદ ડીસીપી તરીકે બદલીનો ઓર્ડર આવી ગયો.
અમદાવાદ પશ્ચિમના
નવરંગપુરા પાલડી,સેટેલાઈટ વિગેરે વિસ્તારોમાં છોકરીઓની
છેડતી અને બળાત્કારના કિસ્સા વધી ગયા હતા.મમતા ઠાકુરે આવતા વેટ સખ્તાઈથી કામ ચાલુ કરી દીધું.
તેમનો એકનો એક દીકરો રૂપેશ પણ પોલીસ
અધિકારીનો પુત્ર હોવાથી વકરી ગયો હતો.કોલેજમાં મારામારી છેડતી રેગિંગ વિગેરે ગુનાઓ માં તેના નામની રાડ હતી.
મમતા મેડમને ખ્યાલ આવી ગયો હતો કે હવે રૂપેશ તેના હાથમાં નથી, કાબૂ બહાર જતો રહયો છે. તેણે અમદાવાદ
આવતા વેત રૂપેશને બોલાવી ઠપકાર્યો. “બેટા,
તું ભણવાને બદલે રખડપટ્ટી ને તોફાનમા વધારે
ધ્યાન રાખે છે.” ના,મોમ,
તને કોઈએ ખોટું કહ્યું છે, હું તો ફાઇનલ વર્ષમાં મહેનત કરીને ફસ્ટક્લાસ લાવવા માંગુ છુ.” રૂપેશે ફેંકી, હજુ તેનાથી આગલા વર્ષના એટિકેટી વિષયો પણ પાસ થતા ન હતા.
નવરાત્રીના
દિવસોમાં પોલીસને દાબ અને બંદોબસ્ત વધી ગયા હતા. એસ.જી.હાઇવેના દરેક પાર્ટી પ્લોટમાં ધંધાકીય ગરબાનું આયોજન કરેલું હતું,બસોને પાંચસો રૂપિયાના પાસથી કમાવાનું સાધન બની ગયા
હતા.સુંદર લાઈટીંગ અને જાણીતાં ડીજે હોમ પછી સુંદરીઓનું ઝુંડ તો આવેજ ને! કોલેજની રૂપકન્યાઓની મહેંદી પાર્ટીપ્લોટ પર લાઈનો લાગતી. સુંદર રૂપવતીઑ પાછળ
તેણે પટાવવા ભમરાઑ
તો આવવાના જ છે.
શહેરના
કોલેજીયનોમાં હમણાથી નશીલી વસ્તુઓના સેવનનો વ્યાપ વધી ગયો હતો. કોકેન હશીશ,ગાંજો વિગેરે
કોલેજોની બહાર
ખુલ્લેઆમ વંચાતા હતા.મમતા મેડમને કમિશનર ઓફિસથી ઓર્ડર આવ્યો કે, આ ગેંગને કોઈપણ હિસાબે પકડી પાડો
આપણું યુવાધન
વેડફાઇ રહ્યું છે. મેડમે તેના વિસ્તારના
દરેક અધિકારીઓને આ ગુનેગારોને પકડવા સાવધ કરી દીધાં.
અચાનક
એક સાંજે ખબર આવ્યા મેમનગર ની ચાલીમાં કોકેનનો કરોડોનો માં વિદેશથી આવેલ છે. મેડમે તરતજ ઈન્સ્પેકટર ઝાલાને ટીમ સાથે ઓર્ડર કર્યો. “જીપ નિકાલો,
તરતજ અડ્ડા પર રેડ પાડો.”
મેમનગરની
ચાલીમાં રેડ પડતા, પાછલી બાજુએથી ત્રણ
યુવાનો હાથમાં માલ લઈ હાઇવે તરફ ભાગી રહયા હતા. ઈન્સ્પેકટર ઝાલાએ તેમનો પિછો કર્યો. ત્રણેના લીડરના હાથમાં માલ હતો, દૂરથી તેનો ચહેરો ઓળખાતા ખબર પડી
“અરે ! આતો રૂપેશ ઠાકુર. મેડમનો દીકરો તેને પકડીશું તો મેડમ બગડશે.” તેથી
તે ઊભા રહી ગયા.
”મેડમે જોતાં
બૂમ પાડી “ઝાલા,પકડો,તદોમદારોને પકડો.”
”ના,મેડમ
તેનો લીડર તમારો દીકરો જ છે, જવાદો.”
આ
સાંભળી મેડમ અચકાઈ ગયા.”આ ગેંગનો લીડર મારો રૂપેશ જ છે ! હવે તેને ખ્યાલ આવ્યો, આટલા
બધા રૂપિયા ક્યાંથી લાવે છે?” તેણે
વિચાર્યું જવા દો .તેના
આંતરિક સદાચારી મને ઠપકો આવ્યો.”મમતા તું ફરજ ચૂકી રહી છે, પોતાના
ઘરના ને યુદ્ધમાં જોઈ અર્જુન પણ પાછો પડી ગયો હતો. પણ ભગવાન શ્રીકૃષ્ણએ તેને ધર્મ અને કર્મ સમજાવી તૈયાર કર્યો હતો. તારા દીકરો છે, તો શું થયું,પકડી લે તેને અને ફરજ બજાવ કર્મ કર.”
ડીસીપી
મેડમે તરતજ રિવોલ્વર
કાઢીને દોટમૂકી “ રૂક જાવ, નહિતર
ગોળી મારી દઇશ.”
ભાગતા ભાગતા રૂપેશ હસતાં હસતાં કહ્યું”મમ્મી તું મને શું મારવાની?” તેના
હાથમાં બે કિલો કોકેઇનનો
કરોડોનો માલ હતો. તે વહેમમાં જ હતો, કે
મમ્મી છે એટલે વાંધો નહિ આવે, અને તે દોડતો જ રહયો. પાછળ રહી ગયેલા ઈન્સ્પેકટર ઝાલા અને બીજા
પોલીસમેનો ચકિત બની
આ ખેલ જોઈ રહયા હતા. હવે મેડમ પાસે બીજા
કોઈ રસ્તોજ નહતો. ગુનેગાર તેની નજર સમેજ છટકી જાય તે કેમ ચાલે?
તેણે રૂપેશના પગનું નિશાન લઈ ટ્રિગર દબાવ્યુ. હાથ ધ્રુજી રહયા હતા પણ મન મક્કમ
હતુ.
“મમ્મી,
“ કહેતા રૂપેશ ડાબા
પગમાં ગોળી વાગતા ધડામ દઈને
પડ્યો. મેડમે ઓર્ડર કર્યો,”પકડી લો આ ગુનેગારને, પછી
તેને સારવાર માટે મોકલી આપો.”
લોહીથી
ખરડાયેલા
પગને મેડમે પોતાનો રૂમાલ
કાઢી પાટો બાંધી લોહી બંધ કરી દીધુ. અને હાથમાં હાથકડી નાખતા રડી પડ્યા.
“મમ્મી,
હું તારો દીકરો છું, આ શું કર્યું?” કહેતા રૂપેશ રડી પડ્યો.
“મારે માટે તો દરેક તહોમતદાર સરખા જ છે. ફરજ અને કર્મ એજ મારી અગ્રિમતા છે.”કહેતા મમતા મેડમ પણ રડવા જેવા થઈ ગયા.
“જલ્દી સારવાર માટે એમ્બુલેન્સ બોલાવો” ઈન્સ્પેકટર ઝાલા અને બધાજ પોલીસમેનો ના મનમાં મેડમની નિષ્ઠા અને કર્મને સલામી ભરતા આંખમાં પાણી આવી ગયા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કર્તવ્યનિષ્ઠા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)


.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories