“તમારે માટે મે થેપલા અને પુરી
બનાવી રાખ્યા છે. સવારે ચ્હા સાથે નાસ્તામાં ચાલશે. સવારે એક થેલી દૂધ થઈ રહેશે.
ચ્હા થયા પછી વધેલું દૂધ મેળવી દેજો. ટિફિન સાથે તેની છાસ પીવા કામ લાગશે. સવાર સાંજ ટિફિન આવે ત્યારે ઘરે જ રહેજો. “
માલા બોલતી હતી અને મયંક હા માં હા પુરાવીને બહાર નીકળવા લાગ્યો .
“સારું, જા હવે, હું મારુ ફોડી લઇશ.” મયંક કંટાળીને ગરમ
થતાં બોલ્યો.
“છતાં મારુ કામ પડે તો
મોબાઈલ કરજો, હું તરત બે કલાકમાં વડોદરાથી આવી જઈશ. આ તો
મારી મમ્મી પડી ગઈ છે, એટલે મદદ કરવા જાઉં છું.” માલાએ પાછી સૂચનોની લંગાર ચાલુ
કરી.
“મારે તારું શું કામ પડે ? ખોટી ચિંતા કરે છે.
હવે નીકળ, તારી લક્ઝરી બસનો ટાઈમ થઈ ગયો છે.” મયંકે તેની બેગ
બહાર કાઢી રિક્ષામાં મુક્તા કહ્યું.
“તબિયત સંભાળજો.” કહેતા માલા રડવા જેવી થઈ
ગઈ. પહેલી વખત જુદા પડવાનો ગમ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો.
“હા, હા” મયંકે વિચાર્યું, સાવ ગબા જેવી છે. આવી ભોપા
જેવી સામાન્ય ઘરરખ્ખું પત્નીથી મયંક એક વરસમાં
કંટાળી ગયો હતો.
તેને તેની કોલેજકાળની પ્રેમિકા મોનિકા યાદ
આવી. કેટલી સેક્સી, રોમેન્ટીક અને ગ્લેમરસ હતી !! પણ લગ્ન માટે મમ્મી પપ્પા માન્યા જ નહીં.
“બેટા, આવી ઉછાછળી, સામું બોલનારી અને
ઉદ્ધત પત્ની તરીકે બિલકુલ ન ચાલે.” તેના પપ્પા નન્નો ભણતા જ રહ્યા.
મયંક ના પાડતો રહ્યો, પણ તેને સાદી, સમજુ, કહ્યાગરી, ઘરરખ્ખું
માલા સાથે પરણાવી દીધો. એક વરસ તો મયંકે
જેમતેમ માલા સાથે કાઢી નાખ્યું. હજુ મયંક મોનીકા સાથે મોબાઈલથી કોન્ટેક્ટમાં હતો.
બંને વચ્ચે હજુ ભૂતકાળની યાદો સાથે લવના લફરાં ચાલુ હતા.
ત્યાં તો મોનિકાનો ફોન રણકી ઉઠ્યો. “હાય
ડાર્લીંગ,
તારી બોચિયણ પત્ની પિયર ગઈ કે નહીં ?”
“તને ક્યાથી ખબર પડી ?” મયંકને નવાઈ લાગી.
“ભૂલી ગયો, બે દિવસ પહેલા તે તો કહ્યું હતું. બોલ હવે, લહેર કરવા ક્યાં જવું છે ?” મોનિકાના મન પર લવનો નશો
છવાયેલો હતો.
સામેથી આમંત્રણ મળતાં મયંક
ખીલી ઉઠ્યો. "વાહ મજા કરવા મળશે."
“જો મે માંડમાંડ મમ્મી
પાસેથી મારી ફ્રેન્ડને ઘેર ગાંધીનગર રાત્રે જવાની પરમીશન લઈ લીધી છે. ત્યાં લોંગ
ડ્રાઈવ પર જઈએ.” મોનાએ દાણા નાખ્યા.
મયંક રાજી થઈ ગયો. કલાકમાં
બંનેની ગાડી ગાંધીનગર હાઇવે તરફ દોડી રહી હતી. ફાઇવસ્ટાર રિસોર્ટમાં મોનિકાએ
પોતાની ઓળખાણ આપી રૂમ બુક કરાવી રાખી હતી.
મોનિકાએ તેનો હાથ મયંકના હાથમાં
મૂકી, કામુક દ્રષ્ટિથી નિહાળી રહી. !! રસ્તામાં
મયંકને તાવ જેવુ લાગ્યું અને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો.
“ચાલ, રેસ્ટોરન્ટમાં પંજાબી જમી લઈએ.” મોનિકાએ
કહ્યું. પણ મયંકની તબિયત બગડતી જતી હતી. મોનિકાએ એને પરાણે પંજાબી ખવડાવી અને રૂમમાં લઈ આવી. આજની રાત તે પૂરી
આનંદપુર્વક ઉજવવા માંગતી હતી. પણ અફસોસ !!!
મયંકને જમ્યા પછી ઊલટીઓ ચાલુ થઈ ગઈ. હવે
મયંક કશું કરી શકે તેમ ન હતો. તે લુઝ થઈ
બેડ પર ઢળી ગયો. પુષ્કળ તાવ અને પેટના દુ:ખાવાથી તે બેહાલ થઇ ગયો.
મોનિકા ગરમ થઈ ગઈ, આટલો ખર્ચ કર્યો, માંડ માંડ ઘરેથી રાતની પરમીશન લઈને આવી અને મયંક તો સાવ ઢુસ થઈ ગયો. તેની
મનમાં ઉભરાતી વાસના ઠરીને હવા થઈ ગઈ. તેણે મયંકને ઉકસાવવા બહુ કોશિશ કરી, પણ મયંક તો બેહાલ કણસી રહ્યો હતો. ગુસ્સે થઈને તે
ગાડી લઈને અમદાવાદ પરત નીકળી ગઈ. મયંકનું શું થશે, તેનો
વિચાર જ ના કર્યો, આમ પણ તેને એની તબિયત સાથે શું લેવાદેવા ?
મયંક બેહોશીની હાલતમાં માલાને મોબાઈલ
કર્યો,
“જલ્દી અહી આવ, મારી હાલત નાજુક છે.”
“પણ તું છે, ક્યાં? શું થયું ?” માલાએ ચિંતિત થતા પૂછ્યું.
“હું મારા ફ્રેન્ડ સાથે ગાંધીનગરના રિસોર્ટ પર આવેલ પણ તે જતો રહ્યો છે, હું તને લોકેશન મોકલું
છું.” આટલું કહેતા મયંક ઢળી ગયો.
“હું તત્કાલ ડોક્ટરને લઈને આવું છું.”
માલાએ તરત વડોદરાથી ટેક્સી કરી, રસ્તામાં અમદાવાદથી ડોક્ટર લઈ રિસોર્ટ પહોંચી
ત્યારે મયંકની હાલત ગંભીર હતી. ડોક્ટરે તપાસીને તાવ, ઉલ્ટી અને પેટનો દુખાવો જોઈ નિદાન કર્યું, એપેન્ડીસાઇટિસ. રાત્રે બે વાગે ઇમર્જન્સી ઓપરેશન કરતાં ડોક્ટરે કહ્યું, “જો બે કલાક મોડા પડ્યા હોત તો એપેન્ડીક્સ અંદર ફાટી જાત, અને હાલત ગંભીર બની મોત પણ નીપજત."
આખી રાત માલા હાથ પકડીને મયંકની સેવામાં
લાગી રહી. તેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. હું ખોટી એકલી નીકળી ગઈ. વિચારીને તે પસ્તાઈ રહી હતી.
સવારે નવ વાગે મયંકે આંખ ખોલી અને
હોસ્પિટલના બેડ પાસે માલાને બાટલો પકડી બેઠેલી જોઈ રડી
પડ્યો. આખી વિગત વિચારીને તે વલોવાઈ ગયો.
વાસનામાં મોનીકા પાછળ અંધ બની દોડી રહેલા મને
તેને ઠપકાર્યું.
“હું ખોટો ગ્લેમર અને રોમાંસની પાછળ દોડી
રહ્યો હતો. મુશ્કેલ સમયે સાથ છોડી દેનાર કરતાં સાથે રહેનાર જ સાચા સગા." આજે
આ જ્ઞાન તેને આવી ગયું.
તે વિચારતો
રહ્યો, હું
માલાને ગમાર, ભોળી, માની તેની સામું
નહોતો જોતો, એ ઘરની પત્ની જ આફતમાં કામમાં આવી, તેને "ઘરકી
મુર્ગી દાલ બરાબર” કહેવતનો મર્મ સમજાઈ ગયો. અને પત્નીને પ્રેમથી ભેટી પડ્યો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ઘર કી મુર્ગી દાલ બરાબર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories