રૂપગર્વિતા રૂપલતા
ગુજરાતના જાણીતા ઉધ્યોગપતિ શેઠશ્રી મનહરલાલ
શેઠના ફોનથી રૂપલતા ખુશ થઇ ગઈ. "બોલો શેઠ મનહરલાલ, કેમ યાદ કરવી પડી?"
"તમને આ રવિવારે મારી દિકરી આશ્કાની સંગીતસંધ્યામાં અમારા
ફાર્મહાઉસમાં આવા નિમંત્રણ છે."
"ચોક્કસ શેઠજી હું જરૂરથી આવીશ"
'કહેતા રૂપલતા ગર્વથી કુલાઈ ગઈ, આટલા મોટા શેઠના પ્રેમ ભર્યા
નિમંત્રણથી.
"પણ મને આટલે દૂર આપના ફોર્મ હાઉસ સુધી
એકલાં આવતા નહીં ફાવે. મને લેવાની વ્યવસ્થા કરશોજી."તેણે કહ્યુ.
"સારું, સારું, ગાડી મોકલીશ,
તમે તમાંરા ઘેરથી હેલ્મેટ સર્કલ ઉભા
રહેજો, સાત વાગે મારો ડ્રાયવર પીકઅપ કરી લેશે." શેઠે જવાબ આપ્યો.
"ભલે શેઠ" રૂપલતાએ જવાબ આપ્યો.
આઘેડ ઉમરની રૂપલતા હજી પણ સોદર્યવાન લાગી હતી.
એક જમાનામાં ચારે તરફ તેની વાહવાહ થતી, ત્રીસ વરસ પહેલાની પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો 'વીર તલવારવાળો', અને 'ભાદરને કાંઠે'
જેવી ફિલ્મોની હીરોઈન હતી. પોતાના રૂપ
અને જુવાનીના ફાંકામાં તે અનેક યુવાનો સાથે સંપર્કમાં આવી, પણ તેને પુરુષો કુરૂપી અને બેકાર જ
લાગ્યા, કોઈ સાથે લગ્ન માટે હા જ ના પડી.
આર્ટસ કોલેજમાં તે "મિસ કોલેજ બની", અને ત્રીસ વરસે ગુજરાત યુનિર્વસિટીમાં
પસંદગી પામી 'મિસ ગુજરાત યુનિર્વસિટી' બની ગઈ. પછી તો ગુજરાતી ફિલ્મોમાં
હીરોઈનનો રોલ મળવા લાગ્યા. તે જમાનામાં પહેલા એતિહાસિક ફિલ્મો વધારે બનતી, તેમાં તેને હીરોઈનની ભુમિકા મળતાં તે
વધારે અભિમાની બની ગઈ, તેને હવે દુનિયાના તમામ પુરુષો તુચ્છ
અને બેડોળ લાગવા માંડયાં.
ખાસ કરીને શારીનિક ખામીઓ વાળા પ્રત્યે તેને
વધારે ચીડ હતી, લંગડો કે આંધળો માણસ જુએ એટલે તેને ચીડ
ચડતી .
જાણીતા એતિહાસિક પિકચર વીર તલવારવાળોનું શૂટિંગ
ચાલુ હતું. હીરોઈનને જોવા ભીડ જામી હતી
.ભીડમાં એક લંગડા માણસને જોઈ મેડમનો મીજાજ
ગયો. "આવાને આવા લંગડાને અંદર કોણે આવવા દીધો?" તેણે કેમેરામેનને બોલાવી સુટીંગ બંધ કરાવી દીધું
"મેડમ મારો નાનો ભાઈ, આપનું
શુટીંગ જોવા આવેલ છે. અકસ્માતમાં તેણે એક પગે ગુમાવ્યો છે." કહેતા મૅકઅપમૅન
વિનંતી કરતો આવ્યો .
'પહેલા તેને બહાર નીકાલો, પછી શુટિંગ આગળ વધશે' કહીને મેડમ રુપલતા ખુરશી ૫૨ બેસી ગયા, ડીરેક્ટર સાહેબે વિનંતી કરી, પણ મેડમ શુટિંગ માટે ઉભા જ ન થયા. અંતે કંટાળીને તે લંગડા માણસને વિદાય કર્યો, પછી જ સુટીંગ ચાલુ થયું. બધાને ખબર પડી
ગઈ કે, મેડમ રૂપલતાને અપંગ અને બેડોળ માણસો
સામે તીવ્ર રોષ છે. તેથી તેમના શુટિંગમાં આવા
માણઓનો પ્રવેશ જ બંધ હતો.
એ
દશકામાં રૂપલતાના અનેક ગુજરાતી ચિત્રો આવી
ગયા, કોઈ તેની સાથે પ્રેમ કરવા કે લગ્ન કરવાની હિમત ના કરી શક્યું . મેડમ
કુંવારા રહી ગયાં.
સમય ને જતા ક્યાં વાર લાગે છે. જોત જોતામાં વીસ
વરસ પસાર થઈ ગયા. રૂપલતા મેડમનું રૂપ
જવાની જતા ઉતારવા લાગ્યું,
તેના માતાપિતાના મોત પછી મેડમ એકલા પડી
ગયા.
રવિવારની સાંજે સાત વાગે રુપલતા હેલ્મેટ સર્કલ
નિધારિત સ્થળે પહોચી ગયા. શેઠ મનહરલાલ ની લકઝુરીયસ ગાડી આવી પહોંચી, અને ફાઈવરે મેડમને પીકઅપ કરી લીધા.
રસ્તામાં ડ્રાઈવરે વિનંતી કરતાં કહયું "
મેડમ, હજુ એક આમંત્રિતને રસ્તામાંથી લેવાના
છે, વાંધો નથી ને.!!
"ના, ના મને શું વાંધો હોય શેઠના મહેમાનને
પીકઅપ કરે તેમાં" રૂપલતા એ જવાબ આપતાં વિચાર્યું, એક કરતાં બે ભલા. શેઠના મહેમાન તો
મોટું માણસ જ હશેને! તેની સાથે વાતો કરતા સમય પસાર થશે.
એસ. જી હાઈવે પર ગાડી ઉભી રહી. એક બેડોળ
ચેહરાવાળો, ડાબા હાથે લૂલો અને ડાબી આંખે કાણો આઘેડ માણસ ગાડીમાં બેઠો. રૂપલતાના નાક નું
ટોચકું ચડી ગયું, તેણે મોં ફેરવી લીધું, પેલા નવા આંગતુકને ખબર પડી ગયી, છતાં ઔપચારિકતા ખાતર પુછ્યું
"કેમ છો ?"
મેડમે મોં પેલી બાજુ રાખીને જવાબ ના આપ્યો, અને તેનાથી દુર ખૂણામાં દબાઈ ગઈ. નવા આગંતુકે ડ્રાયવરને કહી ગાડી ઉભી
રખાવી, અને પોતે આગળ ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો મેડમે મનમાં વિચાયું, હાશ, બલા ગઈ!, ભગવાન પણ કેવા બેડોળ અને અપંગ માણસો
બનાવે છે!
શેઠ મનહરલાલુ ના ફાર્મહાઉસમાં દમદાર રોશની અને
સજાવટ થી રૂપલાતા અંજાઈ ગઈ. તેને જોઈ બે યુવાન આગળ આવી વાતો કરવા લાગ્યા, "જો જુના જમાનાની ગુજરાતી હિરોઈન રૂપલતા, ચાલ, તેની આથે સેલ્ફી પડાવીએ ."તો
બીજા જુવાને કહ્યું."જવા દેને,
સાવ
ઘરડી લાગે છે, તેની સાથે આપણો ફોટો પણ બગડશે.!"
આ સાંભળતા રૂપલતાનો રૂપનો નશો ઉતરી ગયો. તે
વિચારવા લાગી એક જમાનામાં મારા રૂપ પાછળ પણ અનેક ભમરા દીવાના હતા. પણ ઉમર થતા ઘડપણ
આવ્યુ અને રૂપ ઓસરવા લાગ્યું, પણ
આમાં મારો શુ વાંક? વહેલા મોડા ઘડપણતો બધાને આવશે જ ને !
પોતાના ગર્વમાં મસ્ત તે રટેજની સામે જ વી.આઈ.પી
માટેના સોફામાં બેઠી, ત્યાં તો પાછળ પાછળ પેલો બેડોળ માણસ પણ
તેની સામે સ્મીત આપીને બાજુમાં બેઠો રૂપલતા ચિડાઈ અને ઉભી થઈ, તેનાથી બે બેઠક દૂર જઈને બેઠી.
કાર્યક્રમ, શરૂ થતાં પહેલા શેઠ મનહરલાલે
સ્ટેજ પર આવીને સર્વનું સ્વાગત અને અભિવાદન કરતા જાહેર કર્યું, "આજે સૌ પ્રથમ હું આપણે ત્યાં પધારેલા
મહાનુભવ નું સ્વાગત અને બહુમાન કરવા માંગું છું, જેને લીધે જ આ ફાર્યક્રમ સંપન્ન થયો છે."
રૂપલતા ગર્વથી ખુશ થઈ વાહ, શેઠ
મારા જેવી હીરોઈનનું બહુમાન કરવાના લાગે
છે. તે ઉભી થવા ગઈ, અને શેઠે આગળ બોલતા કહ્યું.." તે મહાનુભવનું નામ
છે. કેપ્ટન બહાદુરસિંહ જાડેજા આપણી લાડલી આશકા ગયા વર્ષ કાશ્મીર ફરવા ગઈ હતી
ત્યારે ત્રણ આતકવાદીઓએ તેનું અપહરણ કરી
દુષ્કર્મ કરવા લઇ જતા હતા. લશ્કરી
છાવણીમાંથી કેપ્ટન જાડેજાએ તેમને જોઈ લીધા, અને બહાદુરીપુર્વક પીછો કરી આશકાને
છોડાવી લીધી, પણ
કમનસીબે એક આતંકવાદીએ તેની ડાબી બાજુ બોમ્બ ફોડતાં તેમનો ડાબો હાથ અને આંખ ડેમેજ થઈ ગયા અને ચહેરો બેડોળ થઈ
ગયો. હું તેમનું શાલથી બહુંમાન કરી, અગ્યાર લાખનો ચેક અર્પણ કરસ્તાં આનંદ અને ગર્વ અનુભવું છું. તેમની આ
કુનેહપુર્વકની બહાદુરીને લીધે જ આશ્કા આપણી સાથે છે."
કેપ્ટન
ખહાદુરસિંહે નમ્રતાપુર્વક અભીવાદનનો સ્વીકાર કરતાં બધા જ લોકોએ ઉભા થઇ તેમને
તાળીયો ના ગડગડાટથી વધાવી લીધા.
રૂપલતાને ખ્યાલ આવી ગયો લોકો રૂપ, દેખાવ અને ફેશનને ખદલે માણસના કર્મોને
જ યાદ રાખી બીરદાવે છે તેણે ઉભા થઈ કેપ્ટન જાડેજાને હાથ જોડી માફી માંગતા કહ્યું, "સોરી, મેં આપની આથે બહુ જ ખરાબ વર્તન કરેલ છે, મને માફ કરી દો" વિશાળ જનમેદનીના
ગડગડાટ વચ્ચે બેડોળ કેપ્ટન બહાદુરસિંહનું કર્મ અને બહાદુરી ચમકી રહયાં હતા.
લાસ્ટસ્ટ્રોક- તમારૂં રૂપ અને જવાની તો સમયના વહેણમાં
ઓસરી જાય છે, પણ નિસ્વાર્થ, સેવાભાવી કર્મ જ જીવનભર તમારો સાથ નિભાવે છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
રૂપગર્વિતા રૂપલતા - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories