પાગલ પ્રેમ
યુવાન પ્રોફેસર અજય મહેતા હજુ સુધી અપરિણીત હતો, તે વાત આખી બી.કે.કોલેજ જાણતી હતી.
રૂપાળા દેખાવડા અને પી.એચ.ડી.થયેલા અજય પાછળ કોલેજની યુવતીઓ પાગલ હતી.
થર્ડ યર બી.એ.ના અંગ્રેજીના લેકચરમાં પ્રોફેસર
અજય રોમીઓ અને જુલિયેટની પ્રેમકથા સમજાવી રહયા હતા. ક્લાસની તમામ યુવતીઓ જાણેકે
જુલિયેટ બનીને પ્રોફેસર રોમીઓને સાંભળી રહી હતી.
પહેલી બેંચ ઉપર બેઠેલી અપરા ચૌહાણ અજયને એકીટસે
સાંભળી રહી હતી.અજયને પણ તેની પ્રેમભરી પાગલ નજરોનો ખ્યાલ આવી ગયો હતો.
અપરા નમણી રૂપાળી, મોટી આંખો અને પરવાળાં જેવા હોઠ વાળી
હતી, જે તેના સૌંદર્યને ચાર ચાંદ લગાવી રહયા
હતા. તેના ક્લાસના અને કોલેજના તમામ છોકરાઓ તેને પામવા પ્રયત્નશીલ હતા, ભાવ આપતા હતા,પણ અપરા કોઈને ભાવ આપતી નહી. તેના
મનમાં અજયની પ્રતિમા સ્થાપિત થઇ ગઈ હતી.
સાંજે કોલેજ છૂટતાં જ અજયે પોતાની મારુતિ
સ્વીફ્ટ ગાડી ચાલુ કરી બહાર નીકળતાં બસ સ્ટેન્ડ ઉપર નજર કરી. સ્ટેન્ડ ઉપર ઉભેલી
અપરા તેને તાકી રહી હતી. અજયે ફોર્માલીટી માટે ગાડી ઉભી રાખી અને પૂછ્યું “ક્યાં જવું છે?”
“મારે મેમનગર જવું છે.” અપરા ખુશ થતાં બોલી.
“હું પણ ડ્રાઈવઇન રોડ ઉપરથી જ જાઉં છું. ત્યાં આગળ જ મારું
એપાર્ટમેન્ટ છે. ચાલો,તમને મેમનગર ઉતારી દઇશ .” અજયે સામેથી કારમાં લીફ્ટ માટે ઓફર
કરી.
અપરાને તો ભાવતું હતુ ને વૈદે કહ્યું જેવો ઘાટ
થયો. તે આગળનો દરવાજા ખોલીને અજયની બાજુમાં બેસી ગઈ. બીજી બધી યુવતીઓ ઈર્ષાથી જલી
ગઈ, અને બન્નેને ગાડીમાં જતાં જોઈ રહી.
રસ્તામાં ઝરમર વરસાદ ચાલુ થઇ જતાં બન્ને કોફી
હોઉસમાં કોફી પીવા રોકાઈ ગયા, અને
બન્નેનો પરિચય ઉષ્માસભર બની ગયો. ધીમે ધીમે વધતી જતી દોસ્તી કયારે પ્યારમાં પલટાઈ
ગઈ તે ખબર જ ના પડી. ત્રણ મહિનાના પ્રેમ પછી બન્નેએ એકબીજાનાં જીવનસાથી બનવાના કોલ
આપી દીધા.
અપરા ચૌહાણનું ઘર મેમનગર ગામની એક ચાલીમાં હતુ.
તેના પપ્પા મ્યુનિસીપાલીટીમાં સફાઈ કામદાર હતા.
અજય મહેતાના પપ્પા ઉચ્ય નાગર કુટુંબના સરકારી
ઓફિસર હતા. અજયને લગ્ન માટે તેમની જ્ઞાતિની અનેક સુંદર યુવતીઓના કહેણ આવતાં હતા, પણ અજયનું દિલ તો અપરાના કબ્જામાં
હતુ.
રવિવારે રાત્રે જમીને અજયે ધીમેથી તેના મમ્મી પપ્પા
સમક્ષ રજુઆત કરી. “પપ્પા,મારે માટે છોકરી શોધવાની જરૂર નથી.મેં મારી પસંદગીની છોકરી શોધી કાઢી
છે.”
“હા ! તો અમને વાત પણ કરતો નથી .” અજયના પપ્પા દોલતરાય ખુશ થઇ ગયા.”કોણ છે? કઈ જ્ઞાતિની છે? શું ભણે છે?” જાણેકે પ્રશ્નોનો મારો ચાલુ થઇ ગયો.
“પપ્પા મારી કોલેજમાં થર્ડયર સ્ટુડન્ટ છે, નામ છે તેનું અપરા ચૌહાણ. તે લોકો વણકર જ્ઞાતિના છે,અને તેના પપ્પા અ.મ્યુ.કો.માં સફાઈ કામ
કરે છે” અજયે મુદ્દાસર જવાબો આપ્યા.
“શું વાત કરે છે? વણકર
જ્ઞાતિની સફાઈ કામદારની છોકરી મારા ઘરમાં વહુ બનીને કેવી રીતે આવી શકે?” દોલતરાય ગુસ્સામાં બોલ્યા.
“પપ્પા , અમે બન્ને પ્રગાઢ પ્રેમમાં છીએ,અને એકબીજી વગર રહી શકીએ તેમ નથી. હું
લગ્ન કરીશ તો તેની સાથે જ,
નહિતર આજીવન કુંવારો રહીશ.” અજયે પણ તેનો મક્કમ નિર્ણય જાહેર કરી
દીધો.
“જો તેની સાથે લગ્ન કરીશ તો તારે અમારી લાશ ઉપરથી જવું પડશે.” હવે અજયની મમ્મી પણ ગુસ્સે થઇ ગયા હતા
અને આ ઘરના દરવાજા તારા માટે સદાને માટે બંધ સમજ જે.” દોલતરાયે પણ તેમનો નિર્ણય જણાવી દીધો.
અજય નિરાશ થઇ ઉભા થઇ પોતાના રૂમમાં જતો રહયો, તેનું મન ખિન્ન થઇ ગયુ. એકનો એક દીકરો
હોવાથી, માબાપને સાવ તરછોડીને ભાગી જઈને લગ્ન
થાય તેમ પણ ન હતુ. હવે શું કરવું?
તેણે અપરાને મોબાઈલ કરીને બધી માહિતી આપી. આખી
રાત તેમણે બન્નેએ વિચારમાં કાઢી. સાપ મરે નહી, અને લાઠી ભાંગે નહી. તેવો મધ્યમ દાવ વિચારવામાં બન્ને ને આખી રાત ઊંઘ
ના આવી .
અઠવાડિયું વીતી ગયુ. અજયના પપ્પા મમ્મી ખુશ હતા,અને વિચારતા હતા કે આપણી ધમકીથી અજય
ધીમે ધીમે તેની પ્રેમિકા અપરાને ભૂલતો હોય તેમ લાગે છે. અજય પોતાના પ્રેમને પામવા
માટે કઈ પણ કરવા તૈયાર હતો,
પણ માબાપના ભોગે નહી.
અઠવાડિયાને અંતે સોમવારે સવારે આઠ વાગે
યુનિવર્સીટી પોલીસ સ્ટેશન રાઠોડ સાહેબ જમાદાર સાથે બેલ મારીને અજયને ઘેર ઘુસ્યા.
દોલતરાયે ચિંતામાં પૂછ્યું “કેમ સાહેબ,અહી આવવું પડ્યું ?”
પ્રોફેસર અજય મહેતા અહી રહે છે ? તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ હોવાથી
પુછ્પરંછ માટે લઇ જવા પડશે.” રાઠોડ
સાહેબ ગુસ્સામાં બોલ્યા.
“કોણે આવી ફરિયાદ કરી છે ?” દોલતરાય નરમ પડી ગયા.
“તેણે મેમનગરની અપરા ચૌહાણ સાથે રવિવારે રાત્રે બળજબરી કરેલી છે. તેની
લેખિત ફરિયાદ છે, એટલે અમારે અજયને તપાસ માટે લઇ જવો
પડશે.” રાઠોડ સાહેબે માહિતી આપતા કહયું.
અજય નીચું જોઈ ઉભો હતો. તેના માબાપ વિચારતા હતા, જુવાન દીકરાને પરાણે કાબુમાં રાખવા
જતાં ગુનો થઇ ગયો. જવાનીથી હણહણતા આખલાના નાકમાં દોરો પરોવવાના કેવા ખરાબ પરિણામ
આવે તે બન્ને અનુભવી રહયા હતા, પણ
હવે કરવું શું ??
અજયને લઇ ગયા પછી દોલતરાયે શહેરના નામાંકિત
વકીલ ભટ્ટ સાહેબને તરત ફોન કર્યો. દોલતરાયે વિનંતી કરી “ભટ્ટ સાહેબ મારા દીકરા અજયને આ
કેસમાંથી કોઈપણ રીતે છોડાવો .”
ભટ્ટ સાહેબે યુનિવર્સીટી પોલીસ સ્ટેશન પંહોચી
અજયના આગોતરા જામીન રજુ કરી દીધા. પોલીસે અજયની પૂછપરછ અને તપાસ કરી જામીન ઉપર
છોડી દીધા.
બળાત્કારના કેસમાં આરોપ સાબિત થઇ જાય તો સાત
વરસની સખત કેદ અને નોકરીમાંથી રુખસદના વિચારમાત્રથી અજયના મમ્મીપપ્પા ધ્રુજી રહયા
હતા. જુવાન દીકરાને લગ્ન કરવામાં પરાણે રોકી રાખવાથી આવેલ પરિણામના વિચારથી બન્ને
પસ્તાઈ રહયા હતા. હવે આમાંથી છૂટવું કઈ રીતે?
દોલતરાયે
વકીલ સાહેબને સાંજે ઘેર બોલાવ્યા. ભટ્ટ સાહેબે પોતાના વર્ષોના અનુભવને
આધારે વિચારીને કહ્યુ” જો સામી પાર્ટી કેસ પરત ખેંચી લે તો અજય બચી જાય તેમ છે.”
“પણ એવું અપરા કરે શા માટે? એની સાથે બળજબરી અને બળાત્કાર થયો હોય તો કેસ ખેંચે?” અજયના માબાપને આજ સવાલ સતાવતો હતો.
વકીલ સાહેબે આનો પણ વ્યવહારિક ઉકેલ જણાવ્યો .” જો બન્ને જણાના લગ્ન થઇ જાય તો પછી
બળજબરી કે બળાત્કાર નો કેસ જ બનતો નથી ને!”
હવે બન્નેના જીવમાં જીવ આવ્યો. રાત્રે પહોંચ્યા
અપરાને ઘેર, તેના માતાપિતા ને સમજાવી બીજા દિવસે
આર્યસમાજ વિધિથી ઘડીયા લગ્ન લેવાયા. અપરાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી અને કેસ
દફતરે થઇ ગયો.
અજય અને અપરા હનીમૂન મનાવવા સીમલા જઈ રહયા હતા ત્યારે અજયે કહ્યુ “અપરા, તે તો આપણા લગ્ન માટે જબરો દાવ રમી લીધો.
અપરા હસતાં હસતાં બોલી “જુના જમાનાના રૂઢીચુસ્ત
માબાપ ના માને પછી કઇંક તો કરવું જ પડે ને !” પછી હસીને બોલી “લવ
કે લીયે હમ કુછ ભી કરેગા”.
ખુશ થતાં બન્ને એકબીજાના બાહુપાશમાં
બંધાઈ ગયા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પાગલ પ્રેમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories