તરુણાવસ્થાનો તલસાટ
આસિફ
ભણવામાં
પહેલાથી જ હોંશિયાર હતો, તેનું મગજ ગણિત અને
વિજ્ઞાન વિષયો માટે ખૂબ સુંદર ચાલતું હતું. દશમાં ધોરણમાં તેને સાયન્સના વિષયોમાં
૯૦ ટકા માર્કસ આવેલ હતા. તેથી તેના માબાપે આગળ સાયન્સ લાઇન લેવડાવી હતી. તેના બાપા
અબ્બાસભાઈ અને માતા ફરીદાબેન બારમાં ધોરણમાં આવેલ આસિફ માટે ખુબ જ મહેનત કરતાં હતા.
તેમણે આશા હતી કે આસિફ બારમાં ધોરણમાં સુંદર સ્કોરિંગ કરીને મેડિકલ જેવી અવ્વલ
લાઇનમાં એડમિશન મેળવી ડોક્ટર બનશે.
શહેરની
નામાંકિત શાળામાં તેનો બારમાં ધોરણમાં તમામ ડિવિઝનોમાં પહેલો કે બીજો નંબર રહેતો
હતો. આખ વર્ષ દરમ્યાન આસિફ સારી રીતે તૈયારી કરી શકે એટલે તેમણે ઘરના ટીવીમાંથી
ચેનલો બંધ કરવી દીધી હતી. સારામાં સારા અને મોંઘા શિક્ષકોના ટ્યૂશનો પણ ચાલુ હતા.
ડિસેમ્બર
માસ સુધી પ્રિલિમ પરીક્ષામાં આસિફનો દેખાવ સર્વોત્તમ હતા. પ્રિલિમમાં 92% સાથે
સમગ્ર શાળામાં તેનો પ્રથમ નંબર આવેલ હતો. તેના માતાપિતા ગર્વથી બધાને કહી રહ્યા
હતા. “હવે અમારો આસિફ ડોક્ટર બનવાનો જ છે.” તેમની ઉમ્મીદો વધી
જવી તે સ્વાભાવિક હતી.
અચાનક ડિસેમ્બરમાં
પ્રિલિમ પરિક્ષા પછી આસિફ ડીપ્રેશનમાં જવા લાગ્યો. તેનું મન વાંચવામાં લાગતું જ ન હતું. વાંચેલું તેને જાણે કે
કઇં જ યાદ જ રહેતું નહીં. અબ્બાસભાઇ અને ફરિદાબેન ચિંતામાં પડી ગયા. આસિફ મનમાં ને
મનમાં શોષવાઇ રહ્યો હતો. તે મમ્મીપપ્પાને કહી શકતો ન હતો. તેનું મગજ વિચારશૂન્ય થઈ
ગયું હતું. તે પોતે કહેતો કે “હવે જાણે વાંચવામાં
જીવ જ લાગતો નથી. કઈ યાદ જ રહેતું નથી.” અચાનક આ શું થઈ ગયું
?
અબ્બાસભાઇનો
ડૉ.શેખ પર ફોન આવ્યો અને બધી વિગતો જણાવી. ડૉ. શેખને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, “અબ્બાસભાઈ, કોઈ તેને લઢયું હોય કે પછી સ્કૂલમાં
શિક્ષકે કઈ કહ્યું છે ?”
અબ્બાસભાઈ
બોલ્યા, “ના, એવું કઇં અમારી જાણમાં નથી. ઊલટાનું અમે તો તેનો વાંચવાનો
જુસ્સો વધારવા તેની સાથે ને સાથે જ રહીએ છીએ. તેની દરેક ફરમાઇશો અમે તરત પૂરી કરીએ છીએ. શાળામાં પણ તે
દરેક શિક્ષકનો લાડકો છે. બધા આશામાં છે કે આ વિદ્યાર્થી શાળાનું નામ રોશન કરશે.
“તો પછી અચાનક થયું છે
શું ?” ડૉ. શેખે પૂછ્યું, “તેની તબિયત તો બરાબર
રહે છે ને ?”
“હા, તેની તબિયતમા કોઈ
ખરાબી નથી. પણ તેની ઊંઘ અને ભૂખ ઓછા થઈ ગયા છે.” અબ્બાસભાઈએ જવાબ
આપ્યો.
ડૉ.
શેખને વિચાર આવ્યો અને પૂછ્યું, “તેને લવનું લફરુ તો
નથી ને ?”
“ના, અમને ખબર છે ત્યાં સુધી તો એવું કઇં જ
નથી.” અબ્બાસભાઈ વિશ્વાસપૂર્વક બોલ્યા.
“તમે એને મારી પાસે
લાવો, મારે તેની બધી જ તપાસ કરવી જ પડશે.” ડૉ. શેખે સૂચન
કર્યું.
બીજે
જ દિવસે બપોરની ઓપીડીમાં આસિફને તેના માબાપ લઈ આવ્યા. તેની શરીરની તપાસમાં નાડી, બીપી, શ્વશન વિગેરે બધુ જ નોર્મલ હતું. તેનો ચહેરો ચિંતિત હતો. તેની
આંખો જાણે કે કોઈ ખોટું કામ કરેલ હોય તેમ ચકળવકળ થતી હતી. ડૉ. શેખને એમાં શારીરિક
કરતાં માનસિક તકલીફ જેવુ વધારે લાગ્યું. તેની વાતો પરથી ડૉ. શેખને લાગ્યું કે તેઓએ
સમય ફાળવીને તેની સાથ અંગત મિટિંગ કરવી પડશે.
ડૉ. શેખે વિનંતી કરીને માબાપને બહાર બેસવા
કહ્યું. ડૉ.
શેખે કેબિનના
તમામ કાચ બંધ કરીને એરકંડિશન મશીન ચાલુ કરી દીધું, જેથી વાતચીત બહાર કોઈને સંભળાય નહીં.
ડૉ.
શેખે ધીમેથી આસિફ જોડે વાત
ચાલુ કરી. પહેલા તો તે ખૂલીને કોઈ વાત કરવા જ તૈયાર ન હતો. ફક્ત એક જ રટણ કરતો હતો
કે “મારૂ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, કશું જ યાદ રહેતું નથી.”
ડૉ. શેખે સમજાવટથી પુછ્યું, “આવું કેમ થયું ? તારાથી કોઈ ભૂલ થઈ છે ? સાચું કહે નહિતર તારી કેરિયર બગડી જશે.”
આ
સાંભળીને આસિફની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તેણે રડતાં સ્વરે કહ્યું, “મારૂ મગજ બગડી ગયું
છે, આવું કેમ થાય છે તેની ખબર જ પડતી નથી.” તેનું વાક્ય ગિલ્ટિ
ફિલિંગ રજૂ કરતું હતું.
“શું થયું છે ? ડૉ. શેખે પ્રેમથી પૂછ્યું.
આસિફે
જવાબ આપતા કહ્યું, “હું જ્યારે વાંચવા
બેસું ત્યારે થોડીવારમા જ ખૂબસૂરત છોકરીઓના ચહેરા નજર સામે આવી જાય છે, વાંચવામાંથી ધ્યાન હટી જાય છે, મગજ બહેર મારી જાય છે.”
“એમાં શું ? આ તો કુદરતી ક્રિયા છે. સત્તર વર્ષની
ઉંમર થતાં તરુણાવસ્થાના માનસિક ફેરફારોનું પ્રથમ સોપાન છે. તને જ નહીં દુનિયાના
દરેક તરુણને સોળથી સત્તર વર્ષે સેક્સ હોર્મોનની અસર હેઠળ વિજાતીય આકર્ષણ થવું
નોર્મલ છે.”
“હેં ખરેખર ! “ આસિફનો ગિલ્ટી
કોનસિયસ દૂર થતો જણાયો.
ડૉ. શેખે સમજ પાડતા કહ્યું, “જરાપણ ગભરાવવાની જરૂર
નથી. દરેક વિદ્યાર્થીને આ ઉંમરે જ તરુણાવસ્થા દરમ્યાન મુખ્ય ફેરફારો થતાં હોય છે.
તેમાંનો પ્રથમ ફેરફાર
પ્રબળ વિજાતીય આકર્ષણ છે.”
“તો મારે શું કરવું ?” આસિફે નિર્દોષ મને
સવાલ કર્યો.
“કશું જ નહીં, આવું થાય ત્યારે આંખો બંધ કરી કાલ્પનિક
દુનિયામાં રાચવું, એકાદ મિનિટમાં મગજ
સ્થિર થયે, વિચાર બદલાય એટલે
વાંચવાનું ચાલુ કરી દેવું, એમ જરાયે અપરાધબોધ
ભાવના લાવવાની જરૂર નથી.” ડૉ. શેખે સમજાવટથી
કહ્યું.
“હાશ !” હવે આસિફનો
આત્મવિશ્વાસ વધી ગયો. તેના મગજમાથી ગિલ્ટી ફિલિંગ્સ નીકળી ગયા.
“ડૉ. શેખે તેના
મમ્મીપપ્પાને અંદર બોલાવી લીધા. ડૉ. શેખે કહ્યું “હવે આસિફ પાછો પહેલા
જેવો જ વાંચવા તૈયાર થઈ ગયો છે. કોઈ જ દવાની જરૂર નથી. હવે આસિફને કોઈ જ ડિપ્રેશન
નહીં થાય.”
ખરેખર
આસિફે સુંદર તૈયારી કરી એકાણું ટકા સાથે મેડિકલમાં ગયો. હવે તે બે જ વર્ષમાં
ડોક્ટર બનીને બહાર આવશે. તેના પપ્પા અબ્બાસભાઈ હજુ ડૉ. શેખનો આભાર માની રહ્યા છે.
દરેક
વિદ્યાર્થીઓએ જાણવાની જરૂર છે કે જિંદગીના અમૂલ્ય કેરિયરના વર્ષો સોળથી વીસ
દરમ્યાન જ તરુણાવસ્થાના ફેરફારો અને આવેગો ખૂબ જ જણાય છે, તેમાં ખેંચાયા વગર, ગભરાયા વગર, ચિંતા વગર, મક્કમતાપૂર્વક મહેનત કરનાર જ જીંદગીની
બાજી મારી જાય છે. ઉપરવાળાએ ગોઠવેલ વંશવૃદ્ધિ માટેની વ્યવસ્થા પણ આ જ સમય દરમ્યાન
શરૂ થાય તેને સ્વીકારવી તો પડશે જ ને !!!
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
તરુણાવસ્થાનો તલસાટ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories