31 જુલાઈ 2025

ટુટી રહેલા લગ્ન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ટુટી રહેલા લગ્ન



           "“મારે તારી સાથે હવે રહેવુ જ નથી. તું તારે ઘેર જા, નહિતર તારા પપ્પાને ફોન કરું છુ, આવીને તને લઈ જાય." “ સમીર આજે ખુબ જ ગરમ થઈ ગયો હતો.

          "તને મારામાં એટલો પણ વિશ્વાસ નથી, તો લગ્ન શા માટે કર્યા ? હું ક્યાય નહીં જાઉં, તારે જવું હોય તો જા." “ રૂચાએ પણ સામે ગુસ્સે થઈ જવાબ આપ્યો. વાત વધી પડી હતી, અને છેક છૂટા પડવા સુધી આવી ગઈ.

          "“તું આખો દિવસ તારા જૂના મિત્ર કેતન સાથે જ ફર્યા કરે છે, મારા માટે સમય જ નથી. તમે સબંધમાં મર્યાદા વટાવી ગયા છો, હવે આ લગ્ન નો કોઈ અર્થ જ  નથી." “ સમીર મોટે થી બરાડયો.

           “ "તને બોલવામાં કઈ શરમ જેવુ છે, કે નહીં, તે મારો જૂનો મિત્ર છે, અને તેને કંપની આપવા જ હું તેની સાથે ફરું છુ," “ કહેતા કહેતા રૂચા પણ જોરથી બોલી.

            ખરેખર હકીકત શું હતી, ફક્ત બે વરસના લગ્નજીવનમાં એવી તો શું દરાર પડી ગઈ, કે વાત ઝગડા સુધી પહોચીને અંતે છૂટાછેડા સુધી પહોચી ગઈ. બંનેના માબાપ અને બધા સગાવહાલા પણ વિચારમાં પડી ગયા. આ લગ્ન કેમ તૂટી રહ્યા છે ??

           રૂચા અને સમીર એક વરસથી ડેટ કરી રહ્યા હતા. બંને ફેસબૂકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સમીરના પપ્પાના મિત્ર કનુકાકા રૂચાના દૂરના કાકા થતાં હતા, તેથી બંને કુટુંબોએ કનુકાકાને મધ્યસ્થી રાખીને એકબીજાનો વિશ્વાસ સંપાદન કરી, માબાપની મંજૂરીથી લગ્ન કરેલ હતા, તેથી શંકાનું કોઈ કારણ ન હતું. રૂચાએ તેના ભૂતકાળના બોયફ્રેન્ડ કેતનની તમામ વાતો નિખાલસપણે સમીરને કરી હતી. સમીરે તેને પ્રેમથી કહ્યું હતું, “જે બની ગયું તે ભૂતકાળ હતું, હવે તેને ભૂલી જા, હું તને પ્રેમથી અપનાવું છુ.” બે વરસનું તેમનું લગ્નજીવન પણ આનંદ, સુખ અને શાંતિથી પસાર થઈ રહ્યું હતું. સમીરને સૉફ્ટવેર એંજિનીયર હોવાથી, મુંબઈની એક મોટી કંપનીમાં સારા પગારની નોકરી મળી હોવાથી બંને અમદાવાદથી મુંબઈ સેટ થઈ ગયા.

         અચાનક એક દિવસ રૂચા પર ભૂતકાળના કોલેજમિત્ર કેતનનો મોબાઈલ ફોન આવ્યો. રૂચા તેના જૂના મિત્રનો અવાજ સાંભળી ખુશ થઈ ગઈ. “"હેલો, રૂચા કેમ છે ? હું કેતન બોલું છુ, તારી તબિયત કેમ છે? કેવી ચાલે છે, તમારી મેરીડ લાઈફ ?” કેતને પૂછ્યું.

          "હું અને સમીર મજામાં છીએ. અમારા લગ્નને બે વર્ષ થયા છે, અમે અહી સુખી છીએ, તું કેમ છે ? તારા લગ્ન થયા કે નહીં ? અહી ક્યાં રહે છે ?" સામે રૂચાએ પુછ્યું.

         "ના, હજી મારા લગ્ન થયા નથી. મારી ગર્લફ્રેન્ડ આશા હજી અમદાવાદમા જ છે. હું અહી એકલો જ જોબ માટે આવેલ છુ. અહી એકલો અંધેરીમાં રૂમ રાખીને રહું છુ. તું ક્યાં રહે છે ?"“ કેતને જવાબમાં કહ્યું.

        "અમારો ફ્લેટ અહી નજીકમાં સ્શાંતક્રૂઝમાં જ છે. આપણે કાલે રૂબરૂ મળીએ." “ રૂચાએ કહ્યું.

        "“ના, તારો પતિ શંકા નહીં કરે ? રહેવાદે.’”કેતને કહ્યું.

        "“ના, મારો પતિ સમીર ખૂબ સારો છે. મે લગ્ન પહેલા તારી ફ્રેન્ડશીપની બધી જ વાતો કરેલી છે. એટલે વાંધો નહીં આવે." રુચાએ જવાબ આપ્યો.

        "સારું, કાલે સાંજે આપણે જુહુ બીચ પર મળીએ.”" કેતને જવાબ આપ્યો.

        રૂચાએ વિચાર્યું, સમીરને વાત કહેવી કે નહીં. પણ પછી થયું, જવાદે, પાછો એ ચિંતામાં પડી બધુ પૂછ્યા કરશે. સમીર રાત્રે જોબ પરથી થાકીને આવ્યો ત્યારે રૂચાએ કોઈ વાત જ ના કરી. સમીરને ઓફિસમાં કામ વધતું જતું હતું, તેથી તે ઘરમાં સમય આપી શકતો નહોતો. રવિવારે રજાના દીવસે પણ તેને ઓફિસે જવું પડતું હતું. રૂચા એકલી હોય, કંપની ઝંખતી હતી, અને તેને કેતનની કંપની મળી ગઇ.

        પછી તો નવરાશના સમયે બંને કોફી પીવા કે પીકચરમાં સાથે જવા લાગ્યા. રૂચાને લાગ્યું, મારે સમીરને જણાવવાની જરૂર નથી, ખાલી ખોટો ઝગડો થશે, મે પહેલેથી જ બધી વાત તો કરેલી જ છે. અહી એ ભૂલ ખાતી હતી, ખરેખર ખુલાસાથી કરેલી વાત જ  મનમાં શંકા જગાવતી નથી. માણસ વધુ પડતા આત્મવિશ્વાસમાં એક પછી એક ભૂલો કરે જાય છે. દરેક સંબંધની એક મર્યાદા હોય છે, જેનો અમલ કરવો ખૂબ જરૂરી છે.

        એક દિવસ બપોરે સમીર ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો. અચાનક સરપ્રાઈઝ આપવા તે ગરમ સમોસા લઈને ઘેર આવ્યો હતો, પણ ઘરે લોક જોતાં તે ગૂચાઈ ગયો. અત્યારે રૂચા ક્યાં ગઈ હશે ? તરત તેણે રૂચાને ફોન જોડ્યો, અંદર પિક્ચરના ડાઈલોગ સંભળાતા હતા. રૂચાએ ખોટો જવાબ આપ્યો, “ "અહી નજીકમાં શોપિંગમાં છું." “ અને સમીર શંકામાં પડી ગયો,” પિક્ચરમાં કોની સાથે હશે?

        રૂચાને સમીરનું વર્તન બદલાયેલું લાગ્યું, પણ તે સંબંધમાં ચોખ્ખી હતી, તેથી ચિંતા કરી નહીં.

        એક દિવસ સમીરને તેની ઓફિસના સહકર્મચારીએ પુછ્યું, "અંધેરીના કોફીહાઉસમાં તેની પત્ની સાથે કોણ હતું ?" સમીર ચમકી ગયો, તરતજ તેણે રૂચાને પુછ્યું, “"તું હમણાંથી કોની સાથે ફરે છે ? તારી સાથે કોફીમાં અને પીકચરમાં કોણ હતું ?" “ રૂચાને કેતન સાથે ખાલી મિત્રતા જ હતી, અને તે ખાલી સમય પસાર કરવા જ જતી હતી, તેથી તેણે વિવાદ ટાળવા ખોટો જવાબ આપ્યો, “"કોઈની સાથે નહીં, હું પીકચરમાં હતી જ નહીં.”"

        કેટલીક વખત માણસ પોતે ચોખ્ખો હોય ત્યારે, વધારે વિશ્વાસમાં આવી જઇ જૂઠું બોલવા પ્રેરાય છે. ઉપર થી તે વિચારવા લાગી, તેને મારામાં જરાપણ વિશ્વાસ નથી કે શું ? મારી પાછળ જાસૂસી કરાવે છે ?? બે વરસથી મે તેના ઉપર કેટલો બધો વિશ્વાસ કરેલ છે, એ તેની ઓફિસમાં કોઈ પણ સ્ત્રી સાથે વાતો કરે તો હું કઈ પૂછું છુ ?  તેને ખરેખર તેના કેતન સાથેના સંબંધો જણાવી દેવા જોઈતા હતા. અને સંબંધો ચોખ્ખા છે, તેનો ખુલાસો કરવો જોઈતો હતો. ચરિત્ર એ કાચનું વાસણ જેવું છે, જેમાં એક નાની સરખી તડ પણ પડી જાય તો ખલ્લાસ ! પછી તેની મજા જતી રહે છે.

        શંકા વધતી ચાલી. વિવાદ વકરતો ગયો અને વાત છૂટાછેડા સુધી પહોચી ગઈ. વાત વટે ચડી ગઈ, અને જો વિવાદ કોર્ટે ચડે તો, વકીલો તો બંને પક્ષને ઝગડાવીને પૈસા જ કમાવાનાને !! બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ હતો, લગ્ન તોડવાની અંદરથી ઇચ્છા ના હતી, પણ વાત વટે ચડી ગઈ હતી. બંને ના માબાપ ચિંતામાં પડી ગયા, અંતે મધ્યસ્થી વડીલ કનુકાકાને આખી વાત સમજાવી સમાધાન માટે બોલાવ્યા.

        કનુકાકાએ બંને પક્ષને સાંભળ્યા પછી રૂચાને અંગત રીતે બોલાવી પુછ્યું, "તારે અને કેતનને કોઈ શારીરિક સંબંધો નથી થયાને ?”"

        "“ના, કાકા, જરાપણ નહીં, અમે ફક્ત મિત્રો જ છીએ, અને બિલકુલ શુધ્ધ છીએ."” હવે કનુકાકા ને વિવાદનો ખ્યાલ આવી ગયો. તેમણે બંનેને શાંતિથી પાસે બેસાડીને કહ્યું, “ તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, અને લગ્ન તોડવા માગતા નથી. આ ગૂંચ વિશ્વાસ અને સમજણના અભાવે પડી છે, રૂચા તારે સ્પષ્ટ કરવું જોઈએ કે તારે અને કેતનને ફક્ત મિત્રતા છે, બીજું કઈ નહીં. “

           રૂચાએ જવાબ આપતા કહ્યું, “ "મે એમ વિચાર્યું, કે જો હું કેતનની વાત કરીશ, તો બંને મારામારી પર ઉતારી આવશે, અને અમારે પણ ઝગડો થઈ જશે. પણ તેને મારામાં એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને. હું એક પુરુષ જોડે વાતો કરુ, અને તેને જરાપણ વિશ્વાસ ના હોય તે કેમ ચાલે ?"

        કનુકકાએ રૂચાને સમજાવતા કહ્યું, “"આજ તારી ભૂલ હતી. તારે તારા જૂના મિત્ર કેતન સાથે તેની ઓણખાણ કરાવવી જોઈતી હતી. લગ્ન પછી તેની સાથે એકાંતમાં સમય વીતાવાય જ નહીં. ભલે તમે ચોખ્ખા હો, પણ સામેવાળાને તો બધા પ્રકારના વિચાર આવવાના જ છે. માણસનું મન હમેશા ખરાબ વિચારો પહેલા કરે છે. કોઈ શુધ્ધ માણસ દરરોજ દારૂખાનામાં જાય, અને કહે કે હું દૂધ પીવા જતો હતો, તો કોઈ માને ખરું ? સમીર તને ખૂબ પ્રેમ કરે છે, એટલે જ તને આટલી બધી પૂછપરછ કરે છે, બાકી બીજી કોઈ યુવતી ગમે ત્યાં  જાય, ગમે તે કરે, એમાં સમીરને શું લેવાદેવા ?”

        રૂચાને પોતાની ભૂલ સમજાઈ, અને તેણે સમીરની માફી માગી, કેતન સાથે ઓણખાણ કરાવી. તેણે  કેતન સાથે એકલા મળવાનું બંધ કરી દીધું.

        સીતામાતા જેવી સતીને પણ અગ્નિપરીક્ષા આપવી પડી હતી ને ! બંને નું લગ્ન જીવન તૂટતું બચી ગયું.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


ટુટી રહેલા લગ્ન - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories