માનતા પૂરી કરી.
છેલા દશ વર્ષથી મુકેશ હેરાન પરેશાન થઈ ગયો હતો, તેનો બે કરોડનો એક મિલકત નો કેસ કોર્ટ માં ચાલી રહ્યો
હતો. મુદતો ઉપર મુદતો થી તે કંટાળી ગયો હતો, પણ થાય શું? કોર્ટકચેરી ના કામ માં સમય તો થવાનો જ છે ને. ચાર ચાર તો જજ સાહેબ બદલાઈ
ગયા,હવે નિવેડો આવી જાય તેમ લાગતું હતું, પણ તે જીતી જશે કે નહીં તે કહેવું મુશ્કેલ હતું. વકીલસાહેબે પણ કહી
દીધુકે, તારે કોઈ પણ માનતા કે પૂજા પાઠ રાખવા હોય તે રાખી લે, કારણકે કેસ નું શું થશે તે કહેવાય નહીં. મુકેશે તેની પત્ની માલાને વાત
કરી, હવે શું કરવું છે? બંને ને તેમના
કુળદેવી ઉપર પૂરો વિશ્વાસ હતો, તેથી તેમણે માનતા માની કે , જો જીતી જઈશું, તો પોણો ટકો રકમ માતાજી ને માનતા
પેટે તરત ચડાવી દઇશું.
અંતે
ચુકાદાનો દિવસ આવી પહોચ્યો. મુકેશ ધડકતા દિલે કોર્ટમાં સવારમાં આગયાર વાગે પહોચી
ગયો. સામી પાર્ટી જોરદાર હતી, પૈસા ના જોરે તે ચુકાદો
પોતાની તરફ બદલવી નાખશે, તેવી પૂરી દહેશત હતી. મુકેશ
ચિંતામાં બેઠો હતો કે પાછી મુદત તો નહીં પડેને. પણ અંતે .. ચુકાદો આવી ગયો, જજ સાહેબે ચુકાદો મુકેશની તરફેણ માં આપી દીધો હતો,
અને આખી મિલકત હવે તેના કબ્જા માં આવી ગઈ
હતી. મુકેશ ખુશ થતો ઘેર પહોચી ગયો. બંને પતિ અને પત્ની આ ચુકાદા થી ખુશ
ખુશાલ બની ગયા, હવે તેમના હાથ ઉપર બીજા બે કરોડ આવી જવાના
હતા. તેના વૃધ્ધ માતા સવિતાબા પણ આ સાંભળી ખુશ થઈ ગયા, અને
કહ્યું, “બેટા, મુકેશ, લાપશી રંધાવો , દશ વર્ષે પણ ભગવાને આપની સામે જોયું ખરું. “
લાપશી ખાતા ખાતા અચાનક તેમને માનતા યાદ આવી
ગઈ. બે કરોડ નો પોણો ટકો ગણાતા દોઢ લાખ રૂપિયા જેવી માતબર રકમ માનતા પેટે
ચડાવવાની થતી હતી. મુકેશે જમીને બેંકમાં થી રોકડા રૂપિયા ઉપાડી લીધા.
માતાજીની માનતા તો તરતજ પૂરી કારવી જ પડે, નહિતર માતાજી
કોપાયમાન થાય. તેમના કુળદેવી નું સ્થાનક લીમડી પાસેના નાના ગામડા માં હતું. મુકેશે આટલા બધા રૂપિયા ના
જોખમ સાથે જવાનું હોવાથી ઓલા ની ટેક્સી
બોલાવી લીધી.
મુકેશ નીકળવા જતો હતો, ત્યાજ સવિતા બેનને અચાનક ઊલટી અને પેટમાં સખત દુખાવો ચાલુ
થઈ ગયા. મુકેશ અને માળા ચિંતા માં પડી ગયા. કરવું શું ?
માતાજીની માનતા તરત પૂરી કરવી જ પડે, અને ટેક્સી પણ આવી ગઈ
હતી, તેથી મુકેશે માલાને કહ્યું,” બા
ને આરામ કરાવી, પેટ ઉપર ગરમ પાણીની કોથળીનો શેક કર, હું બને
તેટલો જલ્દી આવી જઈશ. “ માલાએ ચિંતામાં કહ્યું “ પણ બાને વધી જશે તો ?”મુકેશે જવાબ આપતા કહ્યું “ તું ચિંતા ના કર. માતાજીની માનતા પણ જલ્દી પૂરી
કરવી જરૂરી છે. બને તો આજ રાત્રે જ હું પરત આવી જઈશ.”
દોઢ લાખ રોકડા લઈને ટેક્સીમાં નીકળેલો મુકેશ રસ્તામાં વિચારતો હતો, બા ને આરામ પડી ગયો હોય તો સારું. સાંજે માતાજીનાં મંદિરે
પહોચીને સીધો તે પૂજારી મગનમહારાજને મળ્યો, અને કહ્યું, “ મારે આજેજ માતાજીની માનતા પૂરી કરવાની છે, દોઢ
લાખ રૂપિયા ચડાવવના છે, મારી બાની તબિયત સારી નથી, એટલે રાત્રે જ પરત ફરવાની ઇચ્છા છે.”
પૂજારીએ કહ્યું, “પણ અત્યારે અહી પાવતીની
ચોપડી નથી,હું કાલે રૂપિયા જમા કરીને પાવતી તને મોકલી દઇશ. “
“ વાંધો નહીં,”કહીને મુકેશે રૂપિયા
પૂજારીને આપી દીધા. તરત રાત્રે જ અમદાવાદ જવા ટેક્સીમાં બેસી ગયો. હજુ થોડે દૂર
ગયા હશેને ટેક્સી બંધ થઈ ગઈ. ડ્રાઇવરે એન્જિન ખોલી ને જોયુતો ફેન બેલ્ટ તૂટી ગયો હતો,
હવે રાત્રે તો તે ગામડામાં ક્યાય મળે નહીં, તેથી લીંડીમાજ
રોકાવું પડ્યું. મોડી રાતે માલાનો ફોન
આવ્યો, બા ની તબિયત બહુજ બગડી ગઈ છે,
શું કરવું ? મુકેશે પોતાની મજબૂરીની વાત કરીને કહયું , “જા, બાને જલ્દી મોટી હોસ્પીટલમાં દાખલ કરીદે.”
સવારે લીમડીથી તેણે બીજી ટેક્સી કરીને તે સીધો પહોચ્યો હોસ્પીટલમાં. માલને
ચિંતાતુર જોઈ, તે સીધો ડોક્ટરને મળવા પહોચી ગયો.
ડોક્ટરે ગભીર બની કહ્યું, “ તમે બહુ મોડા પડ્યા છો, તમારા બાને તો એપેંડિસ્કમાં પરુ
થઈને ફાટી ગયું છે, અને પરુ આખા પેટ માં બધે
ફેલાઈ ગયું છે. બચવાના ચાંસ બહુજ ઓછા છે.” મુકેશ ચિંતામાં વિચારમાં પડી ગયો, હું માનતા પૂરી કરવા ગયો, તેના કરતાં અહી બાને
વહેલા સમયસર લાવી દીધા હોત તો સારું થાત. ખેર, હવે તો શું
થાય ?
તે ચિંતા માં બેઠો હતો, ત્યાં પૂજારી મગન મહારાજને બાજુના
ખાટલામાં સિરિયાસ હાલતમાં પાટાપિંડી કરેલી સ્થિતિમાં જોઈ તે નવાઈ પામ્યો. બાજુમાં
બેઠેલા તેના પત્ની ને પુછ્યું, “ આ પૂજારિજીને અચાનક શું થઈ
ગયું? હજુ ગઈ કલ સુધી તો સજા નરવા હતા. “ તેની પત્ની એ રડતાં
રડતાં કહ્યું, “ ભાઈ,ગઇકાલે સાંજે
તેમના હાથમાં રોકડા દોઢ લાખ રૂપિયા આવી ગયા, અને તે ઉપડયા , અમદાવાદ દારૂ પીને જુગારખાનામાં રમવા માટે. શરૂઆતમાં તો જીતી ગયા, પણ પછીથી હારતા ગયા, તો લાખો રૂપિયા હારી જવાથી
ઝગડો કરી બેઠા, અને સામી બાજુએ તો ગુંડાઓ હોવાથી, એક ગુંડા એ સીધા પેટમાં છરીના ઘા હુલાવી દીધા, અને
તે લોહીલુહાણ થઈ ગયા. ઘણું બધુ લોહી વહી જવાથી હજુ તેમની હાલત ગંભીર જ છે. બચશે કે
નહીં, તે કહી શકાય નહીં. “
મુકેશને ખ્યાલ આવી ગયો કે આ રૂપિયા તેના
આપેલા જ હતા, પણ એ રૂપીયા તો મંદિરના કામ માટે
વાપરવાના હોય , તેથી તેણે પૂજારી ના પત્ની, રમાબેનને પુછ્યું, “ આટલા બધા રોકડા રૂપિયા ક્યાથી
આવ્યા?” રમાબેન પાછા રડી પડ્યા, અને
કહ્યું, “ એ જ તો રામાયણ છે ને, કોઈ
અમદાવાદ થી ભક્તજન આવ્યા હતા તેણે માનતા
પૂરી કરવા રૂપિયા ચડાવ્યા હતા.’” મુકેશ મનમાં પસ્તાઈ રહ્યો
હતો. તેને બધી બાબત ખબર હતી છતાં પુછ્યું, “ પણ એ રૂપિયા તો
ભક્તજને મંદિર માં માનતા પૂરી કરી જમા કરવા આપ્યા હશેને. પછી મગન મહારાજના હાથમાં ક્યાંથી
આવ્યા ?”
“ ભાઈ, એમાં એવું થયું કે મોડી સાંજ પડી
ગઈ હોવાથી મહારાજે રૂપિયા જમા કરવી પાવતી ફાડવાનું બીજા દિવસે રાખ્યું, અને રોકડા રૂપિયા જોઈ, તેમનો જીવ લલચાઈ ગયો. આમતો
મંદિર માં પાંચ દશ હજાર થી વધારે રકમ નું દાન આવતું જ નથી હોતું, આ પહેલી વખત આટલા બધા રૂપિયા રોકડા આવ્યા. ખૂલી તિજોરી, રૂપાળી છોકરી, અને રોકડ રકમ જોઈ કોઈનું મન લલચાઈ
જાય એમાં શું નવાઈ. નખોદ જાય એ રોકડા
રૂપિયા આપનારનું,એણે આવી રીતે રોકડ અપાયજ નહીં. પૂજારીને
એમકે તે જુગારમાં રોકડ ડબલ કરીને આવશે, પણ આતો ઊંધુજ થઈ
ગયું.” આ સાંભળીને મુકેશ એકદમ હતા શ થઈ ગયો. અરેરે, હું
સારું કરવા ગયો અને આ શું થઈ ગયું ?
મુકેશ હવે વિચાર માં પડી ગયો, મે રૂપિયા
માતાજીને ચડાવીને પૂજારીને આપી દીધા,તેને બદલે તે રૂપિયાથી ભૂખ્યા ને અન્ન કે અનાથ બાળકો ને ભણાવવ
ના પૈસા આપ્યા હોત તો સારું થાત. ત્યાતો
ડોક્ટર કહેવા આવ્યા “ સોરી, અમે તારા માતાને બચાવી શક્ય નથી.
“ મુકેશ રડી પડ્યો બે જ મિનિટ માં પૂજારીએ પણ એક જોરદાર ઝટકા સાથે જીવ છોડી દીધો.
એકસાથે બે મૃતદેહ લઈ જતાં હતા,
ત્યારે મુકેશ અને માલા રડી રડી ને વિચારી રહ્યા હતા, આવી
ખોટી ખોટી માનતા રાખવાનો શું અર્થ છે ? શું આટલા બધા રોકડા
રૂપિયા આપવાથી માતાજી કે ભગવાન તમારી ઉપર પ્રસન્ન થાય ખરા ?
કે પછી ભૂખ્યા ને અન્ન, કે અનાથ બાળકો ને જ્ઞાન આપવા થી વધારે
પુણ્ય મળે ? વિચાર
કરવા જેવો છે .
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
માનતા પૂરી કરી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories