નફ્ફટ ડ્રાઈવર
“શું મમ્મી આ નવો ડ્રાઈવર કેવો રાખ્યો છે ?
મને કોલેજ મૂકવા આવ્યો ત્યારે મારી બધી
માહિતી પૂછતો હતો.” યુવાન પુત્રી
દિશાને આજે તેની બી.ડી. કોમર્સ કોલેજમાં મૂકવા માટે આજે જ નવો યુવાન ડ્રાઈવર
રાકેશનો પહેલોજ દિવસ હતો.
“એમ, શું પૂછતો હતો? તને
હેરાન તો નથી કરતો ને ! તેનું ડ્રાઇવીંગ તો સારૂ છે ને?” મમ્મી દામિનીબેને તેને પૂછતા કહયું.
“ના, ના, મમ્મી, એમ તો તે સારો છે.પણ મારા ટીચર અને ફ્રેન્ડના
નામ વિગેરે પૂછીને મારી સાથે અંગત સંબંધો વધારવા અત્યારથી જ કોશિષ કરતો હતો. તે
પોતે પણ બી.કોમ. થયેલો છે, પણ
તેના પિતા ન હોવાથી નાનાભાઇ અને બહેનની ભણાવવાની અને લગ્નની જવાબદારી તેના ઉપર જ
છે, તેથી તેણે નોકરી કરવી પડી
છે. એવું તે કહેતો હતો.તે ડ્રાઈવર જેવો લાગતોજ નથી.” દિશાએ કહયુ.
“તો પણ તારે તારી અંગત વાતો તેની સાથે શેર કરવી
નહિ. તારૂ ભણવાનું તો બરાબર ચાલે છે ને !” દામિની મમ્મીએ સલાહ આપતા કહયુ. તેની ઉમર બેતાલીસ વર્ષની હતી, પણ હજુ ત્રીસ વરસના યુવાન જ લાગતા હતા.
નવરંગપુરામાં આલીશાન બંગલામાં મા અને દીકરી
એકલા રહેતા હતા. તેના પતિ એરફોર્સમાં સિનિયર અધિકારી હોવાથી લગભગ અશોકભાઇ ઘરથી દૂર
જ રહેતા. અત્યારે તેમનું પોસ્ટીંગ આસામમાં હતુ. તેથી કુટુંબથી ઘણે દૂર હતા. માંડ
બેત્રણ મહિને ઘેર આવી શકતા. દામિનીબેન યુવાન અને રંગીલા હતા,પણ તેના પતિ વરસમાં ફક્ત પંદર વીસ દિવસ જ ઘેર રહેતા હોવાથી, બન્ને વચ્ચે મનમેળ નહતો. છેલ્લા પાંચ વરસથી કોર્ટમાં
છૂટાછેડાનો કેસ ચાલુ હતો. અત્યારે તેમની પુત્રી દિશા ફક્ત સતર વરસની હોવાથી તેનો
કબ્જો માતા પાસે હતો. તેમના બાપદાદાના
જૂના બંગલામાં વર્ષોથી બધા સાથે જ રહેતા,
અશોકભાઈને તો ડ્યુટીમાં બહાર જ રહેવું પડતું
હોવાથી હાલ તો મા અને દીકરી જ બંગલામાં રહેતા હતા. છેલ્લા બે વરસથી કેસ ચાલુ
હોવાથી પતિપત્ની અલગ રૂમમાં સૂતા હતા. જો કેસમાં દામિની જીતી જાય તો અડધો ભાગ
બંગલાનો અને માસિક ત્રીસ હજાર એલ્યુમની મળે તેમ હતા, પણ દિશાને માતા કરતા પિતા સાથે વધારે લગાવ હતો.
ધીરેધીરે ડ્રાઈવર રાકેશને યુવાન દિશા પ્રત્યે
ખેંચાવ વધી રહયો હતો. કુટુંબની આર્થિક મજબૂરીથી તેણે ડ્રાઈવર બનવું પડ્યું હતુ,
તે પણ રૂપાળો અને દેખાવડો માચો મેન જેવો
હતો. અઠવાડિયામાં તો કોલેજની અલકમલકની વાતો કરી તેણે દિશાનું દિલ જીતવા પ્રયત્ન
કરી જોયો.
મંગળવારની સાંજે દામિનીબેન તો કિટ્ટીપાર્ટીમાં
સેટેલાઈટના એક બંગલામાં ગયા હતા. ત્યાંથી તે શોપીંગ કરીને રાત્રે મોડા ઘેર આવવાના
હતા.
ડ્રાઈવર રાકેશે સાંજે કોલેજથી દિશાને ઘેર જઈ,
બોક્ષ આપ્યુ. દિશાને નવાઈ લાગી. “આમાં શું છે ?”
“આજે
મારો બર્થડે છે, એટ્લે હું કેક
લાવ્યો છું”, કહીને રાકેશે કેક
ટેબલ પર મૂકી. અંદર કેંડલ ખોસી દિશાને હસ્તક કેક ક્ટીંગ કરાવી. દિશા ભોળપણમા તે
કહે તેમ કરતી રહી. કેક મોમાં મુક્તા તેણે આગળ વધવા પ્રયત્ન કર્યો,અને દિશાને બાથમાં લીધી.
દિશા એકદમ ચેતી ગઈ અને તેને ધક્કો મારી પાડી
દીધો. ગુસ્સો થતાં બોલી “રાકેશ,
તું આ શું કરે છે ? હું ખાલી તને ડ્રાઈવર હોવાથી કંપની આપતી હતી,
પણ તું તો ખરો આગળ વધી ગયો”
રાકેશને પરિસ્થિતીનો ખ્યાલ આવી ગયો. એરફોર્સ ઓફિસરની બેટીને છેડવાનો અંજામ તે જાણતો હતો. “સોરી, હવે આવું નહિ થાય, તેમ કહી તે ઘરમાંથી બહાર નીકળી ગયો.
રાત્રે મમ્મી આવતા જ દિશાએ ફરિયાદ ચાલુ કરી .” મમ્મી, આજે રાકેશ મારી સાથે છેડછાડ કરવા પ્રયત્ન કરેલ છે. તું એને કાલથી જ છૂટો કરી દે.
“સારું બેટા, હું તેને સીધો કરી નાખીશ” કહીને દામિનીબેને વાત બંધ કરી.
બીજે દિવસે સવારે દામિનીએ રાકેશને બોલાવી બધી
વિગતો પૂછી. તેને પણ રાકેશનું માચો મસ્ક્યુલર બોડી આકર્ષી ગયું હતું. તેથી તેણે
લટકાં કરતાં પૂછ્યુ “બોલ રાકેશ
મારી દીકરીએ તો તને કાઢી મૂકવા જ કહ્યું છે.”
“મને માફ કરી દો મેડમ” રાકેશ
કરગયો. તું ખોટી જગ્યાએ લાઇન મારી રહ્યો હતો.”કહીને દામિનીએ તેનો હાથ પકડી લીધો.
“મને સમજાયુ નહિ, તમે શું કહી રહ્યા છો.”રાકેશે કહયુ.
”જ્યાં કોશિષ કરવી જોઈએ ત્યાં કરને.” કહેતા બે વરસથી ભૂખ્યા દામિનીબેને રાકેશને
ચુંબન કરી લીધું. રાકેશને પણ તેમના વર્ણન પરથી પરિસ્થિતી સમજતા વાર ન લાગી. અને દશ
મિનિટમાં બન્ને અતૃપ્ત બદનો એકબીજામાં સમાઈને હાંફી રહયા હતા.
બીજે દિવસે દામિનીએ દીકરીને સમજાવતાં કહયુ “બેટા, મે રાકેશને ચેતવણી આપી દીધી છે, અને નહિતર છુટા કરવાની વાત કરી દીધી છે. ચિંતા ના કર” દામિનીબેને દીકરીને સમજાવી લીધી, અને ડ્રાઈવર રાકેશ સાથે પોતાના બદનની ભૂખ મિટાવતાં રહયા. દીકરી ખુશ હતી કે ,મમ્મીએ ડ્રાઇવરને બરાબર સીધો કરીદીધો છે, તેથી હવે મારી તરફ ગંદી નજરથી ક્યારેય નહિ જુએ.
મમ્મીએ સારું કર્યું હાશ ! હવે મને તેની કોઈ ચિંતા નથી,
વિચારતી દિશા એક દિવસ બપોરે કોલેજમાં
હડતાળ પડી હોવાથી વહેલી ઘરે આવી,પોતાની
ચાવીથી ઘર ખોલી અંદર આવતાજ ડ્રોઈંગ રૂમનું દૃશ્ય જોઈ છોંભિલી પડી ગઈ.
બહાર સોફા પર ડ્રાઈવર અશોક અને મમ્મી દામિની
એકબીજાને બાથ ભાડી કઢંગી હાલતમાં પડ્યા હતા. તેણે બૂમ પાડી “મમ્મી,આ
નફ્ફટ ડ્રાઈવર સાથે તું ???”
અચાનક
દીકરીને જોતાં દામિનીબેન ઊભા થઈ કપડાં સરખા કરવા બાથરૂમમાં દોડી ગયા. નફ્ફટ
ડ્રાઈવર કપડાં સરખા કરીને દંભમાં હસતો હસતો બહાર નીકળી ગયો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
નફ્ફટ ડ્રાઈવર- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.jpeg)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories