ક્ષમાની મહાનતા
“કેમ છો જયસુખલાલ, આજે તો ખાસ કામે રાજકોટથી વરસો પછી અહીં અમદાવાદ આવ્યો
છું, તમારી મદદની જરૂર પડશે. આવશોને મારી સાથે?’’ કહેતા કહેતા ચુનીલાલ ઢીલા પડી ગયા.
જયસુખલાલ તેમની સામે જોઈ રહયા. એક
જમાનાના કરોડપતિ માણસ આજે સાવ મુકલિસ હાલતમાં એસ.ટી. બસમાં રાજકોટથી અમદાવાદ આવી તેમની મદદ માંગી રહયા હતા.
એક જમાનામાં ચુનીલાલનું રાજકોટમાં કરોડપતિમાં નામ હતું. તેમની ’’
શેઠ સ્ટોકબ્રોકીંગ કંપની’’ ના કરોડોના કારોબાર હતા. જયસુખલાલ પોતે પણ તેમને ત્યાં મેનેજરની નોકરી કરતાં હતા, તે યાદ આવ્યું, ચુનીલાલનો સ્વભાવ કર્મચારીઓ પ્રત્યે સાલસ અને મદદરૂપ થવાનો હતો, પણ અંગત રીતે તેમને પોતાના પૈસાનું બહુ અભિમાન હતું. આખા રાજકોટમાં ત્રણ ત્રણ ઈમ્પોટેડ ગાડીઓ ફકત તેમની પાસે હતી, વળી શેરબજારની ઓફિસ પણ આખી એરકંન્ડીશન, તે પણ રાજકોટના પ્રખ્યાત યાજ્ઞિક રોડ ઉપર પછી તેનો નશો તો છવાય ને, એમાં શી નવાઈ ?
જયસુખલાલે તો વીસ વરસ પહેલા ચુનીલાલને ત્યાંથી રાજીનામું આપી છુટા થઈ
અમદાવાદમાં પોતાનો ધંધો જમાવ્યો હતો. વીસ વરસમાં પોતાનો ધંધો અને નામ જામી ગયા હતા. તે પછી તેમણે સાંભળેલું કે ચુનીલાલને ધંધામાં બહુ મોટી ખોટ આવી છે, અને તે હવે નોકરી કરે છે ’’ પણ આ બધુ બન્યું કેવી રીતે?’’ તેમણે સ્વભાવિકપણે ચુનિલાલને પૂછયું.
’શું વાત કરૂં જયસુખલાલ , રૂપિયાના અભિમાનમાં હું હર્ષદ મહેતાની તેજીમાં કરોડોનો માલ લઈને ફરવા ગયો હતો. પરદેશથી હું પરત આવ્યો ત્યારે અચાનક કૈાભાંડનો ફણગો
ફુટતા માર્કેટ પાણી પાણી થઈને પચાસ ટકા થઈ ગયું, મારો બધો માલ વેચાઈ જતાં પણ ખોટ ભરપાઈ ના થઈ. મારી ઓફિસ, બંગલો, ગાડીઓ બધું વેચાઈ જતાં હું રોડ ઉપર આવી ગયો. અત્યારે હું એક પેઢીમાં ફકત પાંચ હજારના પગારે મુનિમની નોકરી કરૂં છું.’’ સમયનું પૈડું કેવું ખતરનાક તેમને કચરી
ગયું તે કહેતા ચુનિલાલની આંખે પાણી આવી ગયા.
વાત બદલવા જયસુખલાલે પૂછયું ’’ અત્યારે અહીં કેમ આવ્યા છો? મારી મદદની શી જરૂર છે?’’
નસીબ જોગે તેમની એકની એક
દિકરી અલ્પા ભણવામાં હોશિયાર હતી. તે હવે
એમ.બી.બી.એસ થઈ ગઈ હતી. તેનાથી બે વર્ષ આગળ ચિંતન દોશી સાથે તેની આંખ મળી ગઈ. તે અહીંનો છે અને આગળ એમ.ડી.નું ભણે છે. તેથી તેનું ઘર જોવા
આવ્યો છું. તમારી ગાડીમાં જઈને, તમારી ઓળખાણથી વાત ચલાવીશું, બાકી મારા જેવા મુફલીસનો કોણ ભાવ પૂછે? ચુનિલાલે રડમસ અવાજે ખુલાસો કર્યો.
’’ હા,હા કેમ નહીં ? કાલે
રવિવારે જ આપણે તેના ઘેર જઈશું, હું હમણા તેને ઘેર ફોન કરી ટાઈમ ગોઠવું છું. ’’ જયસુખે જવાબ આપ્યો.
પાલડીની સુંદર સોસાયટીમાં વિશાળ બંગલા આગળ બે લકઝુરીયસ ગાડીઓ અને ડ્રાયવર તથા
નોકરચાકર જોઈ ચુનીલાલ નિરાશ થઈ ગયા. સામેથી
સુંદર આધેડ મહિલાને જોતાં ચુનીલાલ ચમકી
ગયા. તેને જોયેલા હોય તેમ લાગ્યુ, પણ કાંઈ યાદ આવ્યું નહીં. આમા મારી અલ્પાનું ગોઠવાય તેમ લાગતું નથી.’’
’’ આવો ચુનિલાલ, શેઠ આવો.’’ રમીલાબેન બોલ્યા.
’’કાંઈ
યાદ આવે છે?’’પોતાનું નામ તેમના મોઢે
સાંભળી ચુનિલાલ યાદ કરવા લાગ્યા.
’’તમે જેતપુરમાં મને જોવા આવ્યા
હતા. હું રમીલા સુતરિયા. હું
તમને ગમી ગઈ હતી, પણ ગરીબ
ઘરની અને
ગામડાની હોવાથી તમે અને તમારી મમ્મી મારી હાંસી ઉડાવી જતાં રહયાં હતા.’’ રમીલાબેન બોલતાં બોલતાં ભુતકાળમાં સરી
પડયા.
ચુનિલાલે એ જમાનામાં વીસથી
પચ્ચીસ છોકરીઓ જોઈ હતી. પણ
જેતપુરનું નામ સાંભળી તેમને થોડુ થોડુ લાઈટ થયું. છોકરી ગમી હતી,પણ
પૈસાના નશામાં તે અપમાન કરીને નીકળી ગયા હતા, “ આવા કડકાબાલુસ શું પોતાની છોકરી મારા જેવા છોકરાને બતાવતા હશે, એ પણ જેતપુર જેવા નાના ગામની, હા,હા હા.....”
રમીલાબેન સાવ નિરાશ થઈ ગયા. હોંશિયાર, દેખાવડી છોકરી મધ્યમવર્ગમાં જેતપુર જેવા
નાના ગામમાં જન્મે એમાં એનો શું વાંક ?
ચુનીલાલનો
પૈસો અને વેપાર એમને આસમાનમાં ઉડાવી રહ્યા હતા. તેને લીધે
છોકરીનુ આમ અપમાન કરીને થોડું નીકળાય. પૈસો તો હાથનો મેલ છે, ગમે ત્યારે જતો રહે એ વાત તે ભૂલી ગયા હતા.
અત્યારે વરસો પછી હાલત બદલાઈ ગઈ. કરોડપતિ શેઠ ચુનીલાલ રોડપતિ બની ગયાં. જ્યારે રમીલાબેનના લગ્ન અમદાવાદના ધનવાન દોશી કુટુંબમાં થયા હતા. તેમના પતિનું અવસાન થતાં પોતે કરોડોની મિલકતના માલિક બની ગયાં હતા. તેમનો પુત્ર ચિંતન અત્યારે એમ.ડી. નો અભ્યાસ કરી રહ્યો હતો.
ચુનીલાલ ઉભા થઈ ગયા.રમીલાબેન વેર વાળશે જ વિચારીને કહયુ.
’’ ચાલો જયસુખલાલ ઘેર પાછા, આપણે હવે વાત કરવાનો અર્થ જ નથી’’
’’ ઉભા રહો ચુનિલાલ’’ રમીલાબેને સતાવાહી અવાજે કહયું
“તમારી
દિકરી અલ્પા ડોકટર થઈ છે, તેની
વાત નથી કરવી. મને મારા દિકરા ચિંતને બધી
વાત કરી છે, છોકરી ગુણિયલ, વિવેકી અને સમજુ છે તેની મને ખબર છે.’’
’’ પણ, તમે મારો દુર્વ્યવહારનું વેર તો વાળવાના જ ને, હવે વાત કરવાનો શું મતલબ ?’’ ચુનીલાલે રડમસ અવાજે કહયું.
’’શેઠ, બન્ને
એકબીજાને પસંદ કરે છે, તમે આવો
વ્યવહાર કર્યો, તેમાં દિકરીનો શું વાંક છે ? વેરનો બદલો વેર વાળે એ સાચા જૈન કયાંથી કહેવાય? મહાવીર સ્વામીએ પોતાના કાનમાં કાંટા ભોકનાર ખેડૂતને ક્ષમા
આપી હતી, તે ભુલી ગયા. બેસો હવે, સગાઈનો ગોળ ખાઈને જ જાવ.’’
સગાઈનો ગોળ ખાતાં ચુનિલાલની બન્ને આંખોમાંથી આંસુ ટપકી રહયાં હતા, જાણે ભુતકાળનું પૈસાનું અભિમાન, રમીલાબેનની ક્ષમા આગળ પાણી બનીને ટપકી રહયું હતું.
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ક્ષમાની મહાનતા - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories