હાથના કર્યા હૈયે વાગ્યા
“એય છોકરા, તારે મારી દિકરીને ભુલી જવી પડશે.” ઈન્સ્પેકટર ચૌહાણ સાંજના સમયે પોતાની ઓફિસના દરવાજા બંધ કરી ચોવીસ વર્ષના યુવાન આસિતને ધમકાવી રહયા હતા, ત્યારે એ ભુલી ગયા હતા કે એ પોલીસ કોન્સ્ટેબલ નથી, પણ તેની દિકરી પુર્વી સાથે ભણતો કોલેજનો પ્રેમી યુવાન છે.
“સાહેબ, અમે છેલ્લા બે વર્ષથી એકબીજાના
પ્રેમમાં છીએ, અને લગ્ન કરવાના કોલ આપી દીધા છે,
આપના આર્શિવાદની જરૂર છે.” આસિતે હિંમતપૂર્વક પી.આઈ. સાહેબને સત્ય હકિકત જણાવી દીધી.
“ છોકરા, તારામાં તમીજ છે કે નહીં, મારી છોકરીને છોડી દે, તમે બ્રાહ્મણ અને અમે રાજપૂત છીએ, બંન્નેનો મેળ શકય જ નથી. મે તો કયારની ના કહેવડાવી દીધી છે, તને યાદ નથી.” હવે ચૌહાણ સાહેબનો મિજાજ ધુમવા લાગ્યો હતો.
ગયા મહિને જ તેને પૂર્વી સાથેની વાતચીત યાદ આવી ગઈ. “ મારી કોલેજનો આસિત રાવલ ખુબ સારો છોકરો
છે, બે વર્ષથી અમે પ્રેમમાં છીએ, અને લગ્ન કરવાના છીએ.’’ પૂર્વી તેના
પપ્પાને પ્રેમથી સમજાવી રહી હતી.
‘‘બેટા, એ બ્રાહ્મણ અને આપણે રાજપૂત. વળી તારો એક દિવસનો ખર્ચ પણ તે ગરીબ બ્રાહ્મણ નહીં ઉપાડી શકે, તો જીદંગીભર નિભાવવાની તો વાત જ કયાં
છે? ’’ ચૌહાણ સાહેબની ઉપલી આવક જ એટલી બધી હતી
કે પછી એકની એક છોકરી ખર્ચા કરે જ ને, તેનો એમને ગર્વ
હતો.
‘‘ પપ્પા, હું લગ્ન કરીને જે હશે, તેનાથી ચલાવીશ, પણ લગ્ન તો આસિત સાથે જ કરીશ.’’ પૂર્વી મકકમ હતી.
‘‘આ શકય જ નથી’’ હવે ચૌહાણ સાહેબ ચિંતામાં પડી ગયા.
તેમણે હજી આગલા મહિને જ ડી.જી. પરમાર સાહેબના છોકરા માટે તેમની પૂર્વીની વાત ચલાવી
હતી.
પરમાર સાહેબે પણ હા પાડી હતી. આ સંબંધથી
ચૌહાણ સાહેબને તરત જ બઢતી મળી એ.સી.પી. અને પછી ડી.સી.પી. થઈ જાય તેમ હતું. એક વાર
અમદાવાદ માં ડી.સી.પી. સાહેબ થયા પછી તો લીલા લહેર જ હતી. હતી. ચૌહાણ સાહેબ લાખોની ઉપલી આવકના સપના જોવા લાગ્યા હતા, પણ તેમાં આ
છોકરીએ જીદ કરીને ડખો કર્યો હતો. પાછા ઈન્સ્પેકટર સાહેબ વર્તમાનમાં આવીને આસિત તરફ
ગુસ્સે થઈ જોવા લાગ્યા.
“ સાહેબ, હવે જ્ઞાતિ જેવું કયાં કંઈ રહયું જ છે. તમે હા પાડો તો સારૂ.” આસિત હજુ પણ તેના ભવિષ્યના સસરાને વિનવી રહયો હતો.
“ જો તું નહી માને તો મારે તને ના છુટકે પતાવી દેવો પડશે.” સાહેબ હવે દંડ દેવાની છેલ્લી પાયરી પર આવી ગયા.
“ જે થાય તે કરી લેજો, ગુરૂવારે અમારા કોર્ટ લગ્ન તો નકકી જ છે.” કહીને આસિત તો મકકમતાથી ઓફિસની બહાર નીકળી ગયો.
‘‘ હિંમતસિંહ’’ સાહેબે તેના ખાસ કોન્સ્ટેબલને બુમ પાડી બોલાવ્યો. ‘‘જી સાહેબ ’’કહેતો હિંમતસિંહ અંદર આવ્યો કે સાહેબે ધીમેથી કહયું
‘‘
જો આ જાય એ છોકરાને પતાવી દેવાનો છે. આપણા ખાસ
માણસને કામ સોંપી દો, ખર્ચાની ચિંતા નથી.’’સાહેબે ધીમેથી ઓર્ડર કર્યો.
પોલીસવાળા થઈને પોલીસવાળાને જ આવું અંગત કામ સોપતાં તેમને શરમ કે બીક નો’તી લાગતી, એ હિંમતસિંહ વિચારવા લાગ્યો.
‘‘સાહેબ હમણાં જ મુંબઈ થી આવેલા શાર્પશૂટર લંબુ કુતાને કામ સોંપી દઉ
છું.’’ હિંમતસિંહે નમ્રતાથી જવાબ આપ્યો.
ફોટો અને એડ્રેસ સોંપતા લંબુ કુતાને પાંચ
લાખમાં સોપારી આપતા સુચના આપી. ‘‘
કામ ગુરૂવાર પહેલા કોઈ પણ ભુલ કે પુરાવા વગર થઈ
જવું જોઈએ,
‘‘ કામ હો જાયેગા’’ લંબુએ હૈયા ધારણ આપતાં ફોટો અને એડ્રેસ સમજી લીધા, અને આસિતનો પીછો અને રેકી ચાલુ કરી દીધા.
ગુરૂવાર આવી જતાં ચૌહાણ સાહેબ ચિંતામાં
પડી ગયા. ત્યાં ધેરથી ફોન આવ્યો. પૂર્વી
તો લાલ સાડી પહેરીને હાથમાં બેગ લઈને બહાર ગઈ છે.
આસિત અને પૂર્વીએ રીવરફન્ટ ઉપર વાહન વગર, રીક્ષામાં આવી સાથે કોર્ટમાં ભદ્ર જવાનું નકકી કર્યું હતુ.
આસિત એકલો શાહપુર તરફથી આવી ચાલતા જતો હતો
ત્યાં પાછળથી લંબુએ એક જ ગોળીથી શુટ કરી દીધો. દૂરથી પૂર્વીએ આ જોતા દોડી. લંબુને બીક લાગી, તેને જોઈ ગયાની બીકથી ચિંતામાં પડયો‘‘ અરે બીચમે યે લાલસાડી વાલી કહા સે આ
ગયી.’’ તેને
યાદ આવ્યું કે કોઈપણ પુરાવા ન રહેવા જોઈએ ની કડક સૂચના આપી હતી.
‘‘હવે શુ કરવું ? બહુ વિચારીને અંતે
તેણે પૂર્વીને પણ ઉડાવી દીધી.’’
ચૌહાણ સાહેબે ઉત્તેજનાથી લંબુને મોબાઈલ જોડયો. ‘‘કામ હુઆ કી નહી ?’’
“સાહેબ કામ તો હો ગયા હે, પણ સાથે એક લાલ સાડી વાળી છોકરીને પણ ટપકાવવી પડી, ક્યોંકિ ઉસને મુઝે ગોલી
મારતે દેખ લીયા થા, ઔર તુમને કોઈ બી પુરાવા છોડને
કી ના બોલી થી.’’
‘‘મુરખ વો છોકરી મેરી બેટી
થી, તુમકો ઉસે
ટપકાને કા કીસને બોલા થા,’’ સાહેબ ગરમ થતાં બોલ્યા.
લંબુ પણ ગરમ થતા બોલ્યો ‘‘મેરેકો પહેલે બતાના ચાહીએ, ના.’’
સાહેબના હાથનો મોબાઈલ પડી ગયો. હિંમતસિંહ જમાદાર સાહેબનો ચિંતાતુર ચહેરો જોઈ વિચારમાં પડી ગયો કે, કામ પતી ગયા પછી પણ સાહેબ ચિંતામાં કેમ છે ??
જેને માટે આટલો ખર્ચ કર્યો, સોપારી આપી એ જ પ્યારી દીકરી ના રહી
તેના ગમમાં ઈન્સ્પેકટર એકદમ ચક્કર ખાઈને પડી ગયા. ઓફિસમાં દોડાદોડી મચી ગઈ. જમાદાર હિંમતસિંહને ખબર પડતાં વિચારમાં પડ્યો. એને થયું
કે “ આ તો હાથના કર્યા હૈયે વાગ્યા”.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
હાથના કર્યા હૈયે વાગ્યા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.png)
.jpeg)
.jpeg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories