ડૉક્ટરસાહેબ,
અમારા ડિસ્ચાર્જ
કાર્ડ હોસ્પિટલના સર્ટિફિકેટમાં ફક્ત બે દિવસ તારીખ આગળ કરી આપોને.”
કમળાબહેન કરગરી
રહ્યાં હતાં. તેમના વર ચંદ્રકાન્ત કાલિદાસ ઠાકોર છાતીના અસહ્ય દુ:ખાવા માટે ચારથી
સાત ફેબ્રુઆરી સુધી ડૉ. ચોકસીના પ્રાઈવેટ નર્સિંગહોમમાં દાખલ થયા હતા
ડૉ. સંજય ચોકસી
શહેરના જાણીતા ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ હતા. તેમને ત્યાં શાહપુરના સાવ નીચલા
મધ્યમ વર્ગના કહેવાય તેવા ચંદ્રકાન્ત ઠાકોર ચોથી ફેબ્રુઆરીએ દાખલ થયા ત્યારે તેમને
છાતીમાં અસહ્ય દુખાવો હતો. ડૉ. ચોકસીએ તેમને માટેની તમામ તપાસો એક પછી એક કરાવી
લીધી હતી. બ્લડ,
એક્સ-રે, કાર્ડિયોગ્રામ વગેરે તદ્દન નોર્મલ હતા. તેથી
હૃદયનો ઈકો કરાવ્યો તો નોર્મલ, ટ્રેડમીલટેસ્ટ પણ નોર્મલ હતો તેથી છેવટે તેને એન્જિયોગ્રાફી કરાવી પણ નોર્મલ
હોવાથી છેવટે તેમણે સાતમી તારીખે રજા આપી દુખાવાની દવાઓ લખી આપી.
“ના, એવું ના કરી શકાય. મારે તો કેસમાં ચારથી સાત
તારીખ જ લખવું પડે.”
ડૉક્ટર ચોકસીએ
જવાબ આપ્યો.
“પણ સાહેબ, અમારો મેડિક્લેમછઠ્ઠી
ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને અમે રિન્યૂ કરાવવાનું ભૂલી ગયાં છીએ તેથી આપ બે દિવસ
આગળ કરી બીજીથી પાંચમી તારીખ સર્ટિફિકેટમાં લખી આપો તો અમોને અમારા તપાસના અને
સારવારના બિલના તમામ રૂપિયા મળી જાય એવું અમારા એજન્ટે કહ્યું છે.” કમળાબહેન ફરી કરગરતાં બોલ્યાં અને હાથ જોડવા
લાગ્યાં.
ડૉક્ટર
દ્વિધામાં પડી ગયા. તેમનેથયું કે સાવ ગરીબ એવા આ દંપતી બધી તપાસના અને
સારવારના બિલના પચ્ચીસ હજાર ભરશે કઈ રીતે? જો વીમાના ક્લેમ મૂકવાથી તેના બધા રૂપિયા મળી જતા હોય તો બિચારાને મદદ થશે. આમ પણ ડૉક્ટરની ફરજ છે,
ગરીબ દર્દીઓને
મદદ કરવાની,
તે પણ થઈ જશે.
તેમને ઈન્ડોર કેસ પેપરમાં પણ તારીખો બદલાવવી પડે તેમ હતું તેથી વિચારતા હતા. ત્યાં
તો બંને પતિ પત્ની ઊભાં થઈને ડૉક્ટરને પગે લાગ્યાં.
ડૉક્ટરે
વિચાર્યું ત્રણ દિવસઆગળ લખવાથી નિદાનમાં કે બીજી કોઈ રીતે વાંધો આવે તેમ લાગતું નથી. સાવ ગરીબડા અને મજબૂર લોકો લાગે છે. તેથી તેમણે બંને સામે જોઈ કહ્યું, “તમારા ભલા માટે અને તમને વીમામાંથી બધા
બિલના રૂપિયા મળી જાય એટલે હું તમારી તારીખો બદલી આપુ છું પણ ધ્યાન રાખજો બધાને આ વાત કરતા નહીં. અન્યથા
બધા આવા ફેરફાર કરાવવા આવશે !!"
"તમારો બહુ બહુ આભાર !!"
બંને જણાં બોલી
ઊઠયાં. "હમણાં અમે સર્ટિફિકેટ અને કેસ ફાઈલ લઈ જઈએ છીએ પછી એજન્ટને પૂછીને
અઠવાડિયા પછી મેડિક્લેમની ફાઈલ સહી કરાવી જઈશું.'' ચંદ્રાકાન્ત બોલ્યા.
ડૉક્ટરે કહ્યું, "સારું."
આ વાતને મહિનો
થઈ ગયો પણ કોઈ મેડિક્લેમની ફાઈલ લઈને આવ્યું નહીં. ડૉ. ચોકસીને આ વાત યાદ આવતાં
ચિંતા થઈ: હજુ સુધી ક્લેમની ફાઈલ સહી કરાવવા કેમ આવ્યા નહીં ? પણ પછી તો કામમાં ડૉક્ટર આ વાત ભૂલી ગયા !
શાહપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સોલંકીસાહેબ ચિંતામાં આમતેમ આંટા મારી રહ્યા
હતા. એક મહિના પહેલાં ખાનપુરમાં થયેલ ખૂન કેસ લગભગ ઉકેલાઈ ગયો હતો. આખા વિસ્તારમાં
સીકે (ચંદ્રકાન્ત કાલિદાસ)નું નામ ડોન તરીકે પ્રખ્યાત હતું. ખંડણીના એક કેસમાં
રૂપિયા આપવાનો ઈન્કાર કરતા શેઠ વિનોદભાઈનું ખૂન ચાકુ ફુલાવીને ત્રીજી ફેબ્રુઆરીએ
કરી નાખવામાં આવ્યું હતું.
નજરે જોનાર બે
સાક્ષીઓએ સીકે ડોનનો ફોટો ખૂની તરીકે ઓળખી બતાવ્યો હતો. ખૂન માટે વપરાયેલ ચાકુ પણ
મળી આવેલ હતું. તેની ઉપરના ફિંગરપ્રિન્ટ પણ મેચ થઈ જતા હતા. હવે ફક્ત સીકેને
પકડવાની જ રાહ જોવાતી હતી. ઈન્સપેક્ટર સોલંકીસાહેબ પકડ વોરંટ લઈને સીકેને ઘેર
પોલીસ પાર્ટી સાથે પહોંચી ગયા.
સીકે ડોન આરામથી
ઘેર બેઠા ટીવી જોઈ રહ્યા હતા. તેમનાં પત્ની કમળાબહેને ઈન્સ્પેક્ટર સાહેબને પૂછ્યું, “શેને માટે અમારે ઘેર આવ્યા છો? ઈન્સ્પેક્ટર સાહેબે જવાબ આપતાં કહ્યું, “ત્રીજી ફેબ્રુઆરીએ થયેલ શેઠ વિનોદભાઈના
ખૂનીને પકડવા વોરેટ પણ સાથે જ છે, સીકે કોનને અમારે હવાલે કરો."
“સાહેબ, મારા વર તો ત્રીજી તારીખથી પાંચમી તારીખ સુધી
કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ચોક્સીસાહેબનાદવાખાને છાતીમાં દુખાવાને લીધે દાખલ હતા. આ
રહ્યું તેનું સર્ટિફિકેટ." ક્મળાબહેને ચોખ્ખો ને ચટ જવાબ વાળ્યો. સેટેલાઈટના
નામાંકિત ડૉ. ચોકસીનું સર્ટિફિકેટ વાંચી સોલંકીસાહેબ પાછા પડી ગયા.
જો સીકે તેના
હાર્ટ પ્રોબ્લેમ માટે નર્સિંગહોમમાં દાખલ હતા તો ખૂન કરે કઈ રીતે? અને બધા પોલીસ પાર્ટી સાથે વીલે મોઢે પાછા ફર્યા. આખા
શાહપુર વિસ્તારમાં પોલીસના નામના છાજિયા લેવાઈ રહ્યા હતા. ખુલેઆમ ખંડણી લેવા માટે
સીકે ડોન સારા માણસો ખૂન કરી નાખે છતાં પોલીસ તેની ધડપકડ કરી ચાર્જશીટ કેમ નથી
મુક્તિ?
આ જ પ્રશ્ન ચારે
તરફ ચર્ચાઈ રહ્યો હતી. મીડીયાવાળાઓએ પણ આખૂન કેસ છાપામાં ચગાવી દીધો હતો. અંતે
કંટાળીને કમિશનર સાહેબે આ ખૂન કેસની ફાઈલ સીઆઈડી ક્રાઈમના બાહોશ ઈન્સ્પેક્ટર
સૈયદસાહેબને સોંપી અને તત્કાલ ખૂનીને પકડી લેવા તાકીદ કરી દીધી. સેયદસાહેબે ફાઈલ
રિઓપન કરી. તેમાં ખૂન તરીકે સીકેના આધાર પુરાવા સજજ્જડ હતા. તેથી તેમણે તરત જ તેના
મોબાઈલના લોકેશન કઢાવવાનો ઓર્ડર કરી દીધો. બીજે દિવસે લોકેશનનાં લિસ્ટ જોતાં તે
ચમકી ગયા. ખૂનના દિવસે સીકે ડોનના મોબાઈલનાં લોકેશન, ખાનપુરમાં ખૂન થયું વિસ્તાર જ બતાવી રહ્યાં
હતાં.
હવે સૈયદસાહેબને
ડૉ. ચોકસીના દાખલ સર્ટિફિકેટમાં જ ગરબડ જણાઈ. તેમણે તરત જ ડૉ. ચોક્સીના નર્સિંગહોમ
ઉપર પોલીસ ટીમ સાથ ગાડી લેવડાવી. પોલીસની ગાડી અને સીઆઈડી કાઈમના ઈન્સ્પેક્ટરને
જોઈ ડૉ. ચોકસી નવાઈ પામ્યા. સૈયદસાહેબે સર્ટિફિકેટ કાઢી કહ્યું, "આ વ્યક્તિ આપને ત્યાં બીજીથી પાંચમી તારીખ
દરમિયાન દાખલ હતો ?”
ડૉ. ચોકસીને
પોતાની સહીવાળું સર્ટિફિકેટ જોઈ ના પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો.!' પણ શું થયું છે.
"શું ?!” લેક્ટરે ગભરાઈને પૂછ્યું. "ત્રીજી
ફેબ્રુઆરીએ જે શાહપુરમાં ખૂન થયું છે, તેનો આરોપી આ માલસ છે.' સૈયદસાહેબે કહ્યું.
"શું વાત કરો છો? એ દયામણા માણસને જોઈને જરા પણ લાગતું ન હતું
તે ડોન હતો.”
ડૉક્ટરે
નિરાશાજનક સ્વરમાં કહ્યું. "સૈયદસાહેબે જરા કડક શબ્દોમાં કહ્યું.” સાચું બોલો, ત્રીજી તારીખે આ માણસના મોબાઈલનનાં લોકેશન પણ
ખૂનવાળી જગ્યાએ જ છે. તમે આ સર્ટિફિકેટમાં લખેલ વિગત સાચી છે કે ખોટી છે ? ડૉક્ટર ચોકસી હા-ના કરવા લાગ્યા. સૈયદસાહેબે
તરત જ તેમને પોલીસ કસ્ટડીમાં લઈ ચૌદમું રતન બતાવવાની તૈયારી કરતા ડૉક્ટર તૂટી ગયા.
'સાહેબ જિંદગીમાં પહેલી પહેલી વખત હું ભલાઈ
કરવા ગયો અને ભૂત વળગી ગયું...
સેયદસાહેબે
ખોટું સર્ટિફિકેટ આપવા બદલ અને ખૂનીને છાવરવા બદલ ડૉ. ચોકસી ઉપર કેસ દાખલ કરી જેલમાં
ધકેલી દીધા. ડૉ. ચોકસી જેલમાં બેઠા બેઠા એક જ વખત ભલાઈ કરવા માણસનું દયામણું મૉ
જોઈ સર્ટિફિકેટ આપવા બદલ પસ્તાઈ રહ્યાં છે. જો તેમનું માલાફાઈડ ઈન્ટેન્શન કોર્ટમાં
સાબિત થાય તો લાંભી જેલની સજા પણ થઈ શકે છે. મેડિકલ સર્ટિફિકેટમાં કરવામાં આવતાં
નાનાં ચેડાં પણ કેટલી મુશ્કેલી ઊભી કરે છે !
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories