25 જાન્યુઆરી 2025

રક્ષા-બંધન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

રક્ષા-બંધન

સાંભળ્યું ? ગરિમા અને ગિરીષ તો સાથે જ ગાયનોકોલોજીસ્ટ બની ગયા પછી કોલેજ અને પી. જી. હોસ્ટેલથી સાથે જ અચાનક ગુમ થઇ ગયા”. આખી મેડીકલ કોલેજ અને હોસ્ટેલમાં આ વાતની જ ચર્ચા હતી. શું વાત કરે છે? એ બન્ને તો એમ.બી.બી.એસ.માં ભણતા ત્યારથી ભાઈ બહેન બનીને સાથે ને સાથે જ ફર્યા કરતા હતા.એ વાતને ચાર વરસ થઇ ગયા.જ્યાં હોય ત્યાં એ ભાઈબહેન તો સાથેને સાથે જ હોય, આગળ ભણવામાં પણ બન્નેએ સાથે રહેવા માટે જ ગાયનેકની લાઈન પસંદ કરી હતી ને ! પણ અત્યારે બન્ને છે ક્યાં?” બધાની વાતનો મુદ્દો અત્યારે આ જ હતો.

સી.એમ.મેડીકલ કોલેજમાં બધાને નવાઈ લાગતી હતી.અઠવાડિયું વીતી જવા છતાં બન્નેના કોઈ જ સમાચાર ન આવતા વાત ધીમેધીમે ભુલાતી ગઈ.

ફાઈનલ એમ.બી.બી.એસ.માં ભણતા સાર્થકને તેની બેચમાં સાથે રહેલી શમા બહુજ પસંદ હતી. ગોરો રંગ, સુંદર ચેહરો, લાંબા કાળા વાળ અને મીઠડો અવાજ, કોને ન ગમે? તેમની બેચના ઘણાં બધા છોકરાઓના સપનામાં શમા જ આવતી.

શમા મધ્યમ વર્ગના કારકુનની દિકરી હતી. તેનું ધ્યાન હમેશા ભણવામાં જ રહેતું, કારણકે તેને સારા ટકા લાવીને સારી લાઈનમાં આગળ વધવાની ઈચ્છા હતી પણ ફક્ત મેરીટ ઉપર જ, કારણકે ડોનેશન માટેના રૂપિયા તેના પપ્પા ક્યાથી લાવવાના?

સાર્થકના પપ્પા અમદાવાદના જાણીતા હાર્ટસ્પેશ્યાલીસ્ટ હતા, તેથી પૈસાની રેલમછેલ હતી. સાર્થક ભણવામાં સામાન્ય હતો,પણ તેના પપ્પાને બધે ઓળખાણ હોવાથી રીઝલ્ટ સારૂં આવતું હતુ. સાર્થકને કોઈપણ હિસાબે શમાનો પ્રેમ પામવો હતો, પણ શમા દાદ આપે તો ને?

સાર્થક બે વખત ફ્રેન્ડશીપ પ્રોપોઝ કરી, વેલેન્ટાઈન ડે ઉપર સુંદર બુકે અને હજાર રૂપિયાની ગીફ્ટ ઓફર કરી પણ નિષ્ફળ ! શમાએ બધું જ પરત કરી દીધુ. તેને સાર્થક સાથે પ્રેમના લફરામાં પડવાનો જરાપણ શોખ ન હતો. હવે તો સાર્થકના દોસ્તો પણ જાણી ગયા હતા કે, પૈસા, ઓળખાણ કે ગીફ્ટ શમાને રીઝવવા નકામાં છે, પણ સાર્થકને તો કોઈપણ ભોગે શમા મેળવવી હતી, તેને માટે કઈંપણ કરવા તૈયાર  હતો. આમાં આગળ કઈરીતે વધવું તેનો કોઈ રસ્તો તેને જડતો ન હતો.

રવિવારે સાર્થક તેના કાકીને ઓપરેશન કરાવેલ એટલે ખબર કાઢવા ખંભાત ગયો હતો. તેણે મહેનત કરીને કાકીનો સ્પેશ્યલ રૂમ શોધી કાઢયો. બહાર નીકળતા તેને અચાનક તેનાથી ચાર વરસ સીનીયર ગિરીષ મળી ગયો.

ગિરીષ તેના ક્ઝીનનો  મિત્રો હોવાથી સાર્થક પણ તેને સારી રીતે ઓળખતો હતો.તે ગિરીષ પાસે ગાયનેક શીખવા તેની રૂમ પર જતો, ત્યારે તેની રૂમમાં તેની બહેન ગરિમા તો હોયજ.

આજે અચાનક ગીરીષને જોતા જ સાર્થકે પૂછ્યું અરે, ગિરીષે તુ અહી ક્યાથી?”

હું અહી ગાયનેકોલોજિસ્ટ તરીકે નોકરી કરૂ છુગિરીષે જવાબ આપ્યો .

તારી બહેન ગરિમા અને તુ અચાનક કેમ ગાયબ થઇ ગયા.સાર્થકે પૂછ્યું.

ગિરીષ ચારે તરફ જોઈ ધીમેથી કહ્યુ સાર્થક અમે બન્નેએ લગ્ન કરી, આ હોસ્પીટલમાં સાથે ગાયનોકોલોજીસ્ટ  તરીકે નોકરી જોઈન કરી છે.

પણ ગરિમા તો તારી બહેન હતી ને !સાર્થકને હજી નવાઈ લાગતી હતી.

ગિરીષ પોતાની સાથે સાર્થકને કેન્ટીનમાં લઇ ગયો અને ધીમેથી સમજાવતા કહ્યુ જો સાર્થક, એ મારી દુરની સગી કે સંબંધી નથી. મને તે બહુ ગમતી અને તેને પણ મારી સાથે આત્મીયતા હતી, આ તો કોલેજમાં, ઘરે, સમાજમાં બધે જ સાથે ફરતા હતા, એટલે મુહબોલા ભાઈ બહેન બની ગયા હતા.

આવું ચાલતું હશે?” સાર્થક ને નવાઈ સાથે ગુસ્સો આવ્યો .

ગિરીષે ફરીથી તેને સમજાવતા કહ્યુ એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર, એટલે કે પ્રેમ અને યુદ્ધમાં બધુ જ જાયઝ  છે. કોલેજમાં આવું તો ચાલ્યા કરે.

સાર્થકને શમાની નજીક આવવાનો નવો આઈડિયા મળી ગયો.

તેના મિત્રો એને સમજાવતાં હતા.સાર્થક શમાને ભૂલી જા, તને તો તેને બદલે કોલેજની કોઈ પણ બ્યુટી કવીન મળી શકે તેમ છે.

સાર્થકને તો શમા જ જોઈતી હતી. બીજે જ દિવસે તે શમાની પાસે લાઈબ્રેરીમાં વાંચવાને બહાને પહોચી ગયો,અને પછ્યું મારે કોઈ બહેન નથી, તુ મારી બહેન બનીશ?”

શમા વિચારમાં પડી ગઈ, તેને પણ એક બહેન જ હતી, ભાઈ કોઈ નહી. આ તો સામેથી ભાઈ બનવા આવેલ છે, એટલે વિચારીને તેણે હા પાડી.

સાર્થકને તેનો દાવ સફળ થતાં મોકળું મેદાન મળી ગયુ. પ્રેક્ટીકલમાં, લાઈબ્રેરીમાં વાંચવામાં, કોલેજ કેન્ટીનમાં કે બીજે બધે તેની સાથે શમા તો હોય જ.

શમાને પણ ભાઇબહેનના સંબંધ પછી કોલેજમાં સાથે ફરવામાં અજુગતુ નહોતુ લાગતુ .બન્ને પછી તો કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો સ્ટાફ વિગેરેમાં ભાઈબહેન ની જોડી તરીકે જ પ્રખ્યાત થઇ ગયા. બન્નેના ઘરેથી પણ આ સંબંધને છૂટ મળી ગઈ હતી, તેથી બન્ને એકબીજાને ઘરે છૂટથી આવનજાવન કરવા લાગ્યા. બન્નેના માબાપે પણ આ સંબંધને માન્યતા આપી હોવાથી બીજી કોઈ ચિંતા જ ન હતી .

સાર્થકની શમાને જોવાની દ્રષ્ટિ જ અલગ હતી. બહેન તો કહેવા પુરતી, પણ તે શમાને પ્રેમિકાના સ્વરુપે જ સ્વપ્નોમાં રાચતો રહેતો, અને આ સપના ક્યારે સાચાં પડે તેની રાહ જોતો હતો. શમાના મનમાં આવો ભાવ ક્યારેય આવ્યો જ ન હતો, તે તો સાર્થકને નિર્દોષ ભાવે ભાઈ સ્વરુપે જ જોતી અને વર્તન કરતી.

રક્ષાબંધન નજીક આવતી હતી. શમા પોતાના ભાઈ માટે સારામાં સારી રાખડી શોધી રહી હતી. સાર્થક પણ ભેટમાં આપવા લેટેસ્ટ મોડલનો સેમસંગનો સ્માર્ટફોન ખરીદી, શમાને બતાવ્યો. મધ્યમવર્ગની શમા આટલી સારી ભેટ જોઈ ખુશ થઇ ગઈ.

રક્ષાબંધનની  સવારથી વાતાવરણ વાદળીયું હોવાથી અને ટીપાં ટીપાં વરસાદની બુંદોથી રોમાંચક અને માદક બની ગયું હતુ. શમા સવારમાં રાખડી લઈને સાર્થકને બાંધવા તેને બંગલે આવી ત્યારે ઘરે કોઈ ન હતુ. સાર્થકના માબાપ બહાર ગયા હતા અને નોકરો રજાનો દિવસ હોવાથી પોતપોતાને ઘરે હતા.

વરસાદી રોમાંચક વાતાવરણ, એકાંત અને સાર્થકને ગમતી યુવતી, પછી શું જોઈએ? સાર્થક રોમાંચિત થઇ ઉત્તેજીત થઇ ગયો હતો.

સુંદર તૈયાર થયેલી શમા આજે ગજબનાક ખુબસુરત લાગતી હતી. તેણે સાર્થકને રાખડી બાંધી, મીઠાઈ ખવડાવી અને પોતાની ગીફ્ટ માંગી. તે આપવાને બહાને સાર્થક તેને નજીક ખેંચી તેની આંખમાં વિકારના સાપોલિયાં શમાને દેખાઈ ગયા.

શરૂઆતમાં તો શમા પણ ઉશ્કેરાઈ, પણ સાર્થકના હાથમાં પોતે જ બાંધેલી રાખડી જોતા તે ચમકી, સાર્થકની બાથમાંથી છૂટી તેણે જોરથી તમાચો મારીને કહયું સાર્થક, આજના પવિત્ર તહેવારે તું આ શું કરે છે??”

સાર્થક અચાનક હુમલાથી ગબડી પડ્યો. શમાએ જોરથી તેના હાથમાં બાંધેલી રાખડી ખેંચી લીધીને ફેંકી દીધી, હાથમાં રહેલા સ્માર્ટફોનનો ઘા કર્યો, અને દોડીને બંગલાની બહાર નીકળી ગઈ.

રોડ ઉપર સામે માઈકમાં જોરથી રક્ષાબંધન નું ગીત રેલાઈ રહયું હતુ.ભૈયા,મેરે રાખીકે બંધન કો નિભાના.

ભોય પર પડેલ સુંદર રાખડી અને તૂટી ગયેલા સ્માર્ટફોન ભોઠા પડી ગયેલા સાર્થક સામે હસી રહયા હતા.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

રક્ષા-બંધન - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories