એ વતન તેરે લીયે
"પ્રિયે, મારે તાત્કાલિક
લડાખ મોરચે જવું પડશે." કેપ્ટન થાપા તેની પત્નીને સમજાવી રહયા હતાં.
"તમને વિચાર
નથી આવતો, મને આવી
પ્રેગનેન્ટ હાલતમાં છોડીને જતાં રહેતા." તેમના પત્ની રડમસ અવાજે બોલ્યા.
"હિન્દુસ્તાન
ઉપર ચીને અચાનક હુમલો કરી દીધો છે અને અમારી ગુરખા રેજીમેન્ટને તત્કાલ લડાખ
પહોંચવાના ઓર્ડર છે." થાપાએ કહ્યું.
"પણ આવનાર
બાળકનું મોં તો જોતા જાવ." કહેતા પત્ની રડી પડી.
"જો, બહાદુર સૈનિક પત્ની
થઇ, આમ રડવાનું
છોડી મને વિદાય કર. અનેક હિન્દુસ્તાની બાળકોના રક્ષણ અને અમન માટે મારે જવું જ
પડશે." કેપ્ટને દ્રઢતાપૂર્વક કહ્યું. પત્ની તેને જોતી જ રહી.
"હું ચોક્કસ
વાપસ આવીશ." વાયદો કરીને કેપ્ટન ધનસિંગ થાપા મજબુત હૈયે નીકળી ગયા.
સન ૧૯૬૨માં
ચીને હિન્દી ચીની ભાઈ ભાઈ કહીને ભારત પર ચડાઈ કરી દીધી. લડાખ મોરચે અનેક ચીની
સૈનિકો હથિયાર અને બારૂદ સાથે હુમલો કરવા ચડી આવ્યા. લડાખ મોરચે ગોરખા રેજીમેન્ટને
તૈનાત કરવામાં આવી. જેનું કમાન્ડ કેપ્ટન ધનસિંગ થાપાનાં હાથમાં હતું.
૧૦ એપ્રિલ
૧૯૨૮નાં સિમલામાં જન્મેલા ધનસિંગને સ્કુલ લાઈફથી જ મીલીટરીને જોઈન્ટ કરવાની ઈચ્છા
હતી અને ૧૯૪૯નાં ૨૮ ઓગસ્ટે તે ભરતી થઇ ગયા. ૧૯૬૨ માં તે ગુરખા રેજીમેન્ટનાં
કેપ્ટનપદે પહોંચી ગયા.
અચાનક
ચીનના હુમલાથી ભારતની જનતા અને સરકાર અવાક બની ગયા. ભારતીય સૈન્ય પાસે તૈયારી, સૈનિકો, સાધનો અને દારૂગોળો
ચાઈના કરતા બહુ ઓછા હતા, પણ
સૈનિકોનો જુસ્સો અને દેશદાઝ જરાપણ ઓછા નહિ. હિમાલયની કડકડતી ઠંડી, લડાખ જેવો ઉંચો
પ્રદેશ અને ઓકસીજનની કમી. અહીં ટકી રહેવું મુશ્કેલ હતું, પરંતુ ગુરખા
રેજીમેન્ટ પૂરી સાવધાનીથી લદાખની ઉત્તરમાં સીરિચાંપમાં સુસુલ ચોકીનો હવાલો સંભાળી
રક્ષા કરી રહ્યા હતા. હાથપગ થીજી જાય તેવી ઠંડીમાં સામેથી ચીનના સૈન્યનું નિરીક્ષણ
કરી રહ્યા હતા. બે દિવસ સુધી ચીનાઓ રાહ જોતા રહ્યા. ઉપરથી ભારતીય સૈન્યને પહેલું
ફાયરીંગ કરવાના ઓર્ડર ન હતા.
વહેલી
સવારે અચાનક ૪૦૦ ચીની સૈનિકોએ હુમલો કરી દીધો. કેપ્ટન થાપા પાસે ફક્ત ૩૦ જ સૈનિકો
હતા. ચીનાઓ ફાયરીંગ અને દારૂગોળા સાથે આગળ વધી રહ્યા હતા. કેપ્ટને પોતાના સૈનિકોને
દેશ માટે મારી ફીટવાનું જોશ આપી જોરદાર વળતો હુમલો કરી દીધો. દારૂગોળો ખલાસ થઇ
ગયો. સંદેશાવ્યવહાર કપાઈ ગયો હોવાથી નવો સપ્લાય આવે તેમ ન હતો. આટલી અલ્પ
સંખ્યામાં સૈનિકોએ ચીનાઓનો કચ્ચરઘાણવાળી દીધો, પણ અલ્પ સૈનિકો કેટલો સમય ટકે ?
અંતે
કેપ્ટને ખુકરી લઈને હાથોહાથની લડાઈનો ઓર્ડર આપી દીધો. એક ભારતીય સૈનિક પાંચ છ
ચીનાઓનો ખુડદો બોલાવતા હતા. અંતે ભારતીય સૈનિકો કેપ્ટન થાપા સાથે યુદ્ધકેદી બન્યા.
કેપ્ટન લડતા લડતા બેભાન બની ઢળી પડ્યા.
એક ભારતીય
સૈનિકે ભાગી છૂટી કેપ્ટન થાપાની બહાદુરીપૂર્વકની લડાઈ અને શહીદ થયાના ખબર આપ્યા.
કેપ્ટન થાપાને ઘેર રોક્કળ થઇ પડી. તેના પત્ની માનવા તૈયાર જ ન થયા કે તેના પતિ
શહીદ થયા છે. તે ચોક્કસ આવશે જ,
તેમ મને કહ્યું છે. "મેં વાપસ આઉંગા."
કેપ્ટન
થાપાને યુદ્ધકેદીની છાવણીમાં ખુબ માર મારી, ખુલ્લા શરીરે હન્ટર મારી લોહીલુહાણ કરી નાખ્યા. કેપ્ટનને
ભારતીય સૈન્યની ગુપ્ત બાબતો અને હથિયારોના સ્ટોક અને સ્થળની પુછપરછ કરી, પણ તેમણે ફક્ત
"હિન્દુસ્તાન જીન્દાબાદ" નાં નારા લગાવ્યા. ભારત સરકારે તેમને
કેપ્ટનમાંથી મેજર બનાવી બહાદુરી અને ખુમારીની પ્રશંસા કરતા પરમવીર ચક્ર એનાયત
કરવાની જાહેરાત કરી.
તેમના
ઘરેથી બધા ખુશ થયા, અને તેમના
પત્નીને આ એવોર્ડ સ્વીકારવાનું કહ્યું.
તેના
પત્નીએ ના પાડતા કહ્યું,
"તે જીવતા છે અને તેમના હાથે જ એવોર્ડ લેશે."
ત્રણ મહિના
પછી યુદ્ધવિરામ જાહેર થતા બધા યુદ્ધકેદીઓને ભારત અને ચીને છુટા કર્યાં. મેજર ઘેર
આવતા તેમના પત્ની અને માતાપિતા ખુશખુશાલ બની ગયા. તેમને તો બધાએ મૃત ધારી
અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. મેજર બચી કરી રીતે ગયા, તેની જ બધાને નવાઈ
લાગતી હતી.
તેમના
રીવાજ મુજબ પુનર્જન્મ વિધિ કરી ફરી તેમના લગ્ન કરાવ્યા. ફરી લગ્નના ફેરાં ફરતા
તમામ કુટુંબીજનો અને પતિ-પત્નીની આંખોમાં ખુશીના આંસુ હતા.
પછીતો
મેજરમાંથી લેફ્ટનન્ટ કર્નલ બની ધનસીંગ થાપા નિવૃત થયા. અંતે લખનૌમાં તેઓ સેટલ થયા.
પરમવીરચક્ર
પામનારા બહુ જ ઓછા ગણ્યાગાંઠ્યા સોલ્જર્સમાંથી એક મેજર ધનસિંગ થાપાની બહાદુરી અને
ખુમારી અજબ હતા.
માં ભોમની
રક્ષા બહાદુરીપૂર્વક કરનાર મેજર થાપાને સો સો સલામ...
ભારતમાતા
કી જય...
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
એ વતન તેરે લીયે - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories