11 ફેબ્રુઆરી 2025

સીસીટીવી કેમેરા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સીસીટીવી કેમેરા



હમણાથી તુ ડીપ્રેશ અને બેચેન લાગે છે,શું વાત છે?” જયેશે તેના પાર્ટનર હેમંતને પ્રેમથી પૂછ્યું.

જવા દે ને, વાતમાં કોઈ દમ નથી હેમંતે નિરાશ વદને કહ્યુ

પણ તો હેરાન કેમ દેખાય છે?” જયેશે ફરી પ્રશ્ન કર્યો.

હેમંત અને જયેશ ગાઢ મિત્રો હતા. સ્કૂલથી સાથે બન્ને ભણવામાં, રમવામાં અને ઘરો પણ બન્નેના નજીક હતા. મિત્રતા વધતી ગઈ પછી કોલેજમાં પણ સાથે, બન્નેએ સાથે જ સોફ્ટવેર એન્જીનીયરની પદવી લીધી અને બન્ને સાથે જ સોફ્ટવેર એન્જીનીયર બની ગયા અને પછી પુનામાં પાર્ટનરશીપમાં કંપની ખોલી કાઢી. બે ત્રણ વરસમાં તો તેમની પાર્ટનરશીપ ફર્મ જામી ગઈ, કમાણી વધતી ગઈ અને બન્નેના ઘેરથી લગ્ન ની તૈયારી રૂપે કન્યાની શોધખોળ ચાલુ થઇ ગઈ.

હેમંત દેખાવમાં સામાન્ય હતો.શ્યામ રંગ, ભાચર ચેહરો, બેઠી દડી અને મોઢા ઉપર ડાઘને લીધે તેનો દેખાવ સાવ સામાન્ય લાગતો હતો.પણ તેની બ્રાહ્મણ જ્ઞાતિમાં દેખાવમાં સુંદર કન્યાઓના માંગા આવવા લાગ્યા હતા.

જયેશ તેનાથી વિરુદ્ધ એકદમ રૂપાળો ચીકનો ચેહરો, ફેશનેબલ પણ ખરો, તેથી કોઈને પણ ગમી જાય તેવો દેખાવ, જાણે હિન્દી પિકચરનો હીરો જોઇ લો !

છતાં પણ બન્ને વચ્ચે મિત્રતા અતુટ હતી. છોકરીઓ જોતાં જોતાં અનાયાસે હેમંતના વિવાહ નક્કી થઇ ગયા.તેનું નસીબ તો જુઓ ! તેની ફિયાન્સી હેમા એકદમ દેખાવડી અને આકર્ષક હતી. તેના રૂપ અને દેખાવ આગળ હેમંત સાવ ફીકકો પડી જતો.

તેમના બે મહિનામાં તો લગ્ન પણ થઇ ગયા. બધાને અદેખાઈ થયા કરતી હતી કે કાગડો દહીંથરું લઇ ગયો.

લગ્નની શરૂઆતમાં તો જુવાનીનો  જુસ્સો અને આકર્ષણ હોવાથી છ મહિના સરસ પસાર થયા, પછીથી બન્નેનું લગ્નજીવન લડખડવા લાગ્યુ. કદરૂપો હેમંત હવે જાણે હેમાને દીઠોય ગમતો ન હતો. હેમંત ઉત્સાહપૂર્વક હેમા પાસે પ્રેમ કરવા આવે, પણ હેમાને તેની હાજરી જ ગમતી ન હતી. હેમા પડખુ ફરીને સુઈ જતી. હેમંતનું દિલ દરેક રાત્રે તૂટી જતુ.

તેમની કંપની પુનામાં હોવાથી બન્ને ઘરેથી દુર પુનામાં ફ્લેટમાં જુદાજુદા રહેતા હતા. જયેશના હજુ લગ્ન થયાં ન હોવાથી બાજુમાં જ નાના ફ્લેટમાં રહેતો હતો.

હમણાના બે ત્રણ અઠવાડિયા થી હેમંતને હેમાનાં વર્તનમાં પરિવર્તન લાગ્યુ. ફરીથી  શ્રુંગાર કરીને સજીધજીને  તૈયાર થવા લાગી હતી. તેનું હસવા અને ખિલવાનું પરત ફરવા લાગ્યુ હતુ. હેમંતને નવાઈ લાગતી હતી તે વિચારમાં પડ્યો કે, આ પરિવર્તનનું  કારણ શું છે ?

એક દિવસ સાંજે અચાનક હેમંત તબિયત નરમ હોવાથી કલાક વહેલો ઘરે આવી ગયો. ફલેટનો દરવાજો ખુલ્લો હોવાથી અંદર આવતાં તરતજ  હેમાએ ફોન કાપી નાખ્યો. હેમંતને શંકા ગઈ તુ કોની સાથે વાતો કરતી હતી ?”

એતો મારી સ્કૂલની બહેનપણી જોડે વાત કરતી હતી.હેમાએ ઠંડેકલેજે જવાબ આપ્યો. હેમંતે તેનો મોબાઈલ મેળવી તેમા નંબર જોવા ખુબ જ પ્રયત્ન કર્યા,પણ નિષ્ફળ ! હેમા તેનો મોબાઈલ છોડતી જ નહતી .

બીજા દિવસે રાત્રે બેડરૂમમાં તેણે હેમાને કોઈ જોડે ગુસપુસ કરતાં સાંભળી, પણ હેમંત આવતાં એકદમ બંધ. હેમંતનો શક હવે મજબુત થઇ ગયો. તેને શંકા મજબુત થઇ ગઈ કે હેમાને કોઈ જોડે લફરું થઇ ગયુ લાગે છે. તેની ચિંતામાંને વિચારમાં તે બપોરે ટીફીન પણ ખાતો ન હતો.

તેનો પાર્ટનર જયેશ તો બપોરે લંચ માટે ઘરે જતો હતો, તેના મમ્મીના હાથની રસોઈ ખાવા માટે.

આજે તેણે હેમંતને વધારે ચિંતામાં જોયો અને ફરી પ્રશ્નો ચાલુ કર્યો. તારી ચિંતાનું કારણ કહેતો નથી, એટલે તુ  મને તારો ખાસ મિત્ર માનતો નથી.

ના,એવું નથી,પણ મને લાગે છે કે મારી અંગત વાત તને કરવી કે નહી ? ”હેમંતે નિરાશ થઇ જવાબ આપ્યો.

વાત શું છે, એ તો કહે ? શું વધારે મોણ નાખ્યા કરે છે ?” જયેશ ચિડાયો.

મને છેલ્લા બે અઠવાડિયા થી હેમાનું વર્તન બદલાયેલું લાગે છે, તેને કોઈ લફરું થયું લાગે છે.હેમંતે કહ્યુ.

શું વાત કરે છે ? હજુ તમારા લગ્ન ને સાત આઠ મહીના જ થયા છે ને હેમાભાભીની આવી વાત કરતાં શરમ નથી આવતી ?” જયેશે ખીજાઈને ઠપકાર્યો  .

ભાઈ, હું સાચું કહું છું, મેં તેને બે ત્રણ વખત કોઈ જોડે પ્રેમથી વાતો કરતાં સાંભળી છે. છેલ્લા બે અઠવાડિયાથી તેને મારી સાથે તો સંબંધ જ નથી.હેમંતે રડમસ અવાજે શંકા જતાવી.

તુ ખોટી શંકા કરવાની રહેવાદે, હેમા જેવી પવિત્ર પત્ની તને ક્યારેય નહી મળેજયેશે ફરીથી તેના પાર્ટનર ને ઠપકાયો .

હેમંત ઠંડો પડી ગયો.તેને મનમાં થયુ, મેં પત્ની સામે શંકા કરીને ભૂલ તો નથી કરીને ? તેનું મન કામમાં લાગતું જ ન હતુ.

તેને ભૂખ લાગતી જ ના હોવાથી ટીફીનનું શું કરવું તે વિચારતો હતો, ત્યાં પટાવાળા એ આવીને કહ્યુ સાહેબ, નવોજ સીસીટીવી કેમેરાવાળો આવેલ છે, તેનો કેમેરા એટલો નોનો છે કે કોઈને દેખાયજ નહી મોકલી આપુ

હેમંતને રસ પડી ગયો. તેને વાયરલેસ સીસીટીવી કેમેરા તેના બેડરૂમમાં ફીટ કરાવવાનો આઈડીયા મગજમાં આવી ગયો. અને તેણે કેમેરાવાલાને બોલાવી બધું નક્કી કરી દીધુ.

રવિવારે સવારે જ હેમા તેની કાકીને ઘેર ગઈ ત્યારે હેમંતે તત્કાલ કેમેરાવાલાને બોલાવી ફોટાની ફ્રેમ પાછળ કેમેરા ફીટ કરાવી દીધો.વાયરલેસ કેમેરાના સીડી પ્લેયરને તેના કબાટના લોકમાં ફીટ કરાવી દીધુ. કેમેરા ચાલુ, પણ કોઈને જરાપણ શંકા ના જાય.

હવે હેમાની પોલ પકડાશે,વિચારીને તે રાજી થઇ ગયો.પછી હું જયેશને બતાવીશ કે જો તારી હેમાભાભીના લફરા !

બીજા દિવસે જયેશ જમવા ઘેરે જતાં ઠપકારતો ગયો.શું હેમાંભાભી જેવી પવિત્ર સ્ત્રી ઉપર શંકા કરતો હતો, શરમાતો નથી ?”

હેમંત કરુણતા ભર્યું હસ્યો. ના ના ,હવે હું કોઈ શંકા નહી કરૂ .બીજા દિવસે બપોરે તે સાચવીને આગલા દિવસની સીડી લાવીને જોવા બેઠો અને ચાલુ કરી તો સવારે દશ થી એક સુધી કોઈ અવરજવર નહી, હેમંત વિચારમાં પડ્યો, આ શું?

પણ પછીનું દૃશ્ય જોઇને તે ડધાઈ ગયો, કાપો તો લોહીના નીકળે તેવી હાલત થઇ ગઈ. તેનો પરમ મિત્ર જયેશ જ તેના બેડરૂમમાં આવ્યો.બન્નેની વાતચીત સાંભળીને હેમંત છળી ઉઠ્યો.

જયેશે કહ્યુ કાલે તારા વરને બરાબરનો ઠપકાયો છે, હવે તારી તરફ જરાપણ શંકા નહી કરે જો જે.

મને પણ એજ ડર છે કે તેને મારી ઉપર શંકા થઇ ગઈ છે.હેમાએ ડરતા કહ્યુ.

હા,હા,હા,એતો શંકા કર્યા કરે,આવા કાલીયા કદરૂપા વરને તારા જેવી રૂપાળી પત્ની હોઈ જ ના શકેકહીને જયેશ હેમાને બાહુપાશમાં લઇ લીધી. આગળનું દૃશ્ય હેમંત જોઈ જ ના શક્યો. ત્યાં જ રેડીઓ પરથી ગીત ચાલુ થયું.

કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ના રહા, હમ કિસી કે ન રહે, કોઈ હમારા ના રહા.

તે ગુસ્સાથી ધ્રુજી રહયો હતો.બેડરૂમમાં રહેલો છૂપો સીસીટીવી કેમેરા મંદ મંદ હસી રહયો હતો.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સીસીટીવી કેમેરા - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories