19 જુલાઈ 2025

બૂરી નજર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

બૂરી નજર

સાયરા અને ચિંતન ના લગ્ન થયા ત્યારે બન્ને એકદમ ખુશ હતા. બન્નેનો પ્રેમ કોલેજકાળથી ચાલુ હતો. પણ આર્થિક અસમાનતાએ લગ્નમાં વિક્ષેપ પાડી દીધો હતો. ચિંતનના પપ્પા શેઠ મનહરલાલ કરોડપતિ રઈશ હતા, તેમની બે ફેક્ટરી નરોડામાં ત્રીસ વરસોથી કરોડોનો નફો કમાતી હતી. જ્યારે સાયરાના પપ્પા કેનેરા બેંકમાં સામાન્ય કારકુન હતા.બન્ને વચ્ચે મેક્યાંથી ખાય ? પણ અચાનક મનહરલાલના પત્નીનું અમદાવાદમા ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂથી મોત થઈ ગયુ. હવે આવડા મોટા બંગલામાં કોઈ જવાબદાર સ્ત્રી પાત્ર જ ના મળે. તેથી મનહરલાલ ચિંતનના લગ્નની ઉતાવળ કરવા માંડ્યા.બાવન વર્ષના મનહરલાલ પણ હજી જુવાન અને રંગીલા હતા. દરરોજ જીમમાં જવાથી કસરતીયલ શરીર માચોમેન જેવુ લાગતું, હજી તેમની સ્ત્રી સંગની ઈચ્છા છૂટતી ન હતી. બધાયે સમજાવ્યા,” શેઠ, હજી ઉમર કાઇ નથી, તમેજ લગ્ન કરી લો. પણ લોકલાજે અને લગ્ન કરવા જેવડો દીકરો હોવાથી છેવટે મનહરલાલે સારા અને ચિંતનના લગ્નની હા પાડી.

 

        હનીમૂનથી આવ્યા પછી સતત તાકી રહેલા પપ્પાની નજર સાયરાને અજુગતિ લાગી. એક બે વખત તો તે જાણી જોઈને સાયરાને અથડાઈને બાથ ભીડી ગયા, અને બોલ્યા સોરી બેટા,ભૂલ થઈ ગઈ. હવે સાયરાને લાગ્યું મારે ચિંતનને વાત કરવી જ પડશે.

        તેણે રાત્રે ડરતા ડરતા ચિંતનને બધી રજુયાત કરી. ચિંતન ઊલટો તેના પર ચિડાયો. શું વાત કરે છે? હજી તને અહી આવ્યે બે જ મહિના થયા છે, અને મારા પપ્પાની ફરિયાદ કરતાં શરમ નથી આવતી? એ પણ આ ઉમરના વડીલની આવી ફરિયાદ ? જો હવે આવી વાત કદી કરતી જ નહિ.

 

         સાયરા સહેમી ગઈ. વાડજ ચીભડા ગળતી હોય તો ફરિયાદ કોને કરવી ? તે સસરાથી ડરતા ડરતા જીવવા લાગી.

 

         ચિંતન પણ મજબૂર હતો. તેના પપ્પાને લીધેજ તે બંગલામાં હતો ને એક ફેક્ટરીનો મેનેજર હતો, તેને લાગ્યું કે તેની પત્ની ખોટીખોટી ફરિયાદો કરે છે, પપ્પાને ખોટા બદનામ કરે જાય છે. માણસ જ્યારે કોઈના અહેસાન થી દબાયેલા હોય છે, ત્યારે તેને સાચી વાત પણ દમ વગરની લાગે છે, પછી ભલે તે પોતાના માણસ હોય કે બહારનો હોય.

 

        સાયરાની મક્કમતા જોઈ મનહરલાલ વધારે કોશિસ કરવા લાગ્યા. તેમનું મનમાં સાયરાને છેડીને પામવાની વૃતિ હજુ ચાલુ જ હતી, પણ મેળ ખાતો ન હતો.

        સાથેસાથે તેનું ધ્યાન જુવાન રૂપાળી અને પુષ્ટ રૂપા તરફ પણ ખેંચાતું ગયું. રૂપા તેમને ઘેર આવતી જુવાન રસોયાણી હતી. સાયરાને ખ્યાલ આવી ગયો કે હવે મારા સસરાએ સુકાન બદલ્યુ છે.પણ કરવું શું ?

 

        તહેવારોમાં તે ત્રણ દિવસ પિયર ગઈ, અને રવિવારે રાત્રે આવવાની હતી. તહેવારોમાં નોકર પણ રજા પર ગયો હતો. તેને રાતને બદલે બપોરે જ પરત ફરવાનું થયું. તેણે વિચાર્યું, વહેલા જઇ  રૂપાને પણ મારી રસોઈ કરવાનું કહેવું પડશે. તેની પાસે ઘરની ચાવી હતી, તે વહેલી સાંજે પહોંચી ચાવીથી ઘર ખોલ્યું તો સડક થઈ ગઈ.


        મનહરલાલે રૂપાને જમીન પર પછાડીને કપડાં કાઢી નાખ્યા હતા રૂપાનું મો દબાયેલું હોવાથી બૂમો પણ નહોતી પાડી શકતી. મનહરલાલ બળાત્કાર કરી રહયા હતા. સારા અચાનક આવવાથી મનહરલાલ ચોંકીને ઊભા થઈ ગયા. રૂપા ઊઠીને કપડાં સરખા કરી ઘર તરફ ભાગી.

        સાયરાએ તરતજ મોબાઈલ કરી ચિંતનને જલ્દી ઘેર બોલાવી સધળી હકીકત જણાવી. મનહરલાલે શરમાવાને બદલે ચિંતનને જોરથી કહ્યું, બધુ ખોટું છે, જે જવાનું હતું તે થઈ ગયું, રૂપાએ જ મને ઉકસાવ્યો હતો. હવે આ બાબતની ચર્ચા બંધ કરો. જો તે પોલીસ ફરિયાદ કરે તો તે ખોટી છે, તેમજ કહેવાનું છે. તારી વહુ સાયરાને પણ દબાવીને આ બાત જણાવી દે.

 

        ચિંતન પણ વિચારમાં પડ્યો.જો પપ્પાને બળાત્કારના કેસમાં સજા થઈ ગઈ તો, કુટુંબની ઈજ્જતના છોતરાં ઊડી જશે. ધંધો બંધ થઈ જશે.

 

        તરતજ તેણે સાયરાને સમજાવતા કહ્યું સાંભળ,તે કાઇ જોયુ જ નથી. પપ્પા સામે કોઈ ફરિયાદ ના લખાવતી. તેને બદલે એવુજ લખાવજે કે, રૂપા જ સામેથી મારા સસરાને ફસાવી રહી હતી. હજી બળાત્કાર થયો નહોતો. તે પણ સાબિત થાય તો, પપ્પાને સાત સાની સજા થઈ શકે. હવે એક તારા નિવેદન ઉપર જ પપ્પાના બચાવનો આધાર છે.

 

        પણ ચિંતન જે મારી નજરે જોયું છે, તેની ના કાઇ રીતે પાડી શક્ય?” સાયરાએ પણ સામે દલીલ કરી.

        જો બધી વખતે સત્યવાદીના થવાય. આપણે કોઈપણ રીતે પપ્પાને બચાવવા જ પડશે. જો તેની વિરુદ્ધ બયાન આપીશ તો હું તને ઘરની બહાર કાઢી મૂકીશ. ચિંતને ગુસ્સામાં ચિલ્લાઈને કહ્યું.

        સાયરાની આંખોમાં થી આંસુ નીકળી ગયા. તે બરાબર બે પ્રબાહની વચ્ચે ફસાઈ હતી. એક તરફ સત્યથી વિરુદ્ધ જવું પડે તેમ હતું તો બીજી તરફ સસરાની ઈજ્જતનો સવાલ હતો. આખી રાત તેને ઊંઘ ના આવી .સસરા વિરુદ્ધ બોલે તો ઘરની બહાર નીકળી જવું પડે તેમ હતું.

 

        પાછું તેનું મન વિચારે ચડી ગયું. આમાં તો બિચારી રૂપાને અન્યાય થાય તેમ હતો,પણ મારે ને રૂપાને શું સંબંધ ? ખોટું બોલતા તેનો જીવ ચાલતો હતો, તેણે વિચાર્યું, જો મનહરલાલ બચી જશે, તો પછી તેનુ દુરાચારી વર્તન વધી જશે, મે પણ બે ત્રણ વખત તેની બૂરી નજર અને બૂરી વર્તણૂકનો સામનો કરેલો છે. એક વખત મન ખોટું બોલવા દબા, તો વળી બીજી તરફ સાચી વસ્તુ જ કહેવી જોઇયે તેમ વિચારે. અંતે તેણે વિચાર્યું, સમાજમાં ને દેશમાં કાયદા એટલા માટે બન્યા છે, કે અન્યાય કરનારને ફરી આવુ ન કરે તે માટે સજા મળે, પછી ભલે તે તમારો ભાઈ હોય,પતિ હોય કે સસરો હોય.



        સવારમાં આઠ વાગે રૂપાની ફરિયાદ પરથી પોલીસ ટીમ પૂછપરછ માટે તેમના ઘરે આવી પહોંચી. મનહરલાલે તો બધી ખોટી જ વાતો કરી. તે પ્રસંગે ઉપસ્થિત સાયરા સામે ઈન્સ્પેકટર ઝાલા સાહેબે જોતાં તે ગભરાતી લાગી. તેથી તેને બાજુના રૂમમાં લઇ જઇ બંધ બારણે લેડી કન્સટેબલની હાજરીમાં બયાન લખાવ્યું.

 

        ચિંતન અને મનહરલાલ બહાર આરામથી ઊભા હતા,તેમને હતું હુતો આપણી તરફેણમાં જ બયાન આપશે ને !

 

        પણ થયું ઊંધુ જ ! રૂમની બહાર નીકળતા જ ઝાલા સાહેબે મનહરલાલને દોરડેથી બાંધી પોલીસ સ્ટેશન કસ્ટડીમાં નાખવા લઈ ગયા. ચિંતન કાઇ બોલે તે પહેલા સાયરા સામાન બાંધી પોતાના પિયર જવા ચાલવા લાગી.

 

        બૂરી નજર અને બૂરી કામગીરી કરનારા સસરાને સજા મળવી જ જોઇયે, તેવી મક્કમતા તેની આંખોમાં પોતાનું જ ઘર છોડતા સ્પષ્ટ પણે જોવા મળતી હતી. અસત્ય સામે સત્યનો અને અન્યાય સામે ન્યાયનો વિજય થતો જોઈ, આસમાનમાંથી વાદળો પણ આસું રૂપે વરસાદના ટીપાં વરસાવી રહયા હતા.   

 

લાસ્ટ સ્ટ્રોક : માણસ જ્યારે કોઈના અહેસાન થી દબાયેલા હોય છે, ત્યારે તેને સાચી વાત પણ દમ વગરની લાગે છે, પછી ભલે તે પોતાના માણસ હોય કે બહારનો હોય.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


બૂરી નજર- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories