21 ડિસેમ્બર 2023

અદભુત ત્યાગ - ગુજરાતી લઘુ બોધવાર્તા

 અદભુત ત્યાગ - ગુજરાતી લઘુ બોધવાર્તા

અદભુત ત્યાગ - ગુજરાતી લઘુ બોધવાર્તા


“અનુરાગ, તુ તારા પપ્પા જોડે મને મળવા ક્યારે લઈ જવાનો છે? તે આપના પ્રેમની વાત કરી છે?” કૃતિએ સેવન પ્લાઝા હોટલમાં કોફી પીતા પોતાના કોલેજકાળના પ્રેમી અનુરાગને પૂછતાં કહ્યું.

“કૃતિ, હજી હું રાહ જાઉં છું. મારે છ મહિના દુબઈ કંપનીના કામે જવાનું છે, ત્યાંથી આવીને પછીજ તારી ઓળખાણ કરાવી આપણા લગ્નની વાત કરીશ,”અનુરાગે વિચારીને જવાબ આપ્યો. બન્નેનો પ્રેમ છેલ્લા બે વરસથી છલકાઈ રહયો હતો, હવે લગ્ન કરવાની જ રાહ જોવાઈ રહી હતી.

અનુરાગના પપ્પા શરદભાઈ એમ.વી. કોલેજ માં પ્રોફેસર હતા. અનુરાગ છ વર્ષનો હતો, ત્યાં તેના મમ્મીનું કમળામાંથી કમળી થતાં અવસાન થયુ હતુ. સમાજના બધા લોકોએ શરદભાઈને ખૂબ સમજાવ્યા કે બીજા લગ્ન કરી લો. હજી ઉમર ઘણી બાકી છે, પણ નાના અનુરાગને રમતો જોઈ તે પાછા પડી જતાં “ના, મારે તેને માટે અપર મા નથી લાવવી." પોતે એકલા પડી ગયા, પણ ફરી લગ્ન ના કર્યા તે ના જ કર્યા. પ્રોફેસર સાહેબનો પગાર અને દેખાવ સારો હોવાથી અનેક માંગા આવતા જ રહયા, પણ શરદભાઈ તે   ઠુકરાવતાજ રહયા.

હવે તો અનુરાગ પણ સમજણો થઈ ગયો હતો. તે ઘણી વખત પપ્પાને એકલા જોઈ નાસીપાસ થઈ જતો, પણ શરદભાઈ તો એકલતા તકલીફો વેઠીને તેનો ઉછેર કરતાં રહયા. મા અને બાપ બન્નેની ફરજ બજાવી તેણે અનુરાગને એમ.બી.એ. બનાવી મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર બનાવી દીધો. તેમને  અનુરાગના કોલેજના કૃતિ સાથેના પ્રેમની ખબર જ ન હતી.

કૃતિના મમ્મીને તેના પપ્પાએ નાનીમોટી વિવાદાસ્પદ બાબતો અને ઝગડાને લીધે દશ વરસ પહેલા જ છૂટાછેડા આપી દીધાં હતા. તે પોતે મોટી પ્રાઈવેટ હોસ્પીટલમાં સીસ્ટર હોવાથી ગુજરાન ચાલતું રહેતુ. તેણે પણ તેની દિકરી કૃતિના પ્રેમની કાઇ ખબર જ ન હતી. 

અનુરાગ કંપનીના કામે દુબઈ ગયો ત્યારે પપ્પાને સરપ્રાઈઝ આપવાનું કહીને ગયો. શરદભાઈ સાવ એકલા પડી ગયા. પચાસ વરસની આંધેડ ઉમરે તેમને એકલતા કોકોરી ખાતી હતી,પણ કરે શુ?

દુબઈથી પરત આવીને બીજે જ દિવસે શરદભાઈની બર્થ ડે આવી રહી હતી. એરપોર્ટ પર લેવા આવેલા શરદભાઈ ઓળખાયાજ નહિ ડાઈ કરેલા કાળા ભમ્મર વાળ ફેસિયલ કરેલો ચમકતો ચહેરો અને આંખો પર લેટેસ્ટ ફેશનના ગોગલ્સ. અનુરાગ વિચારમાં પડી ગયો. “વાહ ! પપ્પા,તમે તો બિલકુલ કસરતીયલ જુવાન જ લાગો છો ?”

“બેટા તું પરદેશ ગયો એટ્લે હું કસરત અને સારા દેખાવમાં પડી ગયો. બોલ તું ખુશ છે ને!” શરદભાઈ આજે ખૂબ ખુશ હતા. અનુરાગ પપ્પાના બદલાવને આશ્ચર્યથી જોઈ રહયો.

“બેટા કાલે મારી બર્થ ડે છે આપણે બન્નેએ કાલે હોટલમાં ડીનરમાં જવાનું છે,પણ મને ગીફ્ટમાં તું શુ આપીશ?” શરદભાઈએ યાદ કરાયુ. 

“પપ્પા તમે મારે માટે આટલું બધું કર્યુ છે, તો હું કાઈ ના કરૂ? ચોક્કસ તમે માગશો તે આપીશ.” અનુરાગે કહયુ, અને વિચાર્યું, પપ્પા પાસે કાર,મકાન કપડાં બધુ જ છે, તે કીમતી વોચ કે મોબાઈલ માગશે, બીજુ શુ?

રાત્રે ડીનર પહેલા જ શરદભાઈએ અનુરાગને પૂછ્યુ “હું મારી બર્થ ડે ગીફ્ટ માગુ?”

“ હા, હા, માગો” અનુરાગ પણ તૈયાર હતો. “બેટા, મારે તારા માટે મમ્મી લાવવી છે, મારે ફરી   લગ્ન કરવા છે, તને તારું વચન યાદ છે ને !” શરદભાઈએ પૂછ્યુ. અનુરાગ ચકરાઈ ગયો. સત્તર વરસથી એકલા રહેલા પપ્પાને પચાસ વરસે આ શું સુઝ્યુ ? તેણે કાઇ જવાબ ના આપ્યો. શું કરવુ?

બીજે દિવસે સવારે તેણે કૃતિને બારીસ્તા કોફીમાં બોલાવી કહયુ “મને શું કરવુ તે સૂઝતું નથી. પપ્પાને આ ઉમરે શું સુઝ્યુ ? મારી લગ્ન કરવાની ઉમરે તેમને લગ્ન કરવા છે. મે તેમને વચન આપ્યું છે, પણ હવે શું? એટલે હા તો પાડવી જ પડશે ”

કૃતિ પણ વિચારમાં પડી ગઈ. તેને પણ જવાબ શું આપવો તે સૂઝતું નહોતુ. 

બીજે દિવસે અનુરાગે પપ્પાને તેના થનારા નવા મમ્મીને ઘેર મળવા બોલાવવા કહયુ. “હા, હા, આજે રાત્રે જ તને ઓળખાણ કરવું છું. રાત્રે તૈયાર થયેલા સંધ્યાબેન અને તેની દિકરી ઘેર આવ્યા.” 

“આ મારી દિકરી કૃતિ છે”. કહીને સંધ્યાબેને શરદભાઈને ઓળખાણ કરાવી.

શરદભાઈએ અંદરથી અનુરાગને બોલાવ્યો, તે બહાર આવતા કૃતિને જોતાં તાજ્જુબ થઈ પરિસ્થિતિ પામી ગયો. બન્ને એકબીજાને તાકી રહયા. કેવો અજબ સંજોગ હતો.

કૃતિ સંધ્યાબેનની જ પુત્રી હતી. અનુરાગે તેને નમસ્તે કરતાં કહયુ “હાય, કેમ છો?” તેમના બંનેનાં મમ્મી અને પપ્પાને જરાપણ શંકા ન પડી કે બન્ને જૂના પ્રેમી છે અને એકબીજાને સારી રીતે ઓળખે છે. 

મોડી રાત્રે ચિંતામાં અનુરાગ અને કૃતિ કોફી હાઉસમાં કોફી પીતા બેઠા હતા. જો બન્ને વડિલોના લગ્ન થઈ જાય તો બન્ને ભાઈબહેન બની જતાં હતા, તેથી લગ્ન શક્ય જ ન હતા. કોઈ ઉકેલ મળતો ન હતો.

મોડી રાત્રે અનુરાગનો મેસેજ આવ્યો, કાલે સવારે અગ્યાર વાગે કોર્ટમાં મેરેજ માટે તૈયાર થઈને આવજે. 

સવારે અગ્યાર વાગે તે બનીઠનીને તૈયાર થઈને આવી ત્યારે અનુરાગ તેના પપ્પા અને સંધ્યાબેનને લગ્નમાળા પહેરાવી રહ્યો હતો. કૃતિ તાકી રહી, અનુરાગ તે આ શું કર્યુ? આપણા પ્રેમનું શું?

તેને દૂર લઈ જઈ અનુરાગે ફોડ પાડતાં કહયુ “મે રાત્રે પપ્પાને બહુ જ દબાણ કરી પૂછ્યુ, પછી ખબર પડી કે બે મહિના પહેલા જ પપ્પાને એટેક આવવાથી દાખલ કરેલા, તારી મમ્મી સીસ્ટર હોવાથી તેમની દિવસ રાત સેવા કરેલી, ત્યારે બન્ને એકબીજાની નજદીક આવી ગયેલા, અને પ્રેમમાં પડી લગ્ન કરવાનું નક્કી કરેલું. મે વિચાર્યું, પપ્પાએ મારે માટે જિંદગીભર વિધુર રહી ભોગ આપેલ છે, તો મારી ફરજ બને છે કે, મારે તેમને માટે આપણા પ્રેમનો ત્યાગ આપવો.”

પપ્પાએ મને પુછયું પણ ખરું” અનુરાગ, તું જો ના પાડે, તો હું આ લગ્ન નહી કરૂ.”

એક ક્ષણે મને પણ થઈ ગયું, કે “હું આપણા પ્રેમની વાત કરીને ના પાડી દઉ.”

પણ પછી લાગ્યુ કે ના ના, મારા માટે પપ્પાએ સત્તર વરસ એકલતા વેઠી, અને હવે માંડ તેમની જિંદગીમાં સાથી મળતા રંગ આવેલ છે, તો મારે હા પાડવી જ જોઇયે. આપણે બન્ને તો જુવાન હોવાથી બીજા જીવનસાથી મળી રહેશે, પણ પછી પપ્પા તો ફરી એકલા જ પડી જાય ને ! એટલેજ પછી મે તેમના લગ્ન માટે હા પાડી. "જો બન્ને લગ્ન પછી એકબીજાના સાનિધ્યમાં કેટલા ખુશ છે !” 

હવે આપણે ભાઈબહેન બની ગયા છીએ. તે બન્નેને આપણા પ્રેમની ખબર ન પડવી જોઈએ. અનુરાગના અદભુત ત્યાગ આગળ ઝૂકી જઈ કૃતિ પણ તેની ખુશખુશાલ મમ્મીને લગ્નનનાં અભિનંદન આપવા પહોંચી ગઈ.

લાસ્ટ સ્ટ્રોક : માતાપિતાને માટે સંતાનોએ આપેલ ત્યાગ તેમને ઘડપણમાં પણ ખુશી આપે એવા સંતાનો આજે ક્યાં જોવા મળે છે ?? ખરેખર આવા ત્યાગને સો સો સલામ !!!

********************************************************************************                                  

                                                                                                                                                               





------------------------------x--------------------------------x---------------------------------x-------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 અદભુત ત્યાગ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories