આબરૂ
બિપિનભાઈનો
કમળો વધી રહયો હતો. શરૂયાતમાં પેશાબ પીળો આવતો, પછીથી ઘેરો પીળા પેશાબ સાથે કમળો બન્ને આંખોમાં ઉતરી
આવ્યો. કોઈ ખોરાક ટકતોજ નહિ, ઉલ્ટી ચાલુ ને ચાલુ, પેટમાં દૂ:ખાવો અને સતત રહેતો તાવ જોતાં તેમના ફેમિલી
ડોક્ટરે અંતે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરી દેવાની સલાહ આપી.
સંધ્યાબેન
અને તેમની એકજ ચૌદ વરસની દીકરી આર્યા બન્ને ઘર અને હોસ્પિટલ બચ્ચે દોડાદોડી કરી
રહયા હતા. ખર્ચા વધી ગયા હતા.છૂટક કમાનાર વ્યક્તિજ દાખલ હોય પછી પૈસા લાવવા
ક્યાંથી? તો પણ
સંધ્યાબેન માગી, ભીખી ,ઉધાર લાવીને જેમતેમ
ગાડું ગબડાવે જતાં હતા.
છેવટે
બીમારીએ જવાબ દઈ દીધો.બે અઠવાડીયા સિવિલમાં રહયા પછી કમળાની કમળી થઈ જતાં,ફક્ત બેજ દિવસમાં
કોમામાં રહેલા બિપિનભાઈ આ ફાની દુનિયા છોડીને વિદાય થઈ ગયા.
સંધ્યાબેન
સૂનમૂન થઈ ભાંગી પડ્યા.હવે ઘર ચલાવવું કઈ રીતે? સ્કૂલમાં ભણતી આર્યાને કોલેજ કરવી ગ્રેજ્યુએટ બનાવવી હતી,પણ કઈ રીતે??
કામ મેળવવા
સંધ્યાબેને દિવસરાત દોડાદોડી ચાલુ કરી પણ ફક્ત દશ ધોરણ પાસને સારા પગારની નોકરી
કોણે આપે? અંતે
સુમતીલાલના બ્યુટીપાર્લરમા તેમને આસિસ્ટંટનું કામ મળી ગયુ. સવારથી સાંજ સુધી
સાફસફાઇ મસાજ અને નાનામોટા તમામ પાર્લરના કામ કરવામાંજ દિવસ પૂરો થઈ જતો.
પાંત્રીસ
વરસના સંધ્યાબેન રૂપાળા તો હતાજ,વળી ભરાવદાર શરીર અને આકર્ષક ચહેરાને લીધે પાર્લરમાં તમામનું
આકર્ષણ બની ગયા હતા. પાર્લર ના માલિક સુમતીલાલ પણ તેની પાછળ લટ્ટુ બની ગયા હતા. એક
મોડી સાંજે તો પાર્લર બંધ કરતી વખતે સુમતીલાલે સંધ્યાબેનનો હાથ પકડી લીધો “સંધ્યા,હજી માની જા, મને ખુશ કરી દે, તને પૈસાથી માલામાલ
કરી દઇશ, પછી આવી
નોકરીની શી જરૂર? આમ પણ તારે
સહારાની જરૂર છે.”
સંધ્યાબેન
પોતાની આબરૂ ગુમાવવા કોઈપણ ભોગે તૈયાર ન હતા. તેમણે સુમતીલાલનો હાથ છોડાવી સ્પસ્ટ
ના પાડી,ઘર તરફ
રવાના થઈ ગયા.
આર્યા
રાત્રે પોતાની માને રડતી જોઈ સહેમાઈ ગઈ. વાતચીત દરમ્યાન તેમણે પોતાની જુવાન થઈ
રહેલી દીકરીને એકજ સલાહ આપી. ”બેટા,આપણા જેવા ગરીબની આબરૂજ સૌથી મોટી મૂડી છે. જો ઇજ્જત
ગુમાવી તો જીવનમાં પછી કાઇંજ નથી.”
આર્યાને
બારમાં ધોરણમાં ખૂબ સારા ટકા આવ્યા.કોમ્પ્યુટર એંજિનિયર બનવાના તેના સપના પૂરા
થતાં દેખાવા લાગ્યા.પરંતુ કોલેજની ફીના રૂપિયા સાઇઠ હજાર નો આંકડો સાંભળી બનેના
હાંજા ગગડી ગયા. હવે શું કરવું?
આર્યા
રડતાં રડતાં બોલી “મમ્મી, મારે આગળ ભણવુજ નથી, આટલા બધાં પૈસા
લાવવા ક્યાંથી ? “એવું
ચાલતું હશે,બેટા,હું કોઈપણ ભોગે
તારી ફીના પ્રબંધ કરૂ છું .” સંધ્યાબેને મક્કમ પણે જવાબ આપ્યો.
આખી રાત
જાગતા રહીને તેમનું મન પૈસા અને ઇજ્જત વચ્ચે ફંગોળાતું રહયું. અંતે દીકરી તરફના
પ્રેમનો વિજય થયો. તેમણે ઈજ્જતને દાવ પર લગાડીને દીકરીને એંજિનિયર બનાવવાનું નક્કી
કર્યું.
સવારે
ઊઠીને તેમણે સુમતીલાલને મોબાઈલ જોડ્યો,” શેઠ ,આપની વાત સાચી છે,જોઈતા પૈસા મળતા હોયતો
હું ગમે તે કરવા તૈયાર છું. પૈસા જ આ દુનિયામાં સર્વસ્વ છે, પૈસા આગળ ઇજ્જતની
કોઈ વેલ્યુ જ નથી. મારી દીકરીની કોલેજ ફીના સાઇઠ હજાર રૂપિયા બે દિવસમાં મળી જશેને
!”
‘હા,હા, કેમ નહિ?’ સુમતીલાલના મોમાં
લાળ પાડવા લાગી “બપોરે મારા
બોપલના બંગલામાં આવી જ,સંધ્યા.”
અને
પછી..... એક વખત આબરૂની સીમા ઓળગાઈ ગયા પછી સંધ્યાબેન પાકા ધંધામાં લપેટાતા ગયા.સુમતીલાલે ફક્ત આઠ થી દશ માલદાર ધરાકોને
માબાઈલ દ્વારા ગોઠવી આપ્યા.
દીકરીને કે
પાડોશીને જરાપણ શંકાના જાય તે રીતે સંધ્યાબેન સવારે નોકરી પર જતાં,રાત્રે આવે ત્યારે
પાકીટ રૂપિયાથી ભરેલું થઈ જતુ.
આર્યા પણ
ખુશ હતી. મમ્મી તેની ફી ઉપરાંત દરેક જરૂરિયાત પૂરી કરતી.તેને માટે સારામાં સારૂ
લેપટોપ, મોંઘામાં
મોંઘા મોબાઈલ જે જોઇયે તે હાજર !
સંધ્યાબેનને
આબરૂના લીરા ઉઠાવીને પૈસા કમાવા નહોતા ગમતા,પણ દીકરીના ભલા માટે તે
અંતરાત્માના અવાજને દબાવીને ગેરમાર્ગે જઈ રહયાં હતા. વાલિયા લુટારા ને પણ
લૂંટ તો કુટુંબના ભરણપોષણ માટે જ ચલાવવી હતી ને, પછી તે ભલે તે ખોટા માર્ગ કેમ નાં હોય ?
વર્ષોને
વિતતા ક્યાં વાર લાગે છે.?
કોમ્પ્યુટર
એંજિનિયર આર્યાના લગ્ન તેના ડોક્ટર પ્રેમી આરવ સાથે નક્કી થઈ ગયા. પોતાના પ્રેમી
સાથેજ લગ્ન નક્કી થવાથી આર્યા ખૂબ ખુશ હતી.
લગ્નના
દિવસે આરવના પપ્પા અશોકભાઈના મિત્રમંડળ સાથે સુમતીલાલને જોઈ સંધ્યા ગભરાઈ ગઈ. તે
વિચારમાં પડી ગયા “આ અહી
ક્યાંથી?નક્કી કઈક
નવા જૂની થશે.”
સુમતીલાલે
તરત અશોકભાઈને પૂછ્યુ “આ બહેન કોણ
છે?”
“અરે,એ જ તો આરવના સાસુ
છે” અશોકભાઈએ
જવાબ આપ્યો.”હે !”સુમતીલાલ અશોકભાઈને
બાજુમાં રૂમમાં લઈ ગયા અને ચેતવણી ઉચ્ચારતાં કહયુ “અશોકભાઇ,તમારા વેવાણ તો ધંધો કરે છે, તે જેટલી નિર્દોષ
દેખાઈ છે, તેટલીજ
ઊંડી છે”
“શું વાત
કરો છો? મારી વેવાણ
વેશ્યા છે? બનેજ નહિ,” અશોકભાઇ ગભરાઈને
ચિલ્લાયા.”તો પુછો,તમારા બીજા બધા
મિત્રોને,અને ખાત્રી
કરો,” સુમતીલાલે
મૂછમાં હસતાં કહયુ.
તેમના બધા
મિત્રોએ પણ આનંદ કરેલો, એટ્લે નાં
કહેવાનો તો સવાલ જ ન હતો. અશોકભાઇ ગરમ થઈ રૂમની બહાર આવી બરડ્યા.” રોકો,આ લગ્ન નાં થઈ શકે,એક વેશ્યાની છોકરી
મારા ઘરની વહુ ના બની શકે.”
લગ્ન
મંડપમાં સોંપો પાડી ગયો. આર્યા સામે ચિલ્લાઈ “મારી માં વેશ્યા હોઈજ નાં શકે. તેને તો આબરૂ બહુજ વ્હાલી
છે,કોઈપણ ભાગે તે આબરૂ
ગુમાવે જ નહિ. માં,શું છે આ
બધુ?”
સંધ્યા
શાંત બનીને નીચું જોઈ ગઈ. તેને નોચી ખાનારા
ભેડીયાઓ ભેગા થઈ બૂમો પાડી રહયા હતા,” આ તો કોલગર્લ છે .”
અંતે
સંધ્યાની આંખો વરસી પડી. આર્યાને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો. હવે પસંદગી તેની ઉપર હતી, આરવ કે મમ્મી ?
પણ તેતો
આરવના પ્રેમ માં પાગલ હતી. મમ્મીએ તેના માટે કરેલા બલિદાન તે પળવારમાં ભૂલી ગઈ, અને તેણે બૂમ પાડી.” આ વેશ્યા મારી માં
હોઈ જ ના શકે. કાઢો તેને મંડપમાં થી બહાર.”
અશોકભાઇ
સુમતીલાલ અને તેનેજ ભોગવનાર ભેડીયાઓએ હાથ પકડીને તેને મંડપની બહાર કાઢી મૂકી. પછી
જ લગ્ન ની વિધિ ચાલુ થઈ.
દીકરીને
સુખી કરનારા સંધ્યાબેન ની આબરૂના ધજાગરા ઊડી રહયા હતા, છ્તાં પણ તેઓ
દીકરીનું ઘર વસાવવા ધીમા પગલે રડતાં રડતાં પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા.
“તારી કમાણી
માં મારો ભાગ પણ ખોટા કામમાં હું શેનો ભાગીદાર?” કહેનારા કુટુંબીજનો ના કથને વાલીઓ લૂંટારો મન પરીવર્તન
થતાં વાલ્મીકિ ઋષિ બની ગયો હતો, અહી પણ દીકરીના ભણતર સુખ અને સારા વર માટે પોતાની આબરૂ
ગુમાવનાર સંધ્યાબેન મનમાં રડી રહયાં હતા, જાણેકે ઈતિહાસનું બીજા સ્વરૂપે પુનરાવર્તન થતું હતું.
ઉપર આસમાન
માથી ધીમો વરસાદ અશ્રુ સ્વરૂપે વહી રહયો હતો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગૃહલક્ષ્મી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories