14 એપ્રિલ 2025

માનવતાની મહેંક - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 માનવતાની મહેંક



            “યુસુફ, હવે હું તારા વગર રહી શકું તેમ નથી, હવે મારે ઘેરથી છોકરા જોવાનું ચાલુ થયેલ છે, જો મારા લગ્ન બીજે ગોઠવાઈ જશે, તો આપણે છૂટા પડી જઈશું. હવે શું કરીશું?” પલકે ચિંતાગ્રસ્ત અવાજે યુસુફનો  હાથ પકડીને કહયું.

            “મને તો તારા માબાપ કોઈપણ ભોગે હા પાડે તેમ લાગતું નથી. એમાય તારી મમ્મી તો જરાપણ મને નહિ સ્વીકારેયુસુફે પણ ચિંતાતુર થઈને કહયુ છ્તા કાલે સાંજે હું અને મારા અબ્બા વાત કરવા આવીશુ.

            ભેસાણ તાલુકાનાં નાના ગામ સિતાપુરમાં માંડ પાંચસોથી છસ્સો ખોરડા હતા. ગીર જંગલની સરહદ પર આવેલ ગામમાં લોકો ખેતી અને જંગલની ચીજો વેચી ગુજરાન ચલાવતા.

            ગામમાં લગભગ બધાજ ખેડૂતો હિંદૂ કુટુંબના હતા, ફક્ત ચાર જ ઘર મુસલમાન કુટુંબના હતા, બધાં સંપથી જીવન ગુજારો કરતા.

            રહિમચાચાનું કુટુંબ આખા ગામમાં જાણીતું હતું. ચાચાચાચી અને એક જ દીકરો યુસુફખાન ત્રણ જણાનું કુટુંબ ગામમાં ભાઇચારાથી રહેતા. ગામના મુખી જયરામભાઇ કંસાગરાને જંગલની સરહદે ત્રીસ વીઘાં જમીન હતી.તેમના પત્ની રમાબેન અને એક જ દીકરી પલક ત્રણ જ્ણાનું કુટુંબ હતુ.

            જયરામભાઈ અને રહીમચાચાના ઘરને નિકટના સંબંધો હતા એકબીજાને ઘેર આવવા જવાનુ અને વાટકી વહેવાર ચાલુ હતા. જયરામભાઈના પત્ની રમાબેનનો સ્વભાવ શંકાશીલ  અને કજિયાળો ખરો. નાની નાની વાતમાં ખોટું લગાડીને બેસી જાય. વળી ધાર્મિક રીતે કટ્ટરવાદી પણ ખરા. તેમની દીકરી પલક અને યુસુફ લગભગ સરખી ઉમરના, શાળામાં પણ એક જ ક્લાસમાં સાથે બેસતા.

            બચપણમાં સાથે રમતા ,સાથે ભણતા,સાથે વાંચતાં પલક અને યુસુફ ધીમે ધીમે તરુણાવસ્થામાં આવી ગયા. બાળપણનો નિર્દોષ પ્રેમ ધીમે ધીમે એકબીજાના આકર્ષણમાં પલટાતો ગયો, તે બન્નેને ખબરજ ન પડી.         

            દશમું ધોરણ બન્ને એ સાથે વાંચીને તૈયારી કરીને ફર્સ્ટક્લાસ માર્કસ સાથે પાસ કરી દીધું. હવે બન્ને અગ્યારમાં ધોરણમાં આવી ગયા હતા. જુવાન બનતી દેખાવડી પલક તેના ક્લાસના છોકરાઓનું આકર્ષણ બની ગઈ હતી. તેમાય માથાભારે ચંદુ અને છોટું હમેશા પાલકનો પ્રેમ પામવા પેંતરાં કરતાં રહેતાં.

            શિયાળાની એક સાંજે શાળાએથી છૂટી પલક એકલી ઘેર જઈ રહી હતી, ત્યારેજ છોટું અને ચંદુએ તેની છેડતી કરવા પીછો કર્યા. યુસુફ શાળામાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો, ત્યાં ખબર આવ્યા.યુસુફ, પેલો ચંદુ અને છોટું પલકને છેડવા પાછળ પડ્યા છે, તેને બચાવ.”  

            યુસુફનો દાવ ચાલુ હતો, આ સાંભળતા તે બેટ મૂકી દોડ્યો. બન્ને જણા એકલી જતી પલકનો હાથ પકડવા જતાં હતા ને યુસુફે પાછળથી હુમલો કર્યો. પલક ભાગી છૂટી. બન્ને માથાભારે છોકરાઓએ યુસુફની સારી એવી ધોલાઈ કરી, પણ પલક બચી ગઈ.

            પલકને હવે યુસુફ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વધી ગયા. બાર ધોરણ પાસ કરી યુસુફ તો કોલેજ કરવા રાજકોટ જતો રહયો. ત્યાં ડિગ્રી મેળવી તેને જંગલખાતામાં જૂનાગઢમાં ફોરેસ્ટ ગાર્ડની સરકારી નોકરી મળી ગઈ.

            પલકે બાર ધોરણ પાસ કરી ભણવાનું છોડી દીધુ. બન્નેનો પ્રેમ ધીમે ધીમે પાંગરતો જ ગયો. બન્ને ધર્મના વાડાઓ અને બંધનમાં માનતાં ન હતા, તેમને મન રામ અને રહીમ સરખા જ હતા.

            પલક વીસ વરસની થતાં તેને માટે છોકરો શોધવા જેરામભાઈ અને રમાબેને પ્રયત્ન ચાલુ કરી દીધા. તેથી પલક અને યુસુફ ચિંતાગ્રસ્ત હતા.

            ત્યારે જ અમદાવાદમાં કોમી રમખાણે ફાટી નીકળ્યા. રમાબેનના ભાઈ શાહપુરમાં રહેતા હતા, તેનો દીકરો આ તોફાનોમાં સપડાઈને ઇજાગ્રસ્ત બની ગયો. તેથી રમાબેનના મનમાં મુસલમાનો પ્રત્યે એક પ્રકારનો પૂર્વગ્રહ બંધાઈ ગયો, તેમને આ દુનિયાના દરેક મુસલમાન વિશ્વાસઘાતી અને હિંસક લાગવા માંડ્યા.

 

            યુસુફને ખાત્રી જ હતી કે, તેમના લગ્ન માટે પાલકના માતાપિતા હા નહી જ પાડે, છ્તાં બીજે દિવસે સવારે રહિમચાચા અને યુસુફ સામે ચાલીને રામજીભાઈને ઘેર પહોંચી ગયા.

            રહિમચાચાએ ધીમેથી વાત ઉચ્ચારી જેરામભાઇ, હવે આપણા બાળકો જુવાન થઈ ગયા છે, તેમની શાદી માટે શું વિચાર્યું છે. અમારા યુસુફને સારી સરકારી નોકરી મળી ગઈ છે. તેનો અને પલકનો જીવ મળી ગયા છે, બન્ને સાથે ભણીને રમીને મોટા થયા છે. હું યુસુફ માટે પલકનો હાથ માંગવા આવ્યો છુ.

            આ સાંભળીને રમાબેન ભડકીને ઊભા થઈ ગયા. ના, ના, મુસલમાન છોકરા સાથે મારી દીકરીના લગ્ન થાય જ નહિ.

            “પણ બન્ને એકબીજાને પ્રેમ કરે છે, સાથે રહી લગ્ન કરી જીવવા મરવાના કોલ આપેલા છે.રહિમચાચાએ જેરામભાઇ સામે જોઈ વિનંતી કરી.

            જેરામભાઇએ દીકરી સામે જોયુ તેની અંદરખાને ઇચ્છા જોતા તે માની ગયા.ચાલો,વાંધો નહિ, કુટુંબ તો જાણીતુ છે, વળી બન્ને એકબીજાને પ્રેમ કરે છે”. તેથી તેમણે મૂક સંમતિ આપી.    

            પણ રમાબેન એકના બે ના થયા. તેમણે મક્કમપણે કહયુ મારા જીવતે જીવ તો આ લગ્ન કોઈ હિસાબે નહિ થાય.

            યુસુફ અને પલક સહેમી ગયા. યુસુફને મનમાં રમાબેન ઉપર ખુબજ ગુસ્સો આવ્યો પણ શું થાય? તે અને રહીમચાચા નીચી મુંડીએ હારેલા જુગારીની જેમ બહાર નીકળી ગયા.

            બે દિવસ પછી સાંજે રમાબેન સીમમાંથી કુદરતી હાજતેથી પરત આવી રહયા હતા. શિયાળાના ટૂંકા દિવસમાં અંધારું વહેલું થઈ ગયું હતું. પાછળ કુતરાના ભસવાના અવાજથી ગભરાઈ એકાંતમાં રમાબેન ઝડપથી પગલાં ભરી રહયાં હતા . ત્યાં અચાનક કુતરાના ભસવાનો અવાજ બંધ થઈ ગયો. રમાબેન ગભરાઈને પાછળ જોયું તો એક વિકરાળ સિંહણ તેને ધુરકી રહી હતી.

            હવે રમાબેન થથરી ગયા,તેના હાથપગ ધ્રૂજવા લાગ્યા. તેને સામે બે મિનિટની દૂરી ઉપર મોત દેખાઈ રહયું હતું. ત્યાં સામેથી ફરજ પરથી બાઇક ઉપર આવતા યુસુફે આ દૃશ્ય જોયું. તેણે મનમાં વિચાર્યું ચાલો, સારું થયુ. આ બલા રસ્તામાંથી હટી જાય તો અમારા લગ્નનો કાંટો આપમેળે સાફ થઈ જાય. આમેય તેને મારામાં વિશ્વાસ ક્યાં છે?”

            પણ તરત જ તેના સદાચારી મને તેને લપડાક મારી,”અરે, યુસુફ, આ તુ શું કરી રહયો છે ? તારી નજર સામે એક જાનવર મહિલાને મારી ખાઈ જાય, તો તારી માનવતા ક્યાં ગઈ? એક ઇન્સાન જો બીજા ઇન્સાનના કામમાં ના આવે તો ઇન્સાનિયત ક્યાં રહી?” અને તરતજ તેણે બાઇક ફેકી હાથમાં ડાંગ લઈસિંહણ સામે દોડ્યો.

            ઑચિંતા હુમલાથી સિંહણ છંછેડાઈ અને યુસુફ ઉપર કૂદકો મારી, પંજો અને દાંત ભરાવી યુસુફને પાડી નાખવા કોશિશ કરી. યુસુફે જંગલખાતની ટ્રેનીંગ લીધેલી, તેણે ખસી જઈ ડાંગ સિંહણના માથે ફટકારી. જોરદાર ફટકાથી સિંહણ ગભરાઈ અને જંગલ તરફ દોડી ગઈ. રમાબેન દૂર ઊભા ઊભા યુસુફે પોતાને માટે ખેલેલી જીવસટોસટની બાજી જોતાં રહયા.

            તેમને ખ્યાલ આવી ગયો કે, જો અણીને સમયે યુસુફ વચ્ચે ના આવ્યો હોત તો તેમના રામ રમી ગયા હોત. ઘરે પહોંચીને તેમણે ઘરવાળાને બધી વાત વિગતવાર જણાવી.

            માનવતાની આ મિશલ આગળ ધર્મના ભેદ ભુલાઈ ગયા અને તેમણે સામેથી રહીમચાચા અને યુસુફને બોલાવી, પોતાની દીકરી પલકના વિવાહ યુસુફ સાથે નક્કી કરી દીધા.

            તેમને ખ્યાલ આવી ગયો કે માણસની યોગ્યતા ,તેના ધર્મ પર નહિ, તેનામાં કેટલી માનવતા છે, તેના પરથી જ આંકવી જોઇયે.   

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 માનવતાની મહેંક - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories