બ્લેક મેઈલ
‘‘શેઠ સાહેબ, તમારૂં કામ થઈ ગયું છે, તમારી દિકરી આસ્થાની તપાસ તમારી સુચના મુજબ પુરી કરી છે. બે મહિના
તપાસ કરીને તેના લવના લફરાની બધી માહિતી અને ફોટા એકત્ર કરેલ છે. તમારે ફોન પર
નકકી થયા મુજબ પચાસ હજાર રૂપિયા આપવાના છે. અને આ બધા પુરાવા અને ફોટાઓ લઈ જાવ.’’ પ્રાઈવેટ જાસુસી સંસ્થાના યુવાન જાસુસ
અજયે ફોન કરીને નવરંગપુરાના આલિશાન બંગલામાં રહેતાં જયંતિલાલ શેઠને ફોન કર્યો.
જોકે તેને ખબર જ ન હતી કે તે કોની સાથે અને કયા વાત કરી રહયો છે.
‘‘તને બધા રૂપિયા મળી જશે. કાલે સવારે
મારો માણસ વિજય ચાર રસ્તા ઉપર બ્લ્યુચેકસ વાળું શર્ટ પહેરીને ઉભો હશે, તેને તુ બધાં ફોટા અને પુરાવા આપી દેજે.’’શેઠે પોતાની ઓળખ આપ્યા વગર જવાબ આપ્યો.
આજ કાલ પૈસાદાર લોકોમાં લગ્ન પહેલાના લફરાં વિગેરેની પ્રાઈવેટ જાસુસી સંસ્થાઓ
મારફતે તપાસ કરાવવાની ફેશન બની ગઈ છે.
છેલ્લાં ચારપાંચ મહિનાથી જયંતિલાલને
આસ્થાના વર્તનમાં ફેરફાર લાગતો હતો.રાત્રે મોડાં આવવું, કારણ પુછતાં જુદાં જુદાં બહાના બતાવવા, આખો
દિવસ મોબાઈલ ઉપર ચોંટી રહેવું, કોમ્પ્યુટર,
ફેસબુક અને નેટ ઉપર ચેટીંગ કરવું
વિગેરે જોતાં તેના પપ્પા ચિંતામાં પડી ગયા હતા. મમ્મી વગરની છોકરીને ફાઈનલનું વર્ષ
પુરૂ થાય પછી સારૂ ઘર જોઈને પરણાવી દેવાનું વિચારતા હતા.
સોમવારે ઓફિસમાં તેમના મેનેજરે આસ્થાના
સમાચાર આપતાં જયંતિલાલ ચિંતામાં ડુબી ગયા. મેનેજર યુનર્વિસિટીના પાછળના એકાંત વાળા
રોડ ઉપર આસ્થાબેનને કોઈ યુવાન સાથે ગાડીમાં બેસી ને પ્રેમભરી હરકતો કરતાં જોઈ ગયો
હતો. બીજા દિવસે તેણે ગભરાતાં અને શરમાતાં શરમાતાં શેઠને આ વાત કરી પોતાની ફરજ
પુરી કરી હતી. જયંતિલાલ ને પણ વાતની ખરાઈ કરવાનું મન થયું. એક પિતા તરીકે પોતાની
દિકરીનો પીછો કરી શકે તેમ તો હતું જ નહીં, એટલે શું કરવું તેના વિચારમાં પડી ગયા. પુરતાં આધાર પુરાવા વગર
પોતાની દિકરીને બોલાવી પુછપરછ કરવી પણ તેમને યોગ્ય ના લાગ્યું.
ત્યાં તેમને છાપામાં વાંચેલા અજય
ડિટેકટીવ સંસ્થાના યુવાન જાસુસ અજય નાયક યાદ આવી ગયા. સમાચારો મુજબ તેણે પ્રાઈવેટ
જાસુસી કરી બે ચોરી અને એક ખુનનો ભેદ ઉકેલી નાખ્યો હતો. તેમણે તરત જ ટેલીફોન
ઈન્કવાયરીમાં ફોન કરી અજય ડીટેકટીવ સંસ્થાનો નંબર મેળવી લીધો. ‘‘હલ્લો, અજય નાયક’’ જયંતિલાલે ફોનમાં પુછયું.
‘‘બોલો, આપની શું સેવા કરી શકું ?’’ સામે છેડેથી અજયનો અવાજ આવ્યો.
‘‘તમારે એક છોકરી પર નજર રાખીને તે કોની
સાથે ફરે છે અને શું કરે છે તેની તપાસ કરવાની છે. તેનું નામ આસ્થા છે અને તે સ્કુલ
ઓફ આર્કિટેકમાં છેલ્લા વર્ષમાં ભણે છે. તેનો ફોટો હું કાલે વ્હોટસપમાં મોકલી આપીશ.’’ જયંતિલાલે માહિતી આપતાં કહયું.
‘‘મને તેનો મોબાઈલ નંબર આપો.’’ અજયે કહયું.
જયંતિલાલ પહેલા તો મોબાઈલ નંબર આપતાં
ખચકાઈ ગયા. પણ પછીથી તપાસ સારી રીતે થઈ
શકે એ માટે આસ્થાનો મોબાઈલ નંબર આપી દીધો.
અજય જાસુસે કહયું, “આવા અઘરાં કામના કમસે કમ બે મહિના થશે, અને મારો ચાર્જ પચાસ હજાર રૂપિયા થશે.” આગળ તેણે ફોન પર પુછયું, “તમારૂ નામ અને સરનામું તો આપો.’’
‘‘એનું તમારે શું કામ છે ?
તમને
સોપેંલ કામ થઈ જાય એટલે મારા મોબાઈલ ઉપર જાણ કરજો.તમારો ચાર્જ તમને મળી જશે.’’ જયંતિલાલે ઠંડે કલેજે પોતાની ઓળખ
દિકરીથી છુપાવવા પ્રયત્ન કર્યો, એને
બદલે દિકરી સાથે ખુલ્લા મને વાતચીત કરી ઉકેલ લાવવાની જરૂર હતી.
આસ્થા તેની જ કોલેજના સાથે ભણતાં અક્ષત
તરફ આર્કષાઈ હતી. ધીમેધીમે નજીક આવતાં બન્ને એકબીજાના સાચા પ્રેમમાં પડી ગયા હતા.
અક્ષત પણ ભણવામાં હોશિયાર અને સારા કુટુંબનો હતો. ફાઈનલ વર્ષ પુરૂ થાય પછી બન્નેએ
લગ્ન કરવાનો મકકમ ઈરાદો કરેલ હતો. આવી બધી વાતો દિકરી માને સારી રીતે ખુલ્લા દિલે
કહી શકે, પરંતુ બાપને કઈ રીતે કહી શકે?
બે મહિના સુધી આસ્થાનો પીછો કરી અજય
જાસુસે અનેક ફોટાઓ અને નોંધ સાથે કામ પુરૂ કયુર્ં, અને જયંતિલાલ શેઠને જાણ કરી. શેઠ તરફથી રૂપિયા મળી ગયા, એટલે બધી નોંધ અને ફોટાની હાર્ડ કોપી
અજયે જયંતિલાલને આપી દીધા. ફોટાઓ જોઈને શેઠ પણ હવે શું કરવું તેના વિચારમાં પડી
ગયા.
અજય જાસુસનું લાલચું મન વધારે રૂપિયા
કમાવા તરસતું હતું. તેણે મનમાં ઉઠેલ દુષ્ટ વિચાર અમલમાં મુકયો તેના મોબાઈલમાં હજી
આસ્થાના ફોટાની સોફટકોપી હતી જ. બીજા દિવસે અજયે આસ્થાને મોબાઈલ કર્યો.‘‘ આસ્થાબેન, તમારા પ્રેમી સાથેનો ફોટો વ્હોટસેપ ઉપર
મોકલું છું, જોઈને મને ફોન કરજો. નહિતર આ ફોટાં બધે
વહેતા થઈ જશે.’’આસ્થા મોબાઈલ ઉપર તેના પ્રેમી અક્ષત
સાથેના ફોટા જોઈ ગભરાઈ ગઈ.આ શખ્સ કોણ છે, તેણે મારો પીછો કરીને આટલાં બધાં ફોટા કેમ લીધા હશે? ગભરાટમાં તેણે અજયને ફોન કર્યો. ‘‘બોલો, તમારે શું જોઈએ છે? ’’
‘‘ત્રીસ હજાર રૂપિયા.’’ મારા સ્ટેટબેંકના આ ખાતામાં જમા કરાવી
દો. ગભરાટમાં આસ્થાએ પોતાનો સોનાનો ચેન વેચી દઈ, ત્રીસ હજાર રૂપિયા, અજયના
સુચિત ખાતામાં જમા કરાવી દીધા. અને પછીથી વિચાર્યું. ‘‘હાશ, છુટયા.’’
અઠવાડિયા પછી પાછો એ જ આવજ, તેના પ્રેમી સાથેના બીજા ફોટાઓ અને ફરી
ત્રીસ હજાર ની માંગણી. હવે આસ્થા સાવ ચિંતામાં ડુબી ગઈ, આ તો જમ ઘર ભાળી ગયો. તેણે તેના પ્રેમી
અક્ષતને આખી વાત કરી. આસ્થા અને અક્ષત ખરેખર એકબીજાને પ્રેમ કરતાં હતા, પણ અજયના બ્લેકમેઈલીંગ થી ચિંતિત થઈ
બંન્ને પહોંચ્યા પોલીસ સ્ટેશન ઉપર ફરિયાદ નોંધાવવા.
પી.આઈ.જાડેજા સાહેબે આખી વાત સાંભળી
બ્લેક મેઈલીંગ નો ગુનો નોંધી તપાસ ચાલુ કરી. મોબાઈલ નંબર ઉપરથી તરત જ અજય જાસુસ
પકડાઈ ગયો, અને પોલીસ કસ્ટડીમાં ડંડા પડતા જ પોપટ
ની જેમ બધું બોલવા લાગ્યો. તેને તો પચાસ હજાર રૂપિયામાં આસ્થાની જાસુસીનું કામ
સોંપાયું હતું.
ખરો ગુનેગાર તો આ કામ સોંપનાર જ હતો.
જાડેજા સાહેબે કોણે તેને આ કામ સોંપેલ તેની પૂછપરછ કરી બહુ જ માથાકુટ અને ડંડા
પ્રસાદ પછી અજય જાસુસ એટલું જ બોલ્યો કે, તે માણસને ઓળખતો નથી, અને તેને જોયો પણ નથી, ફકત તેનો મોબાઈલ નંબર જ છે.
પી.એસ.આઈ જાડેજા સાહેબે ફરિયાદી આસ્થા
અને અક્ષતને બધી વિગતથી વાકેફ કર્યા. બન્ને જણા વિચારમાં પડી ગયા તેની અંગતક્ષણો
ની જાસુસીનું કામ સોપ્યું કોણે??
જેવો અજય મોબાઈલ નંબર બોલ્યો કે આસ્થા
ચોંકી ગઈ “અરે ! આતો મારા પપ્પાનો ફોન નંબર છે !”
તત્કાલ પોલીસે જયંતિલાલને પોલીસ
સ્ટેશને બોલાવ્યા. ત્યાં આસ્થા અને અક્ષત સાથે અજય જાસુસને બેઠેલા જોઈ અને પોતાનો
મોબાઈલ નંબર ખરા આરોપીનો છે, તે
સાંભળી શેઠ ભોઠાં પડી ગયા.
“પપ્પા, તમે અમારી ઉપર જ પ્રાઈવેટ જાસુસી કરાવી” કહેતા આસ્થા રડી પડી. પપ્પા શાંત બેસી
પસ્તાઈ રહયા હતા, મેં પહેલેથી જ દિકરી સાથે બેસીને
ખુલ્લા દિલે બધી વાત કરી હોત તો આ દિવસ જ ના આવતે !
બાપ દિકરીને ડબલક્રોસ કરી બ્લેકમેઈલીંગ
કરતો અજય પોલીસ કસ્ટડીમાં કેદ થઈ ગયો.
સાચો પ્રેમ કરતાં પ્રેમીઓ પરણી ગયા.
ઉતાવળીયું પગલું ભરવાથી જયંતિલાલ પોતાની જ દિકરી અને જમાઈનો પ્રેમ અને વિશ્વાસ
ગુમાવી દીધો હોવાથી બન્નેએ પપ્પાને જ લગ્નમાં બોલાવ્યા પણ નહીં હાલ જયંતિલાલ એકલા
બાકીની જીંદગી ગુજારી રહયા છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
બ્લેક મેઈલ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories