06 સપ્ટેમ્બર 2025

હું ચોર નથી, સાહેબ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

 હું ચોર નથી, સાહેબ

-----------------------------------------------------------------------------------------------------------------------------

        મે ચોરી કરી નથી, હું સાચું કહું છું, મે તમને ગઈ કાલે કવરમાં મુકીને પાંચસો ચાલીસ રૂપિયા રોકડાં આપી દીધેલ છે, સાહેબ પીસ્તાલીસ વરસના પોસ્ટમેન મનુભાઈ ચૈાહાણ કરગરીને સાહેબને કહી રહયાં હતા. "તો રૂપિયા જાય કયા? મેં તો રૂપિયા લીધા પણ નથી અને જોયા પણ નથી." પોસ્ટમાસ્તર યાદવ સાહેબ ખિજાઈને બોલ્યા.

        "સાહેબ, તમે ત્યારે જુના રેકોર્ડના ચોપડાં કાઢીને બેઠા હતા, તેથી તમારૂ ધ્યાન ન હતુ, મને રે જવાની ઉતાવળ હતી, કારણકે મારા બાબાને સાયકલનો અકસ્માત થયો હતો." મનુભાઈ ફરી બધું સમજાવતાં બોલ્યાં.

        મેં થોડાં લઈ લીધાં છે., તમારે મારા હાથમાં રૂપિયા મુકવા જોઈએ ને પોસ્ટમાસ્તર હવે વધારે બગડીને બરાડયા.

        આજથી પિસ્તાલીસ વરસ પહેલા ઓગણીસો ઈઠ્યોતેરની વાત છે. અમરેલી જીલ્લાના નાના ગામ ધામપુરમાં મનુભાઈ ચૈાહાણ છેલ્લા વીસ વરસથી પોસ્ટમેનની નોકરી કરી રહયાં હતા. તે ફકત એસ.એસ.સી. ભણેલા, પણ વાંચતા લખતાં આવડે અને સાયકલ ચલાવતાં હોવાથી તેમને આ કામ ફાવી ગયું હતું. અભણ ગામડીયાઓના પોસ્ટકાર્ડ વાંચીને જવાબ પણ લખી દેતા, તેથી ગામમાં લોકપ્રિય હતા.

        એ જમાનામાં મનુભાઈનો પગાર ટૂકો પણ ફકત ચાર માણસોનું ગુજરાન ચલાવવામાં વાંધો  આવતો નહી. બે દિકરાઓ ભણવામાં સારા હતા, એક દશ વરસનો અને બીજો ચૈાદ વરસનો એ જ ગામની શાળામાં ભણતાં. મનુભાઈનો જીવ સંતોષી અને સ્વભાવ એકદમ  ઈમાનદાર, કોઈપણ પ્રકારની ગફલાબાજી  એના સ્વભાવમાં ન હતી.

        ગામના ગંગાડોશીના દિકરાએ મુંબઈથી માં ને  પાંચસો ચાલીસ રૂપિયા મનીઓર્ડરથી મોકલાવેલ તે આપવા મનુભાઈ બીજી બધી ટપાલો લઈને નીકળ્યાં હતા. છેલ્લે ગંગાડોશીને ઘેર આવતાં રે તાળું લટકતું જોયું, ડોશી બાજુના ગામમાં તેની બહેનને ઘેર ગયા હતા. મનુભાઈએ બાજુવાળાને સમાચાર આપ્યા કે હવે કાલે ગંગાબેન પોસ્ટઓફિસ આવીને મનીઓર્ડરના રૂપિયા લઈ જાય.

        ત્યાં તો મનુભાઈને ઘેરથી સમાચાર આવ્યા, તેના નાના બાબાને સાયકલે અડફેટે લીધો છે, તેથી જલ્દી ઘેર આવો, ઈમાનદાર મનુભાઈ વિચારમાં પડી ગયા, મનીઓર્ડરના પૈસા મારી પાસે ના રાખી શકાય. તેથી ઝડપથી તે પોસ્ટઓફિસ પહોંચી ગયા. એક કવરમાં પાચસો ચાલીસ રૂપિયા મુકી, પોસ્ટમાસ્તરને પરત આપ્યા, પણ પોસ્ટમાસ્તર જુના રેકોર્ડની ફાઈલો ખોલીને બેઠાં હતા તેથી તેમનું ધ્યાન જ ન હતું.

        મનુભાઈ ઉતાવળમાં કવર પોસ્ટમાસ્તરની બાજુમાં મુકી ર તરફ દોડયાં. રે તો દોડાદોડી મચી  હતી. નાનો કિશોર લોહીલુહાણ થઈ ગયો હતો. તેથી મનુભાઈ તેને લઈને તરત દવાખાને પહોચ્યા. દાકતરની પાટાપીડીં અને સારવારથી કિશોરને આરામ થવા લાગ્યો.

        બીજા દિવસે સવારે અગ્યાર વાગે જ પોસ્ટઓફિસમાં પોસ્ટમાસ્તર યાદવસાહેબ અને મનુભાઈ વચ્ચે ચકમક થઈ ગઈ. ત્યાં તો લાકડીના ટેકે ગંગાડોશી તેમના રૂપિયા લેવા આવી પહોચ્યા. યાદવસાહેબે તો હાથ ઊંચા કરી તમામ જવાબદારી મનુભાઈ ઉપર નાખી દીધી. એ જમાનામાં આટલા રૂપિયાથી તો એક માણસનું મહિનાનું ગુજરાન ચાલી જતું.

        મનુભાઈ વારંવાર સમજાવતાં રહયાં કે મેં તો રૂપિયા પરત કરી દીધા છે, પણ હવે યાદવસાહેબના મગજનો પારો ચડી ગયો. વાત વટે ચડી ગઈ. અંતે યાદવસાહેબે બાજુની પોલીસચોકીમાં ફોન કરી દીધો. બાજુની ચોકી માંથી હવાલદારે આવી એફઆઈઆર દર્જ કરી, સરકારી રૂપિયાની ઉચાપત બાબતે પોસ્ટમેનને લોકઅપમાં નાખી દીધા. નજીવી રકમના રૂપિયાની ચોરી પણ શંકાસ્પદ હોવાથી બીજા દિવસે મનુભાઈને જામીન મળી ગયા.

        બીજા દિવસે સવારે મનુભાઈ નોકરી ઉપર હાજર થવા પહોંચી ગયા. પણ યાદવસાહેબે તેને હાજર થવા ના દીધા. કોઈ પણ કર્મચારી ઉપર ચોરીનો કેસ ચાલુ હોય, ત્યાં સુધી ફરજ ઉપર હાજર કરી શકાય નહીં, તેવો સરકારી હુકમ બતાવ્યો.

        મનુભાઈ આં સાંભળી સહેમી ગયા. તેમણે વિચાર્યું. આટલા રૂપિયા તો કોઈ પણ પાસેથી લઈને ભરી દેવાશે, પણ અફસોસ ! એક વખત પોલીસ કેસ થઈ ગયો એટલે થઈ ગયો, પછી તેમાં કોઈ બાંધછોડ ના થઈ શકે !

        મનુભાઈએ અમરેલીથી સારા વકિલ રોકી દીધા. તેમણે સાત્વના આપી. ’’વાંધો નહીં, આપણે ચાર, છ મહિનામાં કેસ જીતી જઈશું, પછી તમારી નોકરી ચાલુ થઈ જ જશે !’’ 

        મનુભાઈના પગારથી જ કુટુંબનું ગુજરાન ચાલતું હતું. ત્રણ મહિના પગાર ન આવવાથી કુટુંબ બેહાલ થઈ ગયું. ભાડાની રકમ ચડી જવાથી ર ખાલી કરી ગામ બહાર ખેતરમાં ઝુંપડીમાં મજુરી કરીને રહેવા મળ્યું. રેશનવાળાએ બીલ ચડી જવાથી ઉધાર આપવાની ના પાડી દીધી. છોકરાંઓને શાળાએથી ભણવાની ઉંમરે ઉઠાડી લેવા પડયા, અને મનુભાઈના પત્ની પણ ખેતમજુરીમાં લાગી ગયા.

        છ મહિને કેસ કોર્ટમાં ચાલવા પર આવ્યો, ત્યારે સરકારી વકીલ રજા ઉપર હોવાથી મુદત પડી. બીજી મુદતે ફરીયાદી ગંગાડોશી બિમાર પડયા તેથી ફરી મુદત પડી. સમય વિતતો જતો હતો.

        બે વરસ પછી કેસ થોડો ચાલવાં પર આવ્યો, ત્યાં જજ સાહેબની બદલી થઈ. નવા જજ સાહેબે કેસ સમજી છ મહિના પછી મુદત આપી. સખત મજુરી અને ચિંતાથી મનુભાઈ અને શીલાબેનની તબિયત બગડતી ગઈ. બન્નેના શરીર બિલ્કુલ ખખડી ગયા.

        બીજી મુદતે ફરીયાદી ગંગાડોશીનું મૃત્યુ થયું, હવે એક જ ફરીયાદી હતા, પોસ્ટમાસ્તર યાદવસાહેબ. મુદત ઉપર મુદત પડતી રહી. યાદવસાહેબ પણ રીટાયર્ડ થઈને પાતાને વતન બિહાર જતાં રહયાં. હવે તમને સમન્સ બજાવવું કયાં સરનામે?

        સમય જતો ગયો. મનુભાઈના વકિલે મહેનત કરીને યાદવનું સરનામું શોધી કાઢયું. દશ વરસ વિતી ગયા હતા. મનુભાઈના પત્નીનું ચિંતામાં ને ચિંતામાં સખત એટેક આવતાં મૃત્યુ થયું. છતાં હજુ મનુભાઈ ફરજ પર હાજર થઈ શકતાં ન હતા.

        યાદવને બે સમન્સ મોકલ્યા, પણ પોતાનું ભાડું ખરચીને તે હાજર ના થયા. મનુભાઈ ની ઉંમર અઠ્ઠાવન વર્ષ થઈ ગઈ હોવાથી તે સરકારી ચોપડે કોઈ પણ લાભ વગર રીટાયર્ડ થઈ ગયા. તેમને વધારે આઘાત ન પહોંચે એટલે બન્ને છોકરાંઓએ આ કાગળ બતાવ્યો જ નહીં.

        નજીવી રકમની ચોરીના કેસમાં તેર વરસ વિતી ગયા હોવાથી કોર્ટમાંથી પણ રહેમરાહે જલ્દી ફેંસલો સુનાવવાનું નકકી થયું. યાદવને પકકડ વોરંન્ટ મોકલી પોલીસની ગાડીમાં કોર્ટમાં લાવવામા આવ્યા. યાદવે પણ બધી વાતો સાંભળી પસ્તાવો કર્યો, અને મનુભાઈને મદદરૂપ થવા જણાવ્યું.

        બીજા દિવસે સવારે આ કેસનો ફેસલો આવે તેની કાર્યવાહી ચાલુ થઈ. ત્યાં ધામપુરની પોસ્ટઓફિસમાંથી રજીસ્ટર્ડ કાગળમાં સમાચાર આવ્યા. ’’પોસ્ટઓફિસનું મકાન બદલતી વખતે જુની ફાઈલમાંથી એક મનુભાઈના અક્ષરવાળું કવર મળેલ છે, જેમાં પાંચસો ચાલીસ રૂપિયા અકબંધ મળેલ છે. ’’

        આખી કોર્ટ, વકીલો અને જજ સાહેબ આ વાંચી સ્તબ્ધ થઈ ગયા. સફેદવાળવાળા, સુકલકડી લાકડીના ટેકે ચાલી રહેલા  મનુભાઈ હજી બબડી રહયા હતાં ’’હું ચોર નથી, સાહેબ. ’’

        જજ સાહેબ અને વકિલોની આંખો ભરાઈ ગઈ. બાઈજજત નિર્દોષ છુટેલા મનુભાઈ ધામપુર પોસ્ટઓફિસ ફરજ પર હાજર થવા જઈ રહયાં હતા, તેમને તો રીટાયર્ડ થઈ ગયાની ખબર જ કયાં હતી?

        નિર્દોષ છુટેલા પોસ્ટમેન મનુભાઈનો આનંદ કે વિષાદ બન્ને આંખો પર પાટા બાંધેલ ન્યાયની દેવી જોઈ શકે તેમ ન હતા. 

લાસ્ટ સ્ટ્રોક : નાની બાબતોએ પોલીસ કેસ કરી રેકર્ડ પર ચડાવવાથી કેવા હાલ થાય છે ?? અનાયાસે થયેલી નાની ભૂલ પણ કેટલા ગંભીર પરિણામો આપી શકે છે. તે માટે આ સત્ય ઘટના નામ અને સ્થળ બદલીને રજૂ કરેલ છે. 


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 હું ચોર નથી, સાહેબ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories