18 જૂન 2025

પરીનનો પ્રેમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પરીનનો પ્રેમ

       “તું મારી ના થઈ શકી, તો બીજા કોઇની પણ નહીં થવા દઉં, હું જોઉં છુ તું બીજા કોઈનું મંગલસૂત્ર કેવી રીતે પહેરે છે. વિચારીને પરીન ગુસ્સામાં પાગલ થઈ ગયો હતો.

       પેરેડાઈઝ સોસાયટીમાં બાજુબાજુના બંગલામાં રહેતા પરીન અને પરિતા નાનપણથી જ એકબીજા સાથે રમતા, હરતાં-ફરતાં, મજાક કરતાં અને ભણવામાં પણ સાથે જ હતા. બંનેના પપ્પા એકબીજાના ખાસ મિત્રો અને બંનેની મમ્મીઓના બહેનપણા  પણ જબરા, પરીન અને પરિતાની શાળા બાલમંદિરથી છેક બારમાં ધોરણ સુધી સાથે હતી. બંને પરીક્ષામાં સાથે જ વાંચતાં, કોઈ વિજાતીય ભાવ નહી, ફક્ત બાળસહજ નિર્દોષ આનંદ.

       છ વરસની પરિતા ભીંજાયેલી હતી, અને કપડાં બદલતા તેની ડાબી છાતી ઉપર મોટો કાળો તલ પરીન જોઈ ગયો, અને પુછ્યું,” આ કાળું શું છે ?” પરિતાએ શરમાઈને કહ્યું, “ "ગાંડા, તને ખબર નથી? આને તલ કહેવાય."

       સમય ઊડતો ગયો, અને બંને યુવાનીમાં આવતા ધીમેધીમે બંનેમાં વિજાતીય આકર્ષણ આવતા શરમાઈને એકબીજાથી દૂર થતાં ગયા. પરિતા આર્ટ્સ કોલેજમાં અને પરીન ગયો એન્જીનીયરીંગનું ભણવા વિદ્યાનગર.

       બંને છૂટા પડી ગયા, પણ બંને વચ્ચે સામાન્ય વાતચીતનાં સંબંધો કાયમ રહ્યા, પણ ખપ પુરતા જ. વેકેશનમાં પરીન આવે ત્યારે હાય હલ્લો થાય અને બસ. પરિતા તેનાથી દૂરી બનાવતી ગઈ, પણ પરીનના મગજમાથી પરિતાનું રૂપ અને પ્રેમ વધતા જ ગયા. તેને એમ હતુ કે હું એંજિનીયર થઈને આવીશ, પછી પરિતાને સામેથી પ્રપોઝ કરીશ. પરિતાના મનમાં આવા કોઈ વિચારો આવેલા જ નહીં. તે તો  તેના બચપનના મિત્રને નિર્દોષ ભાવે જોતી અને મળતી રહી.

       બાવીસ વરસની પરિતા માટે તેના માબાપે સુંદર ભણેલો, મુંબઈનો મુરતિયો શોધી કાઢ્યો, અને સગાઈ પણ કરી દીધી. વિદ્યાનગર ભણતો પરીન આ સાંભળી સળગી ઉઠ્યો. મને તો કોઈ પૂછતુ જ નથી, પરિતાને પણ મારા પ્રેમની અનુભૂતિ ના થઈ, હવે હું તેને નહીં છોડું. નાનપણમાં થયેલ નિર્દોષ દોસ્તી કેટલીક વખત માણસના મનમાં માલિકીભાવ પેદા કરી ખતરનાક કામો કરાવે છે. 

       પરીન અંદરથી સળગી રહ્યો હતો, તે કોઈ પણ ભોગે પરિતાને પરેશાન થવા દેવા માંગતો જ નહતો, પહોચી ગયો પરિતા પાસે, અને ગુસ્સે થઈ બોલ્યો, “"પરિતા, તારી સગાઈ થઈ ગઈ, મને કહેતી જ નથી."

       "એમાં કહેવાનું શું?" પરિતાને નવાઈ લાગી, "મમ્મી પપ્પાએ કહ્યું, એટલે મે હા પાડી." તેને હજી પણ પરીનમા રહેલો માલિકીભાવ અને પ્રેમ દેખાતાં નહોતા. પરીન આગળ કંઈ જ કહી ન શક્યો, અને વિલા મોં એ પરત ફર્યો. આખી રાત તેને ઊંઘ ના આવી. સવારે તેના મનમાં નાપાક વિચાર આવી ગયો.

       તે ઉપડી ગયો સીધો પરિતાના મંગેતર પરેશની પાસે મુંબઈ, તેની ઓફિસમાં, અને સીધી વાત ચાલુ કરી, "હાય, પરેશ, કેમ છો ? હું પરીન અમદાવાદથી આવું છુ, કોંગ્રેટ્સ તારી સગાઈ બદલ."

       "તું શા માટે અહી આવેલ છે, મને આ બધુ શા માટે જણાવે છે ?" પરેશ ઉત્તેજિત થઈ બોલ્યો.

       "તને બીજી કોઈ નહીં ને અમારી કોલેજની ચાલુ છોકરી પરિતા જ મળી? તે કેટલા છોકરા સાથે રાત્રે સૂઈ ચૂકી છે, તે ખબર છે ?" “ પરીન હવે છેલ્લા પાટલે બેસી ગયો.

       "હું ના માનું, તું મનમાં આવે તેમ ગપ્પાં ના માર." પરેશ હવે ઉશ્કેરાઈ ગયો.

       "જો બધાએ તેની ડાબી છાતી ઉપર મોટો તલ જોયો છે, પૂછી જોજે એને, અને ખાત્રી કરી લેજે."” આટલું કહી પરીને ચાલતી  પકડી.

       હવે પરેશ ચિંતામાં પડી ગયો. એક વખત મગજમાં શંકાના બીજ રોપાઈ જાય પછી માણસનું મન ઉદ્વેગથી ઠપ્પ થઈ જાય છે. માંડમાંડ સાંજે ઘેર પહોચી સીધો મોબાઈલ જોડ્યો પરિતાને, “ "પરિતા, તારે કેટલા મિત્રો છે ?, તારી ડાબી છાતી પર મોટો તલ છે કે નહીં ? મને જે હોય તે સાચું કહેજે."

       "વાત શું છે, મને કહે તો ખરો. હા, મારી ડાબી છાતી પર મોટો તલ છે ખરો." “ કહેતા પરિતા થથરી ગઈ.

       "બસ, આજથી આપણે છુટ્ટા, હું આપણો વિવાહ ફોક કરું છુ." “ કહીને તેણે મોબાઈલ કાપી નાખ્યો. પરિતા ચક્કર ખાઈને પડી, તેના ઘરના બધા અચંબામાં પડી ગયા. અચાનક પરેશકુમારે સગાઈ તોડી કેમ નાખી? કોઈને કઈ ખબર જ પડી નહીં. બધાએ પરેશને મોબાઈલ જોડવા ખૂબ કોશિશ કરી, પણ તેણે કે તેના ઘરવાળાએ મોબાઈલ ઉપાડયો જ નહીં.        પરીન ખુશ થઈ ગયો. જોયું, મે કેવી પરિતાની સગાઈ તોડાવી નાખી. પરિતા સૂનમૂન પડી હતી, તેને હજી ખબર જ નહોતી પડતી, કે પરેશને આવું કહયું કોણે ?

       પરિતાની બદતર હાલત જોઈ પરીનને રાત્રે પોતાની ભૂલનો અહેસાસ થયો. તેના સદાચારી મને તેને ઠપકાર્યો,“ અરેરે ! તે આ શું કર્યું ? એક નિર્દોષ છોકરીની  જિંદગી બગાડી નાખી ? અને તેણે સવારે ઊઠીને પોતાની ભૂલનો એકરાર કરવાનું નકી કર્યું. સવારના તે પરિતાનાં રૂમમાં પહોચી ગયો.“ "પરિતા, મને માફ કર. મેં જ તારા વિષેની ખોટી માહિતી પરેશને આપી છે." પરિતા આ સાંભળીને ક્રોધિત થઈ ગઈ. “"અત્યારે ને અત્યારે મારા ઘરની બહાર નીકળી જા, હવે પછી મારી પાસે કદી  આવતો નહીં." પરિતાને ત્યારે જ પોતાની ઉપર મરતા પરીનના પ્રેમનો અહેસાસ થયો.

       તેને વિચાર આવ્યો,“ ભૂલ કરીને તેનો નિખાલસપણે એકરાર કરી લેવો, એ વધારે સારો ગુણ છે. વળી આ વરસે તો પરીનને એંજીનીયર થઈને લાર્સન કંપનીમાં સારી જોબ પણ મળી ગઈ છે. મારે તેને માફ કરી દેવો જોઈએ.

       પરીન આ સાંભળીને ખૂશ થઈ ગયો. હાશ, મને મારી ભૂલની માફી મળી ગઈ. તે પોતાને ઘેર જતો હતો, ત્યાં પરિતાએ તેનો હાથ પકડી લીધો, અને બોલી, "“મને આટલો બધો પ્રેમ કરે છે, તો પ્રપોઝ નહીં કરે?" પરીને ખુશ થઈને તેને આલિંગનમાં જકડી લીધી.




If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પરીનનો પ્રેમ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories