મોત નો ડર
“તમે ખુબ મોડા આવ્યા છો, હવે બચવાની કોઈજ શક્યતા નથી” ડૉ સુતરિયા તેમના જુવાન દર્દી રવિને સમજાવી રહયા હતા.
“મને થયુ છે શું એ તો કહો,મને વારંવાર ચક્કર આવીને માથું દુઃખે
છે,અને પછી મારે બેસીજ જવું પડે છે.મારા
બધાજ રીપોર્ટ તમે કરાવેલા એતો તમારી પાસે આવીજ ગયા છે” રવિએ
ગભરાતાં ગભરાતાં પૂછ્યું.
“એ જ તો મોકાણ છે ને ,તમારા બધાજ રીપોર્ટ બતાવે છે કે ,તમને મગજમાં કેન્સર ની ગાંઠ ફેલાઈ ચુકી
છે, હવે તમે ફક્ત ચાર થી પાંચ મહિના ના
મહેમાન છો” ડોક્ટરરે નિરાશા પૂર્વક જવાબ આપ્યો.
“કાઈપણ કરો, દવા કરો, કીમો થેરાપી કે ઓપરેશનથી કેન્સર મટાડીને બચાવી લો, ડોક્ટર સાહેબ.” કહેતા કહેતા રવિ લગભગ રડી પડ્યો.
“ના, હવે ઓપરેશન થઇ શકે તેમ જ નથી,દવા કે કીમોથેરાપીથી પણ ફાયદો નહી થાય, કારણકે કેન્સર મગજમાં ફેલાઈ ગયુ છે, દુનિયાના કોઈ પણ શહેરમાં હવે આજ જવાબ રહેશે. તમારી જીંદગી હવે છેલ્લા ચાર મહીનાની જ
છે.” ડોકટરે છેલ્લો મક્કમતાથી જવાબ આપ્યો.
નિરાશ
રવિ હવે શું કરવું તેના વિચારમાં ઘરે આવ્યો. પત્ની સોનલને કે ધરડાં માબાપને કહેવાથી
ઘરમાં રોક્કકળ થઇ જશે,એમ માની તેણે સોનલને કાંઈ ના કહ્યુ.
સોનલે
તેને જોતાવેત આતુરતાથી પૂછ્યું “શું
કહ્યું ડોક્ટર સાહેબે”
“કાંઈ ચિંતા જેવું નથી.દવા આપી છે, સારૂ થઇ જશે.” રવીએ આંખો નીચે રાખીને જુઠ્ઠું કહ્યુ,સોનલને લાગ્યુ કે કઈ છુપાવે છે,પણ શું ? “
રવિ
હવે પછી ઘરડાં માબાપને અને સોનલને ભવિષ્યમાં તકલીફ ના પડે તેની વ્યવસ્થામાં વ્યસ્ત
થઇ ગયો.
બહું
તપાસ કરી જે કંપની દાકતરી તપાસ વગર જીવનવીમો
ઉતારતી હોય તેની પાસે પાંચ લાખનો
વીમો ઉતરાવી તેમાં સોનલનું નામ નખાવી દીધુ. ધીમેધીમે બેન્કના કાગળિયા,લોકરની ચાવી,ખાતાની વિગતો વિગેરે સોનલને આપતો રહયો, સોનલ વિચારે ચડી,આ રવિને થયું છે શું ?
સમયને
જતાં ક્યાં વાર લાગે છે? છેલ્લા મહિનામાં રવિ હવે દિવસો ગણી
રહયો હતો. તેનો મોતનો ડર બિલકુલ જતો રહયો હતો,આમેય હવે કેન્સરથી તો મરવાનું જ છે,પછી બીજી કઈ રીતે મરવાનું ? આમ વિચારી તે બિલકુલ બિન્દાસ થઇ ગયો.
રવિવારે ભારતના પ્રધાનમંત્રી અમદાવાદની મુલાકાતે આવ્યા, ત્યારે રવિ તેના મુલાકાતીઓના ટોળામાં જ હતો. અચાનક ટોળામાંથી બે બંદુકધારી આતંકવાદી ઘસી આવી, પ્રધાનમંત્રીના બન્ને અંગરક્ષકો નો ઉડાવી દીધા.
એક આતંકવાદીએ પ્રધાનમંત્રીને પકડી લીધા અને
બીજાએ ટોળા સામે બંદુક તાકી બુમ પાડી.”ખબરદાર, કોઈ આગળ આવ્યું છે,તો ઉડાવી દેઇશ.”
ટોળામાં
સન્નાટો વ્યાપી ગયો.બધાં ડરથી સુન્ન થઇ ગયા. મંત્રીશ્રી પણ ડરથી કાંપી રહયા
હતા.મોતનો ડર કોને ના હોય?
રવિને
હવે મોતનો ડર ક્યાં હતો ?
દશ પંદર દિવસ પછી તો મરવાનું જ હતુ ને
! તે સામે દોડ્યો.
આતંકવાદી
ડધાઈ ગયો.તેણે એક બે વખત બુમો પાડી પણ રવિતો સાવ નજીક આવી ગયો.આતંકવાદીએ ટ્રીગર
દબાવ્યું પણ અનાચાસે બંદુકમાં બધીજ ગોળી વપરાઈ ગયી હતી.રવિએ તેને પકડી
લીધો.પ્રધાનમંત્રીનો જીવ બચી જવાથી ખુશ થઇ ગયા.લોકોએ રવિનો જયજયકાર બોલાવી દીધો.
રવિને
હજુ ખબર નહોતી પડતી કે તેનામાં આટલી હિંમત આવી ક્યાંથી ? જો કે હવે તેને મોતનો ડર જ ન હતો
આમેય આ મહીને તો મરવાનું જ હતુ ને !.
ખુલ્લી
ગન સામે દોડી જનાર રવિની હિંમતના ચારે તરફ
વખાણ થવા લાગ્યા. બીજે દિવસે પોલીસ કમિશનર રાણા સાહેબને પણ તેની પરીક્ષા કરવાનું
મન થયુ. તેણે રવિને બોલાવી અચાનક ચાર ખૂંખાર ડાઘિયાને તેની સામે મૂકી દીધા.
રવિને
હવે ક્યાં મોતનો ડર હતો? તે સામે થઇ ગયો,અને ડાઘિયાની સામે ડોડ્યો. રાણા સાહેબે
વ્હીસલ મારતા ચારેય ડાઘિયા કુતરા એકદમ
શાંત થઇ પૂછડી પટપટાવા લાગ્યા.આખા ગામમાં વાત ફલાઈ ગઈ,આ યુવકને તો મોતનો ડરજ નથી,તેથી તેનું નામ પડી ગયુ.”સુપરમેન !”
બીજે
દિવસે સુપરમેન નું બહુમાન શહેરના ટાઉનહોલમાં મંત્રીજીના હાથે કરવાનું હતુ.રવિ તેની
પત્ની સોનલ સાથે આવતા હતો,ત્યાં ડૉ.સુતરિયાનો મોબાઈલ ફોન આવ્યો.
“સોંરી રવિ, મારાથી ભૂલ થઇ ગઈ. મેં જે રોપોર્ટ જોયા
હતા, તે તો રવીન્દ્ર નામના મારા બીજા
દર્દીના હતા, તેનું ગઈકાલે જ મોત થયું છે. તારા
રોપોર્ટ તો બધાજ નોર્મલ છે. સોંરી,હો હો !”ફરીને ફોન કાપી નાખ્યો.
“હેં ! શું વાત છે?” રવિ એકદમ ચમકી ગયો,” મારા બધાજ રીપોર્ટ નોર્મલ છે,અને આ ડોક્ટરે મને ડરાવી દીધો?”
એક
મીનીટમાં તો જાંદુ થઇ ગયુ.રવિ વિચારવા લાગ્યો.હવે હું મરવાનો નથી.આ ડોક્ટરરેય ખરો માણસ છે,બરાબર નામ વાંચ્યા વગર મને ગભરાવી દીધો.હવે તો મારે લાંબુ જીવવાનું
છે.
આ
વિચાર મગજમાં આવતાજ તેના મનમાં મોતનો ડર ચાલુ થઇ ગયો.
માણસના
મનને કોણ પામી શક્યું છે?
પાંચ મિનીટ પહેલા મોતના ડરને ઠુકરાવતો
પણ અંદરથી નિરાશ રવિ, જાણેકે એકદમ જીવન જીવવાની જીજીવિષા
ધરાવતો આશાસ્પદ યુવાન બની ગયો.
મોતનો
શું હવે તો તેને સામાન્ય ઈજા થવાનો પણ ડર લાગતો હતો.
ટાઉનહોલ
આવતાંજ રવિ તેના અસંખ્ય ચાહકો, પોલીસમેન
અને પત્રકારોથી ઘેરાઈ ગયો. પત્રકારો પ્રશ્નોનો મારો ચલાવી રહયા હતા.
“તમને મોતનો ડર જરાપણ કેમ નથી લાગતો?”
“તમે આતંકવાદી ની તાકેલી ગન સામે કઈ
રીતે દોડી શક્યા?”
“તમે સુપરમેન બનવા કોઈ વરદાન
મેળવ્યું છે?”
ગભરાતો
રવિ શું જવાબો આપવા તે વિચારી રહયો હતો. ત્યાં તો બોમ્બની તપાસ માટે આવેલ સ્નીફર
ડોગને જોઈ રવિ ગભરાઈને ભાગવા ગયો.
લોકો
વિચારમાં પડી ગયા,આ સુપરમેન કઈ રીતે હોઈ શકે?
મંત્રીજી,પોલીસમેન,પત્રકારો અને તેની પત્ની સોનલ સુધ્ધા
સહું અચંબામાં પડી ગયા,આ સુપરમેન અચાનક ડરપોક ક્યાંથી બની ગયો?
ખરેખર
માણસની જીજીવિષા જ તેને ડરપોક બનાવે છે. મોત જો સામે નક્કીજ હોઈ તેને ડર કોનો
લાગવાનો ?
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
મોત નો ડર - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)
.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories