21 જાન્યુઆરી 2025

મહત્વકાંક્ષા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

મહત્વકાંક્ષા

‘‘જુઓ, મયંકભાઈ બાર મહિનાથી તમે લોન કે વ્યાજનો એક રૂપિયો પણ બેંકમાં જમા કરાવ્યો નથી. હવે મારે રીકવરી માટેની કાર્યવાહી કરવી પડશે.’’ સ્ટેટ બેંકના રીકવરી ઓફિસર ચાવડા સાહેબ બગડેલા મુડમાં ગરમ થઈ ને ધમકાવી રહયાં હતા.

‘‘પણ સાહેબ, મને થોડો સમય આપો ’’ મયંક કરગરતા બોલ્યો.

            ‘‘જુઓ, મયંકભાઈ, તમને બેંકની ત્રણ નોટીસો તો મળી જ ગઈ છે. છતાં પણ તમે કોઈ જવાબ આપેલ નથી. તેના ત્રણ મહિના પછી જ મેનેજરે મને રીકવરી માટે મોકલેલ છે ’’ચાવડા સાહેબ હજુ ગરમીથી વાત કરી રહયા હતા. સાહેબ, મારી મહેનત ચાલુ જ છે, ફેકટરીમાંથી માલ પણ નીકળી રહયો છે, પણ મંદીના લીધે માલ ભરાવો થઈ ગયો છે. તેથી રોકડ નાણાંની ખેંચ છે. અત્યારે તો ર ચલાવવાનાં  જ ફાંફાં પડી ગયા રહયા છે. મયંકે રોતલ અવાજે જવાબ આપ્યો.

        જુઓ, મારે તો બેંકના કાયદા મુજબ કાર્યવાહી કરવી જ પડે. તમે બે કરોડની લોન સામે આ મકાન ગીરવી મુકેલ છે. મારે તેની રીકવરી કરવાની આગલી કાર્યવાહી કરવી પડશે, તેની જણ કરવા જ આવ્યો છું. ચાવડા સાહેબે ચોખ્ખો ને ચટ જવાબ આપ્યો.

        ર કબજે થવાના વિચારથી  મયંક ઉઠયો. પછી અમે નાની બેબી અને બુઢા મા બાપ સાથે જઈશું કયાં?’’

        ત્યાં તો તેમના જુવાન પત્ની લતાબેન ચ્હા અને નાસ્તો લઈને  ડ્રોઈંગરૂમમાં આવ્યા. રૂપાળાં અને દેખાવડા લતાબેન ધરનાં કપડાંમાં પણ આકર્ષક દેખાઈ રહયાં હતા. રનાં પાંતળાં ઝીણાં કપડામાંથી યૌવન અને છાતિના ઉભાર, સામેવાળાને ખેંચી રહયા હતા. ચાવડા સાહેબે તેમને જોતાવેંત મોંમાંથી લાળ પાડવા માંડી, તેમની નજર અને બોલવાનું  નરમ પડવા લાગ્યા.

        ‘‘જુઓ, મયંકભાઈ તમારે માટે હું કાંઈક રહેમરાહે વિચારી શકુ, પણ મને શું ફાયદો?’’ તેમની લોલુપ નજરો લલિતાબેનના યૌવનને છેદી રહી હતી.

        મયંકને તેમની નજરોમાં રહેલી કામુકતા સ્પષ્ટ દેખાઈ  રહી હતી. તેણે શાંતિથી કહયુ. ‘‘ કાલે બપોરે શાંતિથી આવજોને, આપણે કાંઈક સમજી લઈશું’’

        તેની વાતનો ઈશારો ચાવડા સાહેબ સમજી ગયા.

        ‘‘સારૂસારૂ કહીને ઉભા થતા બોલ્યા કાલે બપોરે બે વાગે આવીશ’’

        મયંક હજુ બત્રીસ વર્ષનો તરવરીયો યુવાન હતો. તેને ઉંચા પગારની સરકારી નોકરી પણ મળી ગઈ હતી. પણ તેને આટલા પગારથી સંતોષ ન હતો.તેની મહત્વકાંક્ષા ઊંચી હતી. મોટી ફેકટરી કરીને કરોડો રૂપિયા કમાઈ લેવા હતા. તેને પોતાની રેડીમેઈડ ગારમેન્ટની બ્રાન્ડ નેમ વિકસાવવી હતી તેની મહત્વકાંક્ષા હતી કે, આખાં દેશમાં તેની બ્રાન્ડ મશહુર થશે, પછી તે કરોડોની કંપનીનો માલિક અને ચેરમેન હશે,તેના હાથ નીચે પાંચસો ,હજાર માણસો કામ કરતાં હશે, મનના વિચારોને કોણ રોકી શકે છે?

        તેના મા બાપે બહુ સમજાવ્યો કે બેટા જે મળે છે તેમાં સંતોષ માન. નોકરીમાં તારો પગાર સારો છે, પછી બીજું શું જોઈએ?પણ મયંકની મહત્વકાંક્ષા પાસે બધા લાચાર બની ગયા.

        જુવાનીનું જોશ અને પૈસાની લાલચ તેના દિલો દિમાગ ઉપર સવાર હતાં.તેના પત્ની લતાબેને પણ બહુજ સમજાવ્યો કે આટલી સારી નોકરી શા માટે છોડવી જોઈએ?

        પણ મયંકે કોઈનું માને તો ને, તેણેતો પૈસા કમાવવાની લાલચમાં કોઈની સલાહ માન્યા વગર નોકરી માંથી રાજીનામું  આપી દીધું.પોતાની ફેકટરી અને ઓફિસ માટે બે કરોડની લોન માટે અરજી કરી દીધી. આટલી મોટી લોન ન લેવા પણ ધરના એ બહુ સમજાવ્યો, પણ મયંક ન માન્યો, તેણે તો સામે સિકયોરીટી પેટે પોતાનો બાપદાદાનો બંગલો બેંકમાં ગિરવે મુકી દીધો. તેના વૃધ્ધ માતાપિતા કકળી ઉઠયા. પત્ની લતાબેન સાથે ઝગડો થઈ ગયો. પણ મયંકના મગજની લાલચ તેની બુધ્ધી ઉપર સવાર થઈ ગઈ હતી.

        ચાવડા સાહેબ ગયા પછી મયંકે તેની પત્નીને સમજાવવાનું ચાલુ કરી દીધું.  ‘‘ સાંભળ, આ સાહેબને ખુશ કરી દે તો આપણે બંગલો ખાલી કરવામાંથી બચી જઈશું નહિતર આપણે જઈશું કયા?’’

        લતાબેન આ સાંભળી ને સુન્ન થઈ ગયા. પણ તે લાચાર હતા. તેના વૃધ્ધ સાસુ સસરા અને નવ માસની બેબીને લઈને દરદર ભટકવાના વિચારમાત્રથી તે કંપી ઉઠયા. શુંકરવું  અને શું નહી ? તે કાંઈ નકકી કરી શકયાં નહી.

        તેને સમજાવતા મયંકે કહયું ‘‘ જો લતા આપણું મકાન બેંકવાળા કબ્જે કરશે તો આપણી પાસે કશુંજ રહેશે નહીં,  આપણે બધા રહીશું કયાં ? તેને બદલે આ ચાવડા સાહેબને એક વખત ખુશ કરી દેવામાં વાંધો શું  છે ?’’

        ‘‘તમે મારા પતિ થઈને બીજા પુરૂષને ખુશ કરવાનું કહો છો, શરમ નથી આવતી લતાએ રડમસ અવાજે કહયું. ‘‘એ સિવાય બીજો કોઈ રસ્તો હાલ સુઝતો જ નથી’’ મયંકે મજબુરી જતાવી.

        બીજા દિવસે બપોરે તૈયાર થઈ પરફયુમ લગાવીને લાળ ટપકાવતાં ચાવડા સાહેબ પહોચ્યાં. મયંકે સવારથી તેના મા બાપને બહાર રવાના કરી દીધાં હતા.

        તેણે પ્રેમથી પત્નીને ચ્હા નાસ્તો લાવવાનું કહયું. વાતો કરતાં કરતાં તે ધીમેથી ઉભો થયો, અને રૂમની બહાર નીકળી બહારથી રૂમનું બારણું બહારથી બંધ કરી દીધું. ચાવડા સાહેબ ખુશ થઈ તેનો ઈશારો સમજી ગયા.

        લતાબેન પાસે હવે શરણે થવા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો જયારે પતિ જ સામે થી પોતાની પત્નીને બીજાને હવાલે કરેતો ગરીબડી પત્ની શું કરે?

        કલાક સુધી ચાવડા સાહેબે આનંદ કરી, ખુશ થઈ બહાર નીકળતાં કહયું ‘‘મયંક, હવે તારે છ મહિના સુધી લોન ભરવા વાંધો નહીં આવે, હું એ રીતની ભલામણ કરી દઉ છું. ’’

            ‘‘વાહ સાહેબ ’’કહીને મયંકે તેને બહાર સુધી મુકવા ગયો, તે ખુશ હતો, છ મહિના સુધી તો લોન ભરવાની બલા ટળી ગઈ હતી.તે લતા ઉપર ખુશ હતો કે તેણે ચાવડા સાહેબને કલાકમાં સારા એવા ખુશ કરી દીધા હતા.

        મનમાં ખોટા વિચારો હાવી થઈ જાય છે, ત્યારે ગમે તેવા માણસને સારા નરસાનો, સમાજની મર્યાદાનો, પત્નીના પોતાના વિચારોનો કે માન્યતાઓનો જરાપણ વિચાર સુઝતો નથી.

        તે ખુશ થઈને અંદર આવતાં વિચારતો હતો, કે વાહ લતાએ ના ના કરતાં પણ સાહેબને ખુશ કરી દીધા, બહું સારૂ કર્યું.

        પણ ....અંદરનું દ્રષ્ય જોઈને તે આવાક થઈ ગયો પોતાના જ દુપટ્ટાથી લતાબેને પંખા ઉપર લટકી જઈ આપધાત કરી લીધો હતો.

        મયંકની બધી જ ખુશીઓ, આશા,અરમાન, મહત્વકાંક્ષા વિગેરે બધુંજ ભાંગીને ભુકકો થઈ ગયા. તે રડી પડયો, ‘‘ અરે ! લતા તે આ શું કર્યું? ’’

        પોતાને મળતાં સુખથી સંતોષ ન પામતાં, ખોટી મહત્વકાંક્ષા પોષતા જુવાનીયાઓને ગાલે તમાચા જેવી સત્યધટના નામ બદલીને રજુ કરેલ છે.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

મહત્વકાંક્ષા - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories