24 માર્ચ 2025

બેટી બચાવો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

બેટી બચાવો

આજથી ચાલીસ વરસ પહેલાની આ વાત છે.

મહેમદાબાદ ગામમાં શાહ નર્સિંગહોમનું દસ વરસમાં નામ થઇ ગયું હતું. બહેનોની આ દવાખાનામાં તપાસ કરાવવા લાઇન ચાલુ થઈ જતી, ગાયનેકોલોજિસ્ટ ડોં રૂપા અને ડૉ રોનીતના નામ અત્યારે ગામમાં લોકપ્રિય બની ગયા હતા. તેમની કુશળતા ઉપરાંત, એક બીજું આકર્ષણ પણ હતું, જે ભીડ માટે જવાબદાર હતું. શું હતું એ આકર્ષણ ? 

દેવયાનીબહેન પોતાના દિકરા ડો.રોનિત અને વહુ ડો.રૂપાબેનને સમજાવી રહયાં હતા. ‘‘તમે બન્ને જાણીતા ગાયનેકોલોજીસ્ટ છો, પણ આ કયાં રવાડે ચડી ગયા છો? ફકત રૂપિયા કમાવા માટે આ ધંધા બરાબર નથી. ગર્ભમાં રહેલી કન્યાને તમે ભ્રુણ હત્યા કરી કાઢી નાખો તે જીવ હત્યા જ કહેવાય.’’

‘‘મમ્મી, તમને ખબર ના હોય તો શા માટે બોલતા હશો. ભ્રુણમાં જીવ તો ચાર માસ પછી જ આવે ને?” તેમના વહુ ડો.રૂપાબેને જવાબ આપ્યો.

‘‘પણ ગર્ભમાં જાતિ પરીક્ષણ કરી તમે ફકત કન્યાભ્રુણની જ જાણ કરો, પછી માબાપ તે કઢાવી નાખે તો, જતા દિવસે આપણા દેશમાં અને આપણા રાજયમાં કન્યા જ નહી રહે, તેનું શું ?’’ હજુ પણ દેવયાનીબહેન સમજાવી રહયાં હતા.

‘‘મમ્મી, આપણને કમાવા મળે પછી આવું બધું વિચારવાની શું જરૂર છે ? આપણામાં કહેવત છે ને કે આમ ખાઓ ને પેડ કયું ગિનતે હો.’’  તેનો દિકરો સામે દલીલ કરી રહયો હતો.

ડો.રોનિત અને ડો.રૂપાબેને અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં ગાયનેકની ડિગ્રી મેળવી ડીસ્ટ્રીકટ લેવલ ઉપર પોતાનું નસિંગ હોમ ખોલ્યું હતું. નાના શહેરમાં નોર્મલ ડિલીવરી અને તપાસ કરવાના બહું ચાર્જીસ કોઈ આપતું નહીં. તેથી બન્નેની કમાવાની મહત્વકાંક્ષા પુરી થતી નહીં.

બાજુના શહેરમાં પ્રેકટીસ કરતાં ડો.વોરાને ધીમેથી તેમની વધારાની તગડી કમાણીનું રહસ્ય પુછતાં તેમનો આઈડીયા બન્નેને ગમી ગયો. બેટી બચાવો ઉપક્રમે લાગેલી કલમોની ઐસી તૈસી કરીને ડો.વોરા તેમના દર્દીઓને ગર્ભમાં રહેલી જાતિ કોડવર્ડ માં જણાવી દેતા હતા. ડો. રોહિતને આ કાયદાની ખબર હતી, પણ ડો. વોરાએ કહયું લેખિતમાં કશું નિદાન આપવાનું જ નહીં., પણ મૌખિક એક શબ્દમાં કહીને જોઈએ તેટલા રૂપિયા પડાવી લેવાના. ગરજવાનને અકકલ ના હોય, તેથી કેટલાક કેસમાં તો ત્રીસ થી ચાલીસ હજાર જેટલા રૂપિયા આરામથી પડાવી લેતા. લેખિતમાં કોઈ જાતનો પુરાવો ન હોવાથી કાયદાકીય કામગીરી થઈ શકે જ નહિ.

ડો. રોનિત અને ડો.રૂપાએ પણ આ રીતે પોતાના નર્સિગહોમમાં પ્રેકટીસ ચાલુકરી દીધી. રૂપિયાના ઢગલા થવા  લાગ્યા.

ગમે તેવી છુપી વાત હોય પણ નાના શહેરમાં એક કાનેથી બીજા કાને વાતને જતાં કયાં વાર લાગે છે? આખા ગામમાં તેમની જાતિ પરીક્ષણની વાત ફેલાઈ ગઈ હતી.

દેવયાનીબહેનની કામવાળી પુછવા આવી ‘‘બહેન તમારા દિકરાના દવાખાને મારા પડોશીને બાબો છે કે બેબી તેની તપાસ કરાવવી છે, તો ભલામણ લખી આપોને.

કેમ આવી તપાસ કરાવે છે ?” દેવયાનીબહેન ચિડાયા.

બહેન એમને ચાર બેબીઓ તો છે જ, તેથી બાબો હોય તો રાખવો છે. નહિતર પડાવી નાખશેકામવાળીએ જવાબ આપ્યો.

‘‘પણ આ તો પાપ છે, વળી સરકારી પ્રતિબંધ પણ છે.’’ દેવયાનીબહેન હવે ચિડાયા. તમારા દિકરાના દવાખાને તો ચાલે જ છે, ને કામવાળીએ નિશ્ચિંતપણે જવાબ આપ્યો.

દેવયાનીબહેન ચમકી ગયા.સીધા પહોચ્યા વહુ અને દીકરા પાસે તેમના દવાખાને.બહુ જ સમજાવટ પછી પણ તેમના મગજમાં ઉતરતું ન હતું. પૈસાની લાલચે તેમની અકકલને બહેરી કરી નાખી હતી.

દેવયાનીબહેને બહુ સમજાવ્યા.પણ બધું પથ્થર ઉપર પાણી પુરવાર થયું. અંતે દેવયાનીબહેને હઠ પકડી કે તમારે બન્નેએ મારી વાત પાંચ મિનિટતો સાંભળવી જ પડશે.બન્ને જણાએ નવાઈ  પામીને કહયું મમ્મી, એવી તો શું વાત છે? અત્યારે અમારી પાસે સમય જ નથી.બહાર દર્દીઓની લાઇન વધતી જતી હતી

 અંતે દેવયાનીબહેનની હઠ આગળ ઝુકવું પડયું. દેવયાનીબહેને પોતાની વાર્તા ચાલુ કરી.

અગાઉના જમાનામા તો આવા અદ્યતન સાધનો અને સગવડ ન હતા. ત્યારે પણ લોકો દિકરીને જન્મ પછી અણગમતી હોય તો દૂધ પીતી કરી દેતા.

એક ગરીબ પરિવારમાં પાંચ દિકરીઓ હતી. છઠ્ઠા દિકરાની આશામાં માબાપ જન્મ સમયે દિકરીને જોતાં જ ચિડાઈને કપડાંમાં લપેટી રાત્રે ગામની કચરાપેટીમાં નાખી આવ્યાં. સવારે રખડતાં કુતરાં તેને ખેંચી જતાં હતા, ત્યારે ત્યાંથી પસાર થતાં દયાળું દંપતિએ આ જોઈ લોહીલુહાણ દિકરીને કુતરાના મોંમાંથી છોડાવી પોતાના ઘેર લઈ ગયા. નવજાત બાળકીના ડાબા હાથ અને ખભા માંથી લોહી ટપકતું હતું. તેથી ડોકટર પાસે લઈ જઈ ટાંકા લેવડાવી સારવાર કરાવી. બાળકીને પોતાની પાસે રાખી મોટી કરી.’’

અરર ! મમ્મી, તું આવું બધું અમને શા માટે કહે છે ? બિચારી નવજાત બાળકીની આવી દશા કરનાર ક્રુર માબાપને સજા થવી જ જોઈએ.રોનિતે નરમ અવાજે મમ્મીને કહયું. ડો.રૂપાબહેન પણ તાજુબ થઈ ગયા. દેવયાની બહેને કહયું હવે આગળની વાત તમારા નાના અને નાની કહેશે. હું ફોન જોડું છું. તેમણે ફોન જોડી આગળની વાત નાનીને કરી, પછી શું થયું તે બન્નેને સંભળાવવા કહયું. તેના નાની આ વાત યાદ કરતાં કપકપીને રડી ઉઠયાં બેટા, એ દિકરીને અમે જ અમારી દિકરીની જેમ ઉછેરી છે, કારણકે તેના અસલી માબાપને તો એ જોઈતી જ ન હતી.એટલે જ તાજી જન્મેલી દીકરીને કચરા પેટીમાં ફેકી દીધી  હતી.

પછી એ દિકરીનું શું થયું. ? “ હવે ડો.રૂપાબેનને વાતમાં રસ પડી ગયો.

એ દિકરી તો તમારી સામે ઉભેલી છે, તે તારી સાસુ દેવયાનીબહેન જ છે.નાની ફોનમાં બોલ્યાં  જુઓ હજી તેના ડાબા હાથ અને ખભા ઉપર કુતરાના દાંતના નિશાન દેખાશે. દેવયાનીબહેન તેમનો ડાબો ખભો ખોલીને દેખાડતા કુતરાના દાંતના નિશાન જોઈ બન્ને રડી પડ્યા.

હે ! શું વાત કરો છો ?” બન્ને ડોકટરોના મોં આશ્ચર્યથી પહોળા થઈ ગયા.

મમ્મી આટલું બધું થયું હતું. તે અમને કદી કહયું જ નહીં.ડો.રોનિત હવે રડવા જેવા થઈ ગયા.

બેટા એમાં કહેવા જેવું શું હતું. ? એ દિવસે જો હું કુતરાઓનાં પેટમાં હોત તો તારૂ અસ્તિવ કયાંથી હોત ?”

આ તો મારાથી દિકરીઓ પ્રત્યેના જુલમની વાત ના સહેવાઈ એટલે તમારી પાસે દોડી આવી દેવયાનીબહેન  કહેતા ગયા, અને દિકરા અને વહુની આંખો પાણીથી ભરાઈ ગઈ..

બેટા એ કુતરાનાં દાંતથી તમારી મા ચીરાઈ જાય કે પછી તમારા ઓજારોથી કોઈની દિકરી કપાઈ જાય, થઈ તો દિકરીની હત્યા જ ને !

દેવયાનીબહેન પણ કહેતાં કહેતાં રડી પડયાં રડતાં રડતાં બન્ને ગાયનેકોલોજીસ્ટે હવે પછી જીંદગીભર ભ્રુણ હત્યા ના કરવાની બાધા લઈ લીધી. ઓછી કમાણીની ચિંતા વગર હવે નિરાંતની ઊંધ બન્નેને વધારે સુખ આપે છે. આ બન્ને ગાયનેકોલોજીસ્ટો તેમના તમામ મિત્રોને બેટી બચાવો ના સંદેશો આપી રહયા છે.

(લાસ્ટ સ્ટ્રોક: કોઈ પણ બનાવ જયારે પોતાના અંગત સગાને નુકશાનકારક અસર કરે છે, ત્યારે જ માણસની આંખો ઉધડે છે.)

ધીમેથી લાઈટ બંધ કરીને બન્ને એકબીજાની બાહોમાં સમાઈ ગયા.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

બેટી બચાવો  - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad



Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories