ખરી માતા કોણ ?
ડૉ. જોશીના ખાસ મિત્ર
અને સ્નેહી અમેરિકાથી મુંબઈ થઈને અમદાવાદ ટ્રેનમાં આવી રહ્યા હતા, તેથી તેમને લેવા
કાળુપુર રેલવે સ્ટેશને જવાનું થયું. સ્ટેશને પહોંચીને ખબર પડી કે મુંબઈથી આવતી
શતાબ્દી એક્સપ્રેસ એક કલાક લેટ છે, તેથી તેઓને પ્લૅટફૉર્મ પર વેઇટિંગમાં રાહ જોયા વગર
છૂટકો જ ન હતો.
બપોરનો
સમય હતો. શરીરમાં આળસ લાગતી હોવાથી ડૉ. જોશી ચા પીવા જવા વિચારી
રહ્યાં
હતાં, ત્યાં સામે
ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ મળ્યા. તેમનાં બંને બાળકોની સારવાર ડૉ. જોશી પાસે ચાલતી
હોવાથી તેમને સારી રીતે ઓળખતા હતા.
“કેમ છો
ડૉક્ટરસાહેબ, અહીં કેમ આવવું પડ્યું ?” રાઠોડસાહેબે
ડૉ.
જોશીને જોતાંવેંત પૂછ્યું.
“એક ખાસ મિત્રને
શતાબ્દીમાં લેવા આવેલ, પણ ટ્રેન લેટ છે, એટલે રાહ
જોયા વગર છૂટકો જ નથી, પણ તમે અહીં કેમ ?” ડૉ. જોશીએ પૂછ્યું.
“ગયા મહિને
જ રેલવેમાં ટ્રાન્સફર થઈ છે. આજકાલ રેલવેમાં પણ ગુનાખોરી વધતી જ જાય છે.” રાઠોડસાહેબે
કહ્યું.
“મોંઘવારી
એટલી બધી વધી ગઈ છે કે માણસો લાચાર બનીને નાની-મોટી ચોરી કરી રહ્યા છે.” ડૉ. જોશીએ વાસ્તવિકતા
જણાવી.
ત્યાં
તો ચાવાળો ચા લઈને આવી ગયો. તેઓ ચા પીતા હતા, ત્યાં
સજુભા જમાદાર એક અજીબોગરીબ કેસ લઈને રાઠોડસાહેબ પાસે આવ્યા.
એક
સુંદર તંદુરસ્ત ફક્ત એકથી સવા વર્ષનો છોકરો રેલવેના ડબ્બામાંથી મળી આવ્યો હતો.
તેનાં કપડાં સ્વચ્છ અને સરસ હતાં, ગળામાં સોનાની ચેન હતી, તેથી સારા
ઘરનો લાગતો હતો. . તે ઊભો
ઊભો રડતો હતો ત્યાં એક જુવાન મધ્યમ દેખાવનાં રાખીબહેન બાબાને શાંત પાડવા પ્રયત્ન
કરવા લાગ્યાં. જમાદાર સજુભા આ બધું જોઈ રહ્યા હતા. તે ચિડાયા “બહેન, તમારા
બાળકને સાચવી કેમ રાખતાં નથી ?”
“ના, ના, હું તો બાજુમાં જ
બાથરૂમ ગઈ હતી.” રાખીબહેને ખુલાસો કર્યો. આ
વાતચીત ચાલુ હતી, ત્યાં જ એક
બીજાં સાદાં પણ જુવાન એવાં સીતાબહેન, પોતાનો બાબો છે, તેમ કહેતાં આવી પહોંચ્યાં, અને ખુશ થઈને બોલ્યાં. “હાશ મારો
રાજુ મળી ગયો.”
હવે સજુભા ગૂંચવાયા. રાજુ નામ તો એક બહેને
જ આપ્યું, પણ બીજાં રાખીબહેને કહ્યું કે, તેમણે હજુ બાબાનું
સાચું નામ પાડ્યું જ નથી, તેને મુન્નો કહીને જ બોલાવે છે.
બંને
બહેનો પોતાનું બાળક છે, તેવો દાવો પ્રબળ કરતાં જતાં હતાં. ચારે તરફ
લોકોનું ટોળું જમા થવા લાગ્યું. બીજા કોઈ સગા પણ નહોતા અને બાળક તો કંઈ જ બોલી શકે
તેમ હતું નહીં, તેથી નિર્ણય લેવો કઈ રીતે ?
જમાદાર
બંને બહેનો અને બાળકને લઈને રાઠોડસાહેબ પાસે આવ્યા. રાઠોડસાહેબ પણ આખી વાત
સાંભળીને નવાઈ પામ્યા. બંને બહેનોને ધમકાવીને કહ્યું, “સાચું બોલો, આ બાળક કોનું છે ? નહીંતર તમને બંને
બહેનોને જેલમાં ધકેલી દઈશ.” પણ બંને
બહેનો બાળક પોતાનું જ છે, તેનું રટણ કરતાં રહ્યાં.
રાઠોડસાહેબે
ડૉ.
જોશી સામે જોઈ કહ્યું,
“ડૉક્ટર
સાહેબ, તમે તો
બાળકોના ડૉક્ટર છો, તમે કઈ
રીતે ફેંસલો કરશો ?”
ડૉ. જોશીને ખબર હતી કે
બંને બહેનો અને બાળકનો ડીએનએ ટેસ્ટ કરવાથી સાચા- ખોટાનો નિર્ણય થઈ જ જશે. પણ તેને માટે તો બધાંને હૉસ્પિટલ લઈ
જવાં પડે અને રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે. રાઠોડસાહેબને તો અહીં જ ફેંસલો
કરવો હતો.
અચાનક
ડૉ.
જોશીને સરસ ઉપાય જડી ગયો. તેઓએ ઇન્સ્પેક્ટર
સાહેબને કહ્યું, “સાહેબ, ફક્ત દસ જ
મિનિટમાં ફેંસલો આપી દઉં છું. આમાં મેડિકલ જ્ઞાનનો નહીં, પણ વર્ષોના
અનુભવનો ઉપયોગ કરીશ.”
બંને
બહેનોને અલગ રૂમમાં બેસાડી દીધાં. પહેલાં રાખીબહેનને બોલાવી ડૉ. જોશીએ કહ્યું, “જુઓ, તમે બંને
સાચું નહીં બોલો તો તમારી બધાની આખી બૉટલ ભરીને લોહી લઈને તપાસ કરવી પડશે, તેમાં
તમારા મુન્નાની તબિયત
સિરિયસ
પણ થઈ શકે છે.”
રાખીબહેન
બોલ્યાં, “સાહેબ, આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ?”
ડૉ.જોશીએ જવાબ આપ્યો. “ના, આ એક જ
ઉપાય છે, ટેસ્ટ તો કરવો જ પડશે.”
રાખીબહેને
કહ્યું, “સારું, તો પહેલાં હું
મુન્નાને ખવડાવી દઉં, પછી ટેસ્ટ કરજો. તેની સોનાની ચેઈન સાચવીને
મને આપી દો.”
રાઠોડસાહેબ ખુશ
થયા. “આ બહેન ટેસ્ટ માટે તૈયાર થયાં, એટલે એ જ સાચાં
લાગે છે.”
ડૉ. જોશીને વિશ્વાસ
પડતો ન હતો. તેમણે કહ્યું, “હવે સીતાબહેનને બોલાવો.” સાદાં સીધાં
સીતાબહેનને પણ આ જ વાત કડકાઈથી કહી. સીતાબહેન કરગરી રહ્યાં હતાં. “ડૉક્ટર સાહેબ, મારા રાજુની તબિયત
સિરિયસ થઈ જાય તેવા ટેસ્ટ ના કરો તો સારું.”
ડૉ. જોશીએ જવાબ
વાળ્યો, ‘તમે બંને
માનતાં નથી, તેથી
સાચું-ખોટું જાણવા અમારે લોહીના ટેસ્ટ તો કરવા જ પડશે.’ સીતાબહેનની આંખોની
પાંપણો ભીની થતી જતી હતી. તે ફરી કરગર્યાં, “ડૉક્ટર સાહેબ, મારે મારા રાજુની
હાલત ગંભીર થાય તેવો ટેસ્ટ કરાવવો નથી.”
“તો શું
કરવું ? એ સિવાય તો
તમે બંને સાચું બોલો તેમ લાગતું જ નથી.” ડૉ. જોશીએ કડકાઈથી
જરા જોરથી ધમકાવ્યાં. અને સીતાબહેન ફરી ગયાં, “ડૉક્ટર
સાહેબ, હું તો ખોટું બોલતી હતી. બાબાને આ બહેનને આપી દો પણ તેને
નુકસાન થાય તેવું કાંઈ ના કરશો.”
આટલી બાબત બોલતાં
તેમની આંખોમાંથી આંસુ બહાર આવી ગયાં.
રાઠોડસાહેબ અને
જમાદાર ગરમ થઈ ગયા. તેમણે ઑર્ડર કર્યો. “પકડી લો, આ સીતાબહેનને, ખોટું બોલીને
બીજાનું બાળક લેવા આવી હતી,
જેલમાં
જશે તો સીધી થઈ જશે.”
“નહીં, નહીં.” ડૉ. જોશીએ તરત કહ્યું, “ રાઠોડસાહેબ, તમે ફક્ત ડંડા અને
કાયદાથી ચુકાદાઓ વિચારો છો,
પણ
માતાની લાગણી તમે હજુ જોઈ શકતા નથી.”
“હેં ! કેવી
રીતે કહો છો ?” રાઠોડ સાહેબે
પૂછ્યું.
“સાહેબ, સીતાબહેનની આંખમાં
રહેલાં આંસુ અને રાજુને બચાવવા ખોટું બોલીને પણ ગુનો પોતાને માથે લે તે જ ખરી મા –
સાહેબ, તમને તો ગુજરાતી કહેવત ‘મા તે મા બીજા બધાં વગડાંના વા.’ ખબર છે ને !” રાઠોડસાહેબ
અચંબામાં પડી ગયા. પોતાનાં બચ્ચાને બચાવવા હરણમાતાને સામેથી સિંહના મુખમાં જતી
બધાએ નેશનલ જયોગ્રાફિક ચેનલમાં જોઈ
હશે, ત્યારે આ તો માનવ સ્ત્રીમાતા છે, પોતાનાં બાળકને બચાવવા એ જેલ જવા તૈયાર
થઈ ગઈ ગઈ, આ જ છે તેની માં !
તરત જ જમાદારે
રાખીબહેનને પકડીને ચૌદમું રતન આપવાની વાત કરી, એટલે સાચું બોલી ગયાં. ‘સાહેબ, હું તો
સોનાની ચેઈન લઈને મુન્નાને દૂરદૂરના પ્રદેશમાં વેચી નાખવાની હતી.’ રાખીબહેને
કહ્યું.
ત્યાં જમા થયેલી
લોકોની ભીડ અને પોલીસવાળા મોંમાં આંગળાં ઘાલી ગયા.
પછી તો કોઈના ડીએનએ
ટેસ્ટ કરાવવાની જરૂર જ ક્યાં હતી ? સીતાબહેન અને રાજુ આંખમાં આંસુ સાથે એકબીજાને વળગી
પડ્યાં.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ખરી માતા કોણ ? - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories