પાંચમની છઠ્ઠ થવાની નથી
“રોજની કેટલી સિગારેટ પીઓ છો ?” ડૉ. આરવે ગુસ્સામાં
પૂછ્યું.
“રોજના ત્રણ પેકેટ, સાહેબ.” અશોકભાઈએ ડરતા ડરતા
જવાબ આપ્યો.
“આટલી બધી સિગારેટ પીવાને લીધે જ તમને ફેફસામાં કેન્સરની અસર છે, છોડી
દો.” ડોકટરે ચિંતિત સ્વરે કહ્યું.
અશોકભાઈ જૂની ખાંસી, શ્વાસ અને જીર્ણતાવની
તકલીફ સાથે ડૉ. આરવને બતાવવા આવ્યા હતા. તેના એક્ષ-રે અને એમ.આર.આઈ.માં ફેફસાના
કેન્સરની અસર સ્પષ્ટ હતી. ડૉ.આરવે ચિંતિત ગુસ્સામાં કહ્યું, “અશોકભાઈ, તમારે સિગારેટ, બીડી, પાન, તમાકુ છોડવા જ પડશે, નહીતર હું
તમારી દવા નહિ કરું.”
“સાહેબ, ગયા વરસે ધંધામાં મોટી ખોટ આવતા બધું જ વેચાઈ જતા, હું
સિગારેટના રવાડે ચડી ગયો છું તેથી ગમ ભુલવા સિગારેટ પીવી જ પડે છે. અત્યારે શ્વાસ
અને ખાંસીની દવા કરો, પાંચમની છઠ્ઠ થવાની નથી.”
ચાલીસ વરસના ડૉ. આરવ શેઠનું શહેરના
નામાંકિત ફીઝીશીયનમાં નામ હતું. તે થોડા કડક હતા, પણ તેમનું નિદાન સચોટ હોવાથી
ત્યાં દર્દીઓની લાઈન લાગતી. મહિના પછીની તો એપોઈન્ટમેન્ટ મળતી. કામમાં મદદ મળે તે
માટે તેમણે તાજો જ પાસ થયેલ ડૉ. નમનને વરસથી નોકરીએ રાખેલ હતો.
નમને આશોકભાઈને સિગારેટ છોડવા માંડ માંડ સમજાવીને કેન્સર હોસ્પિટલમાં વધારે તપાસ અને ટ્રીટમેન્ટ માટે મોકલી આપ્યા, ત્યાં તો ડૉ. આરવના યુવાન દેખાવડા પત્ની આરિયા રાબેતા મુજબ કોફી અને બ્રેડ લઈને આવી પહોંચ્યા.
કોફી અને નાસ્તાને ન્યાય આપી બંને
ડોકટરો કામે ચડ્યા. નવો દર્દી મંગાજી ઠાકોર ભૂખ ન લાગવી, ગેસ થવો અને પેટમાં પાણી
ભરાઈ જવાની તકલીફ લઈને આવ્યા. નિદાન સ્પષ્ટ હતું લીવર સીરોસીસ.
ડૉ. આરાવે કડક સ્વરે પુછ્યું, "દારૂ
પીઓ છો ?"
"હા, સાહેબ, રોજની ત્રણ દેશી દારૂની
પોટલી જોઈએ જ, તેના વગર ચાલતું નથી." મંગાજીએ સાચી હકીકત જણાવી.
"આ તકલીફોનું કારણ દારૂ જ છે, જે
તમારે છોડવો પડશે, નહીતર સારું નહિ થાય." ડોકટરે ગુસ્સે થઈને કહ્યું.
"સાહેબ, ગયા વરસે જ મારી પત્ની
બાજુવાળા જોડે ભાગી ગઈ. હું આખો દિવસ પૈસા કમાવા મજુરી કરતો, બાજુવાળો પાડોશી તેની
જોડે રંગરેલીયા મનાવી ભગાવી ગયો. હું નિરાશ થઇ ભાંગી પડ્યો. તેનો ગમ ભૂલવા મારે
દેશી દારૂ પીવો જ પડે છે. હવે વધારે જીવીને શું કામ છે? હાલ તો દવા કરો."
મંગાજી રોતલ સ્વરે બોલ્યા.
બહુ સમજાવવા છતાં મંગાજી ન માનતા અંતે
તેને દવા લખી વિદાય કાર્ય. પેટમાંથી પાણી કઢાવવું પડશે, તેની જાણ કરી.
તેના ગયા પછી આરવે તેના આસિસ્ટન્ટ નમનને
કહ્યું, "આજકાલ લોકો પોતાનું દુ:ખ ભુલાવવાનાં નામે સિગારેટ અને દારૂની લતે
ચડી જાય છે, પછી મન મનાવવા કહે છે, પાંચમની છઠ થવાની નથી."
નમન બોલ્યો, "વાહ સાહેબ વાહ. તમારી
વાત તદ્દન સાચી છે. લોકોને વ્યસન કરવા બહાનું જોઈએ છે."
ઓલ ઇન્ડિયા કોન્ફરન્સમાં ડૉ. આરવનું
રિસર્ચ પેપર સિલેક્ટ થતા તેમને બે દિવસ મુંબઈ જવાનું થયું. તેથી તેના
કન્સલ્ટીંગનું કામ તેના યુવાન આસિસ્ટન્ટ નમનને સોંપી સાહેબ મુંબઈ પ્લેનમાં ઉપડી
ગયા.
બીજે દિવસે તેમનું પેપર સવારે પૂરું થઇ જતા ડૉ. આરવ રાત્રે આવવાને બદલે બપોરે તો અમદાવાદ આવી ગયા.
બપોરે બે વાગે તો કન્સલ્ટીંગ રૂમ
પર પહોંચતા ડૉ. આરવ ઉત્તેજિત હતા, પોતાની ચાવીથી ઓફીસ ખોલી અંદર જતા તેમની પત્ની
આરીયાનો અવાજ સાંભળી તે ઉભા રહી ગયા. અંદર કોઈ ધીમા અવાજે વાતચીત કરી રહ્યું
હતું. તેને થયું આરિયા કોની સાથે ગુસપુસ
કરી રહી છે ? તેણે ધીમેથી કાન માંડીને સાંભળ્યું.
આરિયા બોલી,"તારા સાહેબ તો સાવ બબુચક
અને બોચિયા જ છે, જીવનમાં આનંદ ન હોય તો જીવવું જ નકામું છે."
એક ખૂણામાં આરિયા અને નમનને બાહુપાશમાં
જકડાઈ આલિંગન ચુંબન કરતા જોઈ એકદમ ચકરાઈ ગયા.
અચાનક સામે આરવને જોતા બંને સડક થઇ છુટા
પડી ગયા.
નમન ઓફીસ છોડી ભાગી ગયો. આરિયા ચકળવકળ
જોતા ગભરાઈને બોલી, "આરવ, વેરી સોરી. હું અને નમન ખાલી વાતચીત જ કરતા હતા."
આરવ ચક્કર આવતા બેસી ગયો, તેનું મગજ સુન્ન
પડી ગયું, શું કરવું અને શું નહી, અંતે ગુસ્સામાં તેણે કમ્પાઉન્ડરને બેલ મારી
બોલાવ્યો. "જાવ, બધા પેશન્ટોની એપોઇન્ટમેન્ટ રદ્દ કરી દો. મારે માટે બે
સિગારેટના પેકેટ અને બ્રાન્ડીની બોટલ લઇ આવો." તેનો કમ્પાઉન્ડર અને
રિસેપ્શનીસ્ટ ચકરાઈ ગયા. આવા સ્ટ્રીક ડોક્ટર શું બોલી રહ્યા છે ?
આખી સાંજ આરવ દારુ અને સિગારેટ પીતો
રહ્યો, આરિયા કરગરતી રહી, "મને માફ કરી દો, હવે આ બંધ કરો, કેન્સર કે એટેક
થશે તો ? હવે હું આવી ભૂલ નહિ કરું."
આરવ ગમનાં નશામાં બબડ્યો, "જે થવાનું
હોય તે થાય, વધારે જીવીને શું કરવું છે ? પાંચમની છઠ થવાની નથી. આવવા દો એક પેગ
દારૂનો."
લાસ્ટ સ્ટ્રોક : બીજાને
સલાહ આપી વ્યસન છોડાવનારા ડોક્ટર પોતે જ વ્યસનની લતમાં ડૂબી રહ્યા હતા. ખરેખર
બીજાને સલાહ આપવી સરળ છે, પણ પોતાના પર જયારે દુ:ખનો પહાડ આવી પડે ત્યારે
સ્થિતપ્રજ્ઞ રહેવું ખુબ જ અઘરું છે. આ જ બોધ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને
કુરુક્ષેત્રના મેદાનમાં આપે છે.
https://youtu.be/Kt_sS8CgEGg
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પાંચમની છઠ્ઠ થવાની નથી - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories