ગૃહલક્ષ્મી
“અમારી
દીકરી તમને પસંદ છે એ વાત સાચી ,પણ અમે તેને ઉછેરી, ભણાવી ગણાવીને મોટી કરી તેના ખર્ચ પેટે બે લાખ રૂપિયા
આપવા પડશે” રીટાના
માબાપે મુરતિયા રમેશના માબાપને ચોખ્ખી વાત કરી.
રમેશના પિતા જયંતિલાલ અને માતા
સવિતાબેન વિચારમાં પડી ગયા,
આટલો
બધો ખર્ચ આપવો પડશે! પણ તેમને રીટા ખુબજ પસંદ પડી ગઈ હતી,અને તેમના એકના એક
દીકરા રમેશનું કયાય ગોઠવાતું નહોતુ,તેથી હા પાડ્યા સિવાય ચાલે તેમન હતુ.
“રીટાના કપડાં અને દાગીનાના ખર્ચ પેટે એંસી હજાર અલગ આપવા
પડશે”વળી રીટાના
મમ્મીએ ધડાકો કર્યો. હવે વાત વધારે ખેંચાતી હતી,પણ માંડ માંડ તેના દીકરાનું ઘર મંડાતુ
હોવાથી, કુલ બે લાખ
એંસી હજારમાં લગ્ન નક્કી થયા.
આ વાત છે ગુજરાતના મહેસાણા જિલ્લાની, ઘણા વરસોથી રાજયમાં
દીકરીઓનું પ્રમાણ ઘટતું જવાથી,પુરુષ અને સ્ત્રીઓનો રેશિયો અસમતોલ થઈ જવાથી પરિસ્થિતી બગડતી
ચાલી હતી. લગ્ન લાયક છોકરાઓને યોગ્ય કન્યાઓ મળતીજ નહિ. તેથી મહારાષ્ટ્ર જેવા
નજીકના રાજ્યમાંથી આ રીતે સમજોતા કરીને લગ્ન કરવા પડતા.
મહારાષ્ટ્રમાં બનાવટી લગ્નો કરીને પૈસા પડાવવાનું આખું કૌભાંડ
ચાલતું હતુ. રીટા પણ મજબૂરીથી તેનો હાથો બની ગઈ હતી.
આવીરીતે ગરજાઉ માબાપ પાસેથી માતબર
રકમ પડાવી કન્યાઓ લગ્ન કરી સાસરે આવતી અને અઠવાડીયા બે અઠવાડીયામાં તક નો લાભ લઈ હાથ સાફ કરી ભાગી જતી.
ભીંવડી
ગામમાં તેના બની ગયેલા માબાપ પણ બનાવટી અને લફંગા, તેથી ભાગી ગયેલી વહુને શોધવા છોકરાવાળા
ત્યાં જાય તો કોઈ હોય જ નહિ,ભાડાનું ઘર પણ ખાલી કરી ગયા હોય. પછી કોની સામે ફરિયાદ કરવી ?કોની સામે કેસ કરવો?
રીટા પણ
પૈસાની લાલચથી આ ટોળકી સાથે ભળી હતી. તેનું પોતાનું નજીકના નાના ગામમાં ઘર હતુ અને
નાનો બાબો પણ હતો. તેના વરનું યુવાન વયે દારૂની લતથી લીવર ફેઇલ થતાં મોત થયું હતુ.
વરનું મોત થતાં પૈસાની જરૂરિયાતે તેને મજબૂરીથી આ કપટનું કામ કરવું પડતું હતુ,અન્યથા તેનું
પોતાનું મન આવા ખોટા કામ કરતાં અચકાતું હતુ. જરૂરિયાત અને મજબૂરી માણસને શું નથી
કરાવતી?
સગાઈના
ત્રણ દિવસ બાદ પૈસાની લેવડદેવડ પૂરી થતાં,રીટા અને રમેશ લગ્ન કરી સાસરે મહેસાણાના ગામે પરત આવ્યા.
જયંતિલાલ અને સવિતાબેન તો નવી વહુના આગમનથી ખુશખુશાલ હતા,કેટલા પ્રયત્નો પછી તેના ઘરમાં ગૃહલક્ષ્મીનું આગમન થયું હતુ,પણ તેના મલીન ઈરાદાઓની તેમને ક્યાં ખબર હતી ?
“વહુ બેટા,તમે હજી તાજા જ
લગ્ન કરીને આવેલ છો,તો આરામ
કરો,હું ઘરનું
અને રસોડાનું બધુ કામ પતાવું છુ.”સવિતાબેને વહુને લાડ લડાવતા કહયુ.
જયંતિલાલ
પણ વહુ બેટા,વહુ બેટા
કહેતા થાકતા નહી. રીટાને વિચાર આવ્યો,ખરેખર મારા
સાસુ-સસરા આટલા પ્રેમાળ અને સંસ્કારી હોય તો કેટલું સારું ?હજુ તેના મનમાં તો
માલ મળી જતા જલ્દીથી ભાગવાનોજ ઇરાદો હતો.
બીજા દિવસે
સવારે જયંતીલાલે ખુશ થઈને કહયુ, “વહુબેટા,આપણા કુટુંબના વારસાગત સોનાના કંગન અને હાર મેં સાચવીને લોકરમાં રાખ્યા છે,તમારે વાપરવા હું
લાવી દઉં છુ,તમે સાચવીને કબાટમાં મૂકી દેજો.”
રીટાએ
મનમાં ખુશ થઈને કહયુ “સારું
પપ્પા,”એને તો
દોડવું હતુને ઢાળ મળ્યો તેવો તાલ થયો.તેમનમાં વિચારતી “આ લોકો કેટલા મૂર્ખ
છે,મને સામેથી બધુ આપી
રહયા છે.”
તેનું
સદાચારી મન પાછું પડ્યું “ના,ના,આવા સારા અને ભોળા
માણસોને લુટાય કેવી રીતે?”
ત્યાં તો
તેની લુંટારુ ટોળકીના લીડરનો મોબાઈલ આવ્યો ?“રીટા તું સાત દિવસથી ત્યાં શું કરે છે? જલ્દી થી માલ લઈને
ભાગીને અંહી આવ અને તારો ભાગ લઈ જા.”
પાછું
રિટાએ મન મક્કમ કર્યું. રાત્રે કોઈ પણ ભોગે માલ લઈને ભાગવું હતુ. રાત્રે તો ભાવતું
તું ને એની સાસુએ તેના મોમાં પતાસું નાખ્યું. “ લો,વહુ બેટા આ દાગીનો તમારા સસરા લાવ્યા છે. તે તમારા લોકરમાં
સાચવીને મૂકી દો. આ લ્યો,
તેની
ચાવી હવે તમે જ સાચવો.”
રીટા
વિચારી રહી “કેવા મૂરખ
માણસો છે ?” જ્યારે
માણસના મનમાં ખોટા વિચારો ચાલતા હોય ત્યારે, સામા માણસની સારપ પણ મૂર્ખતાજ લાગે છે ને !
રીટા તકની રાહ જોતી હતી ને તેજ રાત્રે મળી ગઈ. તેનો વર દુકાનેથી હજુ આવેલ નહિ અને સાસુસસરા મંદિર દર્શન કરવા ગયા હતા .
રીટાએ તરતજ
દાગીના અને કપડાની બેગ ભરી અને ભાગી છૂટવા ઘેરની બહાર નીકળી. જો કે તેનું મન કોચવાતું હતું પણ શું કરે ?
અનાયાસે
સવિતાબેન પાકીટ ભૂલી ગયા હોવાથી સામે મળ્યા. “ અરે, રીટા વહુ,બેગ ભરીને ક્યાં જાવ છો ?” બેગમાં લાખોના દાગીના ભરેલા હોવાથી ગભરાયેલી રીટા બોલી “બા,એ તો મને ઘરની યાદ
આવી એટલે જવા નીકળી છુ.” જોકે તેના
મનમાં ગભરાટ અને કોચવાટ થતો હતો,કેટલા સારા માણસો છે ? કઈ સમજ નથી પડતી ??
“તમને ઘેર
જ્વું હતું તો કહેવું હતું ને, ઊભા રહો વહુ, હું તમારે માટે સ્ટેશનની રીક્ષા બોલાવી દઉં છુ.” સવિતાબેને પ્રેમથી
કહયુ.
સાસુસસરાના
ભોળપણ અને પ્રેમ આગળ રીટા ઝૂકી ગઈ. તેના મગજના વિચારો ઉપર દિલની ભાવનાની જીત થઈ.
અંતે તેણે દબાવી રાખેલી સચ્ચાઈ અને લુચ્ચાઈ તૂટી ગઈ,તે રડી પડી અને બેસી ગઈ.
સામેથી
જયંતિલાલ પણ આવી ગયા. બન્ને ચિંતામાં બોલ્યા. “વહુ બેટા,રડે છે કેમ ?”
રીટાએ
રડતાં રડતાં પોતાના મલીન ઈરાદા અને તરકટની બધી વાત કરી બેગ ખોલીને ચોરીનો ઈરાદો પણ
સાચેસાચો જણાવી દીધો.
તેના
સાસુસસરા અને પતિ આ સાંભળીને અજાયબ થઈ ગયા. તેમણે તો સ્વપ્નમાં પણ આવું કપટ થઈ રહયું છે,તેવું વિચાર્યું ન હતુ.
રીટાનાસાચા
પશ્ચાતાપના આંસુથી બધા પીગળી ગયા. સવિતાબેન બોલ્યા “વહુ બેટા તમારા બાબાને પણ લઈ આવો. હવે તમારે
કાયમ માટે અહીજ રહેવાનુ છે.”
રીટાએ
ચોધાર આંસુએ રડતાં રડતાં હા પાડી દીધી. લૂંટારુ લલના ખરેખર ગૃહલક્ષ્મી બની ગઈ.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગૃહલક્ષ્મી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories