‘‘મોહરા પાછળનો ચહેરો’’
આજથી પચીસ વર્ષ પહેલાની વાત છે.
મનસુખલાલ દેસાઈ અમારા વિસ્તારના ધારાસભ્ય હતા. છેલ્લી ત્રણ ટર્મથી વિરોધપક્ષની ટીકીટ પર ચૂંટાતા હોવાથી, આ વખતે વિરોધપક્ષના નેતા બની ગયા હતા.
સાદો સરળ દેખાવ, ખાદીના સફેદ કપડા અને ઠંડીમાં જવાહર જાકીટ, આ તેમનો પહેરવેશ હતો. પોતાની બે ફેકટરી હતી, અને પૈસે ટકે સુખી હતા.તેથી ચૂંટણી લડવામાં અને રાજકારણમાં સમય આપી શકતા હતા. બેઠી આવકમાંથી ગુજરાન ચલાવવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. લોકોના કામ માટે હંમેશા તૈયાર રહેતા. કોઈની બદલી કરવાની હોય, રોકવાની હોય, સારવાર મફત કરાવવાની હોય, કે બીજી કોઈ નાની મોટી તકલીફમાં પણ તે હંમેંશા આગળ રહેતા. એટલે જ લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતી લીધા હતા. એટલા માટે જ સતત ત્રીજી વખત વિરોધપક્ષમાંથી ઉભા રહીને પણ ચૂંટણી જીતી ગયા હતા.
તેમના શ્રીમતિ રમાબેન પણ અનેક મહિલા મંડળો અને મહિલા મોરચાના પ્રમુખ હતા. તેમને એકજ દીકરો હતો-સંજય. ભણવામાં સંજય દેસાઈ ખૂબ જ હોંશિયાર હતો. સ્કૂલમાં હંમેંશા પ્રથમ નંબરે જ આવતો. દસમાં ધોરણમાં તો સમગ્ર સ્કૂલમાંથી પ્રથમ આવી બોર્ડમાં ફકત ત્રણ માર્ક માટે જ રહી ગયો હતો.
છેલ્લા પાંચ વર્ષમાં સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું, તે ચિંતા કરાવતી હકીકત હતી. કોઈપણ શિક્ષણમાં મેરીટની સાથે સાથે ડોનેશનની સીટો વધતી જતી હતી. તેની ચિંતા બધાને અને ધારાસભ્યશ્રી મનસુખલાલને પણ થયા કરતી.
સરકારના આ પગલાંનો તેઓ ડગલેને પગલે વિરોધ કર્યા કરતા. મુખ્યમંત્રીને અને શિક્ષણમંત્રીને અંગત મળીને આ બાબતે તેમણે બે વખત આવેદન આપેલા હતા. છતાં પણ ડોનેશનની સીટો અને સેલ્ફ ફાયનાન્સ કોલેજો વધતી જતી હતી.
ગરીબ યુવક મંડળ તરફથી આના વિરોધમાં એક મહાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બે કલાક ફરીને રેલી શહેરની મધ્યમાં મોટા ટાઉનહોલમાં સભાના રૂપમાં ફેરવાઈ જવાની હતી.
આજે જ બારમાનું રીઝલ્ટ હોવાથી, મનસુખ લાલને તેમના દીકરા સંજયનું રીઝલ્ટ લેવા જવાનું હતું, છતાં પણ મનસુખલાલે રેલીનું નેતૃત્વ સ્વીકાર્યું.
બે ગરીબ યુવકમંડળના નેતાઓના ભાષણો પછી મનસુખલાલ બોલવા ઉભા થયા.
‘‘ભાઈઓ અને બહેનો.’’
આપણી સરકારના આ પગલાનો સખત વિરોધ કરતા જણાવું છું કે, શિક્ષણમાં ફકત મેરીટ જ ગણતરીમાં લેવું જોઈએ. ગરીબ માબાપને ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે, તેમાં ડોનેશનના ચાલીસ લાખ રૂપિયા કયાંથી લાવશે? મેડિકલની ફીના વર્ષે અઢી લાખ રૂપિયા કયાંથી કાઢશે? પૈસાદારોની આ સરકાર એક મિનીટ પણ ચાલે તેમ નથી.’’ ચારેકોરથી તાળીઓના ગડગડાટ ચાલું હતા. આગળ બોલતા ખીલી ઉઠયા હતા. ‘‘હોશિયાર વિદ્યાર્થી દિવસરાત મહેનત કરીને ટકા લાવે અને તેને એડમીશન ના મળે અને પૈસાદારોના છોકરા આખુ વર્ષ રખડી ખાય, ફકત પાસીંગ માર્કસ લાવે અને સારી લાઈનમાં એડમીશન લઈ જાય એ બિલકુલ વ્યાજબી નથી. અત્યાર સુધી આપણે ત્યાં ફકત મેરીટ લીસ્ટ મુજબ જ એડમીશન મળતું. સાઉથમાં ડોનેશનની સીટો વધારે હોવાથી ત્યાં પૈસાદારોના છોકરા જતાં રહેતા. પરંતુ હવે આપણા રાજ્યમાં પણ આ દુષણ વધી રહ્યું છે, તેનો આપણે સહુએ કોઈપણ ભોગે વિરોધ કરવો જ પડશે.
“આપણે સહુ કાલથી ઉપવાસ પર બેસીને આનો વિરોધ કરીશું.” પબ્લીકમાંથી તાલીઓ સાથે આ વાતને વધાવી લેવામાં આવી.
ત્રણ મિત્રો, ડો.જોષી, ડો.શાહ અને ડૉ. પરીખ પણ ટાઉનહોલમાં મનસુખલાલને સાંભળવા ગયા હતા. તેમના ભાષણથી તેઓ અભિભૂત થઈ ગયા હતા. સરકારના વ્યાપારીકરણથી તેઓ સહુ પણ વ્યથિત હતા.
બહાર નીકળીને તેઓ તેમને ઔપચારિક રીતે મળ્યા તો તરત બોલ્યા ‘‘ આવા પૈસાના જોરે પેદા થયેલા ડોકટરો દરદીનું શું ભલું કરવાના?
ત્રણેય મિત્રો સંસ્થા દ્વારા હોંશીયાર વિદ્યાર્થીઓનું બહુમાન કરી સ્કોલરશીપ આપવાના હતા, તેમાં તેઓએ મનસુખલાલનું નામ મુખ્ય મહેમાન તરીકે નકકી કર્યું. રાત્રે તેની જાણ કરવા તેઓ મનસુખલાલના ઘેર ગયા.
મનસુખલાલના ઘરનું બારણું અનાયાસે ખુલ્લુ રહી ગયુ હતુ. તેથી તેઓ ધીમે પગલેં તેમના ડ્રોઈંગરૂમમાં આગળ વધ્યા.
મનસુખલાલ ધીમા અવાજે તેમના મોબાઈલ ઉપર તેમના સેક્રેટરી રમેશભાઈને સુચના આપી રહ્યા હતા.
‘‘આપણા સંજયને આ વખતે ટકા ઓછા છે એટલે અહીં ગુજરાતમાં તો મેડિકલમાં એડમીશન મળે તેમ લાગતું નથી. આવતીકાલે તમે બંને પૂના કે બેંગલોર જતા રહો. ત્યાં પાંત્રીસ કે ચાલીસ લાખમાં મેડિકલમાં એડમીશન લઈ જ લો. આપણે કોઈપણ ભોગે બાબાને ડોકટર બનાવવો જ છે. વાત નકકી થાય એટલે મને જણાવશો, જેથી રોકડ રૂપિયા લઈને હું આવી જઈશ.’’
ત્રણેય ડોકટરો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ તરત જ મનસુખલાલને આ સંમારંભમાં મુખ્ય મહેમાન બનાવવાનો વિચાર માંડી વળ્યો, અને પરત આવી ગયા. આદર્શવાદનું મહોરું પહેરી બેઠેલા નેતાજી પોતાના દીકરાને ડોક્ટર બનાવવા મોટું ડોનેશન આપવા તૈયાર થઈ ગયા. તે સાંભળી ત્રણેય ડોક્ટરો સમક્ષ તેમનો અસલ ચહેરો ઉઘાડો પડી ગયો.
ડૉ. પરીખને વિચાર આવ્યો, બહાર દેખાતા હાથીના દાંત કેટલા સુંદર લાગે છે, પણ ચાવવાના કામમાં તો અંદર રહેલા સાચા દાંત જ કામ લાગે છે, બહારના દાંતને ચાવવા સાથે કોઈ જ લેવા દેવા જ નથી.
મનસુખલાલ બીજા દિવસથી ડોનેશનનો વિરોધ કરવા ઉપવાસ પર બેસવાના હોવાથી રાત્રે પેટ ભરીને ખાવા અંદર રસોડા તરફ જતા રહ્યા.
પરદેશ જતું આપણું બુદ્ધિધન અટકાવવા
પ્રધાનો હજારો માણસોની મેદની વચ્ચે ભાષણ આપે અને રાત્રે પોતાના દિકરાને અમેરિકા વધુ અભ્યાસ માટે એરપોર્ટ મૂકવા જાય તો કેવું
લાગે ? શાકાહારી બનો કહેનારા નેતા ભાષણ પતાવીને
હોટલમાં ચિકન પુલાવ ખાવા જાય તો પ્રજા પર શું અસર પડે ? પુ. ગાંધી બાપુની જેમ વિદેશી કાપડનો બહિષ્કાર
કરી, ગરીબ દેશવાસીઓ માટે ફક્ત એક જ ખાદીની
પોતડી પહેરી જીવનભર કર્મ કરતાં રહે તો જ દાખલો બેસે, તમારું શું કહેવું છે ?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મોહરા પાછળનો ચહેરો- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories