20 જૂન 2025

મંગળસૂત્ર ગિરવે મુક્યુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

મંગળસૂત્ર ગિરવે મુક્યુ

        અહી આટલું સારૂ ગુજરાન ચાલે છે, માતાજીની દયાથી ખેતીવાડી અને ગાયો ભેંસો છે. બે ટંક ખાવા ઉપરાંત થોડી બચત થાય છે. ગામમાં રહેવાનુ સારૂ ઘર છે, પછી પરદેશ જવાની વાત કેમ વિચારો છો ?” રાગીબેન વિનંતી કરતાં બોલ્યા .

        આ તે કાઇ જીંદગી છે, સવારથી મહેનત મજૂરી અને ખેતી કરીએ ત્યારે માંડ પેટ પૂરતું અન્ન અને બે પૈસાની બચત થાય છે. એમાં શું દહાડા વળે ? આપણા ગામના મારા બે મિત્રો હજી પાંચ વરસ પહેલા જ અમેરિકા ગયા છે, અને અત્યારે લાખોપતિ બની ગયા છે. પોતાની બે મૉટેલ, બે ગાડીઓ અને હાઉસ ઉપરાંત દેશમાં પણ લાખો રૂપિયા મોકલે જાય છે, એક વખત અમેરિકા ઘૂસવા મળી જાય પછી બેડો પાર કહેતા કહેતા રાકેશ પટેલ મોમાં ચોકલેટ અને ચુંઇગમ ચગળવા લાગ્યા.    

        વાત છે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાના બાડોલ ગામની, ત્રીસ વરસના રાકેશભાઈને પોતાનું ઘર ખેતીવાડી અને બે ગાયો અને એક ભેંસ હતા. પત્ની રાગીબેન પણ સુંદર અને કામગરા હતા. સંતાનમાં ફક્ત એક વરસની નાની બેબી નામ આરીયા. ખાધેપીધે સુખી હતા પણ જીવને સંતોષ જરાપણ નહિ. પોતાના ખાસ મિત્ર સુરેશ પટેલ હજી પાંચ વરસ પહેલા જ અમેરિકા પહોંચીને ખૂબ કમાયા હતા, તેની વાતો સાંભળી રાકેશને પણ સપનામાં અમેરિકાની સમૃદ્ધી અને ડોલર દેખાવા લાગ્યા.પણ અમેરિકા પહોંચવું કઈ રીતે ? તેની ફીરાકમાં રાતદિવસ પ્રયત્નમાં લાગી ગયા.

      એક દિવસ છાપમાં અમદાવાદનાં એજન્ટની અમેરિકા કોઈ પણ ભોગે પહોંચાડવાની જાહેરબર વાંચી, રાકેશ પહોંચી ગયો અમદાવાદમા પાલડી એજન્ટની ઓફિસે.  એજન્ટે પહેલો પ્રયત્ન કર્યા.તમારે કોઈ સગુવહાલું સ્પોન્સર કરે તેવું છે, અમેરીકામાં

      રાકેશ વિચારમાં પડી કહે ના પણ મારે તો કાઇપણ રીતે અમેરિકા પહોંચી ડોલર કમાવા છે. એજન્ટે બરાબર તેના ચહેરાનું નિરિક્ષણ કરી કહયુ જવાશે ખરૂ, પણ પાંત્રીસ લાખ ખર્ચો છે, અને જોખમ ખરૂ. રૂપિયાનો આંકડો સાંભળી રાકેશ ઠરી ગયો.

        મને કોઈપણ જોખમ ખેડીને અમેરિકા પહોંચવું છે,પણ આટલા બધા રૂપિયા મારી પાસે નથી. રાકેશે પેટ છૂટી વાત કરી દીધી.

      બહુ વિચારી એજન્ટે કહયુ સારૂ અત્યારે ફક્ત ખર્ચા પેટે પાંચ લાખ આપો, પછી બાકીના ત્રીસ લાખ અમેરિકા પહોંચી કમાઈને આપજો.

      રાકેશ ખુશ થઈ ગયો. પાંચ લાખનો બંદોબસ્ત તો કોઈપણ રીતે થઈ જશે વિચારી સોદો મંજૂર કર્યો. એજન્ટે પાસપોર્ટ અને રૂપિયા લઈ પંદર દિવસ પછી બોલાવ્યો.

      ઘરે પહોંચીને વાત કરતાં ઘરડા માબાપ અને પત્ની રાગીબેન ચિંતામાં પડી ગયા, આટલા બધા રૂપિયા ખર્ચીને જવાનું છ્તા જોખમતો ખરૂ , બહુજ મનાવ્યો રાકેશને, પણ તેના મનમાં તો બસ ડોલર અને ગાડીઓ રમવા માંડ્યા હતા. પોતાનું ઘર અને ખેતર ગીરવે મૂક્યા, ઢોરઢાખર વેચી માર્યા. છ્તાં ચાલીસ હજાર રૂપિયા ખુટ્યા. હવે શું કરવું? રાગીબેન જોડે માથાકૂટ અને દલીલો કરતાં તેની નજર મંગસૂત્ર પર પડી. બસ થઈ રહયુ.

      આ મંગળસૂત્ર ગીરવે મૂકીને ખૂટતા રૂપિયા લઈ લઈએ.

       પણ એમ રાગીબેન માને ખરા? મારી સુહાગની નિશાનીને હું ના આપું કહેતા રાગીબેન જીદે ચડી ગયા.એક વખત મનમાં લાલચ આવી જાય પછી બુદ્ધિ બહેર મારી જાય છે. ગમે તેસમજાવી, ફોસલાવી,ટાવીને તેણે મંગસૂત્ર કઢાવી ગીરવે મૂકી દીધુ.

      એજન્ટે પાંચ લાખ ગણી રાકેશને જોખમ માટે તૈયાર કરી દીધો.આવા 20 જુવાનીયાઓ નકલી ફિલ્મનુ સુટિંગ કરવાના બહાને સાથે હતા.

        રાકેશને નકલી એક્ટર બનાવી બધાને દુબઈ થઈ લેટિન અમેરિકના અલસાલ્વાડોર દેશમાં પહોંચ્યા. એક મહિના સુધી નકલી સુટિંગ ચાલ્યુ. ત્યાંથી ગ્વાટેમાલા પહોચવાનું હતું. એજન્ટના માણસે પાસપોર્ટ અને રોકડ સિવાય તમામ સામાન ફેંકાવી દીધો. સખત ઠંડી અને ખાવાપીવાના ઠેકાણા વગર એક અંધારિયા કંટેનિયરમાં બધા જુવાનિયાને એક જંગલમાં પહાડી ઉપર લાવી દેવાયા.

      એક મહિના સુધી એક ઝૂપડીમાં તકની રાહ જોતાં સખત ઠંડીમાં ફક્ત જંગલી પ્રાણીનું માંસ ખાઈ દિવસો ગુજાર્યા.રાકેશભાઈ ઠરી ગયા,અહીંજ તેમને લાગવા માંડ્યુ કે મે ભૂલ તો નથી કરીને ! અચાનક એક રાત્રે દૂધના ટેન્કરમાં ઉભા ઊભા જંગલમાંથી મેક્સિકોના જંગલમાં લઈ જવાયા. ના ખાવાપીવાનું, ના પેશાબ પાણીની સગવડ. ત્યાં નદી આવતા એક નાની હોડીમાં બધાને સામે પાર અંધારામાં જવાનું હતું, સામે છેડે અમેરિકાની બોર્ડર આવતા એક ઊંચી દીવાલ દેખાઈ. એજન્ટના માણસે સીડીની સગવડ કરી રાખી હતી. માંડ માંડ રાકેશ સીડીના ટેકે દીવાલ ચડીને અમેરિકાની ધરતી પર પડ્યો. બધાના હાડકાં ખોખરા થઈ ગયા.

      નજીકમાં જ અમેરિકાનું મિશેલ સિટી. હોચવાનું હતું. પણ અમેરિકાની બોર્ડર પાર કરતી વખતે પોલીસ અને ઉપર ઉડતા હેલિકોપ્ટરથી બચીને પહોંચવું પડે તેમ હતું. બધા દોડીને પહોચવા ઉતાવળા થયા.સવારના અજવાળામાં પકડાઈ જવાનું જોખમ હતું. રાકેશના હૃદયની ધડકનો વધી ગઈ હતી. આછું અજવાળું થતાં ઉપર ઉડતા હેલિકોપ્ટરની  નજરમાં રાકેશ આવી ગયો.અને તે ફાસ્ટ દોડવા લાગ્યો. હવે રાકેશને છ્ઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું. ત્યાં ઉપરથી એક ગોળી સનન કરતી બાજુમાં પેસી ગઈ, રાકેશને મોત માથે ભમતું દેખાયું મનમાં વિચાર્યું, આના કરતાં ગામમાં શું ખોટું હતું, મે ભૂલ કરી,પણ હવે રાંડયા પછીનું ડહાપણ શા કામનું ?

      ત્યાં તો ઘડઘડ ઉપરથી ત્રણ ગોળીઓ આવીને રાકેશની ખોપરી વીંધતી ચાલી ગઈ. તે હાય અમેરિકા, બોલતા ફસડાઈ પડ્યો.

      મહિના સુધી રાકેશના કોઈ સમાચાર ના આવતા રાગીબેન અને તેના વૃદ્ધ માતપિતા ચિંતામાં પડ્યા. રહેવાનુ ઘર અને ખેતર પણ અમેરિકાના ડોલર આંવે તો છોડાવીશુંની આશામાં બેઠા હતા, ત્યાં એજન્ટનો ફોન આવ્યો એક તમારા રાકેશ સિવાય બીજા તમામ યુવાનો અમેરિકા પહોચી ગયા છે. રાકેશનું કમનસીબે મોત થયું છે

      સાંભળતા જ રાગીબેનના હોશ ઊડી ગયા. બેભાન થઈને પડતાં તેની ચૂડીઓ તૂટી ગઈ, માથાનું સિંદુર વેરાઈ ગયું. હવે તેના ગીરવે મૂકેલા મંગળસૂત્રની જરૂર પણ શું હતી ?

        ધુ કમાવાની, ડોલર મેળવવાની, લાલચ રાખનારને આ નોધારા બનેલા માણસો સમજાવી રહ્યા છે ખોટી રીતે અમેરિકા જઈને કમાવાની જીદ છોડો, જે છે તેમાં જ સંતોષ રાખી સુખેથી જીવો.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


મંગળસૂત્ર ગિરવે મુક્યુ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories