અહિંસાની કંઠી -ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
’’ આપણો રોનક હમણાનો બહુ જ હિંસક બની ગયો છે, તેનું કાંઈક કરવું પડશે.’’ રોનક રાઠોડના માતાપિતા ચુસ્ત અહિંસામાં માનનારા હતા. ત્રીસ વરસના રોનકના લગ્ન હજી બે વરસ પહેલા જ લોપા સાથે થયાં હતા. લોપા યુવાન અને દેખાવડી હોવાથી સહું કોઈના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી, તેની ચિંતામાં બાપડો રોનક ધીમેધીમે હિંસક બની ગયો હતો. લોપાને પણ તેની જ ચિંતા રહેતી હતી.
ગયા અઠવાડીયે સોસાયટીના કુતરાએ લોપાને ભસવાનું ચાલુ કરતાં રોનક તેના પર ચિડાઈ ગયો લાકડી લઈને મારવા દોડયો, કુતરો દોડીને ભાગવા ગયો, તે પહેલાતો જોરદાર માથા ઉપર ચાર પાંચ ફટકા મારી દેતા ત્યાં જ કુતરો ઢળી પડયો. રોનકના મા બાપ અને લોપા આ જોઈને ચિંતિત બની ગયા.
લોપાએ તેના સાસુ સસરાને યાદ કરાવતાં કહયું “પંદર દિવસ પહેલા અમારા બેડરૂમમાં અચાનક ઉડતો વંદો આવી જતાં રોનક એટલો બધો ગુસ્સે થઈ કુદી પડયો,અને ચંપલના મારથી મારી મારીને વંદાનો છુંદો બોલાવી દીધો, આટલી બધી બર્બરતા, ગુસ્સો અને હિંસા શું કામના?’’
શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લોપા અને રોનકના માબાપ ગામમાં પધારેલા અહિંસા બાબાના પ્રવચનનો લાભ લેવા ગયા.
’’દયા અને ક્ષમા જ ધર્મનું મુળ છે, હિંસા કરવી તે પાપ છે. દરેક જીવ ને જીવવાનો પુરો હકક છે, તેને તેની રીતે જીવવા દો. સુક્ષમ જીવો નું રક્ષણ કરો. પાણીમાં પણ અસંખ્ય જીવો હોય છે, તેથી પાણીનો બગાડ ઓછો કરો. અનેક રેશમના કીડાની હિંસા પછી બનાવેલ રેશમના કાપડ નો ત્યાગ કરો.’’ બાબાના પ્રવચનના અસ્ખલિત પ્રવાહથી ત્રણે જણા અભિભુત થઈ ગયા.
“બાબા, અમારો રોનક બહુ જ હિંસક અને આક્રમક થઈ ગયો છે, તેનો ઈલાજ કરો.’’ રોનકના મમ્મી-પપ્પાએ વિનંતી કરી.
’’સારૂં તેને કાલે મારી પાસે લાવજો’’ અહિંસક બાબાએ આદેશ કર્યો
બીજા દિવસે પ્રવચન બાદ બાબાએ રોનકને પ્રેમથી બેસાડીને ગળે અહિંસાની કંઠી બાંધતા કહયું’’ બેટા જયાં સુધી આ કંઠી તારા ગળે બાંધેલી હશે, ત્યાં સુધી તું કોઈ હિંસા નહીં કરે, અન્યથા તારૂં ધનોતપનોત નીકળી જશે.’’ રોનક આ સાંભળીને ઠરી ગયો. હવે તેનાથી કોઈ જ હિંસા કે આક્રમણ થાય તેમ ન હતું.
બીજા દિવસે લોપાએ પૂછયું ’’ બાબા , આટલી કડક શરત સાથે કેમ કંઠી બાંધી?’’ બાબાએ ખુલાસો કરતાં ઉતર વાળ્યો. ’’ બેટા, આવા હિંસક માણસોને ડર બતાવીને જ અહિંસક બનાવી શકાય.’’
રોનક તો હવે, નહોર અને દાંત વગરનો સિંહ બની ગયો હતા. શાંત અને અહિંસક રોનકના વર્તનથી ઘરમાં અને બહાર બધાને નવાઈ લાગતી.
રવિવારે બહારથી આવતાં, અચાનક ઘર આગળ જ લોપાની પાછળ કાળીયો કુતરો ભસતો દોડવા લાગ્યો. લોપા દોડીને ઘરમાં ઘુસી ગઈ, બાજુમાં જ રોનક ઉભો હતો, પણ તે તો લાચાર હતો, તેના ગળામાં બાબાની કંઠી હતી ને ! શું થાય?
રવિવારે રાત્રે છેલ્લા શો માં પીકચર જોઈને લોપા અને રોનક સાડા બારે ચાલતાં ઘેર આવી રહયાં હતા. રસ્તો સુમસામ અને વરસાદ ઘેરાયેલો હતો. દુર સુધી કોઈ વસ્તી દેખાતી ન હતી. કુતરાં પણ ભસીને શાંત થઈ ગયા હતા.
અચાનક બાઈક પર ખંધા ચહેરાવાળો ગુંડા જેવો યુવક આવી ચડયો અને લોપાને જોઈ બુમ પાડી ’’ જે કઇં હોય તે આપી દે, નહિંતર આ ચપ્પુ તારૂં સગુ નહીં થાય .’’
લોપાએ રોનક સામે જોયું. પણ તે લાચાર હતો. બળવાન માણસ પણ અહિંસાની કંઠીના પ્રતાપે શાંત બની જોઈ રહયો હતો. લોપાએ હાથમાંથી વીંટી અને ગળામાંથી સોનાની ચેઈન કાઢીને સીધા ગુડાને આપી દીધા. રૂપાળી લોપાને જોતાં જ ગુંડાની જીભ લાળ પાડવા લાગી, તેણે હાથ પકડીને તેને પોતાની બાથમાં લઈ સાડી ખેંચી કાઢી.
રોનક ગુસ્સે થયો, વિરોધ કરવા તે વચ્ચે ઉભો થવા ગયો, મારામારી તો તેનાથી થાય તેમ ન હતી. ગુંડાએ તેને જોરદાર ધકકો માર્યો. રોનક ઉછળીને ગબડી પડયો, તેના ગળા માંથી કંઠી દુર થતાં જ રોનકના શરીરમાં જુસ્સો અને જોસ આવી ગયા. લોપાએ પણ બુમ પાડી ’’માર રોનક, ગુંડાને ઝુડી નાખ’’ રોનક વિચારમાં પડયો ’’અહિંસામાં માનનારી લોપા આ શું બોલે છે?’’ અને તે ઉભો થઈ દોડયો, ગુંડાના મોં છાતિ અને પેટ ઉપર પર ત્રણ ચાર ફેંટના ઘા પડતાં જ ગુંડો લોથ થઈને તમ્મર ખાઈને નીચે પડયો. તે વિચારવા લાગ્યો. અચાનક આ નમાલા મર્દમા મર્દાનગી કયાંથી આવી ?’’
ગુંડો રોનકના મારથી લોહીલુહાણ થઈ અધમુઓ થઈ ગયો. લોપા વચ્ચે ના પડી હોત તો ગુંડો રામશરણ થઈ ગયો હોત.
દુર માટીમાં પડેલી અહિંસાની કંઠી પણ મનોમન ખુશ હતી કે જરૂર પડે અહિંસા ફગાવી વીરતા અને પરાક્રમ કરવાથી જ માણસ પોતાના જાનમાલ અને બહેન બીવીની ઈજજતની રક્ષા કરી શકે છે, વિચાર્યા વગરની અહિંસા, નામર્દાઈ, અને નમાલાપણાથી જ આપણે જાનમાલ, કુટુંબ, અને દેશની રક્ષા કરવામાં કાચા પડીએ, એ પણ યાદ રાખવું જોઈએ.
પૂજય ગાંધીજીએ પણ પ્રેમથી, અહિંસાથી અંગ્રેજોના નિયમોનો નિતીઓનો વિરોધ કરતા રહીને વર્ષો બાદ સફળતા મેળવી, કારણકે સામે ન્યાયને સમજી શકનાર, જ્ઞાની અંગ્રેજ પ્રજા હતી તેને બદલે ભુતકાળના હિંસક, આક્રમણખોર, ખુંખાર રાજા હોત તો, શું પરિણામ આવત તે સમજી શકાય તેવું છે.
માનવો અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ, પ્રેમભાવ ચોકકસકપણે સારા છે, તેમાં ના નથી. પરંતુ એ જ માનવ કે પ્રાણી આપણી સામું થાય, હુમલો કરે કે, લુંટ કરે અને આપણે પ્રેક્ષક બની, અહિંસાના પુજારી બની, નામર્દાઈ અને લાચારીથી ફકત જોતા જ રહીએ, તે તો બિલકુલ ચલાવી ના જ લેવાય. તમારું શું કહેવું છે ?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
અહિંસાની કંઠી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)

.jpeg)
.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories