16 જાન્યુઆરી 2025

જરા આંખોમેં ભરલો પાની - ગુજરાતી લઘુ હૃદયસ્પર્શી વાર્તા

 

જરા આંખોમેં ભરલો પાની

        "સેકન્ડ લેફ્ટનન્ટ, અરુણ તુમ પીછે આ જાવ, તુમ્હારે ટેંક કો હીટ હુઆ હૈ, આગ ફેલ રહી હે " ઓફીસરે અરુણ ને ઓર્ડેર કર્યો .

        "નહિ સાબ મેં પીછે નહિ હટૂંગા, મેરી ગન અભી કામ કર રહી હૈ, દુશ્મનો કી ટેંક કો બરબાદ કરકે હી છોડુંગા." અરુણે બહાદુરીપુર્વક જવાબ આપ્યો તેમની ટેંક સામે દુશ્મનોની અનેક પેટન  ટેન્કો  આક્રમણ કરી રહી હતી. પણ પોતાના સ્થાનેથી ન હટીને દુશ્મનોની અનેક ટેન્કોનો ખાત્મો કરનાર હતો, ભારતનો વીર જવાન અરુણ ખેતરપાલ.

        આ વાત છે સન ૧૯૭૧ ની. પાકિસ્તાનમાં પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે વિવાદ વધવાથી પૂર્વ પાકિસ્તાને સ્વતંત્રતા માટેની લડાઈ જાહેર કરી દીધી હતી. જે ૧૯૭૧ બાંગ્લાદેશ લીબરેશન વોર તરીકે જાણીતી છે.

        અરૂણનો જન્મ ૧૪/૧૦/૧૯૫૦ ના રોજ મિલીટરી ઓફિસરના ઘેર થયો હતો. તેના દાદાએ પ્રથમ વિશ્વયુધ્ધ અને પાપાએ બીજુ વિશ્વયુદ્ધ ભારત તરફથી લડીને નામના મેળવી હતી. નાનપણથી જ અરુણને મીલીટરી જોઈન કરી દેશ માટે કંઇક કરી છુટવાની તમન્ના હતી. તેનો નાનોભાઈ મુકેશ યાદ કરતા કહે છે, "નાનપણથી અરુણમાં દેશભક્તિ અને નેતૃત્વનાં ગુણો હતા. તેનામાં દયા અને કરુણાના ભાવ પણ ભરેલા હતા. શિલોગમાં સ્કુલેથી ગરીબ બાળકને પોતાનું સ્વેટર આપી આવ્યા અને તેણે મમ્મીને ખોટું કહ્યું. "મારું સ્વેટર ખોવા ગયું છે."

 

        અહમદનગરમાં યંગ ઓફિસર કોર્સ કરી અરુણે નેશનલ ડીફેન્સ એકેડેમીમાં ટ્રેનીંગ અને ઇન્ડિયન મિલીટરી એકેડેમી ટ્રેનીંગ પતાવીને લશ્કરમા જોઈન કરે છે. "17 પુના હોસ રેજીમેન્ટ" જેને પાકિસ્તાને નામ આપ્યું હતું, "ફક્ર એ હિન્દ," તેનાં કમાન્ડિંગ ઓફિસર હતા લેફ.કર્નલ એ.બી. તારાપોર, મિલીટરી જોઈન્ટ કરતા જ અરૂણે કહેલું "હું એક દિવસ દેશનું સૌથી ઊંચું પરમવીરચક્ર મેળવીશ." બધા તેની બહાદુરીને જોઈ રહ્યા.

        1971માં અચાનક બાંગ્લાદેશ લિબરેશન વોરમાં ભારતની મદદ માંગતાં ભારત પણ, પાકિસ્તાન સામે યુધ્ધમાં જોડાયું. અરૂણે હજુ સુધી આર્મડ કોર સેન્ટર એન્ડ સ્કુલથી ટ્રેનીંગ કોર્સ પુરો કર્યો નહતો તેથી તેને આ યુધ્ધમાં જવાનો ઓર્ડર ના આવ્યો.

 

        અરુણને તો યુદ્ધમાં દુશ્મનોનો ખાત્મો બોલાવી માતૃભુમિ માટે કંઇક કરી છૂટવું હતું. અરુણે રૂબરૂ જઈ કર્નલ હનુતસિંહ રાઠોડને વિનંતી કરી "મને યુદ્ધમાં જવા મંજુરી આપો." પણ કાયદા મુજબ કર્નલે ચોખ્ખી ના પાડી. આ સાંભળી અરૂણ રડી પડયો. ખુબ આજીજી અને જુસ્સાથી વિનંતી કરતા કર્નલે તેની દેશસેવાની ભાવના અને લાગણી સામે પીગળી જઈ કહ્યું, "છ મહિનાનો કોર્સ થોડા દિવસોમાં પૂરો કર તો જવા દઉં." અરુણે ખુબ મહેનત કરીને થોડા દિવસોમાં કોર્સ પૂરો કરી કર્નલને ખુશ કર્યાં. એને વોરમાં જવાની મંજુરી મળી ગઈ.

        જતાં પહેલા અરૂણ તેના માબાપને મળવા ગયો. બુઢી માં રડી પડી, "હજુ તું ૨૧ વરસનોજ છે, તારે માટે કન્યાઓ જોવાની છે" પણ અરૂણ તો દેશ માટે લડવા થનગની રહ્યો હતો. તેણે કહ્યું, મને દેશ માટે લડવા માંડ મંજુરી મળી છે, અંતે પિતા પણ ફૌજી હોવાથી, તેને લડવા તેમના તરફથી જવાની મંજુરી મળી ગઈ.

        શક્કરબાગ બલ્જ નામનાં પાકિસ્તાનનો વિસ્તાર ભારતના જમ્મુ અને અમૃતસરની વચ્ચે રહેલો છે. ભારતીય સેનાએ બને બાજુથી હુમલો કરી શકકરબાજ લ્જ પર કબજો કરી દીધો. જરપાલ ગામમાં નદી પર અવરજવર માટે બ્રીજ હેડ બનાવ્યો હતો. આ રેજીમેન્ટના કમાન્ડર હતા મેજર હોશિયારસિંહ દહીયા.

 

        આ વિસ્તારને છોડાવવા પાકિસ્તાને પોતાની ટેન્ક રેજીમેન્ટ મોકલી આપી, આની સામે લડવા આપણી ટેન્ક રેજીમેન્ટ જરૂરી હતી, તેનો ચાર્જ 17 પુના હોર્સ રેજીમેન્ટના કર્નલ રાઠોડ ને સોંપવામાં આવ્યો. બસંતર નદી પર ઘરખમ લડાઈ જામી. પાકિસાનની ધરખમ ટેન્કો આગળ આપણી ટેન્કો નબળી પડતી હતી, પણ સેનિકોનું મોરલ જોરદાર જુરસાદાર હતું. પાકિસ્તાનની પેટન ટેન્કોની સખ્યા પણ ભારતની ટેન્કો કરતા વધારે હતી.

        ભારતીય સેનાની ટેન્કને લીડ કરતી હતી, ત્રણ ટેંક, જેમાં સેકન્ડ લેફટનન્ટ અરૂણની ટેન્ક વચ્ચે હતી. એક ટેન્કમાં ટેકનીકલ ખામી થવાથી અને એક ટેન્ટમાં હીટ થવાથી ફક્ત અરુણની ટેંક જ બચી હતી, અરુણની આગળ વધતી ટેંકમાં પણ હીટ થવાથી તેમાં આગ લાગી, પણ તે તો દુશ્મનોને જોરદાર ટક્કર આપી આગળ વધી રહ્યો હતો.

 

        તેના ઓફિસરનો ઓર્ડર થયો. પાછળ હટો, તમારી ટેંક પણ હીટ થયેલ છે, પણ અરૂણ મકકમ હતો. તેણે કહ્યું "સર, મેરી ગન અભી ચાલુ હૈ, મેં પીછે નહીં આઉગા." તેને કર્નેલ સાહેબના શબ્દો યાદ આવ્યા, "કોઈ પીઠ નહી બતાવે દેશ માટે ફના થઈ જશે."

 

        અને તે આગળને આગળ વધતો જ રહયો. તેણે પાકિસ્તાનની ત્રણ ટેન્ક ઉડાવી દીધી. સામસામે ફાયર થવાથી તેની ટેંકમાં પણ ફાયર થઈ. અરુણને ઈજા થવાથી પેટના આંતરડા બહાર નીકળી ગયા, લોહીનાં રેલા નીકળવા લાગ્યા, પણ અરુણ જીવિત હતો. તેણે ગનમેન પાસે પાણી માંગ્યુ. ગનમેન ગરમ ચા લાવે ત્યાં સુધીમાં અરૂણે સદાને માટે આંખો મીચી દીધી, વીરગતિને પામ્યા, ભારતની ૪ (ચાર) ટેંક સામે પાકિસ્તાની ૫૧ ટેંક ફાયર થઇ, ટેન્કોનો ખુરદો બોલી ગયો. પોતાની ટેન્ક ફાયર થઈ હોવા છતાં લડતાં રહી અરૂણે દુશ્મનોનો સફાયો કરી નાખ્યો. વાહ રે જવાન, વાહ રે બલિદાન !

        યુદ્ધ પૂરું થઇ ગયું, પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી પોતાનું સૈન્ય પાછુ ખેંચી લીધું. બાંગ્લાદેશને સ્વતંત્રતા મળી. દુનિયામાં વધુ એક સ્વતંત્ર દેશનો ઉમેરો થયો. પછીથી તેના પપ્પા બ્રિગેડીયર એમ. એલ. ખેતરપાલ યુદ્ધ પુરૂ થયાં પછી પોતાના પાકિસ્તાનમાં આવેલ વતનમાં મુલાકાતે ગયા, આર્મીની પરંપરા મુજબ જયારે કોઈ દેશના કમાન્ડીંગ ઓફિસર બીજા દેશની મુલાકાતે જાય ત્યારે તેને હોસ્ટ કરે છે, તે દેશના આર્મી કમાન્ડીંગ ઓફિસર. તેને હોસ્ટ કરેલા પાકિસ્તાની બ્રિગેડીયર નાસીર ખાને. મુલાકાત પતાવીને બ્રિગેડીયર ખેતરપાલ પાછા ફરી રહ્યા હતા ત્યારે નાસિરખાને દુ:ખદ અવાજે બ્રિગેડીયર ખેતરપાલને રડમસ થતા કહ્યું, "હું મારા દિલનો બોજો હલકો કરવા માંગુ છું." બ્રિગેડીયર ખેતરપાલને નવાઈ લાગી, તેમણે પુછ્યું, "બોલો શું વાત છે, બ્રિગેડીયર ?" નાસીરખાને પેટ છૂટી વાત કરતા કહ્યું. "તમારા દીકરા અરુણની સામેની ટેન્કમાં હું જ હતો, મેં જ તમારા દીકરા અરુણની ટેંક પર ફાયર કર્યું હતું. અમે બંને ઘાયલ હતા, હું અનાયાસે બચી ગયો, પણ તમારો પુત્ર વીરગતિને પામ્યો.  શું શૌર્ય અને બહાદુરીથી લડ્યો હતો તમારો પુત્ર !"  અને તેમણે ઉભા થઇ સેલ્યુટ કરી.

        દુશ્મન દેશનાં બ્રિગેડીયરે પણ અરુણની બહાદુરી અને દેશભક્તિને બીરદાવી સેલ્યુટ કરી એ ખુબ વખાણવા લાયક વાત બની ગઈ. આખા દેશના લોકોની આંખોમાં પાણી આવી ગયા,

        ભારત સરકારે તેની બહાદુરી અને દેશભકિત અને ફનાગીરીની કદર કરી મરણોત્તર પરમવીર ચક્ર અનાયત કર્યો. જે સ્વીકારતાં તેના માતાપિતા રડી ઉઠયા.

        આજે આપણે ગર્વપૂર્વક છવ્વીસમી જાન્યુઆરી, દિવાળી, ઉતરાયણ વિગેરે તહેવારો ઉજવી શકીએ છીએ, તેના પાયામાં રહેલી આપણા સૈન્યની શહીદી ભૂલાય તેમ નથી.

        આવા બહાદુર દેશભકત અરૂણને સો સો સલામ !

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


જરા આંખોમેં ભરલો પાની - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories