જિંદગીનો મકસદ
ડીન સાહેબ નામ બોલ્યા ‘‘ રવિ લક્ષ્મીચંદભાઈ દોશી’’ મેડીસીન ગોલ્ડ મેડલ. ચારે તરફ તાળીઓના ગડગડાટ વચ્ચે કેમેરાની સ્વીચ ચપોચપ દબાતી હતી. ડીન સાહેબે કહ્યુ. ‘‘ તેના માબાપને પણ સ્ટેજ ઉપર બોલાવો, કે જેથી બધાને પ્રેરણા મળે કે મેડલ માટે પૈસાની જરૂર નથી.
સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાવ નાના ગામડામાં રહેતાં લક્ષ્મીચંદભાઈ ત્યાંના જમીનદારના મુનિમનું કામ કરતા. પ્રાઈવેટ પેઢીમાં કામ કરતાં ગામડાના મુનિમનો પગાર કેટલો હોય ? માંડ અઢી હજાર રૂપિયા. તેમના પત્ની સવિતા બહેન ખુબ સમજુ અને કરકસરીયા ગૃ્હીણી હતા. ફકત રોટલા અને ગોળથી પણ કામ ચલાવી લેતા. જૂની સાડીઓમાં થીંગડા વધી જાય પછી જ બે વર્ષે એક જ નવી સાડી લેવાની. બન્ને જણાં કરકસર અને મહેનત કરીને તૂટી જાયતો પણ ખર્ચના બે છેડા ભેગા થતા જ ન હતા. મોંઘવારી પણ દિવસે ને દિવસે વધતી જાય, તેમાં કરે શું ? હજુ સુધી લક્ષ્મીચંદભાઈ વિચારી રહ્યા હતાં, તેનું નામ કઈ રીતે પાડયું હશે, કે તેનાથી લક્ષ્મી દુર જ ભાગે છે.
સંતાનમાં એક જ દિકરો હતો રવિ નસીબજોગે ભણવામાં રવિ ખુબ હોશિયાર નીવડયો. દસમાના બોર્ડમાં આખા જિલ્લામાં અવ્વલ નંબરે પાસ થયો અને બારમાં ધોરણમાં પણ મેરિટમાં સૌથી આગળ હોવાથી મેડિકલમાં મેરિટ ઉપર પ્રથમ લીસ્ટમાં એડમિશન મળી ગયું. લક્ષ્મીચંદભાઈ અને સવિતાબેનનો હવે એકજ મકસદ બની ગયો, રવિને ભણાવીને ડોકટર બનાવવો. રવિને અમદાવાદની વાડીલાલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં એડમિશન મળેલ હતું. હોસ્ટેલનો રહેવાના તથા જમવાનો ખર્ચ જ તેના આખા પગારને પુરો કરી દેતા. ચોપડાં અને ફીના પૈસા તો લોન અને સ્કોલરશીપમાંથી કાઢવાં પડતા.
ખર્ચના બે છેડાં ભેગા કરવા ખુબ મુશ્કેલ હતા. લક્ષ્મીચંદભાઈએ તેમના શેઠ પાસેથી અગાઉ લોન લીધેલ જ હતી. છતાં તેમના શેઠ જરૂર પડે લોન પેટે પૈસા આપતાં રહેતા. બન્નેની એક જ મનોકામના હતી, એકનો એક દિકરો રવિ ડોકટર થઈ જાય, પછી તો સુખ અને પૈસા જ છે ને ! આ જ આશામાં માતાપિતા સખત મહેનત અને કરકસર કરે જતાં હતા. રવિ પણ પોતાના ઘરની હાલતથી વાકેફ હતો, બને તેટલા ઓછા ખર્ચે ભણવાની વ્યવસ્થા ગોઠવતો રહેતો. ટેક્ષબુકો તો લગભગ લાયબ્રેરીમાંથી લઈને જ વાંચતો.
આમ કરતાં રવિ સેકન્ડ એમ.બી.બી.એસ. માં આવી ગયો. ભણવાનો ખર્ચ ખુબ વધી ગયો હતો. તે માબાપ પાસે ખર્ચના રૂપિયા મંગાવતા પણ શરમાતો હતો. ખર્ચના બોજા અને અપુરતાં પોષણને લીધે સવિતાબેન ફીકકા પડી રહ્યાં હતાં. છતાં કામ ખેંચે જતાં હતાં. હવે તો રવિને બે જ વરસ રહ્યા ને !
એક દિવસ સવારે સવિતાબેનને આંખે આવીને ચક્કર આવ્યા અને પડી ગયા બન્ને જણા ચિંતામાં પડી ગયા. નાના ગામડામાં તો સારવારની શું સગવડ હોય ? તેથી લિબંડીમાં સરકારી દવાખાને બતાવવા ગયા તેમની લોહીની તપાસના રીપોર્ટ જોઈ ડોકટરે અમદાવાદ સિવીલની ચિઠ્ઠી લખી આપી. વાડીલાલ હોસ્પિટલમાં તેમનો દિકરો જ હતો. પણ ત્યાં જતા બન્ને વિચારમાં પડી ગયા કે, કોઈ ગંભીર રોગ નીકળશે તો રવિનું ભણવાનું બગડશે. તેથી બીજે દિવસે ભારે હૈયે સિવીલ હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાંના ફીઝીશીયને બીજી વધારાની તપાસો કરાવી કેસને મોકલી આપ્યો કેન્સર હોસ્પિટલમાં. બન્નેના હૃદય ડરથી ધડકી રહ્યા હતા. છેવટે ગભરાતાં હતાં તે જ નિદાન આવ્યુ બ્લડ કેન્સર છેલ્લુ સ્ટેજ. તેની એક માત્ર સારવાર હતી, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, જેનો ખર્ચ હતો દશ થી બાર લાખ રૂપિયા, આંકડો સાંભળી બન્ને ધ્રુજી ગયા.
ભગવાન પણ સારા માણસોની ગરીબીની પરીક્ષા જ કરે છે, તે પણ કેટલી ક્રુર ! આટલા બધા રૂપિયાતો તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યા ન હતા. જો આ સારવાર ના થઈ તો ડોકટરોએ જવાબ દઈ દીધો. વધુમાં વધુ એક કે બે વર્ષ !
મોંઘી સારવાર માંડમાંડ ફ્રી કરાવી ચાલુ કરાવી દીધી. દાખલ થવું તો પોષાય જ નહીં. દર મહિને કેન્સર હોસ્પિટલ બતાવવા આવવાનું. રવિને ખબર જ નહોતી પડતી કે તેના માબાપ અમદાવાદ આવીને પણ કેમ તેની પાસે આવતા નથી ? સિવીલમાં કોઈ સગાની ખબર કાઢીને જતા રહે છે.
ઉનાળાના વેકેશનમાં રવિને ફકત દશ જ દિવસ ઘરે આવી શકાય તેમ હતું, તેના માબાપ હાંફળા ફાફળા બની ગયા. સવિતાબેનના કેન્સરના કેસ છુપાવીને કબાટમાં સંતાડી દીધા. રવિને માટે બધુ જમવાનું થતું પણ તેની સાથે બન્ને જમવા બેસતા નહી. રવિને વાંચવામાં ખલેલ પડે નહીં, તેમ કહી બહાર જઈ જલ્દીથી રોટલો અને મરચું જમી લેતા રવિને લાગતું જરૂર મારાથી કઈક છુપાવે છે. આટલા બધાં ફિકકા અને નબળાઈવાળા સવિતાબેનને જોઈ ફાઈનલ એમ.બી.બી.એસ.માં ભણતા રવિ વારંવાર સવાલ કરતો.‘‘મા તું સારી સારવાર કેમ કરાવતી નથી’’ પણ સવિતાબેન હસતાં હસતાં બોલ્યા. ‘‘ના,ના આતો આખી રાત ઊંઘ નહોતી આવીને એટલે છે, હવે તો સારૂં છે’’ રવિ વિચારતો ડોકટર થઈને હું, પહેલી મમ્મીની સારામાં સારી સારવાર કરીશ.
તેની મહેનત અને ધગશ સફળ થઈ ગયા. રવિને ફાઈનલ એમ.બી.બી.એસમાં ખુબ સારા માર્કસ સાથે મેડિસીનમાં ગોલ્ડમેડલ મળેલ હતો. આખી મેડિકલ કોલેજમાં વાહવાહ થઈ ગઈ. ડીન સાહેબ અને તમામ સ્ટાફે નકકી કર્યું હતું, કે મેડલના વિતરણ સમારંભમા રવિના ગામડાના ગરીબ માબાપને ખાસ આમંત્રણ આપવું.
ગામડાંના તદ્દન ગરીબ અને સાવ ઓછું ભણેલા માબાપનો દિકરો રવિ આજે મેડિસીનનો ગોલ્ડમેડલ લઈ રહ્યો હતો. લક્ષ્મીચંદભાઈ અને સવિતાબેન આજે ખુબ ખુશ હતા. તેમનો જીંદગીનો મકસદ પુરો થઈ ગયો હતો. ધીમાં પગલે બન્ને સ્ટેજ ઉપર મેડલ લેવા આવી રહ્યા હતાં સવિતાબેન તેમની સાડી ઉપરના બે થીંગડા છુપાવી રહ્યાં હતા. લક્ષ્મીચંદભાઈની તૂટેલી ગામડાની ચંપલોમાંથી ટપટપ અવાજ આવી રહ્યોહતો. આખો હોલ ચકિત આંખે બન્નેને જોઈ રહ્યો હતો. ‘‘આટલાં ગરીબ માબાપનો દીકરો અને મેડિસીનનો મેડલ ! પૈસાદાર માબાપના ડોકટર દીકરાઓ નીચું જોઈ તાલીઓ પાડી રહ્યાં હતા.
ગોલ્ડમેડલ હાથમાં લઈ સવિતાબેન સ્મિત સાથે રવિ સામે જોઈ હસવા ગયા, અને ત્યાંજ ફસડાઈ પડયા. રવિએ ઝડપથી ટેકો આપ્યો, પણ તેમનું પ્રાણ પંખેરૂ તેજ ઘડીએ ઉડી ગયું. મેડલ તેના હાથમાં રહી ગયો.
લક્ષ્મીચંદભાઈ રડતાં રડતાં બોલ્યા, “બેટા, તારી માં ને બે વરસથી બ્લડ કેન્સર હતું, પણ તને જણાવેલ નહોતું, નહિતર ચિંતામાં તારું ધ્યાન ભણવામાથી હટી જાય. અમારો બંનેનો જીંદગીનો મકસદ હતો, તને ડોક્ટર બનાવવાનો, તે પૂરો થઈ ગયો. જો તારી માંના ચહેરા પર મકસદ પૂરો થયાનો આનંદ અને સંતોષ કેવા ચમકી રહ્યા છે.
રવિને નિદાન ખબર પડતાંજ કકળી ઉઠયો. ‘‘મને એક વખત તો વાત કરવી હતી. મા ના જીવ વગર આ મેડલ શું કામનો ???’’ તેને માટે તો આ મેડલ આવ્યો. પણ માંનો જીવ ગયો. તેણે ત્યારે જ કેન્સરના ગરીબ દર્દીઓની મફત સારવાર કરવાનો નિમ લઈ લીધો.
આખો હોલ, પ્રોફેસર ગણ, ડોકટરો, વિદ્યાર્થીઓ તમામની આંખોમાંથી ટપટપ આંસુ પડી રહ્યાં હતા.
આજની તારીખે ડૉ. રવિ દોશી કેન્સરના તમામ ગરીબ દર્દીઓને બને તેટલી સહાય કરી
પોતાની જીંદગીનો મકસદ પૂરો કરી રહ્યા છે.
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
જિંદગીનો મકસદ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories