09 નવેમ્બર 2023

લવલેટર્સ - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 લવલેટર્સ 


આરવની પત્ની આશીતા આજે પિયર ગઈ હોવાથી, આરવને થયું લાવ આજે બેન્કના ખાતાની કામગીરી પુરી કરૂ, તેને માટે તે છેલ્લા બે કલાકથી તેનું આધાર કાર્ડ શોધી રહ્યો હતો. તેણે બધાં કબાટ, તિજોરી ખાના અને ફાઈલો જોઈ કાઢી, પણ ક્યાય દેખાય જ નહીં, તેથી તે થાકીને અકળાયો. તેણે આશીતાના કબાટ તરફ નજર નાખી. આમાં તો ભુલમાં નહીં મુકાઇ ગયા હોય? વિચારીને તે આશીતાનું કબાટ ફેંદવા લાગ્યો. લીલી ભારે સાડી ફ્ફોળતા તેના હાથમાં એક કવર આવી ગયું. ગુલાબી કવરમાં ત્રણ કાગળો નીકળી પડ્યા. આરવ થોડો અચકાયો પણ પછીથી અચરજ પામીને કોના કાગળ છે, તે જોવા અને વાંચવા લાગ્યો.

અંદર તો પ્રેમપત્રોની ભાષા વાંચી તે અસમજસમાં આવી ખીજાયો. આ આશીતાને આટલા પ્રેમથી કોણે પત્ર લખેલ છે. જેમાં લખનારનું નામને બદલે ફક્ત દિલ દોરેલું હતું.તારા વગર જીવવું હવે અસહ્ય થઈ ગયું છે, તારી સાથે માણેલી એ એકાંતની પળો મારાથી ભુલાતી નથી. આરવ વાંચતાં રાતોપીળો થઈ ગયો. પણ કોને ઉદ્દેશીને પ્રેમપત્રો લખેલા તેનું પણ નામ નહીં, ફક્ત પ્રિયા જ સબોધન, અંદર લખાણમાં પ્રેમથી ભરપુર વાતો વાંચીને કોઈપણ પતિ ગુસ્સે થઈને રાતોપીળો થઈ જ જાય.

હજુ છ મહિના પહેલા જ આરવ અને આશીતાના એરેંજ મેરેજ થયા હતા. ત્યારે પણ આશીતાએ મને કહ્યું જ નહીં, કેવી નિર્દોષપણે વાતો કરતી હતી, તે આટલી ઊંડી હશે, અને કોઈના પ્રેમમાં આટલી બધી ગળાડુબ હશે, તે તો ખબર જ ના પડી. કોણ હશે આ તેનો પ્રેમી? પેલો આશિક કોલેજમાં તેની પાછળ ખુબજ લાઇન મારતો, એવું સાંભળેલું છે, તેણે તો આ લેટર્સ નહીં લખ્યા હોયને. તેમણે બન્નેએ લગ્ન પહેલાજ શરીર સુખ માણી લીધું, અને પછી આશીતાએ તેને છોડીને મારી સાથે કેમ લગ્ન કર્યા હશે? બન્ને વચ્ચે બ્રેકઅપ કેમ થયું હશે? બન્ને લક્ષ્મણરેખા વટાવી ગયા હશે? એક વખત મનમાં કુશંકા ઘુસી જાય પછી મનમાં તેજ વિચાર ઘોળાયા કરે છે.

આરવ પહેલાં શંકામાં, પછી ચિંતામાં, અને છેલ્લે ક્રોધમાં આવી ગયો. આવી પત્ની સાથે સંસાર ભોગવવામાં શું મજા છે? મારે હવે કાઈ કરવુંજ પડશે. હવેતો છુટા છેડા પણ ના મળે. લગ્ન પછી પણ તે મને દગો દેતી હશે. ચરિત્રહીન પત્ની શું કામની? ગુસ્સામાંને ગુસ્સામાં તે ખોટા વિચારે ચડી ગયો.

રાત્રે પિયરથી થાકીને આશીતા ઘરે આવી ત્યારે આરવનો તોબરો ચડેલો જોઈ તે વિચારમાં પડી ગઈ. આને થયું છે શું? આશિક મનમાં હવે આનાથી છુટકારો કઈ રીતે મેળવવો તેના વિચારમાં હતો. આને પાછી પિયર કાયમ માટે મુકી આવું, પછી છૂટાછેડાનો કેસ કરી દઇશ. ના, ના, તેમા તો વર્ષો નીકળી જાય અને પાછું મારે તેને ભરણપોષણ આપવું પડે, તો કરવું શું? 

તેના મનમાં આશીતાને પતાવી દેવાનો ભયંકર વિચાર આવી ગયો. તેણે ગેસનો નોક ખોલી નાખી અને રસોડાની બારી બંધ કરી દીધી.

આશિતાને પ્રેમથી કહ્યું “એક કપ ચાહ મળશે?”

“હા, હા, કેમ નહીં?” આશિતા ખુશ થતાં બોલી. ચાલો, આનો મુડતો સુધર્યો, તેને ક્યાં ખબર હતી આશિકના મનમાં શું ચાલે છે. રસોડામાં ખરાબ વાસ આવતી હતી, જેવું આશિતાએ ગેસનું  લાઇટર સળગાવ્યું કે મોટો ભડાકો થયો. આશિકા ગેસની જવાળામાં ભડથું થઈ ચીસો પાડતી પડી.

શું થયું, એમ કહેતો આરવ દોડ્યો, તેને તો ખબર જ હતી, આશિકાને ભડકો થતાં જોઈ તે થથરી ગયો. અરે, મે ખોટી ઉતાવળ કરી નાખી. મારે પહેલા આશિકાને આ વિષે પુછવું જોઈતું હતું, પણ હવે શું થાય? 

બીજા દિવસે સવારે આશિકાના અકસ્માતના સમાચાર જાણી તેના મા બાપ અને નાની બેન આશિની દોડતાં આવ્યા. ચારે તરફ રડારોડ થઈ પડી. અચાનક કઈ રીતે આમ આગ લાગી તે કોઈને સમજાતું નહોતું.

આશિક બધાએ સમજાવી રહ્યો હતો, કદાચ ગેસની નોબ ખુલી રહી ગઈ હશે, ૯૦% બર્ન સાથે આશિકાના બચવાના ચાન્સ નહીવત્ હતા. 

તેની નાની બેન આશિની એ જીજાજીને બાજુએ લઈ જઈ રડતાં રડતાં પુછ્યું “ જીજાજી, મારી લીલી ભારે સાડી મે દીદીને લગ્નમાં પહેરવા આપી હતી, તે ક્યાં છે?”

“મને ખબર નહીં પણ તેના કબાટમાં હશે. અત્યારે ઉતાવળ શું છે?” આરવને તે લીલી સાડી યાદ આવી.

“જીજાજી તમારાથી શું છુપાવવું. મે તેમાં મારા પ્રેમી અશોકના લખેલા ત્રણ પ્રેમપત્રો છુપાવીને રાખ્યા હતા. મારા મમ્મીપપ્પાના હાથમાં તે જતાં રહે, તો મારી હાલત ખરાબ થઈ જાય. “આશીનીએ ડરતા ડરતા કહ્યું

“એમ, એવું તે શું લખ્યું છે, તારા પ્રેમીએ તેમા?” આરવ હવે નિરાશામાં સરી પડ્યો. અરેરે! આ પ્રેમપત્રો તો મારી સાળીના હતા, અને મે શું ધારી લીધું?

“જીજુ, તમે તો આ નવા જમાના પ્રેમીઓની હરકતો જાણો જ છો, અમે મર્યાદા ઓળંગી ગયા છીએ. તેની અને અમારા પ્રેમની મીઠી વાતો તેણે ત્રણ પત્રોમાં લખેલી હતી, મારે તેને સાચવીને મુકી દેવા જોઈએ, પણ દીદીએ લગ્ન માટે મારી પાસે ભારે સાડી માગીતો ભુલમાં તે પ્રેમપત્રો તેની સાથે જતા રહ્યા છે. પણ તમે આ વાત કોઈને કહેતા નહીં.” કહેતા આશિની ઢીલી પડી ગઈ.

આરવ આ સાંભળી ચકરાઇ ગયો. બાજુમાં પડેલો પત્નીનો દાઝી ગયેલો દેહ તેને જાણે પુછી રહ્યો હતો “એક વાર તો ચોખવટ કરવી હતી, આ બધું કરતાં પહેલા.” અને તે ધડામ દઈને નીચે પછડાયો. 

કુશંકાથી લીધેલા ઉતાવળીયા નિર્ણયો કેટલો વિનાશ સર્જે છે???






Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories