29 માર્ચ 2025

સીધી સાદી આલિયા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સીધી સાદી આલિયા

‘‘આલિયા દેખાવમાં ઠીક અને ચાલે તેવી છે. તેનું ઘર સામાન્ય છે, પણ માણસો સારા છે. ’’નિહારના પપ્પા મનસુખભાઈ એ પોતાના પુત્ર માટે છોકરી જોઈ આવ્યા પછી ચર્ચા કરતાં કહયું.

‘‘મને તે નમ્ર અને મિલનસાર લાગે છે. તેથી ઘરમાં બધા સાથે ભળી જશે. મને તો આપણા નિહાર માટે તે યોગ્ય લાગે છે. નિહારના મમ્મીએ પોતાનો અભિપ્રાય આપ્યો.’’

‘‘નિહાર તને શું લાગે છે.? મનસુખભાઈ એ પૂછયું.

‘‘હા, ‘‘મને પણ આલિયા સારી લાગી છે. આમેય મારે કંઈ બહું પૈસાદાર છોકરી સાથે લગ્ન કરવા નથી. નિહારે પણ આલિયા ઉપર પોતાની પસંદગી જાહેર કરી.

નિહાર એમ.બી.એ. થઈ ગયા પછી, તેની હોશિયારી ઉપર  સારી કંપનીમાં ઉચ્ચ નોકરી મળી ગઈ હતી. તેનું પેકેજ વરસે બાર લાખનું અને સાથે ડ્રાઈવર સાથેની ને ગાડી કંપની  તરફથી મળ્યા હતા. તેને મનમાં ઈચ્છા ઘર સંભાળે તેવી ગૃહલક્ષ્મી જેવી પત્ની માટે હતી.

નિહારને આલિયા નો સાદો અને મિલનસાર સ્વભાવ ગમી ગયો હતો, તેથી તેણે પણ આલિયા માટે હા પાડી હતી. બીજા જ અઠવાડીયે રવિવારે નિહારને  નિધિને જોવા જવાનું થયું. સાંજે તે અને તેના મમ્મી પપ્પા નિધિને ઘેર પહોંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. હજારવારના પ્લોટમાં મોટો સુંદર મજાનો બંગલો, બે મોટી લકઝરી ગાડીઓ બાગબગીચો, નોકરોની લાઈન અને પાછી નિધિ એકની એક દિકરી.

અનાયાસે નિધિ અને આલિયા દુરના મામા ફોઈના સગાં થતાં હતા.

આલિયાને ઘેર બધાને ખબર પડી ગઈ હતી, કે નિધિ ને જોવા આજે નિહાર જવાનો છે તેથી આલિયા સમજી  ગઈ હતી કે હવે મારૂ પતું કપાઈ જશે.

નિધિનો દેખાવ તથા રૂપ જોઈને મનસુખલાલ અને તેના પત્ની ખુશ થઈ ગયા. તેમને તો નિહાર માટે હવે નિધિ જ બંધબેસતી જોડી લાગવા લાગી હતી. નિહાર અને નિધિ તેના રૂમમાં અંગત વાતચીત કરવા ગયા, ત્યારે વડિલો ડ્રોઈંગ રૂમમાં ચ્હા નાસ્તો કરી રહયાં હતા.

‘‘તમે અત્યારે શું કરો છો?’’ નિધિ એ નિહારને વાતચિતની શરૂઆત કરતાં કહયું.

‘‘હું અત્યારે કંપનીમાં સેક્રેટરીના હોદા ઉપર છું. અને તમે શું કરો છો ?’’ નિહારે સામો સવાલ કર્યો.

‘‘મેં એમ.બી.એ. પુરૂ કરી લીધા પછી સારી જોબ શોધું છું. જો યોગ્ય લાગે તો નોકરી કરૂ. નહીં તો ના પણ કરૂ.’’ નિધિએ રૂઆબથી કહયું.

‘‘તો આટલું બધું ભણવાનો શો અર્થ છે  ?” નિહારને નવાઈ લાગી.

‘‘ભણવાનું તો મેં ટાઈમપાસ માટે જ કર્યું હતું. અંતે તો આ બધું મારૂ જ છે હું તો મારા માબાપ નું એકનું એક સંતાન છું, લગ્ન પછી તો આપણે આ બંગલામાં જ રહીશું, તમને બંગલો ગમ્યો કે નહીં.’’ નિધિએ તો જાણે નિહારે હા પાડી દીધી હોય તેમ વર્તન કરવા માડયું હતું. નિહાર વિચારમાં પડી ગયો, આ તો છેવટે ઘરજમાઈ બનાવવાની વાત થઈ ને !

ઘરની બહાર નીકળતા જ મનસુખભાઈ અને તેના પત્ની ખુશ હતા.‘‘ નિહાર, આ જ છોકરી સાથે તારૂં ગોઠવી દઈએ. કેટલો બધો પૈસો છે, પાછી એકની એક દિકરી છે, એટલે બધું એને જ મળશે ને !’’

 ‘‘ના મને વિચારવા તો દો.’’ નિહારે મુદત માગી લીધી.

તેને તો સીધી , સાદી ઘરરખ્ખુ આલિયા વધારે યોગ્ય લાગતી હતી. વળી તેને ઘરજમાઈ બનવામાં જરાપણ રસ ન હતો.

આલિયાને ઘેર બધા એમ જ વિચારતાં હતા કે હવે નિહાર તો નિધિને જ પસંદ કરશે ને. આલિયાના દુરના મામા જે નિધિના પણ સગા હતા, તેમણે મમરો મુકયો. પૈસાદાર, દેખાવડી નિધિને છોડી નિહાર થોડો આલિયાને હા પાડવાનો છે. તેથી ઘરના બધા એ આશા જ છોડી દિધી.

બે અઠવાડિયાનો સમય વિતી ગયો, બધા જ નિહારને નિધિ માટે આગ્રહ કરતાં હતા, પણ નિહારે મકકમતાપૂર્વક આલિયા જ લગ્ન માટે પસંદ કરી.

મનસુખલાલે આલિયાને ઘેર ફોન કરી સીધા લગ્ન કરવાનું જ નકકી કર્યું. કારણકે પછી નિહારને કંપનીના કામે જર્મની જવાનું હતું. વચ્ચે બે અઠવાડિયાનો જ સમય હતો.

આલિયાના મામાએ પાછી શંકા કરી. નિહાર કોઈ દબાણથી તો આલીયા માટે હા નથી પાડતો ને !

ત્યાં વળી મામીએ ટપકું મુકયું ‘‘કદાચ તેને આલિયાની દયા આવી લાગે એટલે હા પાડી લાગે છે.’’

આ સાંભળીને આલિયાનો મુડ ઓફ થઈ ગયો. મારી ઉપર દયા ખાઈને કે કોઈ દબાણથી નિહાર લગ્ન કરવા તૈયાર થયો ??

તેણે વિચાર્યું મારે નિહાર સાથે આ બાબતનો ખુલાસો કરવો પડશે. ત્યાં તો નિહારનો જ મોબાઈલ આવ્યો.‘‘ હાય, આલિયા, લગ્ન માટે તૈયાર છો ને આપણે હનીમુન માટે મોરેશ્યસ જવું છે કે સિંગાપુર? ’’

આલિયાને શું જવાબ આપવો તે ગુંચવણ થઈ. તેણે કહયું‘‘ નિહાર, હનીમુન ની વાત રહેવા દે, મારે તારી સાથે ખુલાસો કરવો છે, માટે રૂબરૂ મળીએ.

‘‘સારૂ, મને અત્યારે તો કોઈ જ ટાઈમ નથી’’ કહીને નિહારે ફોન બંધ કર્યો.

પંદર દિવસના ટૂંકા ગાળામાં આલિયા એ બે ત્રણ વખત રૂબરૂ મળવા કોશિષ કરી પણ કોઈ મેળ જ ના પડયો.તે વિચારતી હતી આ લગ્નજીવન લાંબું ના ચાલે. મારે ખુલાસો કરવો જ જોઈએ. તેને લગ્નના કપડાં અને દાગીનાની ખરીદી કરવા રસ જ ના રહયો. તેના માતાપિતા પણ આ જોઈ મનમાં મુઝાંતા હતા.

નિહાર પણ ચિંતામાં હતો. તે વિચારે મેં રૂપ અને પૈસા છોડીને સીધી સાદી આલિયાને પસંદ કરી, પણ તે તો હનીમુન માટે પણ ઉત્સાહ દર્શાવતી નથી.

બન્નેની અલગ અલગ ચિંતાઓના માહોલમાં લગ્ન તો રંગેચંગે પતી ગયા.

સુહાગરાતે આલિયાતો ચિંતામાં જ બેઠી હતી. નિહારે આવતાં જ ધુંધટ ઉચોં કર્યો ને આલિયા એ પહેલો સવાલ કર્યો.‘‘સાચું કહે નિહાર, તે મારી સાથે કોઈના દબાણથી કે દયા ખાઈને લગ્ન કરેલ છે ને?’’

નિહારતો  આ પશ્નથી તેને જોતો જ રહી ગયો. તેને થયું અત્યારે આલિયા આ બધું શું પુછે છે?

અંતે આલિયાએ ફોડ પાડયો, “નિહાર તે મારી દુરની કઝીન નિધિને પણ જોઈ હતી. તેના જેવી દેખાવડી અને પૈસાદાર ને છોડીને મારી સાથે કેમ હા પાડી?”

હવે નિહારને ખ્યાલ આવ્યો, તે હસી પડયો. ‘‘મને ખબર જ નહીં કે નિધિ તારી કઝીન છે. મને પણ તે ગમી જ હતી. પણ તેને તો તેના પૈસા અને રૂપનો ગરૂર હતો. આ ઉપરાંત તેને તો ઘર જમાઈ જોઈતો હતો, પતિ નહીં.’’

નિહારનો નિખાલસ અને સ્પષ્ટ જવાબ સાંભળી આલિયા એકદમ ખુશ થઈ ગઈ. તેને સાચી હકીકતનો ખ્યાલ આવતાં હળવી કુલ થઈને તે નિહાર ને વળગી પડી અને બોલી. ‘‘નિહાર, તું જર્મની જઈ આવે પછી આપણે સિંગાપુર હનીમુનમાં જઈએ બહું મજા આવશે.’’

ધીમેથી લાઈટ બંધ કરીને બન્ને એકબીજાની બાહોમાં સમાઈ ગયા.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સીધી સાદી આલિયા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories