શહિદ બહાદુરસિંહ અમર રહો
“અત્યારે મોડી રાત્રે એકદમ અહી ક્યાંથી? તમે તો યુદ્ધના
મેદાનમાં જવા નીકળ્યા હતા?” યુવાન, દેખાવડી પત્ની બેલાએ રાત્રે અગ્યાર વાગે ઘર આંગણે બારણું ખખડતા, તેના સૈનિક પતિને જોઈ પ્રશ્ન કર્યો.
“ધીમેથી બોલે, હું યુદ્ધના મોરચેથી ભાગીને ઘેર આવેલ છું. તારો પ્રેમ મને અહી ખેંચી લાવેલ છે, હજુ આપણાં લગ્નને મહિનો માંડ થયો છે, હજુ તો આપણે સુહાગરાત મનાવીને
જાણે હમણાં જ આવ્યા છીએ.” તેના પતિ બહાદુરસિંહે ધીમા અવાજે પ્રેમપૂર્વક જવાબ આપ્યો.
“પણ વતનની રક્ષા કરવાને બદલે
રાત્રે પત્ની પાસે ઘેર પરત કેમ?” હજુ પણ તેની પત્ની
બેલાને સમજ પડતી ન હતી.
“શું કરૂ ? તારા પ્રેમ આગળ હું ઝૂકી ગયો અને
બધાની નજર ચૂકવી ઘેર ભાગી આવ્યો છું.” બહાદુરસિંહે પોતાનો પ્રેમ જતાવ્યો.
“મારા નાથ, દેશ માટે મરી ફિટવાનો પ્રસંગ તો નસીબદારને જ મળે છે. તમે આમ ઘરે ભાગી આવીને જરાપણ સારૂ કામ નથી કર્યું.” તેની પત્ની બેલા નારાજ થઈને ગુસ્સે થતા
બોલી.
“તને મારા માટે પ્રેમ નથી
કે શું? તારા પ્રેમ થી ખેંચાઈને હું
સેનામાંથી રાત્રે ભાગીને આવ્યો, તો આવકારવાને બદલે આવા ભાષણો આપે છે ? શરમ નથી આવતી. તારી કરતા તો મારી માં સારી. મને જોઈને ખુશ થઈ જશે.” હવે સૂબેદાર બહાદુરસિંહ પણ ગરમ
થઈ ગયો.
આ વાતચીત અને અવાજથી અંદર સૂઈ રહેલા તેના વિધવા
માતા સુરજબા જાગીને બહાર આવ્યા, અને પોતાના દીકરાને જોઈ
ખુશ થતાં બોલ્યા.” આવી ગયો બેટા, જંગ જીતીને આવ્યો કે શું ?”
“ના માં, હજુ લડાઈ તો ચાલુ
છે, પણ હું તો
મોરચેથી ભાગીને તને અને બેલાને મળવા આવ્યો છું ”
બહાદુરસિંહે સાચી વાતનો ફોડ પાડતા જવાબ આપ્યો. તેને હતું કે તેની
માં તેને આવેલો જોઇને ખુશ થઈ જશે, પણ તેની માં તો
વિફરી ગઈ.
“ફૂટ ભૂંડા, આ શું બોલે છે ? લડાઈના મેદાનમાંથી ભાગીને ઘેર ? શરમ નથી આવતી. દુશ્મનોના છ્ક્કા છોડાવવાને બદલે અહી પત્નીની સોડમાં આનંદ કરવા આવી ગયો. હું મહોલ્લામાં અને સમાજમાં બધાને શું જવાબ આપીશ ?”
બહાદુરસિંહ આ સાંભળી ઝંખવાઇ ગયો. કેટલી બધી આશાઓ અને અરમાનો લઈને ઘેર આવ્યો હતો ? લગ્નને હજી મહિનો જ થયો છે, અને યુદ્ધમાં ખપી જવાનું ?
વાત છે આજથી ઓગણસાઇઠ વરસ પહેલાની, સન ઓગણીસો બાસઠમાં અચાનક હિમાલયની
સરહદો પર ચીને હુમલો કરી દીધો.
વડાપ્રધાન પંડિત નહેરૂ
હિંદીચીની ભાઈભાઈના નારા લગાવતા અચાનક ચીનના હુમલાથી સડક બની ગયા. સમગ્ર ભારતની જનતા ચિંતાતુર બની ગઈ.
મિલિટરીમાંથી બધા જવાનો અને ઓફિસરોની
રજાના ઓર્ડર કેન્સલ કરી તત્કાલ ડ્યૂટી જોઇન્ટ કરી યુદ્ધના મોરચે મોકલવાની કાર્યવાહી
ચાલુ થઈ ગઈ.
બહાદુરસિંહ ચૌહાણ અમદાવાદના
રખિયાલ વિસ્તારનો તરવરિયો યુવાન
હતો.
શાળામાં હતો ત્યારથી
જ તેનામાં દેશપ્રેમની લાગણી લાગી હતી, જે મિલિટરીમાં જોડાઈને બહાદુર
બની ગઈ. તેની હોશિયારી અને ધગશને
અનુલક્ષીને હજુ છ માસ પહેલા જ જવાનમાંથી લાન્સનાયકનું
પ્રમોશન મળ્યું હતુ. જ્ઞાતિમાં તેના પ્રમોશનની
વાતો થતાં જ સુંદર કન્યાઓના માગા ચાલુ થઈ ગયા.
પહેલી યુવતી બેલાને જોતાવેંત બહાદુરને પસંદ પડી
ગઈ. તેના ઇન્ટરવ્યૂમાં બેલાએ પૂછ્યુ “તમને મિલિટરીમાં મોતની બીક નથી લાગતી ?”
“મને મોતની બીક લાગતી હોત
તો મિલિટરીમાં જાત જ નહિ ને !” બહાદુરસિંહે સાહજીક રીતે નીડર જવાબ
આપ્યો.
“બહુ જ સરસ. તમારી આ હિંમત અને દેશદાઝથી હું પ્રભાવિત
થઈ છુ.” બેલા ખરેખર ખુશ થઈ ગઈ. શુભ મુહૂર્ત જોવડાવી બન્નેના લગ્ન લેવાઈ ગયા.
હજુ લગ્નને મહીનો માંડ થયો હતો, અને ચાઈનાએ હુમલો કરતાં તરત જ
બહાદુરસિંહને ફરજ પર હાજર થઈ મોરચે જવું પડ્યું. બે યુવાન હૈચાઓની મિલનની આશાઓ અને અભિલાષાઓ અધુરી રહી ગઈ.
બહાદુરસિંહે મોરચે જઇ તેમના અધિકારી સાથે
રજા ઉપર ઉતરી ઘરે જવાની રટ પકડી, પણ મેજર સાહેબ રજા આપે
કઈ રીતે ?
સરકારના સ્પષ્ટ ઓર્ડરો હતા, જેમની રજાઓ મંજૂર થઈ હતી, તે પણ કેન્સલ કરી ફરજ ઉપર હાજર થવાના ઓર્ડરો છૂટી
રહયા હતા.
અંતે બે દિવસ રકઝક કરી
કંટાળેલ બહાદુરસિંહ આગલી રાત્રે બેગ ભરી બધાની નજર ચૂકવી, હિમાલય બોર્ડર ઉપરથી ભાગી છૂટી
વતનની વાટ પકડી લીધી.
પણ.......રાત્રે ઘેર પહોંચીને જેને માટે આવેલ, તે પત્ની અને માતાનો પ્રતિભાવ જોઈને તેના
પ્રેમ કરવાના હવાતિયા દેશદાઝમાં ઓગળી ગયા.
બહાદુરને એકાએક દેશ પ્રેમનો નશો ચડી ગયો. દેશ માટે ફના થવા, પાછો તૈયાર થઈ બોર્ડર ઉપર જવા
ઊભો થયો.
પત્ની બેલાએ કહયુ “હવે, આવ્યા છો તો જમીને જાવ.”
“હવે તો આવીશ તો શહીદ થઈને, નહિ તો દેશ માટે લડાઈ પૂરી કરી
જીતીને જ આવીશ.” બહાદુરસિંહને જુસ્સો ચડી ગયો.
મેજર ભાટી સાહેબ બહુ જ
ગુસ્સામાં આમતેમ આટા મારી રહયા હતા. લાન્સનાયક બહાદુરસિંહ બે
દિવસથી ગાયબ હતો.ચારેકર શોધખોળ આદરી
પણ આખી બટાલીયનમાં કોઈને તેની ખબર ન હતી.
દૂરથી બહાદુરને આવતો જોઈ મેજર બરાડયા “કહાં ગયે થે બહાદુરસિંહ?” “સાબ મેરી બીબી કી તબિયત
બીગડ ગઈ થી, અચાનક ખત આયા તો જાના પડા.” હિમંતસિંહે લૂલો બચાવ કર્યો.
“અબ દેશ કી ખાતીર ક્યાં કરોગે ?” મેજરે પ્રશ્ન પૂછ્યો. “મે દેશ કે લીયે આપની જાન તક દેને કો તૈયાર હું.” બહાદુરસિંહે પણ જુસ્સાપૂર્વક જવાબ આપ્યો.
રાત્રે ડીનર પછી બ્રિગેડીયર સાહેબે
આખ્ખી બટાલીયનની મિટિંગ બોલાવી. દુશ્મનની એક મહત્વની ચોકી ઉડાવવાની હતી, જેમાં આપણા જવાને માનવ બોમ્બ
બનીને ઘૂસવાનું હતું. જે જવાન જાય તેના શરીરના ફુરચે ફુરચા નક્કી હતા, પણ દુશ્મનોના હથિયારો અને દારૂગોળાનો
સંપૂર્ણ નાશ થઈ જાય તેમ હતુ.
બ્રિગેડીયર અરોરા સાહેબે
જોરથી પુછ્યું “ બોલો, કૌન દેશકે લીયે કુરવાન હોને કો તૈયાર હે ?”
બધા એકબીજાના ચહેરા સામે
જોવા લાગ્યા. જે જવાન માનવ બોમ્બ
બને એનું મોત નક્કી જ હતુ. બહાદુરસિંહને તેની
પત્ની અને માતાના શબ્દો યાદ આવ્યા.”માં ભોમ માટે મરી ફીટે એ જ ખરો દેશપ્રેમી ! તારી એક જ કુરબાનીથી દેશની અનેક માં બહેનોની ઇજ્જત
બચી જશે અને દેશની હિફાજત થશે. એ ભૂલાય નહી.
“સાબ,મે દુશ્મન કી ચોકી મે જાઉંગા,”બહાદુરસિંહ જુસ્સામાં ઊભા થઈ ગયા, તેમના ચહેરા પર દેશપ્રેમ ચમકી
રહયો હતો. બધા જવાનો તેની સામે અહોભાવથી તાકી રહયા.
રાત્રે અગ્યાર વાગે
બહાદુરસિંહ તૈયાર થઈ ગયો હતો, તેના શરીર ફરતે છ વિનાશક
બોમ્બ બાંધવામાં આવ્યા હતા, તેણે બસ્સો મીટર છેટે
આવેલી દુશ્મનોની ચોકી તરફ દોટ મૂકી,તેના હાથમાં ત્રિરંગો ચમકી
રહયો હતો.
દુશ્મનોની મશીનગન ઘનઘની ઉઠી. બહાદુરસિંહનું શરીર ગોળીઓથી
ચારણી બની ગયું, છ્તાં દેશદાઝની શક્તિથી દોડવાનું
ચાલુ રાખ્યુ, દુશ્મનોની ચોકીમાં ઘૂસી, બોમ્બનું રીમોટ દબાવતા એક મોટો
ધડાકો.....અને આખી ચોકી સહિત ચીની સૈનિકો સાફ....
દુશ્મનોનો બધો દારૂગોળો અને હથિયારો સાફ થઈ
ગયા. બહાદુરસિંહના શરીરના ફુરચા ઊડી ગયા. દુશ્મનો ઊભી પૂછડીએ પરત ભાગ્યા,
ચોકી ઉપર ત્રિરંગો લહેરાઈ રહયો હતો. એ મોરચા ઉપર આપણા સૈન્યનો જયજયકાર થઈ ગયો. આખી બટાલીયને બહાદુરસિંહની આ શહાદતને સેલ્યુટ કરી અંજલિ આપી.
પંદરમી ઓગસ્ટનાં રોજ દિલ્હીના લાલકિલ્લાના માઇક
ઉપરથી જાહેર થયું “પોતાના જીવનની પરવા કર્યા વગર
દુશ્મનોનો ખૂડદો બોલાવી દેનાર
લાન્સનાયક બહાદુરસિંહને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવે છે.”
તેની વિધવા પત્ની બેલા અને માતા
સૂરજબા ચંદ્રક લેવા રાષ્ટ્રપતિ પાસે ગૌરવભેર સ્ટેજ પર આવ્યા, ત્યારે તેમની સાથે
સૌની આંખો ભીની થઈ ગઈ.
બહાર માઇક પરથી ગીત ચાલુ થયું.
“જિંદા રહને કી મૌસમ બહોત હૈ, મગર જાન દેને કી ઋતુ રોજ આતી નહી
અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ.”
ચારે તરફથી નારા ગુંજી રહયાં હતા
“શહિદ બહાદુરસિંહ અમર રહો.
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
શહિદ બહાદુરસિંહ અમર રહો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission”


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories