16 મે 2024

પાયલનું બલિદાન

                              પાયલનું બલિદાન                            


સગાઈ પછી પાયલને દિલમાં ઊંડે ઊંડે જાણેકે એવુ લાગી રહ્યું હતું કે પર્વએ પરાણે હા પાડી છે. તેમ વિચારીને પાયલ લગ્ન માટે મન માનવી પોતાની જાતને છેતરી રહી હતી.

        અંતે લગ્ન નો દિવસ પૂરો થઈ ગયો,અને મહેમાનો એક પછી એક વિદાય થઈ ગયા. સજીધજીને લગ્નના પાનેતરમાં સજજ સોનાના આભૂષણોથી લદાયેલ પાયલ આખા દિવસના,લગ્ન અને રિસેપસનના પ્રસંગો પાર પાડી થાકીને તેના પતિ પર્વ નો સુહાગરાતના રૂમમાં ઇંતેજાર કરતી, મીઠા સ્વપનોમાં ખોવાઈ ગઈ હતી.

        આખા દિવસનો થાક હમણાં પર્વ આવશે અને તેની પ્રેમભરી વાતોથી ઉતરી જશે,તેવા વિચારોમાં મગ્ન પાયલ સુહાગરાત માટે સજાવેલા રૂમની સજાવટ જોઈ રહી હતી.

        ડબલબેડને ફૂલોની સેજથી અને હારતોરાથી શળગારેલ હતો. બાજુમાં ટેબલ ઉપર દૂધના બે ગ્લાસ અને સુગંધી હાર અને પાન દેખાઈ રહ્યા હતા. હલકી હલકી ખુશબો અને મંદ લાઇટથી રૂમ મહેંકી રહ્યા હતો.

        મીઠા સ્વપનોમાં ખોવાએલી પાયલે રૂમનો દરવાજો ખોલવાનો અને પર્વના આગમનનો અવાજ સાંભળ્યો,અને તેના દિલની ધડકનો તેજ થઈ ગઈ.

        પર્વએ ધીમે પગલે નજીક આવી ધડાકો કર્યો,સોરી પાયલ આપણે સુહાગરાત નહિ મનાવી શકીએ મને ઘરવાળાએ પરાણે તારી સાથે લગ્ન કરવા મજબૂર કરેલ છે. હું તો કોલેજની શરૂયાતથીજ મારી કોલેજમાં ભણતી પ્રિયાને જ પ્રેમ કરતો હતો, પણ તેની જ્ઞાતિ જુદી હોવાથી મને મમ્મી પપ્પા તરફથી લગ્નની પરવાનગી મળી જ નહિ. હું ને પ્રિયા ત્રણ વરસથી એકબીજાના પ્રેમમાં ગળાબૂડ હતા, પણ છેવટે મારે મમ્મીની મમતા અને પપ્પાની જીદ આગળ ઝૂકવું પડ્યું, અને મે તારી સાથે લગ્નની હા પાડી.

        ભલે, મે તારી સાથે પરાણે લગ્ન કર્યા,પણ હું પ્રિયા વગર રહી શકું તેમ જ નથી.પાયલના માથે જાણે આભા તૂટી પડ્યું. જીવનમાં જોયેલા લગ્ન જીવનના સોનેરી સપના ચક્નાચૂર થઈ ગયા. આખા દિવસનો થાક ડબલ થઈ ગયો.

        પર્વ પોતાનું ઓશીકું લઈ બાજુના સોફા ઉપર અલગ સૂઈ ગયો. આખી રાત પાયલની આંખોમાથી આંસુઓ નીકળતા રહ્યા.ઓશીકું પલળતું રહ્યું. તે વિચારતી રહીહવે શું કરવું?

        પોતાના પિયરના કે સાસરાના ઘરના વડીલોને આવી અંગત વાત કહેવી કે નહિ? તે એક સારા ઘરની સંસ્કારી છોકરી હતી. ગ્રેજ્યુએટ થયેલી અને દેખાવડી હોવા છતાં તેને આવો સખત અન્યાય??

        સવારે રૂમની બહાર નીકળતા તેની લાલધુમ આંખો જોઈ, ણદે મજાક કરતાં કહ્યું કેમ છો, ભાભી અમારા પર્વ ભાઈએ આખી રાત સુવા નથી દીધા કે શું?”

        તેને ક્યાં ખબર હતી કે પરિસ્થિતી તદન વિપરીત હતી.પાયલે ખોટું ખોટું સ્માઇલ આપી, રસોડામાં કામે વળગી ગઈ.

        આમને આમ ચાર દિવસ અને ચાર રાત વિતી ગયા. પાયલ ખરેખર સંસ્કારી ઘરની દીકરી હતી, બધુજ મુંગે મોઢે સહન કરતી રહી.

        ઘરનાને પણ લાગતું હતું કે કઈ અજુગતું બની રહ્યું છે. તેઓ પણ આગ્રહ કરતાં હત કે હનીમૂન માટે બન્ને બહારગામ જઇ આવે તો એકબીજાની નિકટતા અને પ્રેમ વધે.

        બહુ વિચારીને અંતે પતિવ્રતા નારી પાયેલે ચોથી રાતે  તેના પતિ પર્વ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો.મારે મન પતિની ખુશી એજ મારી ખુશી છે, જો તમને પ્રિયાને પામીને ખુશી મળતી હોય તો મને કાઇ વાંધો નથી, હું સાથે આવવા તૈયાર છું. અત્યારે તે ક્યાં રહે છે?”

        પર્વ તેની સામે જોઈ રહ્યો હજુ ચાર દિવસ પહેલાજ લગ્ન કરેલી પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા પાસે લઈ જવા તૈયાર થઈ ગઈ. કેટલી મહાનતા ! કેટલો ત્યાગ !

        પર્વ પ્રેમના નશામાં તેની પ્રેમિકા પ્રિયાને પામવા તૈયાર થઈ ગયો. એમાય પાછી પત્ની જ સાથ આપતી હોય પછી વાંધો શું છે? ઘરવાળાને પણ શંકા નહિ જાય.

        તેણે વિચારીને કહ્યું.પ્રિયા અહીથી ગ્રેજ્યુએટ થઈને જોબ માટે મુંબઈ જતી રહી છે,તેના મોબાઈલ પરથી તેનું એડ્રેસ મળી જશે.

        બીજે દિવસે વહેલી સવારે બન્ને જણા મુંબઈ જવા તૈયાર થઈ ગયા. ઘરના ખુશ થયા કે સારૂ બન્ને જણા હનીમૂન મનાવવા મુંબઈ જરહયા છે.અંધેરીમાં પ્રિયાનું ઘર શોધતાં બન્નેને કલાક લાગ્યો. સિંગલ રૂમના એપાર્ટમેન્ટમાં એકલી રહી,કોઈ કંપનીમાં જોબ કરતી હતી.

        રાતના અચાનક પર્વને અને તેની સાથે આવેલી પાયલને જોઈ પ્રિયા અચંબામાં પડી ગઈ. સેંથીમાં સિંદુર અને કપાળે ચાંદલો કરેલી સાડીમાં સજજ પાયલ સુંદર દેખાતી હતી. પ્રિયાએ ઘરમાં હાફ પેન્ટ અને ટીશર્ટ પહેરેલ હોવાથી ગ્લેમરસ અને સેક્સી લાગી રહી હતી. પર્વતો પ્રિયના પ્રેમમાં પાગલ હોવાથી તેનેજ જોઈ રહ્યો હતો.

        પ્રિયા તેની સાથે પ્રેમ કરીને તેને છોડી દઈ, બીજે લગ્ન કરનાર પર્વ ઉપર ગુસ્સે જ હતી, તેણે ગુસ્સામાં પર્વને કહ્યું તારા લગ્ન તો થઈ ગયા, હવે શું કરવા આવ્યો છે?

        પર્વ કરગરતા બોલ્યો,પ્રિય તારા વગરતો હું રહી શકું તે તેમ જ ન હતો, આતો મમ્મી પપ્પાના દબાણ આગળ આની સાથે પરાણે લગ્ન કરવા પડ્યા. પણ હું તો હજુ તને જ પામવા મથું છું, મે હજુ તેની સાથે કાઇ સંબંધ હજુ સુધી કરેલ નથી.

        પાયલ નીચું જોઈને સાંભળી રહી. પ્રિયા આ સાંભળી ખુશ થઈ ગઈ. તેણે ખુશ થઈને કહ્યું શું વાત કરે છે? તું હજુ મનેજ પ્રેમ કરે છે?

        ખુશીમાં પાગલ થઈ,તેણે પર્વનો હાથ પકડી લીધો અને અંદરના રૂમમાં લઈ જઈ બારણું બંધ કરી દીધું. અંદર જઈ બન્ને એકબીજાના બાહુપાશમા જકડાઈ ગયા.

        બહાર રહેલી પાયલનું દિલ જોરથી ધડકી રહ્યું હતુ. પ્રિયાએ લેડી જેમ્સબોન્ડની અદાથી પર્વને પુછ્યું હવે આનુ શું કરવું છે?

        મારી પત્ની પાયલ છે, તેની રાજીખુશીથી મને અહી લાવી છે.પર્વએ સત્ય હકીકત જણાવી.

        મૂર્ખ, એક જ્યાનમાં બે તલવાર ના સમાય આનો કાંટો કાઢવોજ પડશે પ્રિયા હવે મૂડમાં આવી ગઈ હતી. મને સામેથી સહકાર આપીને મારી ખુશાલી ખાતર અહી તારી આગળ આવી છે, અને તું તેના માટે આવું વિચારે છે?

        પર્વ હવે અસંમજમાં પડી ગયો. પાયલ તેની કાયદેસરની પત્ની હોવા છ્તાં કુરબાન થઈ હતી,જ્યારે આ ફકત પ્રેમિકા હોવા છ્તાં. તેનો કાંટો કાઢવાની વાતો કરે છે?

        પ્રિયા હવે તેનો અસલ ચહેરો બતાવી રહી હતી, તેણે પર્વને સમજાવતા કહ્યું જો,મારી પાસે એક મિત્ર એવો છે, જેને સોપારી આપી દઈએ,તો અહી મૂંબઈમાં જ કામ પતી જશે. ત્યાં અમદાવાદ કોઈને ખબર પણ નહિ પડે, કે તારી પત્ની ક્યાં ગઈ? પાછી તું બધાને સમજાવી દેજે કે તે જુહુના દરિયામાં ડૂબી ઈ.

        પર્વ ભડકીને તેનાથી દૂર થઈ ગયો. તે પોતાની ખુશીઓનું બલિદાન આપનાર પત્નીને મોતને ઘાટ ઉતરવાનું વિચારનાર પર ગરમ થઈ ગયો. તેણે મનમાં વિચાર્યું આવી છોકરી સાથે આખું જીવન કાઇ રીતે વીતાવાય? ગમે ત્યારે મારાથી ઉબાઈ જાય અને બીજો કોઈ પ્રેમી મળી જાય તો મારો પણ આવોજ અંત આવેને !

        એકદમ તેનો પ્રિયા પ્રત્યેનો પ્રેમનો નશો ઉતરી ગયો. બારણું ખોલી તે બહાર આવ્યો,અને પત્નીનો હાથ પકડી કહ્યું ચલ, આપણે ઘેર.

        પ્રિય અંદરથી દોડતી બહાર આવી અને બોલીતારા વગર હું જિંદગી કઇ રીતે વિતાવીશ?

        તારા કરતાં તો મારી પત્ની પાયલ હજાર દરજે સારી છે, હવે મારી રાહ ના જોતી આટલું કહીને પર્વ તેના એપાર્ટમેન્ટમાંથી પાયલનો હાથ પકડી નીકળી ગયો,અને સીધો અમદાવાદની ટ્રેનમાં ઘેર પહોંચી  ગયા.

        એકજ દિવસમાં બન્નેને ઘેર પરત ફરેલા જોઈ ઘરનાને નવાઈ લાગી.રાત્રે ખુશખુશાલ પાયલ અને પર્વઘરમાંજ મધુરજની ઉજવી લગ્ન જીવનની શરૂયાત કરી. પાયલને હજુ સુધી સમજ નહોતી પડતી કે રૂમમાં અંદર એવીતો શું વાતચીત થઈ કે તેનો પતિ તેની પ્રેમીકાને તરછોડો મારી પાસે આવી ગયો??





Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories