30 ડિસેમ્બર 2024

ધનનું અભિમાન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ધનનું અભિમાન



           તું મારી દીકરીને પ્રેમ કરે છે, એ વાત સાચી પણ તું કરે છે શું ?મારી દીકરીને તું સુખી રાખી શકીશ. તારી પાસે કેટલી મૂડી છે ? કહેતા ધનજીભાઇ ઉશ્કેરાઈ ગયા. અમેરિકાના ન્યુ જર્સી  સ્ટેટમાં તેમની 11 મોટલો ધમધોકાર ચાલતી હતી. મિલિયન ડોલરના બંગલામાં બેસીને, તેની દીકરી પ્રિયાનો હાથ માંગવા આવેલા આશિકને તે પૂછી રહ્યા હતા.

         આશિક હજુ હમણાં જ ઈન્ડિયાથી સૉફ્ટવેર એંજીનિયર થઈને નુજર્સીમાં ભણીને નોકરીએ લાગ્યો હતો. તેનો પગાર સારો હતો, પણ શરૂઆત હોવાથી બચત કઈ નહીં. તેના પપ્પા ઈંડિયામાં ખાનગી પેઢીમાં કારકૂનની નોકરી કરતાં હતા. એકના એક દીકરા આશિકને અમેરિકા જવાના ખુબજ અભરખા હતા, તેથી પેટે પાટા બાંધીને, એક એક રૂપિયો બચાવીને દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો હતો. તેની ફી માટે લીધેલી લોનના પૈસા ભરવાના પણ સાં સાં પડી ગયા હતા.

આશિક અને પ્રિયાની મુલાકાત સ્ટારબક્સ કોફી શોપમાં થઈ હતી. પ્રિયા ફ્રેશ થવા સ્ટારબક્સમાં કોફી પીવા આવી હતી, ત્યાં આશીક તેને ભટકાયો.

      સોરી મેડમ, મને ઠોકર વાગી, અને ભટકાઈ ગયો, તેમાં તમારી કોફી ઢળી ગઈ, લાવો  બીજી લાવી દઉં. આશીકે સોરી કહીને સજ્જનતા દાખવી.

‘’ના. ના. હું બીજેથી પી લઇશ. પ્રિયાએ જવાબ આપ્યો. પણ આશીક માને તો ને ! તે તો નવી કોફીનો મગ લઈને પ્રિયાને પરાણે આપીજ દીધો.

       બંને ગુજરાતી, જુવાન, અને દેખાવડા , વળી એકબીજાને પહેલી જ નજરે પસંદ પડી ગયા, અને પ્રેમમાં પડી ગયા. મિલિયોનેર બાપની એકની એક દીકરી પ્રિયા, આમ સમાન્ય ઇંડિયનના પ્રેમમાં છે, જાણી તેના પપ્પા ધનજીભાઇ ઉકળી ઉઠ્યા. તેણે અનેક ઉલઝનો, અવરોધો નાખીને પ્રિયાને ડરાવવા, મનાવવા કોશિશ કરી, સમજાવી કે તારા માટે મોટા ગ્રોસરી કે લીકર સ્ટોરના માલિકના દીકરા સાથે વાત ચલાવીશ, પણ પ્રિયા તો આશિક ના પ્રેમમાં ગળાબુડ, તેને બીજો કોઈ છોકરો મનમાં બેઠો જ નહીં.

 


       અને છેવટે બંને એ લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. આશિક તેનો હાથ માંગવા પ્રિયાને ઘેર ગયો, અને ત્યાંનો વૈભવ જોઈ ચકિત થઈ ગયો. ત્રણ હજાર વારના પ્લોટમાં દશ બેડરૂમ, સ્વિમિંગ પૂલ અને વિશાળ ગાર્ડન જોઈ તેની આખો ચકાચોન્ધ થઈ ગઈ. બહાર ચાર મોટી લક્ષક્ષ ગાડીઓ અને બે મોટા કુતરા!

ઓહ, આટલો વૈભવી અને પૈસાદાર બાપ મને હા પાડશે જ નહીં. તેમ વિચારતા આશિકે પાછા વળવાનું વિચાર્યું.

     ત્યાતો પાછળથી પ્રિયાએ તેને બોલાવી પરાણે પપ્પા પાસે લઈ ગઈ. પણ ધનજીભાઈની વાતચીત અને સવાલ સાંભળી આશિક ઢીલો પડી ગયો.

          મારી જોબ એક મહિનાથી જ ચાલુ થઈ છે, તેથી બચત શું હોય? કહેતા તેને પરસેવો વળી ગયો.

         જો તારા એકાઉન્ટમાં ચાલીસ હજાર ડોલર હોય તો જ પ્રિયા નો હાથ માંગવા આવજે, નહિતર તેને ભૂલી જજે. આ શરત સાંભળી પ્રિયા પણ ચકરાઇ ગઈ, પણ પપ્પા આગળ શું બોલે ?

નિરાશ આશીકે ઘેર આવીને પપ્પાને વિડિઓફોન જોડ્યો. પપ્પા, મને ચાલીશ હજાર ડોલર્સ મારા ખાતામાં તાત્કાલિક જોઈએ છે. રડમસ ચહરે તે બોલ્યો.

          પણ કેમ ? આટલા બધા ડોલર્સ અમે ક્યાથી લાવીએ ? એ શક્ય જ નથી. ધીરજલાલે પોતાની વિવશતા દર્શાવી.

         તો મારે માટે મરવા સિવાય કોઈ રસ્તો જ નથી. પ્રિયાના પ્રેમ માં પાગલ આશિક હવે મરવા સુધી આવી ગયો. ઈંડિયામાં તેના મમ્મીપપ્પા ચિંતામાં પડી ગયા. શું કરવું ? આટલા બધા ડોલર્સ ની આશિકને શું જરૂર પડી, એ પણ એકદમ ?

        ચોથા દીવસે તો આશિકના ખાતામાં ચાલીસ હજાર ડોલર્સ આવી ગયા. આશિક ખુશ થઈને ઉપડયો પ્રિયાને ઘેર. તેને નવાઈ સાથે આનંદ હતો કે પપ્પા મમ્મીએ ડોલર્સ મેનેજ  કર્યા કઈ રીતે ?

        પ્રિયા અને ધનજીભાઈને ખુશ જોઈ તેને નવાઈ લાગી,પ્રિયાનું ક્યાય ગોઠવાઇ ગયું કે શું ?

   પ્રિયાએ કહ્યું, મારી દાદીની કીડની ફેઇલ હોવાથી જિંદગી જોખમમાં હતી. તેના ગ્રૂપની કિડની મલતી જ નહોતી. પણ કાલે જ મળી ગઈ. તે પણ ફક્ત ચાલીસ હજાર ડોલર્સમાં . અમદાવાદની કિડની હોસ્પીટલમાં દાદીની તબિયત સુધારા પર છે. 

        શું વાત છે. આશિક પણ સાંભળીને ખુશ થયો.

        જોયો, ડોલર્સ નો પ્રતાપ. ફક્ત ચાલીસ હજાર ડોલર્સમાં મારી મમ્મીનો જીવ બચી ગયો, અહી તો લાખો ડોલર્સનો ખર્ચો આવી જાત, તો પણ કિડની કોણ આપે. પુઅર ઇન્ડિયનો સાવ કેવા છે? ધનજીભાઈને હવે ધનનું અભિમાન ચડી ગયું હતું.

              પપ્પા, એવું ના બોલો. ઈંડિયામાં સારા માણસો હોય છે, તેમની કોઈ મજ્બુરી હશે, પણ આપણે તો દાદીમા નો જીવ બચાવનાર નો આભાર માનવો જોઈએ. પ્રિયાએ કહ્યું.

           આપણે ડોલર્સ આપીને કિડની ખરીદી છે, પછી એ બેનનો આભાર શા માટે? હવે ધનજીભાઈને ડોલર્સનો નશો બરાબર ચડી ગયો હતો. 

        પપ્પા જુઓ, આ બેન સારા ઘરના લાગે છે. કહી પ્રિયાએ તેનો ફોટો મોબાઇલમા બતાવ્યો. ફોટો જોતાવેત આશિક ચકરાઇ ગયો. ઓહ, મમ્મીએ મારા પ્રેમ માટે આ શું કર્યું, એક કિડની વેચી મારી ?

          શું વાત કરે છે ? ડોલર માટે કિડની વેચે એવા ભિખારીના છોકરાને મારો જમાઈ ક્યાથી બનાવાય ?

           પપ્પા, તમારા મમ્મીની જિંદગી બચાવનારને તમે ભિખારી કહો છો ? પોતાના દીકરા માટે ત્યાગ આપનારની કોઈ કિમત નહીં. તમે ધનના અભિમાન માં સારા નરસાનો ભેદ ભૂલી ગયા છો. હું તો આવા ત્યાગી મમ્મીના છોકરા આશિક સાથે જ લગ્ન કરીશ. કહીને પ્રિયા  આશિકનો હાથ પકડી બંગલાની બહાર નીકળી ગઈ.

        માતાના અદભુત બલિદાન અને પ્રેમ થી અભિભૂત થયેલ આશિક અને ભારતીય માતાની અલૌકિક પ્રેમની કહાની થી ચકિત થયેલી પ્રિયા ગાડીમાં બેસી મેરેજ રજીસ્ટર્ડ કરાવવા ઉપડી ગયા.

     પ્રિયા, અમને છોડીને ના જઈશ કહેતા ધનજીભાઇ ફસડાઈ પડ્યા. મોટો આલીશાન બંગલો અને ચાર લક્ઝરી ગાડીઓ એકલા ઉભેલા ધનજીનભાઈ સામે હસી રહ્યા હતા.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


ધનનું અભિમાન  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories